મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગના ગગનગીર વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે અને ત્રણથી ચાર મકાનો ધરાશાયી થઈ ગયા છે, એમ પોલીસ નિવેદનમાં જણાવાયું છે. પોલીસના જણાવ્યા મુજબ, ભૂસ્ખલનને કારણે ઘણા મકાનોને નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે, કોઈ જાનહાનિ અથવા ઇજાના અહેવાલ નથી. જિલ્લા પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF), અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની બચાવ ટીમો ઘટનાસ્થળે છે. વિસ્તારને સાફ કરી દેવામાં આવ્યો છે, અને અસરગ્રસ્ત વિસ્તારના રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, એમ પોલીસે ઉમેર્યું હતું. ભૂસ્ખલનથી રહેણાંક મકાનો અને દુકાનોને અસર થઈ હતી. પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બચાવ ઓપરેશન રાતભર ચાલુ રહ્યું હતું અને અત્યારે અમે કાટમાળ હટાવવાનું કામ ફરીથી શરૂ કરી દીધું છે. લોકોને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે,” એમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) જાવિદ અહમદ રાથેરે જણાવ્યું હતું.