જૈન મરણ
વવાણીયા હાલ ઘાટકોપર ગં. સ્વ. ચંદ્રીકાબેન અને સ્વ. પ્રવીણભાઇ પ્રાણજીવન દોશીની પુત્રી બીના (ઉં. વ. ૫૬) તા. ૯-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે શૈલેશના બેન અને ફાલ્ગુનીબેનના નણંદ. જિનલ ચિરાગકુમાર સુમારીયા અને ચી. હર્ષના ફૈબા. મોસાળ પક્ષે સ્વ. વૃજલાલ છોટાલાલ દફતરીના દોહીત્રી. નરેન્દ્રભાઇ, જયોત્સનાબેન, નવીનભાઇ, માલતીબેનના ભત્રીજી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા હાલ વિરાર રંભાબેન મુળજીભાઇ જીવણલાલ શેઠના પુત્ર ખાંતીલાલ મુળજીભાઇ શેઠ (ઉં. વ. ૭૨) તા. ૮-૧-૨૩ના અવસાન પામેલ છે. તે આશાબેનના પતિ. નમ્રતા, ભાવિકા, હાર્દિકના પિતા. પ્રાજકતા શેઠ, મિતેષકુમાર ગાંધી, જીજ્ઞેશ લોડાયાના સસરા. સ્વ. તારાબેન દલીચંદ દોશી, સ્વ. પ્રતાપભાઇ, રમણીકભાઇ, જયસુખભાઇ, વિનોદભાઇ, કિર્તીભાઇ તથા પરમ પુ. પન્યાશ હિરણ્યબોધિ વિ. મ. સંસારીભાઇ ઘાસીરામ ભૂરેલાલ ભાવસારના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
સુરેન્દ્રનગર હાલ કાંદિવલી સ્વ. પ્રતાપભાઇ શેઠના ધર્મપત્ની રંજનબેન (ઉં. વ. ૮૦) તા. ૧૦-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જશીબેન, વિમળાબેન, ઇન્દુબેન, તૃપ્તિબેન, અલકા તથા સ્વ. અરવિંદભાઇના ભાભી. સ્વ. મંજુલાબેન ચંદુલાલ શેઠના દેરાણી. તે હેમા આશિષ શાહ, પારુલ મનીષ શાહ, અમી મિતેશ મહેતા, હેમંતના માતુશ્રી. તથા શિતલના સાસુ. તે બરવાળા (ઘેલાશા)ના સ્વ. સૂરજબેન અમૃતલાલ ડેલીવાળાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડ વિસા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
લીંબડી હાલ ઘાટકોપર ભગવાનલાલ લાલચંદ ખાપુવાળા (ઉં. વ. ૯૪)ને જયંતીભાઇ, ધીરુભાઇ, ઈન્દુભાઈ, અરવિંદભાઇ, શારદાબેન, ભારતીબેનના ભાઇ. અજય, મયુર તથા પ્રીતિના પિતા. કલ્પના, પ્રિયાના સસરા. સ્મિત, અક્ષી, ફોરમ, મિનિતાના દાદા. ડુંગરશી તલકશી શાહના જમાઇ તા. ૯-૧-૨૩ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા સાદડી પ્રથા બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દિહોર હાલ ઘાટકોપર મૂળચંદ છગનલાલ શાહ (ઉં. વ. ૯૮) શનિવાર, તા. ૭ જાન્યુઆરી ૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે વિનય તથા ધીરજલાલ તથા નવલબેન રતિલાલ, પ્રભાબેન ફતેચંદ, પદમાબેન રમણીકલાલના ભાઇ. તે વનિતાબેન બીપીનકુમાર તથા રેખાબેન કિશોરકુમારના પિતા. તે હર્ષદ, સ્વ. મુકેશ, ધનેશ, પરેશ, નિલેશ, દિનેશ, કલ્પેશ, વિમલના બાપુજી. તે પિયર પક્ષે મોહનલાલ વનમાળીદાસ વાલરવાળા હાલ સુરતના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસ બિપીનકુમાર હીરાલાલ શાહ, ૧૦૨, લક્ષ્મી ભુવન, જૈન દેરાસરની સામે, સાંઘાની એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ).
પાટણ જૈન
પાટણ હાલ વરલી હરીશભાઈ પન્નાલાલ શાહના ધર્મપત્ની સૌ. નલીનીબેન (ઉં. વ. ૭૬) સોમવાર, તા. ૯-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કાંતાબેન મનહરલાલ ઝવેરી (રાજુલાવાળા)ના સુપુત્રી. સોનાલી, અમિતા અને રાહુલના માતુશ્રી. મનિષભાઈના સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઈના જયંતીલાલ શાહ (ઉં. વ. ૬૫) તા. ૯-૧-૨૩ના અવસાન પામ્યા છે. સ્વ. વાલીબેન પોપટલાલ કલ્યાણજી શાહના સુપુત્ર. સ્વ. લક્ષ્મીબેન (જીવતીબેન)ના પતિ. કલ્પેશ, મનિષા (ટીના)ના પિતાશ્રી. હિતેશના સસરા. પંક્તિ, દર્શ, મહને, માહિરાના નાના. સ્વ. લક્ષ્મી, ગોમતી, દામજી, દેવજીના ભાઈ. દિવાળીબેન રાયશી થાવર ચરલાના જમાઈ. પ્રાર્થના સમય ૨.૩૦ થી ૪. પ્રા. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ડાયમંડ ટોકિઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
ક.દ.ઓ. જૈન
ગામ રાપર હાલ ડોંબિવલી દિનેશ હિરજી લોડાયા (ઉં. વ. ૫૩) સોમવાર, તા. ૯-૧-૨૩ના અવસાન પામેલ છે. તે ખેતબાઈ હિરજી લોડાયાના પુત્ર અને લક્ષ્મીબેન નવિનચંદ્ર મોતાના જમાઈ. પ્રાર્થના તા. ૧૧-૧-૨૩ને બુધવારના ૪ થી ૫. સ્થળ: શ્રી સુવિધિનાથ જૈન દેરાસર, માનપાડા રોડ, ડોંબિવલી ઈસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા આસંબીઆના ઉમેદચંદ ગડા (ઉં.વ. ૮૦) ૮-૧-૨૩ના અવસાન પામેલ છે. મણીબેન ચાંપશી ઉકેડાના પુત્ર. જયેન્દ્રાના પતિ. રાજીવ, ચેતનના પિતા. દેશલપુર રંજન કીરણ વીસરીઆના ભાઇ. વેલબાઇ લક્ષ્મીચંદ હીરજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચેતન, ૧૧૦૧, સોલીટેર ટાવર, મુગબાટ ક્રોસ લેન, ઠાકુર દ્વાર, ચર્નીરોડ-૪.
મોટા આસંબીયાના નીતિન મગનલાલ સાવલા (ઉં.વ. ૭૧), તા. ૮-૧-૨૩ના અવસાન પામેલ છે. પ્રભાબેન મગનલાલ માડણના પુત્ર. અમૃતાના પતિ. ફરાદીના પાનબાઇ જીવરાજ ગાલાના જમાઇ. મિતા, ઉર્મિ, હર્ષના પિતા. પ્રવીણાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રભાવતી સાવલા, ૨૦૨, રાજ નિકેતન નડિયાદવાલા કોલોની-૧, મલાડ વેસ્ટ.
કોડાયના પ્રવીણ લખમશી લાલન (ઉં.વ. ૬૭) તા. ૮/૧/૨૩ના અવસાન પામેલ છે. મૃદુલાના પતિ. હર્ષલના પિતા. મા. ખેતબાઇ લખમશી પુનશીના પુત્ર. શીવજી, તેજબાઇ, પોપટ, અમૃત, અરવિંદના ભાઇ. કાંડાગરા મા. નાનબાઇ રવજી લધાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રવીણ એલ. લાલન, મિસ્ત્રી બિલ્ડીંગ નં. ૨, રૂ.નં. ૧૪, જેરબાઇ વાડીયા રોડ, પરેલ, મું. ૧૨.
બારોઇના માતુશ્રી ભારતીબેન (ઉર્ફે હેમકુંવરબેન) કેનિયા (ઉં.વ. ૭૭) તા. ૯-૧-૨૩ના ૧ દિવસના અનશન કરી કચ્છમાં દેવલોક પામ્યા છે. તલકશીના પત્ની. વેજબાઇ શામજી તેજશીના પુત્રવધૂ. ભાવના, મીના, અતુલ, હર્ષાના માતુશ્રી. ગુંદાલા પાનબાઇ મોરારજી દેવજીના સુપુત્રી. કિરીટના બહેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે. અતુલ કેનિયા, એઆરએ-૧૮, વર્ધમાન નગર, ભુજ અંજાર હાઇવે, ભુજ, કચ્છ – ૩૭૦૦૨૦.
નવિનાળ હાલે નાગપુરના મોરારજી ભાણજી વોરા (ઉં.વ. ૮૦), તા. ૬/૧/૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી મઠાબેન ભાણજીના સુપુત્ર. રમીલાના પતિ. હિના, હિતેશના પિતા. પ્રેમીલા, શોભા, પ્રભા, ભારતી, ભાવનાના ભાઇ. સમાઘોઘા માતુશ્રી કસ્તુરબેન રામજી ભાણજીના જમાઇ. મુંબઇમાં પ્રાર્થના રાખેલ નથી. હિતેશ વોરા: યશવંત કોમ્પલેક્ષ, લકડગંજ, નાગપુર-૪૦૦૨૧.
કચ્છી ગુર્જર જૈન
કચ્છ મુન્દ્રા માંડવી નિવાસી યશવંતલાલ સંઘવી (ઉં.વ. ૮૩) ૭/૧/૨૩ના અરિહંતશરણ થયા છે. માતૃશ્રી સ્વ. ચંચલબેન ધનજી મોરારજીના સુપુત્ર. સ્વ. લીલાબેનના પતિ. નીતાબેન ચેતન, કેતકીબેન નિખિલ, નિશા, ધવલના પિતાશ્રી. યશવી, તરંગ, યશના નાના. ભુજપુરના સ્વ. લક્ષ્મીબેન માણેકચંદ શાહના જમાઈ. ઠે. અનું ગાછાની શેરી, માંડવી, કચ્છ.૩૭૦૪૬૫.
દશા શ્રીમાળી સ્થા. જૈન
વાંકાનેર નિવાસી હાલ બોરીવલી સ્વ. ભાનુબેન મનુભાઇ શાહના પુત્ર દેવેશભાઈ (ઉં.વ. ૬૯) તા. ૮/૧/૨૩ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે ભાવનાબેનના પતિ. શ્રેયાંશ તથા શ્રેણીક- અ.સૌ. રિધ્ધિના પિતા. પરેશ તથા દિવ્યા નીતિનકુમાર દોશીના ભાઈ. કેતન સોભાગચંદ અમીચંદ શાહ, કૌશીક તથા સાધનાબેન કમલેશ કુમારના બનેવી. પ્રાર્થનાસભા: તા. ૧૨/૧/૨૩, ગુરુવાર, સમય: ૪ થી ૫.૩૦ વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, સર્વોદય હોલ, એલ ટી રોડ, બોરીવલી વેસ્ટ.
પાટણ સાલવી જૈન
પાટણ નિવાસી હાલ ભાયંદર મધુસુદનભાઈ ગોપાલદાસ સાલવીના ધર્મપત્ની શ્રધ્ધાબેન (ઉં.વ. ૭૧) તે ઉન્મયભાઈ, શ્રુતિબેનના માતુશ્રી. નિકિતાબેન, રાહુલ કુમારના સાસુજી. નમ્ય તથા રૂમીના બા. ઓલપાડ નિવાસી સ્વ. છગનજી ભિમાજી શાહની દીકરી રવિવાર, ૮/૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પ્રભાસ પાટણ વિશા ઓશવાળ જૈન
પ્રભાસ પાટણ નિવાસી હાલ મુંબઈ ગં.સ્વ. કાંતાબેન શાહ (ઉં.વ. ૮૭) તે ૭/૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રસિકલાલ નથુભાઈના ધર્મપત્ની. ભરત, હરીશ, રાગિણી, આરતીના માતુશ્રી. આશા, લીના, જયેશભાઈ, ઉદયભાઈના સાસુ. પિયરપક્ષે વેરાવળ નિવાસી સ્વ. રતિલાલ પાનાચંદના પુત્રી. સ્વ. રસિકભાઈ, સ્વ. હરકિશનભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઈ, નલીનભાઇ, સ્વ. ધીરજબેન, સ્વ. રંજનબેન, સ્વ. લતાબેનના બહેન. લૌકિક વ્યવહાર
બંધ છે.
ઝાલાવાડી દશા શ્રી માળી સ્થા. જૈન
જાળીલા નિવાસી હાલ બોરીવલી, સ્વ. ચંપકલાલ હરીલાલ સોમાણીના ધર્મપત્ની જશુબેન (ઉં.વ. ૮૩) તા. ૯-૧-૨૩ને સોમવારના અરિહંતશરણ થયેલ છે. તે પ્રદીપ- હેમા, કૌશિક -શીતલ, જ્યોતિ હર્ષદભાઇ, દક્ષા હિતેશભાઇ, મીના નીરજ કુમાર, પારુલ ભાવેશકુમારના માતૃશ્રી. તે શાંતિભાઈ, મહેન્દ્રભાઇ, હસુબેન લલીતકુમાર, ઉર્મિલાબેન મહેન્દ્રકુમારના ભાભી. તે સ્વ. ધીરજલાલ શિવલાલ શાહ, સ્વ. પ્રભાબેન સ્વ. ઉષાબેન, વીણાબેનનાં બહેન. તે હિનલ જય, ભવ્ય સ્મિત, જીમિત, સ્મૃતિ, આકર્ષ, મિહિર તથા મૈત્રીના દાદી. પ્રાર્થનાસભા તા. ૧૨-૧-૨૩ ને ગુરુવારના સવારના ૧૦ થી ૧૧ શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંધ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નૂતન સાડત્રીસ વિશા શ્રીમાળી જૈન
ઝીંઝુવાડા નિવાસી હાલ બોરીવલી સ્વ. સુભદ્રાબેન નરોત્તમભાઈ શાહના પુત્ર પ્રકાશચંદ્ર (ઉં.વ. ૬૭) તે ૯/૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. મીનાબેનના પતિ. પ્રશાંત વિવેકના પિતા. કવિતા, રીમાના સસરા. સ્વ. મુકેશ, ભદ્રેશ, પંકજ, દીના નીતાના ભાઈ. સ્વ. નંદુબેન બળવંતરાય પીપરોડિયાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
કાળધર્મ
શાસનસમ્રાટ અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના સમુદાયના તપચક્ર ચક્રવર્તી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના પટ્ટધર સાહિત્ય દિવાકર અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના આજ્ઞાવર્તીની પ.પૂ. સાધ્વીશ્રી પુણ્યોદયશ્રીજી મ.સા.ના શિષ્યા ‘પ.પૂ.સાધ્વી શ્રી જયગુણાશ્રીજી મ.સા.’ ૭૩ વર્ષની ઉંમરે ૫૬ વર્ષનું દીક્ષા પર્યાય પાળી શ્રી જીરાવલ્લા દાદાની છત્રછાયામાં ઘાટકોપર મુંબઇ મધ્યે નવકાર મહામંત્રનું સ્મરણ કરતા કરતા સમાધિપર્વૂક મંગળવાર, તા. ૧૦-૧-૨૩ના બપોરે ૧.૫૫ વાગ્યે કાળધર્મ પામ્યા છે. તે સંસાર પક્ષે માતુશ્રી સુંદરબેન મેઘજી વેલજી બુરીચા કચ્છ ગામ નાગલપુરવાલાની સુપુત્રી થાય. પરમ કૃપાળુ પરમાત્મા પુજ્યશ્રીના આત્માને પરમ શાંતિ આપી શીઘ્ર ગતિએ મોક્ષગામી બનાવે એજ અભ્યર્થના. લિ. શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિપક્ષ) શ્ર્વે.જૈન સંઘના ટ્રસ્ટીઓ, અધિકારીઓ, વ્યવસ્થાપક સમિતિ, પ.પૂ.સાધુ-સાધ્વીજી ભગવંત વૈયાવચ્છ સમિતિ-સમૂહ વર્ષીતપ પારણા સમિતિ – કર્મચારી ગણ. તા.ક. પૂજ્યશ્રીની માંડણી આજ રોજ બુધવાર, તા. ૧૧-૧-૨૩ના સવારે ૧૦.૦૦ વાગ્યે, સવારે ૮ વાગ્યે દર્શન અને ૧૦ વાગ્યા સુધી ચડાવા થશે.