જૈન સાધુની હિમાલય યાત્રા – આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.
हिमालय औषधियों का भंडार है। हर एक पेड-पौधा यर्हां दिव्य वनस्पति है। आज कल किसी को जानकारी नहीं है, कुछ पुराने साधु जानते है।
आपके कभी उनसे जाना है…
आ एक बाबा आये थे, दिखने में तो कोई पहाडी इलाके के दशनामी साधु लग रहे थे।
उन्होंने बडे बाबा के पास एक दिव्य वनस्पति का जिक्र किया था।
क्या था…
वो बता रहे थे कि हिमालय के पूर्वी क्षेत्र में एक पौधा होता है, तीन साढे तीन फिट ऊँचा, उनमें पत्ते नहीं होते। सिर्फ पतली-पतली डालियाँ होती है। वो औषधि के आस-पास बरफ नहीं होता, पिघल जाता है । वनस्पति इतनी गरम होती है। पहली बात तो मैंने भी सोचा पेड-पौधा इतना गरम होता है क्या और बरफ को पिघाल दे वह भी हिमालय में, यकिन ही नहीं हुआ परंतु। हिमालय बाबा के इस भंडार में सब कुछ मुमकिन है।
એમ કહ્યું- परंतु बाबाजी! वनस्पति का स्पर्श कभी गरम नहीं होता, अभी तक तो हमने नहीं सुना कभी।
એમણે કહ્યું- मैंने भी सही सुना था, परंतु जिस दिन वो औषधि मैंने देखी तब तो मानना पडा।
अच्छा तो आपने अपनी आंखो से देखी है क्या?
हा…. बाबा तो चले गये कहकर, परंतु मेरे मन में से वो नहीं गई। मैं अकेला चल पडा।
आखि है क्या चीज। बहुत ढूंढने पर मिल ही गई। बाबा ने कहा था ना जहाँ ये औषधि होगी वहाँ बरफ पिघला हुआ होगा। खोजना तो आसान था। बाबाजी ! आपको यकिन कैसे दिलाउं उन वनस्पति को छूकर मेरी चीलम जलाई थी । चीलम तो जल गई। परंतु, मैं उसे ले नहीं पाया। मैं वापस अपने आश्रम में लौटा ।
गुरुजी को पता चलने पर उन्होंने डांटा… अरे! तुम इधर उधर मत भागो… ये विश्च ही एक चमत्कार है । क्या करोगे उन औषधि का । फिर मैंने कभी उसको याद नहीं किया। आज बात में से बात निकल ही गई तो आपसे क्या छिपाना।
એમ કહ્યું- बाबाजी बात तो ठीक कह रहे हो। हिमालय की लीला अजीब है। अच्छा लगा आपसे मिलकर, वापस आयेंगे तब और आपसे हिमालय की बात सुनेंगे।
ગુરુચરણજી ! ઊઠ્યા ! છેલ્લે કામકાજ હોય તો કરવાનું કહીને ગયા. હું તો હિમાલયની પેલી ગરમ વનસ્પતિમાં ખોવાઈ ગયો. કેવી હશે તે ઔષધિ….
સાચ્ચે જ હિમાલયને આપણે જેટલા જાણતા જઈ એને તેટલાજ વધારે અજાણ થતા જઈએ.
વળી જમવા ગયા ત્યાં રાજુ, લાભભાઈએ સાધુ જીવનનું વધારે જ્ઞાન આપ્યું. કોઈ પણ વિશેષ પ્રસંગ વિના રાત વીતિ ગઈ, સામે જ ગંગાનો અવિરત ઘોષ ચાલુ હતો. સાંજે ૧૪ કિ.મી.નો વિહાર કર્યો હતો. શરીર ગરમ થઈ ગયું હતું. સાંજે પ્રતિક્રમણ પછી તો બધુ ઠંડું થઈ ગયું. વાતાવરણ તો ઠંડું હતું જ. પણ સહન થાય તેવું જ. ઘણું નથી. કહેવાય છે ગંગા હિમાલયથી નીકળીને પૂર્વ દિશા તરફ વહે છે, પણ ઉત્તરકાશીમાં ગંગા ઉત્તર દિશામાં વહે છે.
મનેરી
જેઠ સુદ ૩, શુક્રવાર, તા. ૧૮.૦૫.૨૦૧૮
યમુના કાંઠે બેસવાની એટલી મજા ન આવે જેટલી ગંગાકિનારે બેસવાની મજા આવે. અમે તો નક્કી જ કર્યું દૈનિક જાપ, ધ્યાન, પરમાત્માના દર્શન આદિ સવારે વિહારમાં ચાલતા ચાલતા ગંગાનો સારો કિનારો આવે તે પર બેસીને જ કરી લેવું અને એમ જ કરતાં લગભગ દોઢ કલાક સાવ ગંગાકિનારે બેસી આરાધના થતી. બંને કાંઠે ઊંચા પહાડો હોય નીચે ગંગાનો ધવલ કિનારો હોય, ખળખળ ખળખળ ગંગાજળ દોડી જતું હોય. આછો આછો તડકો હોય અને પરમાત્મા સાક્ષાત્ બિરાજમાન હોય, ત્યારે આસન જમાવીને આરાધના કરવાનો લ્હાવો જેવો તેવો નથી. દુન્યવિ દુનિયાનાં દૂષણોથી સાવ દૂર દિવ્ય પ્રદેશમાં મહાલવાનો આનંદ અનેરો હોય છે. અહીં કોઈ અમને શાતા પૂછવા વાળું નથી. કોઈ ડિસ્ટર્બ કરવાવાળું નથી. બસ અમે અને અમારા પ્રભુ અને આ ગંગા.
ત્રણેયે એક-મેક થઈ જવાનું. વિહારમાં ભલે ૧૦-૧૧ કે ૧૨ વાગે પહોંચાય, કોઈ ઉતાવળ નહીં. આરામથી ધીરે ધીરે મહાલતા મહાલતા આગળ વધી જઈએ.
આજે તો ૧૩ કિ.મી.નો વિહાર હતો. સારું તો એ થયું કે રોડ શરૂઆતમાં થોડો ઉપર ચઢીને પછી સમતલ ચાલવા લાગ્યો. થોડો ચઢે તો પાછો થોડો ઊતરી જાય. ગંગાથી એક નિશ્ર્ચિત ઊંચાઈ પર આગળ વધી રહ્યો. ગંગા પણ ધીરે ધીરે જ તો ઉપર જતી હતી, અમે પણ.
ચારે બાજુ મનભાવન વૃક્ષોનું જંગલ એકલતાને વધુ ઘેરી કરતું હતું. સવારે કંઈ એટલી બધી ટ્રાફિક ન હોય. યાત્રિકો નીકળે ત્યાં તો અમારો અડધો વિહાર થઈ ગયો હોય.
મનેરી ૧ કિ.મી. બાકી હતું ત્યાં ગંગા પર નાનકડો ડેમ આવ્યો. એ પછી થોડું ચાલ્યા ત્યાં મનેરી આવ્યું. ગામ તો શું કહેવાય, ૩-૪ હોટલો, ૨-૩ દુકાન, ૭-૮ ઘરો, ગામ પૂરું. અમે પણ એક હોટલની છત ઉપર પતરાના શેડમાં આજ રોકાયા. વાતાવરણ ઠંડું હતું. ઉપર પતરા તપી ગયા હતા. પાછળ ગંગાનો વિશાળ પટ પથરાયેલો હતો. શેડની બહાર ખુલ્લી અગાશી પર બેસીને એક તરફ ગંગા અને ચારે બાજુ ઉત્તુંગશિખરોમય ગિરિમાળાને માણતા માણતા આ લખાઈ રહ્યું છે. આ બિચારી કલમની શું શક્તિ કે સૃષ્ટિના સામ્રાજ્યને પોતાના પાંગળા શબ્દોમાં ઢાળી શકે. સૃષ્ટિનો એક ખૂણો પણ વાસ્તવિક રીતે લખી શકાય તેમ નથી. કોઈ કુશળ ચિત્રકાર આવીને ચીતરી જાય તો પણ એ શક્ય નથી કે વાસ્તવિકતા ઊભી કરી શકે. દેવભૂમિ ખરેખર દેવભૂમિ છે. આખી દુનિયામાં ક્યાંય આવી ધરતી જોવા ન મળે.
આપણે ચોથા આરામાં ચાલ્યા જઈએ કે મહાવિદેહમાં પહોંચી જઈએ, પણ આ ધરતી પકડી રાખે છે. જેમ બંધ આંખે ધ્યાન કરવાની રીત છે, તેમ ખુલ્લી આંખે પણ ધ્યાન કરવાની રીત છે. અહીં ખુલ્લી આંખે ધ્યાન કરવા માટે ઉત્તમ ક્ષેત્ર છે. બંધ આંખે ધ્યાન કરવાવાળાને તો કોઈ ચાર દીવાલની વચ્ચે બેસાડી દો તો ય કંઈ વાંધો નહીં. પણ આ નિસર્ગમાં ખોવાઈ જવાનું ધ્યાન તો કોઈ વિરલા માણી શકે.
હિમાલયમાં વિહાર કરવાની એક અલગારી મોજ છે. કુદરતના ખોળે આનંદનો વાસ્તવિક અહેસાસ થાય. જો કે એવું લાગે ધર્મ અને કુદરત બન્ને એક જ વસ્તુના બે નામ છે. કુદરત એટલે સ્વાભાવિક અર્થાત્ પોતાના સ્વભાવમાં રહેવું. સમસ્ત સૃષ્ટિ પોતાના સ્વભાવ મુજબ ઉદયપામે છે, રહે છે અને વિલય પામે છે.
આ ક્રમ અનાદિ અનંતકાળથી ચાલ્યો આવે છે અને ચાલતો રહેશે. કુદરતી દ્રવ્યો પોતાના જ સ્વભાવમાં રહી સકલ સૃષ્ટિનું વ્યવસ્થાપન કરે છે. ભલે તે પહાડ હોય કે પત્થર. નદી હોય કે જંગલ, રણ હોય કે ઝરણ, આકાશ-ધરતી-સૂરજ-ચાંદો-તારા-નક્ષત્રગણ-સમય-ઋતુ બધુ જ પોતાના સ્વભાવ મુજબ ચાલે છે. તેમાં થોડો પણ વિક્ષેપ પડે તો સૃષ્ટિનું સંતુલન ખોરવાઈ જાય અને મહાઅનર્થ થાય. પણ એવું બહુ ઓછું બને. બસ, તેના જેવી જ વાત આત્માની છે. આત્મા પણ પોતાના સ્વભાવમાં રહેજો અનંત ગુણોને પ્રગટ કરવા સમર્થ બને, પણ આત્મા પોતાના સ્વભાવને છોડીને અન્ય અન્ય ઉપાધિઓમાં ભટકતો રહે… વિભાવમાં સચ્યો પચ્યો રહે તો અનર્થ થાય થાયને થાય જ.
જૈન ધર્મની સાધના એ આત્માને પોતાના સ્વભાવમાં લાવવાની જ તો પ્રક્રિયા છે. હિમાલયનો અણુ અણુ આપણને ઉપદેશ આપે છે કે તમે તમારા સ્વભાવમાં રહો. સ્વભાવમાં રહેવું એ જ સત્ય છે અને એ જ સુંદર છે. એટલે જ તો હિમાલય આટલો સુંદર છે. હિમાલયની એક એક ગીરી કંદરા સુંદરતાનો ભંડાર ભરીને બેઠી છે. એનું એક મજબૂત અને મુખ્ય કારણ એ છે કે તે પોતાના સ્વભાવમાં રહે છે.
હમણા હમણા ‘પોઝેટિવ થીંક ડેવલપમેન્ટ’ ‘ડિપ મેડિટેશન’ ‘શૂન્ય ધ્યાન’ અથવા મનને શાંત કરવા કેટલીય ધ્યાન શિબિરોનું આયોજન થાય છે. તેમાં જ્યારે ધ્યાનમાં આસન લગાવીને બેસાડ્યા પછી મનમાં આવું વિચારવાનું કહે, ‘તમે દરિયા કિનારે છો કે નિર્જન વનમાં છો.’ તમે નદીનો કલકલ મધુર નાદ સાંભળી રહ્યા છો. “તમારું મન શાંત થઈ રહ્યું છે. આવા ઘણી બધી જાતનાં વાક્યો બોલી-બોલીને ચાર દીવાલની વચ્ચે પુરાયેલા માણસના મનને આવું સુંદર સપનું વિચારવાનું કહેવામાં આવે અને આશ્ર્ચર્ય તો તે છે કે બધા આસન લગાવીને તેવું વિચારે પણ ખરા. અને તેનાથી માની લે કે -હારુ! આપણું મન શાંત થઈ ગયું. મજા આવી ગઈ. ધ્યાન સફળ પણ પાછા ઘરના વાતાવરણમાં પરોવાય એટલે એ વિચારેલું હવા થઈ જાય. આવોને વાસ્તવિક દુનિયામાં ખોટા ખોટા ધ્યાનમાં બેસીને ખોટાં ખોટાં કુદરતી દૃશ્યો જોવા અને આનંદ માની લેવો. એ કરતાં તો આવો હિમાલયમાં મનની શાંતિ નહીં, આત્માની શાંતિનો અનુભવ થશે. અહીં કોઈ કલ્પના કરવાની જરૂર નથી. ખોટું ખોટું મોબાઈલમાં સંગીત વગાડવાની જરૂર નથી. અહીં બધું જ સહજ સંગીતમય છે. અરે હિમાલયનો અણુ અણુ અનુપમ સંગીતની રસધાર છે. અહીં બધુ અસલી છે. નકલી કંઈ નથી. આવો અહીં. જુઓ બેસશો ત્યાં તમને અનંત આનંદ સ્પંદનોનો સ્પર્શ થશે. આ અનુભવ માત્ર અમારો નથી, પણ અમારા પહેલા આવેલ હજારો લાખો કરોડો અસંખ્ય સાધકોનો છે. વાસ્તવિકતાથી આંખ આડા કાન કરવા જેવા નથી.
કેટલાય એવા પણ સાધકો આજ કાલ જોવા મળી રહ્યા છે. ‘માત્ર પુસ્તકો વાંચ વાંચ કરતા રહે.’ ચોવીસ કલાક માથું પુસ્તકોમાં હોય. એ પુસ્તકોથી પ્રાપ્ત થયેલા જ્ઞાનથી પોતે જ મૂંઝવણમાં મુકાઈ જાય છે. એક સાથે સેંકડો ઉપાયો તેમના મનમાં ઘૂમરાયા કરતા હોય. કોઈ પણ એક સાધન લઈ સાધનામાં આગળ વધે ત્યાં બીજાં સાધનો વધુ સારા લાગે. પછી બીજાં સાધનોમાં મનની શાંતિ શોધવાનો પ્રયત્ન કરે, ત્યાં ત્રીજામાં મન જાય.