Homeદેશ વિદેશ...તો આઈપીએલમાં રમશે આ સ્ટાર ક્રિકેટર!

…તો આઈપીએલમાં રમશે આ સ્ટાર ક્રિકેટર!

આવતી કાલથી એટલે કે 23મી ડિસેમ્બરી આઈપીએલ-2023ની હરાજી શરુ થશે અને એ માટે બધી જ ટીમોએ પોતાની સ્ટ્રેટેજી પ્લાન કરી દીધી છે. હવે આ બધા વચ્ચે એક મહત્ત્વના સમાચાર આ એવી રહ્યા રહ્યા છે કે પાંચ વર્ષ બાદ આઈપીએલ ઓક્શનમાં એક સ્ટાર ખેલાડીએ પોતાનું નામ આપ્યું છે. આ ખેલાડીની બેટિંગ એકદમ ધૂંઆધાર છે અને જો તેને ચાન્સ મળ્યો તો પહેલી વખત તેને આઈપીએલમાં રમતો જોઈ શકાશે. આ ખેલાડી છે ઈંગ્લેન્ડના ફાસ્ટેસ્ટ બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન જો રુટ. તેણે 2023માં રમાનારી આઈપીએલમાં રમવા માટે પોતાનું નામ આપ્યું છે અને આ પહેલાં 2018માં પણ તેણે ઓક્શનમાં પોતાનું નામ આપ્યું હતું. પરંતુ એ વખતે કોઈ પણ ટીમે તેની અંદર રસ દેખાડ્યો નહીં. પણ આ વખતે તેને કોઈને કોઈ ટીમ ખરીદે એવા પૂરેપૂરા ચાન્સીસ છે. આવી શક્યતા એટલા માટે વ્યક્ત કરાઈ રહી છે, કારણ કે તે અત્યારે ખૂબ જ સારા ફોર્મમાં છે અને એટલું જ નહીં પણ તેની પાસે કેપ્ટનશિપનો અનુભવ પણ છે, જે કોઈ પણ ટીમને કામમાં આવી શકે છે. આ વર્ષે આઈપીએલ હોમ એન્ડ અવે ફોર્મેટમાં રમવામાં આવશે અને ભારતીય પીચ હંમેશાથી જ સ્પિનર્સ માટે ફાયદાકારક સાબિત થઈ છે. જો રુટ સ્પીન ખૂબ જ સારી રીતે રમી શકે છે અને તે ઓફબ્રેક બોલિંગમાં માહિર છે. હવે જોવાની બાબત એ છે કે કઈ ટીમ આખરે જો રુટને પોતાની ટીમમાં લે છે અને તેને પર્ફોર્મ કરવાનો ચાન્સ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -