જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
કાંડાગરાના માતુશ્રી દમયંતી શામજી શીવજી ગાલા (ઉં. વ. ૮૯) તા.૩૧-૧-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. સ્વ. રામજી શીવજીના ધર્મપત્ની. પત્રી વાસંતી અરવિંદ, કારાઘોઘા સરોજ ધીરજ, બિદડા હંસા જગદીશ, વિનોદ, સ્વ.દિનેશના માતુશ્રી. બિદડા માતુશ્રી સુંદરબાઇ ઘેલાભાઈ નાંગશીના પુત્રી. સ્વ. લખમશી, ટુંડા સ્વ.મણીબેન, સ્વ.સાકરબાઈ લાલજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિનોદ ગાલા : ૭૨/૭૩, શ્રોફ બિલ્ડીંગ, સાને ગુરૂજી માર્ગ, લાલબાગ, મું – ૧૨.
બગડાના મધુ વસંત દેઢિયા (ઉં. વ. ૭૦) તા. ૩૧-૧-૨૩ના અવસાન પામેલ છે. પુરબાઇ ભવાનજી (ઝંડુભાઈ)ના પુત્રવધૂ. વસંતના પત્ની. ડો. અલ્પેશ, ડો.ફાગુનના માતા. નાના ભાડીયાના નાનબાઈ દામજી સાવલાના પુત્રી. રમેશ, મુકેશ, ગિરીશ, નયનાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: વસંત ભવાનજી દેઢિયા, ૪૦૧ , શ્રી જી ટાવર, રાજાવાડી, રોડ ન-૧. ઘાટકોપર-ઈસ્ટ, મુંબઇ.
દેશલપુર કંઠીના હીના નિતીન વીરા (ઉં. વ. ૪૭) તા.૩૦.૧ ના અવસાન પામેલ છે. જયવંતીબેન લખમશી ધારશીના પુત્રવધૂ. નિતીનના ધર્મપત્ની. હર્ષ, ભૂમિ, હેતના માતા. બિદડાના વાસંતીબેન તલકશી નાનજી ફુરિયાના પુત્રી. ભાવેશ, ભરત, અનિલ, પ્રીતીના બેન. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. નિતીન વીરા, ઇં ૨૦૧ નવનીત નગર, દેશલેપાડા, ડોંબીવલી, (ઇ).
હાલાપરના હસમુખ જીવરાજ સાવલા (ઉં. વ. ૫૫) તા. ૧-૨-૨૩ના અવસાન પામેલ છે. મણીબેન જીવરાજના પુત્ર. સેજલના પતિ. નીતીનના ભાઇ. ત્રાપજના હંસાબેન વિનોદરાયના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ત્વચાદાન કરેલ છે. નિ. હસમુખ સાવલા, દીલીપ કેણે બીલ્ડીંગ, ૨જે માળે, રૂ.નં. ૩૨, પ્રગતિ કોલેજની પાછળ, ડોંબીવલી (ઇ.).
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
મોરબી નિવાસી હાલ કાંદિવલી ડો. ભોગીલાલ રાયચંદ મહેતાના પુત્ર વિજયભાઈના ધર્મપત્ની અ. સૌ. નયનાબેન (ઉં.વ. ૭૦) તે સ્વ. શિરીષભાઈ, નૌત્તમભાઈ, સ્વ. રજનીભાઈ, સ્વ. નિરંજનભાઈ, ભરતભાઈ, અભયભાઈ, સ્વ. ડો. અનિલભાઈ, વિનોદીનીબેન નવનીતરાય વોરાના ભાભી. વૈભવ, ગૌરવના માતુશ્રી. વિરલ, તેજલના સાસુ. પિયર પક્ષે સ્વ. મોહનલાલ કરસનજી મહેતાના દીકરી તા. ૩૧-૧-૨૩, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
મહુવા નિવાસી (શારદીકા) હાલ વસઈ તારાબેન ખોખાણી (ઉં.વ. ૭૭) તે સ્વ. શશીકાંત શાંતિલાલ ખોખાણીના ધર્મપત્ની. મહેશભાઈ, મનીષભાઈ, છાયાબેન હર્ષદરાય કોઠારી, ભાવના જીતેન્દ્ર શાહના માતુશ્રી. આરતીબેન, હેમાબેનના સાસુ. બાવચંદભાઈ પરમાણંદદાસ મેહતાની પુત્રી. સ્નેહા, મેનાંક, નેહા, રીયા, ચીરાગ, અક્ષીતા, ઈસીતાના દાદી/નાની તા. ૧-૨-૨૩, બુધવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
સુરત વી. ઓ. શ્ર્વે. મૂ. પૂ. જ્ઞાતિ જૈન
સુરત નિવાસી હાલ મુંબઈ અશોકભાઈ સાકેરચંદ ઝવેરી (ઉં.વ. ૮૩) તા. ૧.૨.૨૩, બુધવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૩-૨-૨૩ બ્લેવેસ્કી હોલ, ફ્રેંચ બ્રીજ, હ્યુજીસ રોડ. સમય સાંજે ૫ થી ૭. પુત્ર- ચંદ્ર કાંતા સાકેરચંદ ઝવેરી, ભારતી અશોક ઝવેરી, અનુજા, અનીશ, સેજલ, ચેતન, સૌમીલ, રીંકુ, નમ્રતા, પ્રશાંત, યશ, આયુષ, ઝીહાન, માહેર.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. રજનીકાંત નારણદાસ શાહના ધર્મપત્ની કોકિલાબેન શાહ (ઉં. વ. ૮૪) સંજય, નિજય, સ્વ. છાયા, સ્વાતિના માતુશ્રી. સૌ. હેમલ, અમી, દિલીપભાઇ કોઠારી, ભરતભાઇ કોઠારીના સાસુ. સાસરા પક્ષે સ્વ. રમણીકલાલ, સ્વ.મહાસુખલાલ નારણદાસ શાહ, સ્વ. કમળાબેન, સ્વ. કાંતાબેન, સ્વ. ચંદનબેન, પ્રભાબેન. પિયર પક્ષે સ્વ. શાંતિલાલ મનસુખલાલ શેઠ, ચંદનભાભી, સ્વ. લીલાબેન, સ્વ. ધીરજબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. પુષ્પાબેન, પ્રવીણાબેનના બહેન તા. ૧-૨-૨૩ના બુધવારના દેહ પરિવર્તન પામેલ છે. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી વિપુર સત્તાવીશ જૈન
વિનાપુરના હાલ કાંદિવલી (વે.) મુકેશભાઈ સંપતલાલ શાહના ધર્મપત્ની દમયંતીબેન (ઉં. વ. ૭૨) ભાવિનના માતુશ્રી. આરતીબેનના સાસુ. તીર્થના દાદી. વિરેન્દ્રભાઈ, અશ્ર્વિનભાઈ, દિલીપભાઈ, કોકીલાબેન અશોકકુમારના ભાભી. પિયર પક્ષ- ડભોઈ નિવાસી ડાહ્યાલાલ ચુનીલાલ શાહની દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. બી/૫૦૭, અર્પિત એકલીવ- મહાવીરનગર, દહાણુકરવાડી, કાંદીવલી (વે.).
કચ્છી ગુર્જર જૈન
કચ્છ ભુજના સ્વ. નાનાલાલ દેવશી શાહના પુત્ર ભરતભાઈ (ઉં. વ. ૬૫) ગુરુવારના ૨-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ભૈરવીબેનના પતિ. ચૈતાલી નીરવ શાહ અને તન્વી કરણ શાહના પિતાશ્રી. ઉત્સવ અને જિયાનના નાના. ગામ ભુજ રંજનબેન કાંતિલાલ શાહના જમાઈ. સ્વ. દેવેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, દીપકભાઈ, કુસુમબેન, સ્વ. મધુબેન, માલતીબેન, ભારતીબેન અને રશ્મિબેનના ભાઈ. નિલેશભાઈ, દેવેશભાઈ સોનિયાબેનના બનેવી. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી દિગંબર જૈન
પારલા મંદિરના મુમુક્ષુ મોરબી નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. લીલાબેન નવલચંદ મહેતાના પુત્ર પ્રવિણભાઈ નવલચંદ મહેતા (ઉં. વ. ૮૪) ૨-૨-૨૩ને ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે જ્યોતિબેનના પતિ. બીનાબેન મુકેશભાઈ જવેરી, રીટા હરેન્દ્રભાઈ મહેતા, પૂનમબેન બિરેનભાઈ કોઠારી તથા દિપાલીબેન અનિરૂધ્ધભાઈના પિતાશ્રી. દિનેશભાઈ, મહેશભાઈ, સ્વ. રંજનબેન, સ્વ. જ્યોત્સનાબેન, સ્વ. રસીલાબેન તથા આશાબહેનના ભાઈ. તે મનસુખલાલ શંભુલાલ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા ૩-૨-૨૩ને શુક્રવારે ૪ થી ૫.૩૦. ઠે. હીરાવતી બેન્કવેટ હોલ, (સ્ત્રી મંડળ હોલ), ટાગોર રોડ, પોદાર સ્કૂલની પાસે, સાંતાક્રુઝ (વે.).
વેરાવળ વિશા ઓશવાલ જૈન
સ્વ. આનંદીબેન જગજીવન ઓત્તમચંદના પુત્ર હરીશભાઈ (ઉં. વ. ૭૭) ૩૦મી જાન્યુઆરી ૨૩ના અવસાન થયું છે. સ્વ. શાંતાબેન કાંતિલાલ દોશીના જમાઈ. સ્વ. વંદનાબેનના પતિ. સુકેતુ અને વીરલના પિતા. સ્વ. જયંતભાઈ, મહેશભાઈ, ભરતભાઈ, સ્વ. વીણાબેન, હસુબેન, સ્વ. મંજુબેન, હેમલતાબેનના ભાઈ. પ્રાર્થનાસભા ૫મી ફેબ્રુઆરી ૨૦૨૩. ઠે. પહેલો માળ, મૈસુર એસોસિએશન, કિંગ્સ સર્કલ બપોરે ૨ થી ૪.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મહુવાના હાલ વિરાર સ્વ. શિવકુવરબેન પોપટલાલ વેલાણીની પુત્રી પુષ્પાબેન (ઉં. વ. ૭૫) ૩૧-૧-૨૩, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. શાંતિભાઈ, સ્વ. અનંતરાય, સ્વ. ભરતભાઈ, સ્વ. ગણીબેન ગોકળદાસ લાખાણી, સ્વ. વિમળાબેન બાબુલાલ ઘેલાણી, રંજનબેન પ્રકાશકુમાર શાહના બેન ગં. સ્વ. શર્મીષ્ઠાબેન, ગં. સ્વ. મીનાબેન, ગં. સ્વ. મમતાબેનના નણંદ. સંજય, સોનલ કમલ ઘેલાણી, ચેતના ભરતકુમાર જોબાલિયા, મીતા રાકેશકુમાર પારેખ અને પૂજાના ફૈબા. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.