ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસનો કારામો પરાજય થયો છે. કુલ 182 બેઠકોમાંથી કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર જ જીત મેળવી શકી છે. ગુજરાતના ઈતિહાસમાં કોંગ્રેસનું આ સૌથી નબળું પ્રદર્શન રહ્યું છે કોંગ્રેસે વિધાનસભામાં વિપક્ષનો દરજ્જો પણ ગુમાવ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતાઓ હારનું ઠીકરું EVM અને AAP પર ફોડી રહી છે. એવામાં વડગામના વિધાનસભ્ય જીગ્નેશ મેવાણીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, તમને અફસોસ છે કે, ચૂંટણીમાં કોંગ્રેસ મારો પુરે પુરો ઉપયોગ ન કરી શકી.
કોંગ્રેસને કારમી હાર બાદ હવે પાર્ટીમાં પ્રાદેશિક નેતૃત્વને પર સવાલો ઉઠી રહ્યા છે. યુવા નેતા જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, મને એ સમજાતું નથી કે, જ્યારે કોંગ્રેસ પાસે મારા જેવો ચહેરો છે, જેની વિશ્વસનિયતા છે અને જેમના સારા એવા ફોલોઅર્સ છે, તેને રાજ્યભરમાં ચૂંટણી પહેલા જાહેરસભાને સંબોધિત કેમ ન કરાવી શક્યા? તેમણે કહ્યું કે, દલિતોમાં ઊર્જા પ્રેરિત કરવા માટે પાર્ટીએ તેમની જાહેરસભાઓ કરાવી જોઈતી હતી.
નોંધનીય છે કે જિગ્નેશ મેવાણી દલિત નેતા છે અને યુવાનોમાં ખુબ લોક પ્રિય છે. મેવાણી વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વડગામ બેઠક પરથી પહેલી વાર અપક્ષ ચૂંટણી જીત્યા હતા ત્યાર બાદ તેઓ કોંગ્રેસ સામેલ થયા હતા. 2022 વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. આવનારા સમયમાં જીગ્નેશ મેવાણી ગુજરાત કોંગ્રેસનો મહત્વનો ચહેરો બની શકે છે.