Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
ચુડાના હાલ વિલેપાર્લે (ઈસ્ટ) સ્વ. કીર્તિકાંત ચીનુભાઈ શાહ અને સ્વ. ઈલાબેન શાહની પુત્રી મનીષા (ઉં. વ. ૪૯) ૨૯-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે અ. સૌ. શીતલ રૂપીનકુમાર પારેખ, તેજસના બેન તથા વીરેન્દ્રભાઈ, સ્વ. દિપકભાઈ, દાતેષ (રાજુભાઈ)ની ભત્રીજી. દિપકભાઈ, શિરિષભાઈ ગુલાબચંદ ગાંધી, વર્ષાબેન અશ્ર્વિનભાઈ શાહની ભાણેજ. બંને પક્ષની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ભચાઉના સ્વ. વાલજી ડુંગરશી સત્રા (ઉં. વ. ૮૦) ૨૯-૧-૨૩, રવિવારે અવસાન પામેલ છે. સ્વ. કોરઈબેન ડુંગરશી સત્રાના પુત્ર. તે ગોમતીના પતિ. સૌમી, હેનીલ, ગ્રીષાના દાદા. હસમુખ, વર્ષા, દીપાના સસરા. સ્નેહા, શ્રેયાંસના નાના, કરમાબેન, દિવાળીબેન, પોપટ, પરબત, ભચી, મણીબેન, વર્ષાબેનના ભાઈ. ભચાઉના સ્વ ભાવલબેન નાગશી શામજી છેડાના જમાઈ. પ્રાર્થના રાખેલ છે. પ્રા. ગુરુવાર, ૨-૨-૨૩ યોગી સભાગૃહ, દાદર. સ. ૧૦ થી ૧૧.૩૦. ઠે. સંસ્કૃતિ, પાર્ક રોડ, વિલેપાર્લે (પૂર્વ).
ઝાલાવાડ શ્ર્વે. મૂર્તિપૂજક જૈન
વઢવાણના હાલ પ્રભાદેવી સ્વર્ગસ્થ હસુમતી રસિકલાલ શાહના પુત્ર રાજુ (ઉં. વ. ૬૦) ચેતનાના પતિ. મિરાંત- નમનના પિતાશ્રી. નિખિલભાઈ, પારૂલ પરિમલ મહેતા તથા રૂપાબેન વિજયભાઈ ગોસલીયાના ભાઈ. અલકાબેનના દિયર. પિયરપક્ષે ચૂડા નિવાસી ધીરજલાલ લક્ષ્મીચંદ અજમેરાના જમાઈ તથા જયેશભાઈ રાજેશભાઈના બનેવી ૩૦-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. બી-૨-૪૪, ટેકનોકેટ સોસાયટી, પ્રભાદેવી, મુંબઈ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સુલતાનપુરના હાલ ઘાટકોપર હિંમતલાલ લક્ષ્મીચંદ જસાણીના ધર્મપત્ની ભારતીબેન (ઉં. વ. ૮૬) હરેશ-નીતા, વિરેશ-જીજ્ઞા, ગીતા-મહેન્દ્રભાઈ મહેતા, શ્રદ્ધા (પારુલ) હિતેન્દ્ર દેસાઈના માતુશ્રી. રમણીકભાઈ, પ્રફુલ્લભાઈ, નલીનભાઈ, બીપીનભાઈના ભાભી. નિશિત-કૃતિ, વિનિત-દૃષ્ટિ, રાજ-હીના, કરિશ્મા-પાર્થિકના દાદીમા. નરભેરામ નાગજી દોશીના પુત્રી. તે ૩૦-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુુરુવાર, ૨-૨-૨૩ના સવારે ૧૦ થી ૧૧.૩૦. ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, હિંગવાળા લેન, રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડની બાજુમાં, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી/ સોરઠ વિ. જૈન
કુંભણના હાલ મુલુંડ વારૈયા ચંદ્રીકાબેન વિનોદરાય ગંભીરદાસના પુત્ર ચિરાગભાઈ (ઉં. વ. ૪૫)નું અવસાન ૩૦-૧-૨૩, મંગળવારના થયેલ છે. તે અલકાના પતિ. સંજય તથા હિતેશના ભાઈ. તે કાજલ તથા સેજલના દિયર. મિથિલ, નિષ્કાના પિતાશ્રી. સસુરપક્ષે હંસાબેન ચન્દ્રકાંતભાઈ ન્યાલચંદ પારેખના જમાઈ. બંને પક્ષની સાદડી ૨-૨-૨૩, ગુરુવારના ૪ થી ૮. ઠે. ૧૦૦૨, સિલ્વર હાઈટ્સ, તાંબેનગર, ૧૦મે માળે, શાંતિ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના સામે, સરોજીની નાયડુ રોડ, મુલુડ (વે).
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી સ્વ. પદ્માબેન નવીનચંદ્ર હીરાચંદ શાહ (પુનાતર)ના સુપુત્ર અશોકભાઈ (ઉં. વ. ૬૭) મીના બેનના પતિ. ચિંતન, હર્ષના પિતા. સેજલના સસરા. નીતિના દાદા. હીનાબેન અરવિંદકુમાર શાહ, રશ્મિ અશોકકુમાર શાહ, રૂપલ નરેશકુમારના ભાઈ. જેસર નિવાસી સોમચંદભાઈ મુલચંદ શાહના જમાઈ રવિવાર તા. ૨૯.૧.૨૩ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
મહુવા નિવાસી હાલ વિરાર મુંબઈ સ્વ. શિવકુરબેન પોપટલાલ ઘેલાણીની સુપુત્રી પુષ્પાબેન (ઉં. વ. ૭૫) તા. ૩૧.૧.૨૩ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. શાંતિભાઈ, સ્વ. અનંતરાય, સ્વ. ભરતભાઈ, સ્વ. ગણીબેન ગોકળદાસ લાખાણી, સ્વ. વીમળાબેન બાબુલાલ ઘેલાણી, રંજનબેન પ્રકાશકુમાર શાહના બેન. ગં. સ્વ. શર્મિષ્ઠાબેન, ગં. સ્વ. મીનાબેન, ગં.સ્વ. મમતાબેનના નણંદ. સંજય, સોનલ, કમલ વેલાણી, ચેતના ભરત કુમાર જોબાલિયા, મીત્તલ રાકેશકુમાર પારેખ અને પૂજાના ફૈબા.
શ્રી પ્રભાસ પાટણ વિશા ઓસવાલ જૈન
કુમારી તનિષ્કા (ઉં. વ. ૧૧) ગોરેગામ લલીતાબેન નગીનદાસ શાહના પ્રપૌત્રી. નલિની નરેન્દ્ર શાહના પૌત્રી. ખ્યાતિ જીગર શાહના પુત્રી. પૂજા અંકુર દલાલના ભત્રીજી. સુરેન્દ્રનગર નિવાસી હાલ પાર્લા માલવિકા સનતભાઇ શાહના દોહિત્રી. પ્રણવ, ગ્રીષ્મા, ડિમ્પલ વિશાલ મહેતા ના ભાણેજ. ૩૧/૧/૨૩ ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા જૈન
બીલખા નિવાસી હાલ મુંબઈ સ્વ. રતિલાલ ગીરધરલાલ શેઠ તથા ગં. સ્વ મંગળાબેનના પુત્ર પ્રદીપકુમાર (ઉં. વ. ૬૭) તે કનકરાય, મીના મધુકર શાહ, જ્યોતિબેન પ્રકાશકુમાર પારેખના ભાઈ. સેજલ, રિદ્ધિ, અમિષા, નિધિ, પૂજા, સલોનીના મામા. ૨૯/૧/૨૩ ના સ્વર્ગવાસ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨/૨/૨૩ સાંજે ૪ થી ૬ વર્ધમાન સ્થા જૈન સંઘ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના કેસરબેન ગાંગજી ગાલા (ઉં. વ. ૮૪) તા. ૩૦/૧ના અવસાન પામેલ છે. પાનબાઇ ભીમશીના પુત્રવધૂ. ગાંગજીના ધર્મપત્ની. જગદીશ, દિલીપ, વિનોદના માતુશ્રી. કોડાય ભચીબાઇ રતનશી સાવલાની પુત્રી. નાગજી, ધનજી, ધારશી, જયંતીલાલ, મેઘબાઇ, મુલબાઇના બેન. પ્રા.શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ સંચાલિત સર્વોદય હોલ, એલ.ટી. રોડ, બોરીવલી (વે.) ટા.૩ થી ૪.૩૦. નિ. વિનોદ ગાલા, બી/૨૦૧, રાજ હીલ-૨, દત્ત પાડા રોડ, રાઇ ડોંગરી, બોરીવલી (ઇ.), મું. ૬૬.
સણોસરાના માતુશ્રી પ્રેમીલાબેન મેઘજી હરશી નાગડા (ઉં. વ. ૮૫) ૨૯/૧ના અવસાન પામેલ છે. માતુશ્રી કેસરબેન હરશી પચાણના પુત્રવધૂ. મેઘજીના પત્ની. વલ્લભજી, નરેન્દ્ર, વાસંતી, નયનાના માતા. મોથારા ધનબાઇ રતનશીના પુત્રી. ચુનીલાલ, હરખચંદ, દેવપુર કેસર મેઘરાજ, મણીબેન, નારાણપુર ભાનુ રમેશ, ગઢસીસા વિમળા (ભાનુ) શાંતીલાલ, ડુમરા વિજયા ગુલાબચંદ, મજલ રે. વાસંતી નવીનના બેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ (દાદર) ટા. ૨ થી ૩.૩૦. નિ. વલ્લભજી મેઘજી ઈ/૫૧૨, પામ રેસીડેન્સી સનસીટી, વસઇ (વે.) .
રામાણીયાના અ. સૌ.જયશ્રી સુનિલ મામણીયા (ઉં. વ. ૫૮) તા. ૨૯-૧-૨૩ના અવસાન પામેલ છે. પાનબાઈ ગાંગજીના પુત્રવધૂ. સુનિલના ધર્મપત્ની. અંકિતાના માતા. બારોઇ રતનબેન રતનશી હેણીયાના સુપુત્રી. ભાવેશ, કમલેશના બેન. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા.૪ થી ૫.૩૦. નિ. સુનિલ મામણીયા, સી-૨૧ , કુંજ વિહાર, અશોક નગર, વાકોલા બ્રીજ, સાંતાક્રુઝ (ઈસ્ટ), મું – ૫૫.
ભુજપુર-મદ્રાસના વિશનજી વિજપાર ભેદા (ઉં. વ. ૯૫) ૨૮-૧ના અવસાન પામ્યા છે. સુંદરબેન વિજપાર ખીંયશીના પુત્ર. લક્ષ્મીબેનના પતિ. શરદ, હરીશના પિતા. તલકશી, છોટાલાલ (પીટર) ભેદા, લીલાવતી, નિર્મળા, હેમલતા, નલીનીના ભાઇ. નવીનાળ ભચીબેન દેવશી મોનજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. શરદ વિસનજી, ટેલર્સ રોડ, કિલપાક, ચેન્નાઇ- ૬૦૦૦૧૦.
દેરાવાસી જૈન
મુંબઈ નિવાસી શ્રી સતીષભાઈ કંકુચંદ શાહ (ઉં. વ. ૮૧) ગુરૂવાર તા. ૨૬-૧-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેઓ ભારતીબેનના પતિ. તથા સ્વ. કાંતાબેન કંકુચંદ શાહના સુપુત્ર અને શિરીષભાઈના ભાઈ. ગૌરાંગભાઈના પિતાશ્રી. ભાવનાબેનના સસરાજી. ચિ. દિવ્યમના દાદાજી, સ્વ. રૂક્ષ્મણીબેન ભૂરાલાલ શાહના જમાઈ, લોકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ સાયન અનંતરાય મનસુખલાલ મહેતા (ઉં. વ. ૯૩), તે સ્વ. પ્રફુલ્લાબેનના પતિ. આરતી, કાશ્મીરા, નેમિષના પિતાશ્રી. સ્વ. બિપીન, યતીન, મીનલના સસરા. સ્વ. વાડીલાલ, સ્વ. સુખલાલ, સ્વ. અમૃતલાલ, સ્વ. રજનીકાંત, રમેશચંદ્ર, સ્વ. તારાબેન છબીલદાસ, સ્વ. ઈન્દુબેન સન્મુખભાઈના ભાઈ. સ્વ. મનહરલાલ ત્રંબકલાલ દામાણી, સ્વ. કાંતાબેન કેશુભાઈ પારેખ, સ્વ. રંજનબેન હસમુખભાઈ દોશી, ધનલક્ષ્મીબેન ચંદ્રકાન્ત ગાંધીના બનેવી તા. ૩૦-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લોકિક વ્યવહાર રાખેલ નથી. (ત્વચા દાન કરેલ છે.).
ઝાલાવાડી દ.સ્થા. જૈન
મૂળી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. સવિતાબેન મણીલાલ ભાયચંદ શાહના જયેષ્ઠ પુત્ર જીતેન્દ્ર (જીતુભાઈ)ના ધર્મપત્ની અ.સૌ. અરૂણાબેન (ઉં. વ. ૭૫) સોમવાર તા. ૩૦-૧-૨૦૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. તે સ્વ. રંજનબેન-ગિરીશભાઈ, મહેન્દ્ર-વર્ષા, પૂર્ણીમા-ભૂપેન્દ્રભાઈ, યતિન-ભાવનાના બેન, મેઘના, કૌશલ, રીષભ, દીશા તથા કુણાલ-અમી, હિરલના કાકી-મામી. પિયરપક્ષે સ્વ. શારદાબેન ભોગીલાલ શાહના જયેષ્ઠ પુત્રી. સ્વ. અનિલ, કલ્પનાબેન ઘેલાણી તથા કેતનના મોટાબેન. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨-૨-૨૦૨૩ના ૧૦.૦૦ થી ૧૧.૩૦ , સ્થળ- લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડીયાનગર, ઘાટકોપર-પૂર્વ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -