Homeઆમચી મુંબઈઈસ્ટર્ન ફ્રીવેથી ગ્રાન્ટ રોડ ફક્ત સાત મિનિટમાં

ઈસ્ટર્ન ફ્રીવેથી ગ્રાન્ટ રોડ ફક્ત સાત મિનિટમાં

કોસ્ટલ રોડને જોડતો સાડાપાંચ કિલોમીટરનો પુલ બાંધશે પાલિકા
પુલ બનાવવા માટે રૂ. ૬૬૨. કરોડનો ખર્ચ અંદાજિત છે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાને દક્ષિણ મુંબઈના ટ્રાફિકથી આગામી સમયમાં હજી રાહત મળવાની છે. મુંબઈ મહાનગરપાલિકાએ ૫.૫૬ કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ બાંધવાનો નિર્ણય લીધો છે. તે માટેની ટેન્ડરપ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. અત્યારે ફ્રી-વે પરથી જે વાહનો ઊતરે છે તેને કારણે પી. ડિમેલો રોડ પર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, પરંતુ એલિવેટેડ રોડ બન્યા બાદ નરીમાન પોઈન્ટ સુધી જનારાં વાહનો સીધાં એલિવેટેડ રોડ પર ડાઈવર્ટ થઈ જતાં અહીંની ટ્રાફિક જૅમની સમસ્યા પણ હળવી થઈ જશે.
પાલિકાએ આ એલિવેટેડ રોડ માટે ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૩ના ટેન્ડર બહાર પાડ્યાં છે. ઓનલાઈન પદ્ધતિએ ટેન્ડરપ્રક્રિયા પાર પડાશે. આ કામ માટે ૬૬૨.૪૨ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજિત છે. આ રસ્તો ઊભો કરવા માટે ૪૨ મહિનાનો સમય લાગશે.
પાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલના જણાવ્યા મુજબ એલિવેટેડ રોડ બાદ ઈસ્ટર્ન ફ્રી વે પરથી નીચે ઊતરનારાં વાહનોને કારણે પી.ડિમેલો રોડ પર જે ટ્રાફિકની સમસ્યા થાય છે. જોકે હવે તેનાથી છુટકારો મળશે અને આને કારણે લોકોનો પ્રવાસનો સમય ટૂંકાઈ જશે. કોસ્ટલ રોડને ઈસ્ટર્ન ફ્રીવેથી જોડવા માટે આ રસ્તો મહત્ત્વનો બની રહેશે. આ રસ્તાને કારણે ડૉ. બી.આર. આંબેડકર માર્ગ, રફી અહમદ કિડવાઈ માર્ગ, પોર્ટ ટ્રસ્ટ ઍરિયા, પી.ડિમેલો રોડ, ઈસ્ટર્ન ફ્રીવે, ગ્રાન્ટ રોડ પરિસર, તાડદેવ અને મુંબઈ સેન્ટ્રલ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની દ્દષ્ટિએ મહત્ત્વનો સાબિત થશે.
આ એલિવેટેડ રોડ દક્ષિણ મુંબઈના પી.ડિમેલો રોડ પર ઑરેન્જ ગેટ નજીક ચાલુ થનારા ઈસ્ટર્ન ફ્રીથી પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. તો ગ્રાન્ટ રોડ સ્ટેશન પરિસર સુધી આ રસ્તો રહેશે. ઈસ્ટર્ન ફ્રી વેથી ગ્રાન્ટ રોડ સ્ટેશન પરિસરના લગભગ ૫.પ૬ કિલોમીટરના લંબાઈના રસ્તા માટે હાલ ૩૦થી ૫૦ મિનિટનો સમય થાય છે. ભવિષ્યમાં આટલું જ અંતર કાપવા માટે છથી સાત મિનિટનો સમય લાગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -