25 વર્ષની અભિનેત્રી જીયા ખાનના કેસમાં સ્પેશિયલ કોર્ટ આજે 10:30 વાગે ચુકાદો સંભળાવશે. વર્ષ 2013 માં ત્રીજી જૂને જીયા ખાને પોતાના જુહુ ખાતેના અપાર્ટમેન્ટમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. તેને આ માટે છ પાનાની સુસાઇડ નોટ લખી હતી જેમાં ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલી અને ઝરીના વહાબના પુત્ર સુરજ પંચોલીને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. જીયાની માતા રાબિયાએ છેલ્લા દસ વર્ષથી એક પછી એક કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે અને અબટમેંટ ઓફ સુસાઇડ માટે સુરજ પંચોલીને સજા આપવાની માગણી કરી છે. જીયા ખાનની સુસાઇડ નોટ બાદ સુરજ પંચોલીની ધરપકડ થઈ હતી અને ત્યારબાદ તેને જામીન પર છે. સીબીઆઇ દ્વારા આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી હતી.
આજે 10:30 વાગે cbi ની સ્પેશિયલ કોર્ટ તેનો ચુકાદો આપે તેવી સંભાવના છે. મળતી માહિતી અનુસાર સુરજ પંચોલી પોતાના નિવાસસ્થાન થી કોર્ટ જવા નીકળી ગયો છે અને આ દરમિયાન ઘણા લોકોએ તેને ધક્કે ચડાવ્યો હતો અને તેના પર ફિટકાર વરસાવી હતી. આ સાથે નેટીઝન્સ જીયાને ન્યાય મળે તેવી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે. મૂળ અમેરિકાની નાગરિક જીયા ખાન ગઝિની અને નિશબ્દ જેવી ફિલ્મોથી લોકોની નજરમાં આવી હતી. તે સમયે તેના મૃત્યુની ખબરે ખરભડાટ મચાવી દીધો હતો. ખાનની માતાએ કહ્યું હતું કે અમે તમામ પુરાવાઓ આપ્યા છે અને અમને પૂરી આશા અને વિશ્વાસ છે કે જીયા ખાનને ન્યાય મળશે તેમના જણાવ્યા અનુસાર આ કેસ અબિટમેન્ટ ઓફ સુસાઇડ એટલે કે આત્મહત્યા કરવા માટે ઉશ્કેરણીનો નથી પરંતુ એક પ્રકારની હત્યા જ છે. જીયાની સુસાઇડ નોટમાં સુરજ પંચોલી દ્વારા શારીરિક અને માનસિક રીતે શોષણ કરવામાં આવતું હોય અને ત્રાસ આપવામાં આવતું હોવાનું જણાવાયું હતું. આજે 10:30 વાગે cbi ની સ્પેશિયલ કોર્ટ શું ચુકાદો આપશે તેના પર સૌની નજર છે એક દસકા બાદ આ કેસમાં ચુકાદો આવે તેવી સંભાવના છે.