મોરબીના ઝૂલતા પુલ હોનારતના મુખ્ય આરોપી જયસુખ પટેલને મોરબી સેશન્સ કોર્ટે જેલ મોકલવાનો આદેશ આપ્યો હતો. ઓરેવા ગ્રુપના પ્રોમેટર જયસુખ પટેલની રિમાન્ડની સમયમર્યાદા પૂરી થઈ હોવાથી તેમને જેલ મોકલવાનો આદેશ કોર્ટે આપ્યો હતો. પોલીસે આ દરમિયાન વધારાની રિમાન્ડ માગી ન હતી.
30મી ઓક્ટોબરે-2022ના રોજ મોરબીના ઝૂલતા પુલની હોનારતમાં 135 જણના જીવ ગયા હતા. આ પુલના સમારકામ-જાળવણી-સંચાલનનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રુપને આપવામાં આવ્યો હતો. જોકે, ઘટના બાદ પોલીસે એફઆઈઆરમાં તેમનું નામ ન હતું નોંધ્યું.
ત્રણ મહિના બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમને 14 દિવસની રિમાન્ડ માગ સાથે કોર્ટમાં પેશ કરવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.