Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ
ઝાલાવાડી વીશા શ્રીમાળી શ્ર્વેતાંબર
મૂર્તિપૂજક જૈન
રૂપાવટી (વિંછીયા) હાલ ઘાટકોપર સ્વ. છોટાલાલ મોહનલાલ શાહના ધર્મપત્ની જસુમતીબેન (ઉં. વ. ૮૮) તે સુરેશ- સ્વ. ભાવના, અરુણ-ગીતા, દિપીકા-કમલેશકુમાર, સુધીર-પ્રિતીના માતુશ્રી. તે ફોરમ, મોનીકા, રાહુલ બોસ્કી, કવીશ, પૂર્વીશ, ઇશીત, સ્વ. ઉર્વીના દાદી. તે સ્વ. કાંતિલાલ, શારદાબેન, સ્વ. સવીતાબેન, સ્વ. કમળાબેન, સુશીલાબેન, રસીલાબેન, વીનુભાઇ તથા હંસાબેનના ભાભી. તે પિયર પક્ષે લાઠીદડ નિવાસી સ્વ. મનસુખભાઇ, સ્વ. રમણીકભાઇ, દલસુખભાઇ, રસિકભાઇ, સ્વ. ચંપકભાઇ, મહાસુખભાઇ, સ્વ. અંજવાળીબેન, સ્વ. લલિતાબેન, સ્વ. કાંતાબેન તથા સ્વ. શારદાબહેનના બહેન તા. ૧૫-૧-૨૩ રવિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
મોટી ભણસાલી નિવાસી હાલ પાર્લા સ્વ. વિનોદરાય દેવચંદ વાઘજી મહેતાના ધર્મપત્ની ઇન્દીરાબેન (ઉં. વ. ૭૩) તે ૧૫/૧/૨૩ ના અરિહંતશરણં પામેલ છે. તે જયાબેન શાંતિભાઈ ગોકળદાસ દોશી નવસારીના પુત્રી. જીજ્ઞા તથા સ્વ. હેતલના માતુશ્રી. નીલમ તથા કેતનકુમારના સાસુ. સાક્ષી તથા વ્રજના બા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ વિશા શ્રીમાળી જૈન
પાટણ તંબોળીવાડો ઉરેશ રસિકલાલ શાહ (ઉં. વ. ૬૯) તે હાલ મલાડ તે વિભાબેનના પતિ. યેશા તથા પંકિતના પિતા. સ્વ રમેશ, દેવેન્દ્ર, અજિત, સ્વ. અનિલા બાબુલાલ શાહ, સ્વ. કોકિલા દિપક શાહના ભાઈ. સ્વ સુશીલા બાબુલાલ શાહના જમાઈ ૧૫/૧/૨૩ના અરિહંતશરણં પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
ઘોઘારી વિસા ઓસવાલ જૈન
અમરેલી નિવાસી હાલ બોરીવલી ધનસુખરાય હીરાલાલ શાહના સુપુત્ર હરેશભાઈ (ઉં. વ. ૬૩) સોમવાર તા. ૯/૦૧/૨૩ ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રતિમાબેનના પતિ. હાર્દિક અને તીર્થેશના પિતા. ઈશિતાના સસરા. પરેશ અને સ્વ. રક્ષાના મોટા ભાઈ. તે માંડલ નિવાસી જયંતીલાલ કાંતિલાલ વોરાના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર પ્રથા બંધ રાખેલ છે. બી-૧/૬૦૧, હરી ઓમ એપાર્ટમેન્ટ, શાસ્ત્રીનગરની સામે, એસ.વી. રોડ બોરીવલી – વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
દુર્ગાપુર (નવાવાસ)નાં વનિતા વીજપાર દેઢિયા (ઉં. વ. ૭૧) તા. ૧૪-૦૧ના અવસાન પામેલ છે. માકબાઇ નથુના પૌત્રવધુ. વેલબાઇ પ્રેમજીના પુત્રવધૂ. વીજપારના ધર્મપત્ની. તારક, કશીશ, રીટા, ફોરમના માતુશ્રી. ત્રગડીના લક્ષ્મીબેન ચાંપશી વીજપારના સુપુત્રી. ડુંગરશી, કીરણના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. તારક દેઢિયા, બી-૪૦૩, ચિરાગ એપાર્ટમેન્ટ, છેડા પાર્ક, આચોલે રોડ, નાલાસોપારા (ઇ.).
કોડાયના જયંત લક્ષ્મીચંદ ગોગરી (ઉં. વ. ૬૪) તા. ૧૪/૦૧ના અવસાન પામેલ છે. માતુશ્રી મણીબેન લક્ષ્મીચંદ નેણશી પુનશીના સુપુત્ર. અમૃતાના પતિ. જીગર, તેજસના પિતા. સ્વ. આશાબેન, ડો. અશોક, ડો. જયા, ભારતી, અશ્ર્વીન, પ્રદીપના ભાઇ. ભુજપુરના માતુશ્રી મણીબેન હીરજી ધનજી મામણીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એ. જયંત ગોગરી, બી-૪૦૪, સોપાન, રામ મારૂતી રોડ, થાણા (વે.) – ૪૦૦૬૦૨.
લાખાપુરના લક્ષ્મીબેન લાલજી મારૂ (ઉં. વ. ૮૦) તા. ૧૫-૧ના અવસાન પામેલ છે. વીરબાઇ લખમશીના પુત્રવધૂ. લાલજીભાઇના ધર્મપત્ની. રશ્મી, હરેશ, ભાવનાના માતા. ભોરારા માતુશ્રી. હાંસબાઇ દેવજીના પુત્રી. ખીમજી, જયંતિ, લક્ષ્મીચંદ, ઝવેરબેન, હેમકુંવર, દમયંતીના બેન. પ્રા. યોગી સભાગૃહ દાદર, ટા. ૩ થી ૪.૩૦ ઠે. હરેશ મારૂ, વિરછાયા, ડો. બી.એ. રોડ, પરેલ, મું.૧૨.
કોટડા રોહાના મમ્મીબાઇ દેવજી ગાલા (ઉં. વ. ૮૭) તા. ૧૫/૧ના અરિહંતશરણ પામેલ છે, રાણબાઈ મુરજી રાયશીના પુત્રવધૂ. જયંતીલાલ, ખુશાલ, મધુના માતા. નાગ્રેચા ચાંપુબાઈ વેલજીના પુત્રી. રવજી, કોટડી (મહા) રાણબાઈ ખીમજી, બાંભડાઇ મણીબાઈ દેવરાજના બેન. પ્રાર્થના: શ્રી સુવિધીનાથ જૈન દેરાસર, કલ્પતરૂ ભવન, માનપડા રોડ, ચાર રસ્તાની બાજુમાં, ડોંમ્બીવલી (ઇ), ટા. -૨ થી ૩-૩૦. નિ. ખુશાલ દેવજી ગાલા, ૬/અર્ચના કો. ઓ.હા. સો., જુના ડોમ્બીવલી રોડ, ડોમ્બીવલી (વે).
નવાવાસ (દુર્ગાપુર)ના દુર્ગેશ નાનજી શાહ (ગડા) (ઉં. વ. ૫૯) તા. ૧૫-૧ના અવસાન પામેલ છે. મણીબેન નાનજીના પુત્ર. સ્મીતાના પતિ. કોમલ – તેજસના પિતા. રેખા-વિજય-નિતાના ભાઇ. વલસાડના માતુશ્રી. શાન્તીબેન યાદવભાઇ ભોયેના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. તેજસ દુર્ગેશ શાહ, લોકમાન્ય નગર, પાડા નં. ૪, ગણપતિ મંદિરની સામે, વિજય નિવાસ, થાણા (પશ્ર્ચિમ) –
ગુંદાલાના જયંતિલાલ નાનજી સાવલા. (ઉં. વ. ૭૫) ૧૪-૧-૨૩ ના અરિહંતશરણ પામેલ છે. હાંસબાઈ નાનજીના પુત્ર. વિમળાબેનના પતિ. કિરણના પિતા. જાદવજી, પ્રવિણચંદ્ર, હેમલતા, મૃદુલા, ચંદનના ભાઈ. ગુંદાલા મકાંબાઈ અરજણના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. જયંતિલાલ સાવલા, ૫૮૨, કમલકુંજ, ૧૪ મો માળો, જામે જમશેદ રોડ,માટુંગા, મું – ૧૯.
સાડાઉના જીવરાજ વેલજી દેઢિયા (ઉં. વ. ૮૮) તા.૧૪-૧-૨૩ના દેહપરિવર્તન કરેલ છે. પુરબાઈ વેલજી દેવજીના પુત્ર. રૂક્ષ્મણીબેનના પતિ. જયશ્રી, હીના, શીતલના પિતા. સવરાજ, કપાયા સાકરબાઈ માવજી, મોખા ભાણબાઈ શામજીના ભાઈ. છસરા ઉમરબાઈ ધનજી દેવજી ગાલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ.જયશ્રી દિપક ગાલા. અશોકા ગાર્ડન, બી-૨/૮, પ મે માળે, દેશમુખ લેન, પનવેલ-રાયગઢ – ૪૧૦૨૦૬.
ભોજાયના શ્રીમતી કલ્પના રમણીક ગાલા (ઉં. વ. ૬૫) તા. ૧૪-૧-૨૩ના અવસાન પામેલ છે. કુંવરબાઈ જેઠુભાઇના પુત્રવધૂ. રમણીકના પત્ની. કેવલ, ફોરમના માતુશ્રી. ના. તુંબડી કસ્તુરબેન કલ્યાણજી શામજી શાહની દિકરી. કમલેશ, કિરણ, કિરીટ, કોકીલાના બેન. પ્રાર્થના: ગોપુરમ, પુરૂષોત્તમ ખેરાજ એસ્ટેટ, ડો. આર.પી.રોડ, જ્ઞાન સરિતા સ્કુલની બાજુમાં, મુલુંડ (વે), મું- ૮૦. બપોરે ૩ થી ૪.૩૦ ઠે. કેવલ ગાલા, ૩૦૧, યાસ્મીન રેસીડેન્સી, એસ.એલ. રોડ, મુલુંડ (વે).
ઘોઘારી-વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ મુલુંડ કાંતિલાલ છોટાલાલ દોશીના ધર્મપત્ની અ.સૌ. જાસુદબેન (ઉં. વ. ૮૪) રવિવાર, તા. ૧૫-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેઓ સંજય-જસ્મિના, જયેશ-કનક, જીગ્નેશ-સંગીતા, મીતાબેન, રૂપાબેનના માતુશ્રી. દૃષ્ટિ, ક્રિશા, વંદિત, દર્શી, આર્યનના દાદી. આકાશના નાની તથા પિયર પક્ષે વેણીલાલ ઉમેદચંદ દોશી મહુવાવાળા, હાલ જબલપુર. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.)
માંગરોળ જૈન
માંગરોળ નિવાસી હાલ બોસ્ટન (અમેરિકા) દિનેશભાઈ (ઉં. વ. ૮૨) તે સ્વ. શાંતિલાલ પ્રેમજી દલાલના સુપુત્ર, તે ચિત્રાના પતિ. સંદીપ-લીના, સોનાલી-મેહુલના પિતા, રજનીકાંત-વર્ષા, પ્રમોદા-સ્વ. પ્રદીપભાઈ, કીર્તિદા-મહેશભાઈ, સ્વ. ઉમેષ-સોનલના ભાઈ. વિક્રમ-માલા અને રોહિત-રાગિનીના બનેવી. રવિવાર, તા. ૧૫-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.)
ઝાલા વિ.શ્રી. મૂ.પૂ. જૈન
બોટાદ નિવાસી સ્વ. રતિલાલ ભુરાભાઈ દેસાઈના પુત્ર, વૃજલાલ (ઉં. વ. ૯૦) ગુરુવાર, તા. ૧૨-૧-૨૩ના મુંબઈ મધ્યે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મંજુલાબેનના પતિ. રાજેશ્રીબેન તથા અમીતાબેન (નીતા)ના પિતા. કિરણકુમાર જયંતીલાલ કોઠારી તથા કૌશિકકુમાર અમુલખભાઈ પરીખના સસરા. સ્વ. ચાપસીભાઈ લાડકચંદ વોરાના જમાઈ. સ્વ. અંજવાળીબેન, સ્વ. શાંતિભાઈ, સ્વ. સમતાબેન, સ્વ. કાંતિભાઈ, સ્વ. શારદાબેનના ભાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -