Homeટોપ ન્યૂઝપીએમ મોદી કોની સાથે પાણીપુરીની જ્યાફત માણી રહ્યા છે??

પીએમ મોદી કોની સાથે પાણીપુરીની જ્યાફત માણી રહ્યા છે??

ભારતના પાટનગર દિલ્હીથી કરોડો ભારતીયોના દિલ ખુશ કરી નાખે એવા સમચાર અને દ્ર્શ્યો સામે આવી રહ્યા છે. આ સમાચાર અનુસાર જાપાની વડાપ્રધાન ફુમિયો કિશિદા ભારતના પ્રવાસે આવ્યા છે અને કિશિદાએ સોમવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશના નેતાઓ કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડા પ્રધાન મોદીએ જાપાનના વડા પ્રધાનને કદમવુડ જાળી બોકસમાં લાગેલી ચંદનની બુદ્ધ પ્રતિમા પણ ભેટમાં આપી હતી. આ પ્રતિમાનું કનેક્શન કર્ણાટકના વારસા સાથે છે. એટલું જ નહીં સાથે સાથે બંને દેશના વડા પ્રધાનોએ ઇન્ડિયન ફૂડની મજા પણ માણી હતી. આ મુલાકાતના વીડિયો અને ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે.

Pm modi And kishida eat pani puri
(Photo Source: MEA/Twitter)

આ દરમિયાન બંને દેશોના નિરીક્ષકો પણ બુદ્ધ પાર્કમાં ફરતા જોવા મળ્યા હતા. બંને નેતાઓએ પાર્કમાં લગાવવામાં આવેલા બોધિ વૃક્ષની મુલાકાત પણ લીધી હતી. ત્યાર બાદ મોદી અને કિશિદાએ લસ્સીની મજા માણી હતી. આ સાથે સાથે જ તેમણે કેરીનો પન્નો કે જેને આપણે ગુજરાતીમાં બાફના તરીકે પણ ઓળખીએ છીએ એનો લુત્ફ પણ ઉઠાવ્યો હતો. દિલ્હી આવો અને ચાટની મજા ના માણો તો કેમ ચાલે એ જ ન્યાયે બંને દેશના વડા પ્રધાનોએ પાણીપુરીની મજા માણી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ જાપાન અને ભારત બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત આ વર્ષે G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે, જ્યારે જાપાન પાસે G-7ની યજમાની કરવાની તક છે.

Pm modi And kishida eat pani puri
(Photo Source: MEA/Twitter)

જાપાનના વડા પ્રધાનની આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે, એવો વિશ્વાસ વ્યકત કરાઈ રહ્યો છે. બંને દેશોના વડા પ્રધાનોએ ક્રિટિકલ ટેક્નોલોજી, ડિજીટલ સહિત અનેક મહત્વના વિષયો પર ચર્ચા કરી હતી.

જાપાની વડા પ્રધાને ભારતના વડા પ્રધાન મોદીને મે મહિનામાં જાપાનમાં યોજાનારી G7 બેઠક માટે આમંત્રણ પાઠવ્યું હતું. તમારી જાણ માટે કે આ પહેલા માર્ચ 2022માં વડા પ્રધાન કિશિદા બંને દેશો વચ્ચે યોજાનારી વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા અને એ દરમિયાન જાપાનના વડા પ્રધાનએ આગામી પાંચ વર્ષ માટે ભારતમાં 3,20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -