જૈન મરણ
મરૂધર ગુંદોજ પાલી હાલ થાણા શ્રીમતી કંચનદેવી સંપતરાજ મેહતા (ઉં. વ. ૭૨) શુક્રવાર તા. ૩-૨-૨૦૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તેઓ સંપતરાજ સંતોકચંદજી મેહતાના પત્ની. તેઓ દિનેશ, ધનુ (સીમા) રાજેશજી પુનમિયાના માતાજી. તેઓ હર્ષ, જાનવી, શંખેશના દાદી. પિયર પક્ષે જબરચંદજી, પીરચંદજી, રાજેન્દ્રજી, અશોકજી, અમીતરાજજીના બહેન. પ્રાર્થનાસભા માતૃવંદના બંને પક્ષની સોમવાર તા. ૬-૨-૨૦૨૩ના સમય સવારે ૧૧ થી ૧. શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન મંદિર, ૪થે માળે, ટેંબિનાકા, થાણા ખાતે રાખેલ છે.
કાંઠા સત્તાવીશ દશા શ્રીમાળી જ્ઞાતિ જૈન
વિજાપુર (હાલ બોરીવલી)ના જયશ્રીબેન (ઉં. વ. ૭૪) તેઓ નરેન્દ્ર દલાલના પત્ની. સ્વ. હીરાબેન જયંતીલાલ લલ્લુભાઈ દલાલના પુત્રવધૂ. નાગપુરના સ્વ. સુશીલાબેન રસિકલાલ ગોવિંદલાલ શાહના પુત્રી. મિહિર, હિતેશ, સૂચિનાં માતુશ્રી તથા અલ્કેશકુમાર, જિજ્ઞા અને શ્રદ્ધાનાં સાસુ તા. ૩-૨-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઘર: ૬૦૧, દેવાંશ રેસિડન્સી, દૌલતનગર રોડ નં. ૮, પૂર્ણિમા હૉસ્પિટલની આગળ, બોરીવલી (પૂર્વ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કુતાણા નિવાસી હાલ મુલુંડ સંઘવી ધીરજલાલ છગનલાલના ધર્મપત્ની ઈન્દુબેન (ઉં. વ. ૭૨) તા. ૩.૨.૨૦૨૩ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે બાલુભાઈના ભાભી. અંતુભાઈ તથા નરેશભાઈના કાકી. પ્રદીપ, હિતેશ, ભાવેશ, સ્વ. નિલેશ, અજય (પિન્ટુ) તથા દમુબેન વસંતરાય, હસુબેન યોગેશકુમારના માતુશ્રી. મિતા, ફાલ્ગુની, વિરાલીના સાસુ. પિયર પક્ષે રામજી ત્રિકમજી કોટેચાના દિકરી હાલ ડોમ્બીવલી. તેમની બંને પક્ષની સાદડી સાથે રાખેલ છે. તા. ૬.૨.૨૦૨૩ના સોમવારે ૩થી ૫. સ્થળ: યુફોરીયા કલબ હાઉસ, ચેરીસ પી-૨, સીટી ઓફ જોય, જે.એસ.ડી. રોડ, મુલુંડ (વે.).
પાટણ જૈન
ખેતરવસી (મહાદેવજીની શેરી) સ્વ. રસીકલાલ પુનમચંદ શાહના ધર્મપત્ની સરલાબેન (ઉં. વ. ૯૩) તા. ૧.૨.૨૦૨૩ના અરિહંતશરણ થયા છે. તેઓ સ્વ. દિલીપ, નીલા, ભારતી, હીનાના માતુશ્રી. દેવાંશી, પંકજભાઈ, સ્વ. દિલીપભાઈ, વિજયભાઈના સાસુ. અસ્મી, કૃણાલ, ધવલ તથા કિંજલના દાદી. તેઓ સ્વ. શાંતાબેન બાલુભાઈ કોહીનૂરવાળાના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા શ્રીમાળી જૈન
ખંભાત નિવાસી હાલ બોરીવલી મિલન નવીનચંદ્ર હીરાલાલ શાહ (ઉં. વ. ૫૮) તે મીનાના પતિ. દિશાના પિતા. રાકેશ તથા કમલબેનના ભાઈ. સાસરાપક્ષે સ્વ. ડાહ્યાભાઈ મફતલાલ શાહના જમાઈ. જીમિત જયેશભાઈ સાંગાણીના સસરા. તા ૩/૨/૨૩ના અરિહંત શરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૫/૨/૨૩ના ૩ થી ૫ વર્ધમાન સ્થા જૈન સંઘ, એલ. ટી. રોડ ડાયમંડ ટોકીઝની સામે બોરીવલી વેસ્ટ.
પાટણ નિવાસી જૈન
દીના ધનેશ શાહ (ડંખ મહેતા નો પડો) (ઉં. વ. ૭૮) તા. ૩.૨.૨૦૨૩ના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થના સભા સોમવાર ૬.૨.૨૦૨૩ ના ૫-૭ સ્થળ : સેવા સદન, ગામદેવી ગ્રાન્ટ રોડ સ્ટેશન પાસે જતીન – સોનલ શાહ, જયોતિ – સતીશ મેનન, અનુષ્કા, શ્રેયા અને આયુષ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
હાલાપુરના રમણીક નેણશી હરીયા (ઉં. વ. ૫૯) તા. ૨-૨-૨૩ના અવસાન પામ્યા છે. મીઠીબાઇ નેણશીના પુત્ર. હીનાના પતિ. સંજય, રેખા, કાજલના પિતા. મણીબેન, દમયંતી, રસીલાના ભાઇ. નાંગલપુરના નિર્મળા શાંતીલાલના જમાઇ. ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રમણીક હરીયા, ૩/૩, લાલ બહાદુર દુબે ચાલ, શ્યામનગર, જોગેશ્ર્વરી (ઇ.), મું. ૬૦.
છસરાના શાંતીલાલ ઠાકરશી મોણશી ગંગર (ઉં. વ. ૬૨) ૨-૨-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. જેતબાઇ ઠાકરશીના પુત્ર. ભાવનાના પતિ. ચંચળબેન, વિશનજી, પાનબાઇ, ચંદ્રાના ભાઇ. વડાલાના રૂક્ષ્મણી વિસનજી પ્રેમજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. નિ. શાંતિલાલ ગંગર, રૂમ નં. ૨૦૮, મહાલક્ષ્મી બિ., તુલીંજ રોડ, નાલાસોપારા (ઇ.) ૪૦૧૨૦૯.
કપાયાના મીનાબેન શાહ (સંગોઇ) (ઉં. વ. ૬૮) તા. ૨-૨-૨૩ના અવસાન પામ્યા છે. સોનબાઇ કાનજી લાધાની પૌત્રી. મણીબેન/હીરબાઇ પ્રેમજીની પુત્રી. કેશવજી, જેઠાલાલ, શાંતીલાલ, જયંત, સાકર, મધુ, જયશ્રીના બેન. બારોઇના જેવત ગાંગજી પટેલ, ગજોડના ઠાકરશી શીવજી પટેલની દોહીત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રેમજી કાનજી, એ /૧૦૪, સ્નેહદિપ, એમ.જી.રોડ, ગોરેગાંવ (વે.), મુંબઇ-૪૦૦૧૦૪.
બારોઇના જાદવજી શીવજી મોના છેડા (ઉં. વ. ૯૦) તા. ૦૩-૦૨ના પુનામાં અવસાન પામેલ છે. મઠાંબેન શીવજીના પુત્ર. અનસુયાબેનના પતિ. શરદ, રશ્મી, રીટા, બિંદુના પિતાશ્રી. કલ્યાણજીના ભાઇ. બારોઇ પાનબાઇ ભાણજી મોણશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શરદ જાદવજી છેડા, જી-૮૦, ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ, ૫૮૯, રાસ્તા પેઠ, પુના-૪૧૧૦૧૧.
કચ્છી વિશા ઓસવાળ જૈન
કચ્છ માંડવી હાલે સાયનના શ્રી લેહરિભાઈ મણીલાલ શાહના ધર્મપત્ની અ.સૌ. ઈલાબેન (ઉં. વ. ૬૮) તા. ૩.૨.૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેઓ નિયતી, જેશિકાના માતુશ્રી. કુણાલ, અર્જિતના સાસુ. રમીલાબેન જયંતિલાલભાઈ, હંસાબેન જયકુમારભાઈના દેરાણી. સ્વ. જયાબેન શિવલાલભાઈ, મધુબેન દૌલતભાઈ, ચંદ્રિકાબેન તાનસેનભાઈ, ભારતીબેન કિરીટભાઈના ભાભી. સ્વ. કાંતાબેન બચુભાઈ પ્રાણલાલ દોશી (બોટાદ)ના સુપુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.