રાહુલ ગાંધીની આગેવાનીમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા પંજાબમાંથી પસાર થઇ રહી છે. એવામાં એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે યાત્રામાં જોડયેલા કોંગ્રેસના જલંધરના સાંસદ સંતોખ સિંહનું હાર્ટએટેક આવતા નિધન થયું છે. સંતોખ સિંહ ચૌધરીને ભારત જોડો યાત્રા દરમિયાન હાર્ટએટેક આવ્યો હતો તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. રાહુલ ગાંધી સંતોખ સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નિવાસસ્થાને પહોંચશે.
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સાથે ચાલી રહેલા સંતોખ સિંહને હાર્ટ એટેક આવ્યો હતો. સ્થિતિ વધુ બગડતી જોઈને તેમને તાત્કાલિક ફગવાડાની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં થોડો સમય તેમની સારવાર કરવામાં આવી, પરંતુ તેઓ જીવનની લડાઈ હારી ગયા.
પંજાબના મુખ્યપ્રધાન ભગવંત સિંહ માને કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહ ચૌધરીના અકાળ અવસાન પર સંવેદના વ્યક્ત કરી છે. સીએમ માને પોતાના ટ્વીટમાં લખ્યું છે – ‘હું તેમના નિધનથી ખૂબ જ દુઃખી છું. ભગવાન, તેમના આત્માને શાંતિ આપે’.
ਕਾਂਗਰਸ ਦੇ ਜਲੰਧਰ ਤੋਂ ਮੈਂਬਰ ਪਾਰਲੀਮੈਂਟ ਸੰਤੋਖ ਸਿੰਘ ਚੌਧਰੀ ਜੀ ਦੀ ਬੇਵਕਤੀ ਮੌਤ ਦਾ ਬੇਹੱਦ ਦੁੱਖ ਹੋਇਆ..ਪ੍ਵਮਾਤਮਾ ਵਿੱਛੜੀ ਰੂਹ ਨੂੰ ਸਕੂਨ ਬਖ਼ਸ਼ੇ ..ਵਾਹਿਗੁਰੂ
— Bhagwant Mann (@BhagwantMann) January 14, 2023
“>