જૈન મરણ
ક.વિ. ઓ. જૈન
નવાવાસના પૂર્ણીમા (પૂર્વી) જગદીશ ગડા ઉ.૬૫, તા. ૨૧/૧ /૨૩નાં અવસાન પામેલ છે. રંજનબેન ગાંગજી દેવરાજના પુત્રવધુ. મેરાઉ જયવંતીબેન આણંદજી પદમશીના સુપુત્રી. બારોઇ નિકીતા ખૂબીર મોમાયા, નાના ભાડીયા પૂજા અંકુર મામણીયા, તલવાણા વિધિ પારસ રાંભીયા, જયના માતુશ્રી. મહેન્દ્ર, મુલચંદ, હેમચંદ, ગુંદાલા કલ્પના જયેશ, બિદડા પ્રજ્ઞા અરવિંદના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જગદીશ ગડા, એ/૫, શીતલ એપાર્ટમેન્ટ, જંગલ મંગલ રોડ, ભાંડુપ (વે.).
દુર્ગાપુર હાલે માંડવી નિવાસી જયંતિલાલ દેવજી વોરા (ઉ.વ. ૭૧) તા. ૧૮/૧/૨૩ના અવસાન પામ્યા છે. કુંવરબાઇ દેવજી ગેલાના સુપુત્ર. વનિતાબેનના પતિ. હિતેશ- કલ્પેશના પિતાજી. કાન્તીલાલ, રતિલાલના ભાઇ. કોડાયના ચંચળબેન રતનશી નાગડાના જમાઇ. મુંબઇમાં પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : હિતેશ વોરા, મેમણ શેરી, કંસારા બજાર, માંડવી – કચ્છ-૩૭૦૪૬૫.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
શિવરાજપુર નિવાસી હાલ નાલાસોપારા સ્વ. શારદાબેન લાલચંદ શાહના સુપુત્ર રમેશભાઇ (ઉં. વ. ૬૭) તે ભારતીબેનના પતિ. તથા નિકિતા, પ્રેમલ, પૂજાના પિતા. તે સ્વ. વનમાળીભાઇ, સ્વ. જયંતીલાલ, સ્વ. બળવંતભાઇ, સ્વ. મુક્તાબેન તથા ગં. સ્વ. મધુબેનના ભાઇ. સ્વ. કાન્તાબેન ચંપકલાલ વોરાના જમાઇ. દર્શિતકુમારના સસરા તા. ૨૧-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્ર્વે. મૂ. પૂ. જૈન
નિગાળા નિવાસી હાલ કાંદિવલી (મુંબઇ) પ્રભાવતીબેન કિશોરચંદ્ર શાહ (ઉં. વ. ૮૦) તે સ્વ. રતિલાલ ડાહ્યાલાલ શાહના પુત્રવધૂ. તે સ્વ. અશોકભાઇ, સ્વ. બીપીનભાઇ, નરેન્દ્રભાઇ અને સુરેશભાઇ, સ્વ. ઇન્દુબેન પન્નાલાલ શાહ, હંસાબેન વાડીલાલ શાહ, ભાનુબેન રમણીકલાલ શાહ, સ્વ. વસુબેન જયંતીલાલ શાહ, સ્વ. પુષ્પાબેન મુકેશભાઇ બગડીયાના ભાભી. તે અલકાબેન દેવેન્દ્રકુમાર શાહ, આશાબેન હિતેશકુમાર શાહ, સેજલબેન રાકેશકુમાર વોરા તથા માધવીબેન, તુષારભાઇ, તનિષાના માતુશ્રી. પિયર પક્ષે લખતર નિવાસી સ્વ. લાલચંદ રાયચંદ વોરાના સુપુત્રી શનિવાર તા. ૨૧-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા સાદડી પ્રાર્થના બંધ રાખેલ છે.
નરસિંહપુરા દિગંબર જૈન
જહેર નિવાસી હાલ મુંબઇ, સ્વ. વિનોદચંદ્ર ચંદુલાલ શાહના ધર્મપત્ની સૌ. કૈલાશ વિનોદચંદ્ર (ઉં. વ. ૮૬) તે સ્વ. દક્ષેશભાઇ, વિક્રમભાઇ તથા મેઘાવીબેનના માતુશ્રી. કેતકીબેન, સ્વ. મનીષાબેન, સુરેશકુમારના સાસુ. સ્વ. મેના ચીમનલાલ શાહ અને જયસિંગ શાહના પુત્રી તા. ૨૦-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. બેસણું સોમવાર, તા. ૨૩-૧-૨૩ના સાંજે ૪-૩૦થી ૬-૩૦. ઠે. ગીરધારીલાલ મુનશીલાલ જૈન સભાગૃહ, ૧લે માળે, ન્યુ શાંતિનગર બિલ્ડિંગ, નીયર ચામુંડા સર્કલ, દિગમ્બર જૈન દેરાસરની સામે, એસ. વી. પી. રોડ, બોરીવલી (પશ્ર્ચિમ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જાંબાળા હાલ બોરીવલી સ્વ. કાનજીભાઇ આણંદજીભાઇ ગાંધીના સુપુત્ર હર્ષદભાઇ (ઉં. વ. ૭૯) સ્વર્ગવાસ થયેલ છે. તે શોભનાબેનના પતિ. સ્વ. વિજય તથા નીલેશના પિતા. સીમાના સસરા. શિખા વિરાજકુમાર કારીયા તથા વિધિના દાદા. સસુર પક્ષે પ્રાણજીવનદાસ હેમચંદ શાહ (અમદાવાદ)ના જમાઇ. તા. ૨૩-૧-૨૩ના સોમવારના પીતૃવંદના રાખેલ છે. સવારના ૧૦થી ૧૨. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી જૈન
ગારિયાધાર હાલ સાયન સ્વ. ગંભીરભાઈ સોમચંદ શાહના ધર્મપત્ની લીલમબેન (ઉં. વ. ૮૮) તે સ્વ. ધીરજલાલભાઈ, ભોગીલાલભાઈ, અનંતરાયભાઈ, મંછાબેન, લીલાવતીબેન, જયાબેનના ભાભી. મધુકાન્તાબેન અનંતરાયના જેઠાણી. સ્વ. ત્રંબકભાઈ, સુરેશભાઈ વચ્છરાજ મહેતા, ચંપાબેન નાનાલાલ કોસાણી, મંજુબેન શાંતીલાલ ગાંધીના બેન. કેતન-પારૂલ, મનીષ-ભાવિની, હીના-શૈલેશભાઈ, સોનલ-મનોજભાઈના કાકી તા. ૨૦-૧-૨૩ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૪-૧-૨૩ના મંગળવારે સવારે ૧૦ થી ૧૨, એસ.એન.ડી.ટી. વુમન કોલેજ હોલ, રફી અહમદ કીડવાઈ રોડ, માટુંગા, મુંબઈ-૪૦૦૦૧૯.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મઢડા હાલ મલાડ, સ્વ. ઈન્દુબેન જયસુખલાલ વિઠ્ઠલદાસના સુપુત્ર હેમંતભાઈ (ઉં. વ. ૫૪), તે હીનાબેનના પતિ. ચિ. પાલના પિતાશ્રી. તે હરીશભાઈ, જાગૃતિબેન, અશ્ર્વિનકુમાર, દિપીકાબેન અભયકુમારના ભાઈ. શ્ર્વસુર પક્ષે ભારોલીવાળા હાલ કાંદિવલી, મંજુલાબેન દલીચંદભાઈ મહેતાના જમાઈ તા. ૨૦-૧-૨૩ને શુક્રવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લોકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે. એડ્રેસ-એમ-૨, રૂમ નં-૯, ભાદરણનગર, આયુ શક્તિની બાજુમાં, મલાડ-વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા વલસાડ હાલ (વિરાર) સ્વ. અમુલખરાય હરીલાલ દોશીના ધર્મપત્ની ગં.સ્વ. લીલાવતીબેન (ઉં. વ. ૮૬) તા. ૨૨-૧-૨૩, રવિવારના દિવસે અરિહંતશરણ પામેલ છે. તે રૂપલબેન સંજયભાઈ શેઠના માતુશ્રી. સંજયભાઈ રામજીભાઈ શેઠના સાસુ. અને અભિષેક તથા ધ્વનીના નાનીબા તથા ગં.સ્વ. પારૂલબેન જગુભાઈ પ્રજાપતીના જેઠાણી. તે અમરાપુર નિવાસી સ્વ. જગજીવન માવજીભાઈ દામાણીના સુપુત્રી. તે સ્વ. ગિરધરભાઈ, સ્વ. અમરચંદભાઈ, સ્વ. બાબુભાઈ તથા સ્વ. લાભુબેન દોશીના બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૪-૧-૨૩ના મંગળવારના રોજ ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. પ્રાર્થના સ્થળ- વિષ્ણુ પ્રતિભા હોલ, બસ ડેપોની બાજુમાં, વિરાર-વેસ્ટ.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
વાંકાનેર નિવાસી હાલ વિલેપાર્લા સ્વ. શાંતાબેન હેમતલાલ વોરાના સુપુત્ર ડો. નવનીતરાય (ઉં. વ. ૮૨), તે વિનોદીનીબેનના પતિ. મનીષના પિતા. તે સ્વ. અનંતરાય, ગુણવંતરાય, સ્વ. હસમુખરાય, જગદીશભાઈ, ભરતભાઈ ત્થા જસવંતીબેન રમણિકલાલ શાહ અને સ્વ. હંસાબેન મહેન્દ્રભાઈ શાહના ભાઈ. સાસરા પક્ષે ડો. ભોગીલાલ રાયચંદ મહેતાના જમાઈ તા. ૨૧-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. એ-૬૦૩, ગોકુલ ડીવઈન, છઠ્ઠે માળે, એસ.વી.રોડ, વિલેપાર્લે-વેસ્ટ, મુંબઈ.
ઝાલાવાડી શ્ર્વેતાંબર મુર્તિપૂજક જૈન
ધ્રાગંધ્રા નિવાસી હાલ વિરાર સુશીલાબેન કુમુદચંદ્ર શાહના સુપુત્ર યશ્મીનભાઈ (ઉં. વ. ૬૨), તે દર્શનાબેનના પતિ. તે દેવાંશી તથા રાજના પિતા. તે સીમાબેન સુરેશકુમાર વોરા, મીતાબેન રાજેશકુમાર શાહ, સ્વ. કલ્પેશકુમાર કુમુદચંદ્રના ભાઈ. તે સ્વ. ધનલક્ષ્મીબેન મહાસુખલાલ છોટાલાલ પરીખના જમાઈ તે તા. ૨૧-૧-૨૩ને શનિવારના અરિહંતશરણ પામેલ છે. ઠે. બી-૧૩, ન્યુ સોનલ કો.ઓ.હા. સો. અગાશી રોડ, દેસાઈ હોસ્પિટલની બાજુમાં, વિરાર-વેસ્ટ, પ્રાર્થના તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે.