ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના સૈન્યે મિસાઇલ લોન્ચ કર્યા બાદ જાપાનની સરકારે સાબદી થઇ હતી. ઉત્તર કોરિયાના મિસાઇલ પ્રક્ષેપણ પછી હોકાઇડો (જાપાનીઝ પ્રદેશ)ના રહેવાસીઓને બિલ્ડિંગમાં કે ભૂગર્ભમાં આશ્રય લેવા વિનંતી કરતા “તાત્કાલિક સ્થળાંતર કરો. તરત જ સ્થળાંતર કરો,” એવા આદેશ આપ્યા હતા જોકે, સ્થાનિક અધિકારીઓએ બાદમાં જણાવ્યું હતું કે મિસાઇલ ઉત્તરીય પ્રદેશની નજીક પડ઼શે નહીં. આ મિસાઇલ સ્થાનિક સમય મુજબ સવારે 8:00 વાગ્યે (2300 GMT) હોકાઇડોના વિસ્તારમાં લેન્ડ થવાની ધારણા હતી, જોકે સાવધાનીની સાયરનના થોડા સમય બાદ જ હોકાઇડોના અસહિકાવા શહેરે ટ્વીટ કર્યું કે હવે ભયની કોઈ ચિંતા નથી.
“અમે માહિતીની પુષ્ટિ કરી છે અને એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે ઉત્તર કોરિયાનું મિસાઇલ હોકાઇડો અથવા આજુબાજુના વિસ્તારો પર પડે એવી કોઇ શક્યતા નથી,” એમ હોકાઇડોના ઇમરજન્સી ખાતાએ રાષ્ટ્રીય સરકારના કટોકટી નેટવર્કને ટાંકીને જણાવ્યું હતું.
જાપાનના કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે મિસાઈલ જમીન પર પડી હોવાનું માનવામાં આવે છે.
ઉત્તર કોરિયાના મિસાઇલ લોન્ચ બાદ જાપાને લોકોને ભૂગર્ભમાં આશરો લેવા કહ્યું
