Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થા. જૈન
સુદામડા હાલ વિલેપાર્લે સ્વ. સવિતાબેન હિંમતલાલ તુરખીયાના સુપુત્ર રમેશભાઇ (ઉં. વ. ૭૨) તે વર્ષાબેનના પતિ. સ્વ.વસંતબેન મનહરભાઇ, સરોજબેન સ્વ. ધિમંતભાઇ, સ્વ. હંસાબેન પ્રફુલભાઇ, વીણાબેન ગિરીશભાઇ, રેખાબેન અનીલભાઇ, સ્વ. પ્રેમીલાબેન જયંતિલાલ શેઠ, સુધાબેન સ્વ. હસમુખભાઇ પરીખના ભાઇ. સ્વ. સરલાબેન ભિખાલાલ સંઘવીના જમાઇ. સ્વ. ડો. પ્રવીણભાઇ, દક્ષાબેન કિરણભાઇ, પ્રવિણાબેન સ્વ. રસિકભાઇ ગાંધી, ભારતીબેન મહેન્દ્રભાઇ શાહના બનેવી. તા. ૧૨-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૫-૧-૨૩ના સવારના ૧૦થી ૧૨. ઠે. જલારામ હોલ, જુહુ ૬ઠ્ઠો રસ્તો, પાર્લા (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધ્રાંગધ્રા હાલ મલાડ (સકળશા કુટુંબી) જશવંતલાલ નરસીદાસ શાહના ધર્મપત્ની હેમલતાબેન (ઉં. વ. ૮૦) બુધવાર તા. ૧૧-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે હિતેશ, મનીષ, હિના જયેશ મણિયાર અને નીના અલ્પેશ તુરખીયાના માતુશ્રી. તથા દિપીકા અને અવનીના સાસુ. કેવિન, હર્ષિત, કેયુરી પ્રતિક શાહ, રાજવી, જીનય, રૂચિતા પાર્થ જવેરી, રિયા અને રિચાના દાદી. પિયર પક્ષે પ્રમોદભાઇ શાંતિલાલ મણિયારના બેન. સરોજબેન, સ્વ. ઇન્દિરાબેન, પુષ્પાબેન તથા નીતાબેનના ભાભી. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૫-૧-૨૩ના સવારના ૧૦થી ૧૨. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ ઉપાશ્રય, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
પ્રતાપુર હાલે ભુજપુરના મહેન્દ્ર શામજી શેઠીયા (ઉં.વ. ૫૮). તા. ૧૧-૧-૨૩ના અવસાન પામેલ છે. ગંગાબેન (મગુબેન) શામજીના પુત્ર. તારાના પતિ. પુજાના પિતા. કિશોર, રંજન, હર્ષાના ભાઈ. ભુજપુર રતનબેન કરમશી હરશીના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, પહેલે માળે. ટા. ૨.૩૦ થી ૪.
ભોરારાના માતુશ્રી લક્ષ્મીબેન સાવલા (ઉં.વ. ૯૧) તા. ૧૧/૧/૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. માતુશ્રી દેમુબેન વેલજીના પુત્રવધૂ. સ્વ. ભવાનજીના ધર્મપત્ની. દિનેશ, નીતીન, હિના, પ્રવિણાના માતુશ્રી. ગુંદાલા માતુશ્રી દેવકાંબાઈ નાગશીના પુત્રી. સં.પક્ષે લીં. અજરામર સં.ના પૂ. પ્રભાવતીબાઈ મ.સ., કસ્તુરબેન, કેસરબેન, શામજી, રમણીકના બેન. ઠે. દિનેશ સાવલા-૨૪, સિંધુ વાડી, એમ.જી. રોડ, ઘાટકોપર (ઈ.).
રાયધણજરના કસ્તુરબેન ગડા (ઉં.વ. ૬૧). તા. ૧૧-૧-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી દેવકાબેન જીવરાજ કાનજીના પુત્રવધૂ. દીનેશના ધર્મપત્ની. આશિષ, નિરજના માતા. ગોધરા માતુશ્રી ભાનુબેન દામજી ભાણજીના સુપુત્રી. નેમચંદ, ખુશાલ, તાનાજી, ભરત, માપર રસીલા ડુંગરશી, કલ્પના કેતનના બેન. પ્રા. શ્રી ક.વી.ઓ. દેરાવાસી મહા. સં. જીરાવલ્લા જૈન દેરાસર, દેરાસર લેન, ઘાટકોપર (ઇ.) ટા. ૨ થી ૩.૩૦.
મોટી ઉનડોઠના હાસબાઇ ભવાનજી જેઠા ગાલા (ઉં.વ. ૮૨) દાપોલીમાં તા. ૧૧/૧/૨૩ના અવસાન પામેલ છે. ભાણબાઇ જેઠા કેશવજીના પુત્રવધૂ. ભવાનજીના પત્ની. નવીન, વસંત, મહેન્દ્ર, વિણા, નીતાના માતુશ્રી. શેરડીના કુંવરબાઇ દામજી ખેરાજના પુત્રી. દિનેશ, ધનવંતીના બેન. પ્રાર્થના: સુવિધિનાથ અચલગચ્છ દેરાસર, માનપાડા રોડ, ડોંબીવલી (ઇ.). ટા. ૪ થી ૫.૩૦.
મોટી ખાખર હાલે કરાડના હેમંત હંસરાજ ગાલા (ઉં.વ. ૭૦) તા. ૧૧/૧/૨૩ના અવસાન પામેલ છે. સ્વ. રૂક્ષમણીબેન હંસરાજના પુત્ર. માયાબેનના પતિ. ઓમ, સોહમના પિતા. છસરાના માતુશ્રી અમૃતબેન દેવજી હંસરાજના જમાઇ. સ્વ. કિશોર, સ્વ. રંજન, સ્વ. દિપકના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ઓમ ગાલા, ૪૫, માર્કેટ યાર્ડ, કરાડ-૪૧૫૧૧૦.
રતાડિયા ગણેશવાલાના હેમકુંવરબેન ગાંગજી રાંભિયા (ઉં.વ. ૭૯), તા. ૧૨/૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. હાંસબાઇ ખીમજી શીવજીના પુત્રવધૂ. ગાંગજીના ધર્મપત્ની. અશ્ર્વિન, યોગેશ, રાજીવ, પ્રવિણાના માતુશ્રી. પત્રીના ભાણબાઇ દેવજી જીવરાજ દેઢિયાના પુત્રી. જેઠાલાલ, ઉમરબાઇ, હેમલતા, મીના, દમયંતીના બેન. પ્રા. ગોપાલજી હેમરાજ હાઇસ્કૂલ (જી.એચ. હાઈસ્કૂલ), એમ.જી. રોડ, બોરીવલી (ઇ.). ટા. ૩ થી ૪.૩૦.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
શ્રી હરકિસનભાઈ ગિરધરલાલ દેસાઈ (બગસરાવાળા) (ઉં.વ. ૯૮), તેઓ ડો. દીપક, ડો. ઘીમંત (સ્વીટુ), ડો. દક્ષા બિપિનભાઈ તુરખીયા અને ડો. આરતી રાજીવભાઇ મોદીના પિતાશ્રી અને ડો. આશા તથા ડો. જાગૃતીના સસરા. તે સ્વ. ડો. દિલસુખરાય જે. મહેતાના જમાઈ, તા. ૧૨-૧-૨૩, ગુરુવારના અરીહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી વિશા શ્રીમાળી જૈન
સુરત નિવાસી હાલ કાંદીવલીના સ્વ. મદનબેન માણેકચંદ બંગડીવાળાના પુત્ર સુરેશચંદ્ર બંગડીવાળા (ઉં.વ. ૮૫) ૧૦/૧/૨૩ના રોજ દેહ પરિવર્તન કરેલ છે. સુરેખાબેનના પતિ. કર્વિન-પિનલના પિતાશ્રી. સ્વ. વસંતભાઈ તથા સ્વ. પ્રવીણભાઈના ભાઈ. સ્વર્ગસ્થ અમરચંદ ઝવેરીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સમઢિયાળા નિવાસી હાલ બોરીવલી. ઇન્દુબેન શાહ (ઉં.વ. ૭૪) તે સ્વ. વિનોદરાય બાવચંદ શાહના પત્ની. તે હરેશ, લલિત, હર્ષાબેન, ભારતીબેન, પ્રવિણાબેન, પુ. રિદ્ધિ સિદ્ધિ મ.સા.ના માતા. ભરત કુમાર, રાજેશ કુમાર, કિરણ કુમાર તથા પાયલ, કૃપાના સાસુ. ક્રિયા તથા ધ્રુવિલના દાદી. પિયર પક્ષે મનસુખલાલ ગોરધનદાસ દોષી (હાથસણીવાળા)ની દીકરી. તા. ૧૨/૧/૨૩ ને ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લાકડીયા નિવાસી હાલ વિરાર સ્વ. કેશવલાલ મેઘજીભાઈ મહેતાના પુત્ર કનુભાઈ (ઉં.વ. ૭૫) તે કલ્પનાબેનના પતિ. તે કિરીટભાઈ ચંદ્રકાંતભાઈ તથા ચંદુભાઈના મોટા ભાઈ. હેતલ પંકજભાઈ ગોડા, જીજ્ઞા દિપેશભાઈ પારેખ, પૂજા કૌશલભાઈ મહેતાના પિતાશ્રી. તે ગઢડા સ્વામી નિવાસી સ્વ. મણીલાલ ત્રિકમજી ભાયાણીના જમાઈ. ૧૨/૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૪/૧/૨૩ના શનિવાર એમ. એમ.કે. જૈન ઉપાશ્રય, જૈન મંદિર રોડ, ૪ થી ૬ વિરાર.
ઝાલાવાડી સ્થાનકવાસી વિસા શ્રીમાળી જૈન
વઢવાણ શહેર નિવાસી હાલ બોરીવલી ગં.સ્વ. દર્શનાબેન રજનીકાંત શાહ (ઉં.વ. ૬૩) તે સ્વ. રજનીકાંત જયંતિલાલ શાહ – નાથા ભવાનના ધર્મપત્ની. તે નીકેશ (પીન્ટુ), રીચીત, અ.સૌ. નીત્યા જીગરકુમાર દેસાઈ, હર્ષના માતૃશ્રી. તે સ્વ. ચીનુભાઈ, સ્વ. રમેશભાઈ, બીપીનભાઈ, પ્રકાશભાઈ, સુરેન્દ્રભાઈ, રવિન્દ્રભાઈના ભાઈના ધર્મપત્ની. તે પિયર પક્ષે સ્વ. ગીરજાબેન તથા સ્વ. રતિલાલ જેશંકર કનૈયાના દીકરી. ઐલેશભાઈ, ધીરેનભાઈ, જોલી (આશાબેન) ચંતનભાઈ ગાંધી, સૌ. જયોત્સનાબેન હરીશંકર જોષી, અ.સૌ. દેવયાનીબેન કનકરાય જોષી, મધુસુદનભાઈ, ભાસ્કરભાઈના બેન તા. ૧૨-૧-૨૩ના અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ત્વચાદાન કરેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી હાલ ગોરેગાવ, સ્વ. ચંદ્રાવતી વસંતરાય શાહના સુપુત્ર પ્રદીપ વસંતરાય શાહ (ઉં.વ. ૭૭), તે કિરણબેનના પતિ. ભાવીન અને નિશાના પિતા. સુરેશભાઈ, ધર્મેશભાઈ તથા પ્રફુલ તથા દિવ્યાબેન, પ્રવિણાબેન, સરોજબેન અને સુરેખાના ભાઈ તેમજ રાધનપુર નિવાસી માણેકલાલ જગજીવનદાસના જમાઈ, તા. ૧૦-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૪-૧-૨૩ના સવારે ૧૦ થી ૧૧.૩૦ના રોજ આર્ય સમાજ હોલ, રોડ નં. ૧૫, જવાહરનગર, ગોરેગાંવ (વેસ્ટ).
ખંભાત વિશા પોરવાડ જ્ઞાતિ જૈન
ખંભાત હાલ વિરાર રમણલાલ ઠાકોરલાલ શાહના સુપુત્ર. સ્વ. હિતેશ તથા ભાવનાબેનની દીકરી તથા ફેનીલની બેન ચિ. બિનલનું શુક્રવાર, તા. ૧૩-૧-૨૩ના રોજ અવસાન પામેલ છે. મોસાળ પક્ષે હિરાબેન જસવંતલાલ શાહ. ફઈબા શોભાબેન, પ્રેરણાબેન, હર્ષાબેન, મયુરીબેન, પલ્લવીબેનની ભત્રીજી. ઠે: રમણલાલ ઠાકોરલાલ શાહ, ડી/૧૩, શીતલ નગર, જય સ્વાગત સોસાયટી, વિરાર (વે).
ખિંમત જૈન
ખિંમત નિવાસી હાલ વિલેપાર્લે રમેશભાઇ તે સ્વ. ચંચળબેન ગગલદાસ જોગાણીના સુપુત્ર (ઉં. વ. ૭૫) તા. ૧૧-૧-૨૩ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વસુમતીબેનના પતિ. સ્વ. કનૈયાલાલ, સેવંતીભાઇ તથા વસુમતીબેનના ભાઇ. તે ચિરાગભાઇ, વિશાલભાઇ, પિનલબેન તથા જીજ્ઞાબેનના પિતા. તે રિદ્ધિકાબેન, બ્રિજેશભાઇ, રવિભાઇના સસરા. તે મલકના દાદા. તે દેવાંષી, કૃણાલ, ક્રિષા, દર્શીના નાના. તે રાધનપુર નિવાસી સ્વ. પુષ્પાબેન જયંતિલાલ શેઠના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -