જૈન મરણ
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
ધ્રાફા હાલ મુલુંડ સ્વ. દિનેશભાઈ મગનલાલ શેઠના ધર્મપત્ની મીનાબેન (ઉં.વ. ૬૭) તા. ૨૩-૧-૨૩, સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે વિશ્રુતી વિવેક નાંબિયાર, અપેક્ષા, નિરીક્ષાના માતુશ્રી. કૈલાશભાઈ કાંતિલાલ વોરા, દિપક કાંતિલાલ વોરાના બેન. મૃદલા ધનવંત શેઠ, નિશા નિતીન શેઠ, રાજશ્રી નરેન્દ્ર શેઠ, ઈલા દિલીપ શેઠ, દિપા બીપીન શેઠ, પ્રીતિ ભૂપેન્દ્ર શાહના ભાભી. કાંતિલાલ પોપટલાલ વોરાની દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોવિંદપુર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ધીરજબેન ઝવેરચંદ ઘાટલીયાના પુત્ર નવીનચંદ્રના ધર્મપત્ની અ. સૌ. કોકિલા (ઉં.વ. ૭૬) તે અમીશ, આશિષ, તેજલ સંપટના માતુશ્રી. ક્ધિનરી, વિનીતા, રીષીકુમારના સાસુ. મોક્ષ, વંશના દાદી. સ્વ. કંચનબેન ભાયલાલભાઈ શાહના (નાથાભવાનવાળા) પુત્રી મંગળવાર, તા. ૨૪-૧-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૬-૧-૨૩ના સાંજના ૫ થી ૬ લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર ઈસ્ટ.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બોટાદ (ભાવનગર) હાલ ડોમ્બિવલી- સ્વ.દિનેશચંદ્ર મણીલાલ શાહના ધર્મપત્ની ગં.સ્વ. ભારતીબેન (ઉં. વ. ૭૭) તા.૨૪/૦૧/૨૩ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે મનિષા, સુનીતા, રાજેન્દ્રના માતુશ્રી. પ્રફુલભાઈ વોરા, રાજેશભાઈ વોરા, ખ્યાતિ શાહના સાસુ. પાટી(બોટાદ) નિવાસી સ્વ. ધીરજલાલ મોહનલાલ શાહના પુત્રી. નૈમી, હિયાન, ભુમેશ, વિવેક, હર્ષના દાદી-નાની. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૬/૦૧/૨૦૨૩ના ગુરુવારે ૩ થી ૪.૩૦. સ્થળ: હીંગવાલા સ્થા. જૈન ઉપાશ્રય હીંગવાલા લેન, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
અહમદનગર થાણા દેવડી હાલ પુના સ્વ. શાંતિલાલ હેમચંદ શાહના પુત્ર અતુલભાઈ (ઉં. વ. ૬૦) તે દિપ્તીબેનના પતિ. હર્ષલ તથા ભાવિનીના પિતા. કીર્તિભાઇ, રશ્મિબેન તથા શોભનાબેનના ભાઈ. કોલકી નિવાસી હાલ કાંદિવલી હરકિશનભાઈ પ્રાણલાલ શાહના જમાઈ ૧૫/૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
સુરેન્દ્રનગર (વડોદ) નિવાસી હાલ વસઈ અરવિંદભાઈ ગીરધરલાલ કુવાડીયાના ધર્મપત્ની અ. સૌ સુધાબેન (ઉં. વ. ૭૭) તે સ્વ. ભરત, હર્ષદ, નીરુબેન રાજભાઈ, કલ્પનાબેન મુકેશભાઈ, સ્વ. અલ્કાબેન કેતનભાઈના ભાભી. દિપ્તીબેન દીપકભાઈ, તેજલબેન પરેશભાઈ, અમીબેન અજયભાઇ તથા બીજલબેન નિતેશભાઈના માતુશ્રી. પિયરપક્ષે હાલ સુરત સ્વ. કંચનબેન પ્રભુદાસ શાહના દીકરી. સ્વ. શોભનાબેન ગુણવંતલાલ, સ્વ. પન્નાબેન મહેન્દ્રભાઈ, સ્વ. મુકેશભાઈ, પદમાબેન ભુપેન્દ્રભાઈ, પ્રજ્ઞાબેન પંકજભાઈ, સુરેશભાઈ, સ્વ. દિનેશભાઈ શાંતિલાલના બહેન. તા. ૨૩/૧/૨૩ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રામાણીયાના માતુશ્રી રાણબાઇ ખીમજી વેલજી ગંગર (ઉં. વ. ૮૩) ૨૨-૦૧-૨૩ના અમદાવાદમાં અવસાન પામેલ છે. લાડબાઇ વેલજી મોણશીના પુત્રવધૂ. ખીમજીના ધર્મપત્ની. જયવંતીના માતુશ્રી. ડેપાના દેમુબેન વીરજી માણેકની પુત્રી. નાનજી, રામજી, મગન, કેશવજી, ટોકરશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જયવંતી સાવલા, એ-૧, રૂમ નં. ૧૦, ક્રિષ્ણા એસ્ટેટ ફ્લેસ્ટ, ક્રિષ્નાનગર, આભુષણ જ્વેલર્સની સામે, અમદાવાદ-૩૮૨૩૪૫.
મોટી ઉનડોઠના જગદીશ માવજી છેડા (ઉં. વ. ૮૯) તા. ૨૩-૧-૨૩ના અવસાન પામેલ છે. કેસરબેન માવજીના પુત્ર. હંસાબેનના પતિ. મનિષ, વર્ષા, સોનલ, સ્વાતિના પિતા. દેવજી, દેવપુરના પારસ મણીલાલના ભાઇ. માપરના દેવકાંબેન કાનજી ખેતશી જાગાણીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. જગદીશ છેડા, ૨, ચેતન શોપ બિલ્ડીંગ, રાજાવાડી રોડ, ઘાટકોપર (પૂ.), મું. ૭૭.
દશા શ્રીમાળી સ્થાનક વાસી જૈન
લોધિકા (રાજકોટ) નિવાસી હાલ વિલેપાર્લે વેસ્ટ, સ્વ. નટવરલાલ જે. મહેતાના ધર્મપત્ની, ગં. સ્વ. દિવ્યાબાળા મહેતા, (ઉં. વ. ૮૬) તા. ૨૪/૦૧/૨૩ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે હિતેન અને ઉપેનના માતુશ્રી. સ્મિતાબેન અને સપનાબેનના સાસુ. જુહી, યશ, દૃષ્ટી અને સૃષ્ટીના દાદી. અમદાવાદ નિવાસી હાલ મુંબઈ સ્વ. શારદાબેન કંચનલાલ ખરીદીયાની દીકરી. સ્વ. નરેન્દ્રભાઈ અને સ્વ. રજનીકાંતભાઈના બેન. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે. રહેઠાણ: એ/૧૪, હીરા માણેક સોસાયટી, બાપ્ટિસ્ટા રોડ, વિલેપાર્લે વેસ્ટ.
પાટણ દશા શ્રીમાળી જૈન
મલ્લાતનો પાડો પાટણ હાલ મુંબઇ નવીનભાઇ (ઉં. વ. ૮૧) તે સ્વ. હીરાબેન રીખવચંદના સુપુત્ર. નયનાબેનના પતિ. સ્વ. સારાલાલ મણિયારના જમાઇ. રાજીવભાઇ, સંજીવભાઇ, સ્વ. ગૌરવીબેનના પિતા. શ્ર્વેતાબેન, રૂપાબેન, જયંતકુમારના સસરા. વિરાજ-મિલોની, મોક્ષાંગી-અનુજકુમાર, હેતિ-જીમિતકુમાર, વિશ્ર્વા, વૈભવીના દાદા. મહારાજ સાહેબ સુવ્રતલોચના શ્રીજીના સાંસારિક દાદા તા. ૨૪-૧-૨૩ મંગળવારના અરિહંતશરણ પામ્યા છે.
ગોડવાલ ઓશવાલ જૈન
ઘાણેરાવ હાલ ગોરેગાંવ સ્વ. કમલાબાઇ તથા સ્વ. જુગરાજજી ચુનીલાલજી કાંથેરના સુપુત્ર કીર્તિકુમાર જુગરાજજી કાંથેર (ઉં.વ. ૫૯) તા. ૨૨-૧-૨૩ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. સરોજ કીર્તિ કાંથેરના પતિ. પ્રવેશ, સમર્થના પિતા. સલોનીના સસરા. સસુરાલ પક્ષ શાંતાબેન સ્વ. મદનલાલજી ધોકાના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.તા. ૨૫-૧-૨૩ના બુધવારે સવારે ૧૧થી ૧. ઠે. એસ.વી.પી. હોલ, જવાહર નગર, ગોરેગાંવ (વેસ્ટ).