Homeમેટિનીજીસને તેરે હાથ પર લિખ દિયા... વો તેરા કૌન થા..!

જીસને તેરે હાથ પર લિખ દિયા… વો તેરા કૌન થા..!

રંગીન ઝમાને -હકીમ રંગવાલા

“વિજય સા’બ, અબ તો યે સોદા હો ચૂકા હૈ. અગર આપને યે બિલ્ડિંગ એક દો લાખ કમ દામ મેં માંગા હોતા તો ભી મેં દે દેતા. માફ કરના આપ કો ધંધા કરના નહીં આતા!
હાથમાં ચેક આવી ગયા બાદ બિલ્ડિંગના પેપર્સ આપતી વખતે બિલ્ડર અમિતાભને કહે છે.
“શેઠજી, ધંધા કરના તો આપ કો નહિ આતા. અગર ઇસ બિલ્ડિંગકે આપ દસ લાખ રૂપિયે ઔર ભી માંગ લેતે તો ભી મેં દે દેતા!
“અચ્છા? એસી ક્યા ખાસ બાત હૈ ઇસ બિલ્ડિંગમેં?! એવું બિલ્ડર પૂછે છે.
અમિતાભ બિલ્ડિંગની સામે ઊંચે જુએ છે. એના ડાર્ક રેબેન એવીએટર નામના મોડલ એવા ગોગલ્સના કાચમાં બાર પંદર માળ ઊંચું બિલ્ડિંગ દેખાય છે!
“આજસે બીસ બરસ પહેલે જબ યે બિલ્ડિંગ બન રહી થી તબ મેરી માને યહાં ઈંટે ઉઠાઈ થી. આજ મૈં ઇસ બિલ્ડિંગ અપની મા કો તોહફે મેં દેને જા રહા હું!
અમિતાભ બોલે છે… શેઠ, તમે દસ લાખ વધારે માગ્યા હોત તો પણ હું આપી દેતે! આવું યશ ચોપરાની બ્લોકબસ્ટર ફિલ્મ “દીવારમાં અમિતાભ બચ્ચન જે માતા માટે કહે છે એ હિન્દી ફિલ્મજગતમાં નિરૂપા રોય નામથી મશહૂર થયેલાં ગુજરાતી એક્ટ્રેસ હતાં જેમણે પોતાની ચરિત્ર ભૂમિકાઓમાં મૂલ્યોને વફાદાર રહેતી અને આદર્શ ભારતીય સ્ત્રીની ભૂમિકાઓ મહદઅંશે ભજવેલી.
‘બલસારા’ અટક ધરાવતી વલસાડની મોચી સમાજની ક્ધયા કિશોરચંદ્ર નામના યુવાન સાથે પરણીને મુંબઈ ગઈ અને કિશોરચન્દ્રને હિન્દી સિનેમાનું ઘેલું લાગેલું એટલે પોતે સ્ટુડિયોમાં આંટા મારતા અને ઘણી વખત પત્ની કોકિલાને સાથે લઈ જતા.એવી એક સ્ટુડિયોની મુલાકાતમાં વી.એમ.વ્યાસે કિશોરચન્દ્રને તો નકારી કાઢ્યા પણ એક સાઈડ ભૂમિકા માટે કોકિલાને ઓફર કરી”રાણકદેવીફિલ્મ માટે!અને કોકિલા ગુસ્સે થઈ ગઈ !
પતિ કિશોરચન્દ્રે પત્ની કોકિલાને મનાવી અને ફિલ્મમાં કામ કરવા રાજી કરી.અને કોકિલા માની ગઈ.કિશોરચન્દ્રે પોતાનું નામ કમલ રોય કરી નાખ્યું અને પત્ની કોકિલાનું નામ નિરૂપા રોય કરી નાખ્યું! આ નામ અને અટક બદલવાનું કારણ એ હતું કે એ વખતે બંગાળી લોકોનો બહુ પ્રભાવ સાહિત્ય, કળા અને ફિલ્મોમાં હતો, રીતસર એક દબદબો રહેતો બંગાળનો! નિરૂપા રોયનું પ્રાથમિક શિક્ષણ દાહોદમાં થયું હતું. તેમના રેલવેમાં નોકરી કરતા પિતાની બદલી દાહોદ રેલવે વર્કશોપમાં થઈ હતી ત્યારે ધો. ૧થી ૪ સુધી દાહોદની સરકારી શાળામાં તેઓ ભણ્યા હતા. પણ વલસાડ સાથે એમણે એમનો સંબંધ જાળવી રાખેલો. પરિવારનો અણગમો પાછલાં વર્ષોમાં ઓછો પણ થયેલો. વલસાડમાં શીશુ મંદિરની સ્થાપનામાં એમણે યોગદાન આપેલું અને આજીવન એના ટ્રસ્ટી રહેલા. વલસાડની છગઈ ફ્રિ આઈ હૉસ્પિટલમાં એમણે આપેલા દાનની તકતી આજે પણ લાગેલી છે. વલસાડના લોકોને એમના જીવન કરતા મૃત્યુ પછી એ વલસાડના લોકોએ હોવાનો ગર્વ વધુ વ્યક્ત કરેલો. એમનો પિયરનો પરિવાર આજે પણ વલસાડમાં રહે છે અને નિરૂપા રોય એમના પરિવારના હતાં એનો ગર્વ જ અનુભવે છે! વલસાડમાં ઘણા વડીલો એક વખતે બોલતા કે એમણે નિરૂપા રોયને છાણાં વણતી જોઈ હતી. વલસાડીઓને ફરોખ બલસારા (ઋયિમમશય ખયભિીિુ), જનરલ માણેકશા અને મોરારજી દેસાઇ સહિત નિરૂપા રોય, બિંદુ, મહેશ અને મનહર દેસાઇ (જૂની ગુજરાતી ફિલ્મોના હીરો) માટે આજે બહુ ગર્વ છે. કોકિલા અને ફરોખની અટક બલસારા વલસાડના અંગ્રેજોએ આપેલ નામ ઇીહતફિ (બલસાર) પરથી પડેલી. આ બલસારા અટક પારસીઓમાં પણ
જોવા મળે છે અને બીજી કોઈ જ્ઞાતિમાં પણ વપરાતી હોઈ શકે છે!
નિરૂપા રોય વલસાડના અને ગુજરાતી છે ,દક્ષિણ ગુજરાતના છે એ વાત અનેક સ્તરે વર્ષોથી લખાઈ છે, જાણીતી છે પણ સામાન્ય ફિલ્મપ્રેમી ગુજરાતી લોકો આજે પણ આ વાતથી અજાણ છે! રણજિત મુવીટોનના સરદાર ચંદુલાલ શાહ “ગુણ સુંદરી ફિલ્મ બનાવતા હતા એની મુખ્ય અભિનેત્રી શારદા બીમાર પડી અને કોકિલાને રોલ મળી ગયો અને હિન્દી ફિલ્મજગતમાં નિરૂપા રોયની વણથંભી સફળ સફર શરૂ થઈ ગઈ! જો કે એમના પતિને ફિલ્મોમાં કોઈ સફળતા ન જ મળી!
વલસાડના મોચી સમાજમાં વિરોધ જાગ્યો અને મોચી સમાજના સભ્યો મુંબઈમાં જઈને અવારનવાર કોકિલા જે હવે જાણીતી એક્ટ્રેસ નિરૂપા રોય બની ગઈ હતી એના મકાન સામે આંદોલન કરતા,મકાન પર પથ્થરમારો કરતા!
કોઈ ગુજરાતી અભિનેત્રી નિરૂપા રોયની ટોચ સુધી પહોંચી નથી.૨૦૦ ઉપરાંત ફિલ્મો અને હીરોઈનથી લઈને ચરિત્ર ભૂમિકાઓ, મહાન ગુજરાતીઓની યાદીમાં કોઈ દિવસ તમે નિરૂપા રોયનું નામ નહીં જોયું હોય! નિરૂપા રોયના અવસાન પર અમિતાભ બચ્ચને અંજલિ આપતાં કહ્યું હતું કે “મારી પરદા પરની માતાનું અવસાન થઈ ગયું છે!
કવિનો કલાકાર દીકરો જ આવા શબ્દો વાપરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -