જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાદરા (મહુવા) હાલ ભાયંદર સ્વ. કમળાબેન ફાવચંદ જાદવજી દોશીના સુપુત્ર ચંપકલાલ દોશી (ઉં. વ. ૭૨) તા. ૨-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જયશ્રીબેન (જયાબેન)ના પતિ. તથા આશિષ, દિપ્તીના પિતા. નીરવકુમાર મહેતા અને પ્રિયાના સસરા. સ્વ. મુલચંદ જગજીવનદાસ શાહ (પચ્છેગામ)ના જમાઇ. આરવ અને શિખરના નાના. તેમની પિતૃ વંદના તા. ૬-૨-૨૩ના ૧૦થી ૧૨. ઠે. વૈષ્ણવ સમાજ ભવન, ફાટક રોડ, એમ. ટી. એન. એલ.ની સામે, ભાયંદર (વેસ્ટ).
ઝાલાવાડી શ્ર્વેતામ્બર દશાશ્રીમાળી
મૂર્તિપૂજક જૈન
ખેરવા હાલ સાયન સ્વ. ચીનુભાઇ છગનલાલ શાહના ધર્મપત્ની સવિતાબેન (ઉં.વ. ૯૨) તા. ૨-૨-૨૩ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે કમલેશ, કલ્પના, નીના, છાયાના માતુશ્રી. સેજલ, રમેશભાઇ, અભયભાઇ, સંજયભાઇના સાસુ. હાર્દિક, જીગર, બીંદી, શ્રૃતિ, પ્રશાંત, અમીત, નીશાંત, મીલી, કેવીનનાં દાદી. કોઢ નિવાસી મગનલાલ જેરાજ કપાસીનાં સુપુત્રી. ભાવયાત્રા તા. ૯-૨-૨૩ના ગુરુવારના ૧૦થી ૧૨. ઠે. યોગી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
લીંબડી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. રજનીકાંત નારણદાસ શાહના ધર્મપત્ની કોકિલાબેન (ઉં. વ. ૮૪) સંજય, નિજય, સ્વ. છાયા, સ્વાતિના માતુશ્રી. સૌ. હેમલ, અમી, દિલીપભાઇ કોઠારી, ભરતભાઇ કોઠારીના સાસુ. સાસરા પક્ષે સ્વ. રમણીકલાલ, સ્વ. મહાસુખલાલ નારણદાસ શાહ, સ્વ. કમળાબેન, સ્વ. કાંતાબેન, સ્વ. ચંદનબેન, પ્રભાબેન પિયર પક્ષે સ્વ. શાંતિલાલ મનસુખલાલ શેઠ, ચંદનભાભી, સ્વ.લીલાબેન, સ્વ.ધીરજબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. પુષ્પાબેન, પ્રવીણાબેનના બહેન. તા. ૧-૨-૨૩ બુધવારના દેહ પરિવર્તન પામેલ છે. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વે. મૂ. જૈન
સુરેન્દ્રનગરના હાલ ગોરેગામ (વે) સ્વ. રમણલાલના ધર્મપત્ની ભાનુબેન (ઉં. વ. ૯૨) ૨-૨-૨૩, ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે હેમંત, રાજેશ, નયના પ્રદિપકુમાર, નિશા હેમેન્દ્રભાઈના માતુશ્રી. ભારતી હેમંત, જાગૃતિના સાસુ. દર્શન, પાર્શ્ર્વના દાદી. તે સ્વ. કાન્તાબેન નટવરલાલ, સ્વ. કમળાબેન વાડીભાઈ, ગં. સ્વ. કોકીલાબેન વીરચંદભાઈ, સ્વ. કુસુમબેન ચંપકલાલના દેરાણી. સ્વ. ચંદનબેન, સ્વ. શાન્તાબેન, સ્વ. મણીબેનના ભાભી. પિયર પક્ષે સ્વ. હીરાબેન, સ્વ. કંચનબેન, સ્વ. રંજનબેનના બેન. લૌકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમરેલી દૂધાળાબાઈના નિવાસી હાલ અંધેરી આશાબેન અનિલભાઈ લાખાણીના પુત્રી સોનમ (ઉં. વ. ૩૫) ૨-૨-૨૩ ને ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મંછાબેન વ્રજલાલ લાખાણીના પૌત્રી. નિધીના બેન. ગં. સ્વ. મધુબેન વિનોદરાય, ઉર્મિલાબેન ચંદ્રકાંતભાઈ, રમેશભાઈ, સુરેશભાઈ, સ્વ. મહેશભાઈના ભત્રીજી. સ્વ. ચંદ્રિકાબેન હકમીચંદ ઠોસાણી (ધારી નિવાસી)ના દોહિત્રી. સ્મિતાબેન સંજયભાઈ, સ્વ. હર્ષાબેન, સંગીતાબેન, સ્વ. સાધનાબેન, પ્રિતીબેન, રેશ્માબેનના ભાણેજી. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.) ઠે. ૧૦૧-ડી વીંગ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, સોના ઉદ્યોગની સામે, અંધેરી (ઈ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વડિયા દેવળી નીવાસી હાલ ઘાટકોપર ભરતભાઈ પ્રતાપભાઈ દોશીના ધર્મપત્ની અ. સૌ. ઉષાબેન દોશી (ઉં. વ. ૬૭) જે કેયુર, પૂનમ દિવ્યેશ અવલાણી, પૂજા અંકિત પારેખના માતુશ્રી અને નિકિશાના સાસુ. રિદ્ધિ અને દર્શના, ગ્રીષ્મા, તીર્થના દાદી-નાની. ચેતનાબેન મધુકાંત બાવિસીના ભાભી અને ભગવાનદાસ રણછોડદાસ દૂધવાળાના દીકરી ૨.૨.૨૩, ગુરુવારના ઘાટકોપર મુકામે અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. ૨૦૨,પ્રિન્સ ટાવર, આગ્રા રોડ, ટેલિફોન એક્સચેન્જ ની બાજુમાં,ઘાટકોપર.
ક. દ. ઓ. જૈન
અ. સૌ. લતાબેન હીરાચંદ છેડા ગામ વારાપદ્ધર હાલ ડોમ્બિવલી ૨/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે હીરાચંદ કલ્યાણજી ભાણજી છેડાના ધર્મપત્ની, રાહુલના માતુશ્રી, પિયરપક્ષે ચંદનબેન દામજી ધરમશી જૈન ગામ કોઠારા હાલ મુલુન્ડ ના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ નથી.
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
વિરમગામ નિવાસી હાલ કાંદિવલી ભરતભાઈ વ્રજલાલ શાહના ધર્મપત્ની અ. સૌ. સંધ્યાબેન (સિંધુ) (ઉં. વ. ૭૨) તે ૨/૨/૨૩ ના અરિહંત શરણ પામેલ છે. તે આરતી રાકેશ , જીજ્ઞા પારસ ચિરાગ-ભાવિનીના માતા. સ્વ. નિરૂપમાં, આશા, સ્વ. જાગૃતિ, સોનલ, દિપકના ભાભી. પિયરપક્ષે સ્વ. લીલાવતીબેન તથા સ્વ. કાંતિલાલ રતિલાલ ભટ્ટના દીકરી, બિમલ તથા યામિની અને નીતાના બહેન. તેમની પ્રાર્થનાસભા ૪/૨/૨૩ ના ૩ થી ૫ પાવનધામ, મહાવીર નગર, બી. સી. સી. આઈ ગ્રાઉન્ડની સામે, કાંદિવલી (વેસ્ટ).
દશા સ્થા જૈન
રાજકોટ નિવાસી હાલ કાંદિવલી ઇન્દ્રવદન મનસુખલાલ જેઠાલાલ મોદી (ઉં. વ. ૮૯) તે ૧/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વર્ષાબેનના પતિ. સુધીર, ઉમેશ, પિયુષ તથા લીનાના પિતા. ભાવના, સોનલ, હિરલ તથા સમીર તલસાણીયાના સસરા. નલિન, યશવન્ત, વિનોદના મોટાભાઈ, સ્વ. વનમાળીદાસ ડાહ્યાભાઈ કોઠારીના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૫/૨/૨૩ ના રોજ સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ કલાકે પાવનધામ, એમસીએ કલબ ની પાછળ, સત્યનગર, કાંદિવલી વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા આસંબીયાના માતુશ્રી ચંચળબેન (ભોઇમા) ચાંપશી સાવલા (ઉં. વ. ૮૪) તા. ૨-૨-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. લધીબાઇ વીરજી દેવજીના પુત્રવધૂ. ચાંપશી વીરજીના ધર્મપત્ની. લીલાવંતી, દિનેશ, જીતેન્દ્ર, દિના, અશ્ર્વિનના માતુશ્રી. બિદડાના તેજબાઇ માવજી વેલજી ફુરીયાના સુપુત્રી. જાદવજી, જયંતીલાલ, મુલચંદ, ચેલાના નેણબાઇ પદમશી સામત, કોડાયના રૂક્ષ્મણી લક્ષ્મીચંદ કાનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. દિનેશ સાવલા, જી/૩, પ્રભાત એપાર્ટ., સ્ટેશન રોડ, ઉમરગામ (વે.) ૩૯૬૧૬૫.
ગુંદાલા હાલે મીરજના પ્રકાશ દામજી દેઢીયા (ઉં. વ. ૬૧) ૩૧-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. કસ્તુરબેન સ્વ. દામજીના સુપુત્ર. રંજનના પતિ. હેતલ (કુસુમ) ભરત, ચેતનાના ભાઇ. ડેપાના વિમળાબેન પ્રેમજી મારૂના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ઘરે આવવાની તસ્દી ન લેવી. નિવાસ : રંજન પ્રકાશ દેઢીયા, સાગર વીડીયો લાયબ્રેરી, મંગળવાર પેઠ, મીરજ-પીન-૪૧૬૪૧૦.
નાના ભાડીયાના માતુશ્રી લક્ષ્મીબેન શાંતિલાલ ગોગરી. (ઉં. વ. ૯૧) તા.૧-રના અવસાન પામેલ છે. પાનબાઈ વેલજીના પુત્રવધૂ. શાંતિલાલના પત્ની. ધીરજ, ચંદ્રકાંત, વિજ્યા, ભાવના, ભૂષણના માતુશ્રી. કાંડાગરા તેજબાઈ શીવજી શામરની પુત્રી. લાલજી, દેવજી, રામજી, પાનબાઈ દેવજી, કારાઘોઘા લાછબાઈ રણશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભૂષણ ગોગરી. બી-૨૦૨, ઓમ રેસીડન્સી, પરેલ, ભોઈવાડા, મું-૧૨.