જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
ત્રગડીના અલકા દેવચંદ ગોગરી (ઉં.વ ૬૦) તા. ૪-૨-૨૩ના અવસાન પામેલ છે. નાનબાઇ મેઘજીના પુત્રવધુ. દેવચંદના પત્ની. ચિરાગ, સનીના માતુશ્રી. નવાવાસ સાકરબેન ડુંગરશીના પુત્રી. શિલ્પેશ, જયેશ, મુકેશ, સરોજ સુંદરજી, મેરાવાના વીણા રમેશ, ચુનડીના તરલા હરીલાલ, કોડાયના કલ્પના ચંદ્રકાંત, રામાણીયાના શોભા મનીષ, મિનાક્ષી જયેશ, નીતા સુનીલના બેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્ર્વે. સં. કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. ૨ થી ૩.૩૦.
ભારાપુરના હીરબાઇ દામજી હરીયા ઉ.વ. ૮૫, તા. ૪-૨-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી વેલબાઇ પાસુના પુત્રવધુ. દામજીના પત્ની. મહેન્દ્ર, ઉર્મીલા, યોગેશ, ઇલાના માતુશ્રી. કોડાયના વેલબાઇ ખીમજીના પુત્રી. ધનજી પ્રેમજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મહેન્દ્ર હરીયા, ૩૦૧, રાધીકા, ટી.પી.એસ.રોડ, બોરીવલી (વે.).
સોરઠ વિસાશ્રી માળી જૈન
પાટણવાવ હાલ કાંદિવલી ચંદ્રકાંતભાઈ હરિલાલ રામજી વસા (ઉં. વ. ૮૬) તા.૩-૨-૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે હંસાબેન ના પતિ, સ્વ. રંજનબેન, જસવંતીબેનના જેઠ, સ્વ. જયચંદ્રભાઈ, સ્વ.કેસરિચંદ્ર, સ્વ. ગુલાબબેન, સ્વ.કંચનબેન, સ્વ.હીરાબેન, સ્વ.શાંતાબેન, સ્વ. કમળાબેન, પુષ્પાબેનના ભાઈ. ચી. મનીષ, ચી વિપુલ, આશા, જયશ્રીના પિતાશ્રી. જયના, નિશા, પરેશભાઈ, ભાવિનભાઈના સસરા. સ્વ. ગુલાબચંદ ન્યાલચંદ સંઘવીના જમાઈ. લૌકિક વહેવાર બંધ છે
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
દિહોર હાલ મુલુંડ પ્રવિણાબેન અરવિંદકુમાર હરગોવિંદદાસ શાહના સુપુત્ર કલ્પેશ (ઉં. વ. ૪૯) તે સ્વીટીના પતિ. તેમ જ ચેતન, હિતેશ, નીતાબેન સંજયકુમારના ભાઈ. તેમ જ હીના, તેજલના દિયર. તથા પ્રથમના પિતાશ્રી. રૂચક, પાર્થ, જય, રેવિનના કાકા. તે સ્વસુર પક્ષે રમેશભાઈ અમૃતલાલ શાહ (દાઠાવાળા)ના જમાઈ. તા. ૪.૨.૨૩ના રોજ અરિહંતશરણ થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૬.૨.૨૩ના રોજ બપોરના ૨ થી ૪ કલાકે. સ્થળ: જીવરાજ ભાણજી શાહ હોલ (અશોક હોલ), મેહુલ ટોકીઝ પાસે, મુલુંડ (વે.).