રાજકોટ હાલ ભાયંદર સ્વ. રમણીકલાલ મનોરદાસ વોરાના સુપુત્ર ચંદ્રકાન્ત રમણીકલાલ વોરા (ઉં. વ. ૬૮) તા. ૪ જાન્યુઆરી ૨૦૨૩ના બુધવારે અવસાન થયું છે. તે મીનાબેનના પતિ. કિરણ સમિત શાહ, શ્ર્વેતા પ્રતિક શાહ, અવિનાશ ચંદ્રકાન્ત વોરાના પિતા. સ્વ. યશવંતરાય રમણીકલાલ વોરા, મંજુબેન ચંદ્રકાન્ત શાહ, પુષ્પાબેન ચંદુલાલ શાહના ભાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ સુવઈના મણશી લાલજી ફરીયા (ઉં.વ. ૭૧) મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. તે સ્વ. ધનીબેન લાલજી થોભણ ફરીયાના પુત્ર. દિવાળીબેનના ભાઈ. ગોમતીબેનના પતિ. જીતેન્દ્ર, હેમલતા, જીગ્નેશ, નિશાના પિતાશ્રી. અમીતા, મિનાક્ષી, ભરત, જીગરના સસરા. સ્વ. ભચીબેન રાણા ગાગંજી શાહના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૦-૧-૨૩, મંગળવારના ૧૦.૩૦ થી ૧૨. પ્રાર્થના સ્થળ: ટીપ ટોપ પ્લાઝા, એલ. બી. એસ. રોડ, થાણા વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
વંથલી સોરઠ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ભોગીલાલ તારાચંદ સંઘવીના ધર્મપત્ની હસુમતીબેન (ઉં.વ. ૮૪) તે ડો. રજનીકાંત-હેમા, હેમંત-દીના, રોહિત- સ્વ. માધવીના માતુશ્રી. ડો. નેહલ-ડો. મેહુલ, ધવલ-ડો. મનાલી, સાહિલ-વિનીતા, સુજય-વિકતી, દર્શીલના દાદી. માયરા, આદિત, પનાયશાના પરદાદી. પિયર પક્ષે સ્વ. ગુલાબબેન ન્યાલચંદ પારેખના દિકરી. કુસુમબેન-જશુભાઈ, સ્વ. ડો. સરલાબેન- સ્વ. પિયુષભાઈ, ધિરેન્દ્ર – કોકીલાબેન, ડો. જયંત – ડો. અરૂણાબેનના બહેન તા. ૭-૧-૨૩, શનિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સુરત વિશા ઓસવાલ મૂર્તિપૂજક જ્ઞાતિ જૈન
શ્રીમતી દેવીના ચોકસી (ઉં.વ. ૬૯) શુક્રવાર, તા. ૬-૧-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે કિરણભાઈ અમરચંદ ચોકસીના પત્ની. અભિષેકના માતુશ્રી. સુનિલભાઈના ભાભી. સ્વ. કુસુમબેન તેમજ સ્વ. રતિલાલ રામચંદ દોશીના દીકરી. હીરાબેન, ચંદ્રિકાબેન, સ્વ. ઈન્દુબેન, સુર્યાબેન, સ્વ. પુનમબેન, સ્વ. પ્રવીણભાઈ, ભરતભાઈના બેેન. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી હરસોલ સત્તાવીસ વિશા શ્રીમાળી જૈન
મોહનપુર નિવાસી (હાલ મલાડ) હસમુખલાલ કેશવલાલ ગાંધી(ઉં. વ. ૭૭), મંજુલાબેનના પતિ તથા પરેશભાઈ (રાજુલબેન), સોનલબેન જગદીશકુમાર, શિલ્પાબેન અભયકુમાર, હેમાલીબેન જીતેન્દ્રકુમારના પિતા તથા સ્વ. રસિકભાઈ, (ગં.સ્વ.શાતાબેન), ધીરજભાઈ (પ્રવિણાબેન), ગુણવંતભાઈ (લીનાબેન -સ્વ. અંજનાબેન), સ્વ. જગદીશભાઈ, સ્વ.રસિલાબેન – સ્વ. હિનાબેન, સ્વ. સવિતાબેન રમણલાલ – સ્વ. લીલાબેન બાબુલાલ – સ્વ. શારદાબેન શાંતિલાલ, સ્વ. શાંતાબેન- શકુંતલાબેન મોહનલાલ, ઇન્દુમતીબેન બાબુલાલના ભાઈ તથા સ્વ. ભાનુમતીબેન ચુનીલાલ મનસુખલાલ શાહના જમાઈ તા. ૮-૧-૨૩ રવિવારના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
તોરી રામપુર નિવાસી (બિલાસપુર વાળા) હાલ ચેમ્બુર સ્વ. જયાબેન રમણીકલાલ મેઘાણીના મોટા પુત્ર વિનોદભાઈ (ઉં.વ. ૭૭) તે સરલાબેન અરૂણભાઈ લાખાણી, ભાવનાબેન પ્રફુલ્લભાઈ કામદાર, સુધાબેન જયોતિન્દ્રભાઈ શાહ, રાજેશભાઈ, અજયભાઈ મેઘાણીના મોટા ભાઈ તા. ૭-૧-૨૩, શનિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ટાણા હાલ સાયન સ્વ. રમણીકલાલ તારાચંદ સંઘવીના ધર્મપત્ની હંસાબેન (ઉં. વ. ૮૩) શનિવાર, તા. ૭-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે શૈલેશ, હેમંત, કિરણ, નયના પ્રમોદકુમાર, મિનલ પરેશકુમારના માતા. ભારતી, બીના, હિનાના સાસુ. તે સેજલ કેયુર, ધૃતિ અલ્પેશકુમાર, ઇશા કુનાલ કુમાર, આશવી રાજ, અક્ષય, રિયા, ઇશા ચિંતન, ચાર્મી, મહેક, સિયા, રેહાન, આન્યાના દાદી. પિયરપક્ષ જસરાજ ગીરધરલાલ, શાંતિલાલ ગીરધરલાલ, નવાગામ બડેલીવાળાના દિકરી. માતૃવંદના બુધવાર, તા. ૧૧-૧-૨૩ના સવારે ૯.૩૦થી ૧૧.૩૦. ઠે. રવજી જીવરાજ બેન્કવેટ હોલ, એસ. એન. ડી. ટી. કોલેજ, રફી અહમદ કીડવાઇ રોડ, માટુંગા, મુંબઇ-૧૯. ત્વચા દાન
કરેલ છે.
રાયદેશ દશા હુમડ દિ. જૈન
સાબલી નિવાસી પ્રવિણચંદ્ર નાથાલાલ શાહ (ઉં. વ. ૭૯) હાલ ભાયંદર રવિવાર, તા. ૮-૧-૨૩ના દેહપરિવર્તન થયેલ છે. મંગળવાર, તા. ૧૦-૧-૨૩ના પ્રાર્થનાસભા સવારે ૮.૪૫થી ૧૧.૩૦. તે મંજુલાબેનના પતિ. મનીષ, નીતા, રીટા, સીમાના પિતા. જાગૃતિ, પંકજકુમાર, ભાવેશકુમાર, રાકેશકુમારના સસરા. તે ધ્રુવ, યશવીના દાદા. પ્રાર્થનાસભા: સુમિત એપાર્ટમેન્ટ, ૯૦ ફીટ રોડ, સુપાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન ચૈત્યાલય પાસે, ભાયંદર (વેસ્ટ), પિયર પક્ષની પ્રાર્થનાસભા તે જ સમય અને સ્થળે રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
રોહા કોટડાવાળા હાલ મુલુંડ મેહુલકુમાર મનસુખલાલ રાજગોર (ઉં. વ. ૪૫), તે હિતેશભાઈ તથા નીતાબેનના ભાઈ. ધારુલ (ટીનુ)ના પતિ. ધ્રુવના પિતા. વલ્લભીપુરવાળા સરોજબેન રસિકલાલ રમણીકલાલના જમાઈ. પારુલ નિમેશ ભનસાલીના બનેવી રવિવાર તા. ૮/૧/૨૩ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા બુધવાર તા. ૧૧/૧/૨૩ના ૪ થી ૬. સ્થળ: ગોપુરમ હોલ ડો. આર.પી.રોડ જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઘોઘારી દશા શ્રીમાળી સ્થા. જૈન
ભડી ભંડારીયા નિવાસી હાલ દિલ્હી સ્વ. હીરાબેન રતિલાલ હરિચંદ પારેખના પુત્ર હરેશભાઈ (ઉં. વ. ૭૧) તે નવનીતભાઈ, સ્વ.હર્ષદભાઈ, ધનેશભાઈ, ગં. સ્વ નિરંજના પ્રતાપરાય મહેતા, નયના કિશોર ખોખાણીના ભાઈ. તરલા , દક્ષા, હર્ષદાના દિયર, તળાજા નિવાસી સ્વ. આણંદજી અમૃતલાલ ભગતના ભાણેજ. નિમિષ, વિરલ, કિંજલ, ગૌરવના કાકા. ૬/૧/૨૩ ના વસઈ મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વલ્લભીપુર નિવાસી હાલ અમદાવાદ જસાણી ધીરજલાલ જગજીવનદાસ (ઉં. વ. ૭૫) તે સ્વ.વિમળાબેનના પતિ. ગાધકડા નિવાસી હાલ બોરીવલી જયંતીલાલ પાનાચંદના જમાઈ. અનુભાઈ, પ્રતાપભાઈ, ચંદુભાઈ, કિશોરભાઈ, સ્વ.પ્રવીણભાઈ, જયશ્રી જયેશકુમાર, પ્રીતિ આશિષકુમારના બનેવી. અમદાવાદ મુકામે ૮/૧/૨૩ના અવસાન પામેલ છે . સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ડોણના ધનવિર પરેશ છેડા, (ઉં. વ. ૩૩) તા. ૭-૦૧-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી ચંચળબેન ભવાનજી મુરજી છેડાના પૌત્ર. જ્યોતિ પરેશ છેડાના સુપુત્ર. નિલમ, જીનલ, અમિતના ભાઇ. બાડાના માતુશ્રી દેવકાબેન કુંવરજી વેલજીના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : જ્યોતી છેડા, એ-૨૦૬, હેમનગર, કો.ઓ.પ. સોસાયટી, અંબાવાડી, તુલીંજ, નાલાસોપારા (ઇ.) ૪૦૧૨૦૯.
સાડાઉના બા.બ્ર. પુરબાઇ ગાલા (ઉં. વ. ૭૯) ૪/૧ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. હીરબાઇ વીરજી જેવતના સુપુત્રી. સ્વ. કેસર, સ્વ. માવજી, સ્વ. દેવકાં, જેન્તી, શાંતીના બેન. પ્રાગપુરના મોંઘીબાઇ રવજી પાસુના દોહિત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. મણીલાલ માવજી, ૩૦૪ ગુરૂ માઉલી, બાલ ભવનની બાજુમાં, રામનગર, ડોંબિવલી (ઇ.).
કોડાયના હેમલતા (હીરબાઇ) વીશનજી ગાલા (ઉં. વ. ૮૬) તા. ૭-૧ના માંદગીથી અવસાન પામેલ છે. ભમીબાઇ માલશી મોણશીના પુત્રવધૂ. વીશનજીના પત્ની. ચંપક, વિનોદ સ્વ. કલ્પનાના માતા. મણીબેન રવજીના પુત્રી. ગેલડા કસ્તુરબેન લાલજી કુંવરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચંપક ગાલા, બી /૨૦૩, તુલેજશ્ર્વરી હીલ, આંબાવાડી, શાદી ડોટકોમ મેરેજ હોલની સામે, નાલાસોપારા (ઇ.) ૪૦૧૨૦૯.
લાખાપુરના મનીષ શેઠીયા, (ઉં. વ. ૫૫) તા. ૮.૧.૨૩ના અવસાન પામેલ છે. સ્વ. જશવંતી તલકશીના પુત્ર. સોનલના પતિ. વૈભવના પિતા. અશ્ર્વિન, પિયુષના મોટા ભાઇ. લાખાપુરના સ્વ. લક્ષ્મીબેન ઉત્તમચંદ ભાણજી છેડા, ભોરારાના વિમળા જયંતીલાલ ગોગરીના જમાઇ. પ્રા.: શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, આજે બપોરે ૨ થી ૩.૩૦. નિ. સોનલ શાહ, એ૫-૨૧, મહાવીર નગર, માનપાડા રોડ, ડોંબિવલી-૪૨૧૨૦૧.
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સિહોર નિવાસી હાલ મુલુંડ સ્વ. લલિતાબેન ખાંતિલાલ શાહના સુપુત્ર હર્ષદભાઈના ધર્મપત્ની અ. સૌ સ્મિતાબેન (ઉં. વ. ૬૫) ૦૪/૦૧/૨૩ બુધવારના અરિહંત શરણ પામેલ છે. તે તારાબેન હસમુખભાઈના દેરાણી. લતાબેન મહેશભાઈ, ભાવનાબેન તરુણભાઈના જેઠાણી તેમજ ભારતીબેન ભરતભાઈ શેઠના ભાભી. મેહુલ, વિરલના માતુશ્રી. પ્રજ્ઞા, ડિમ્પલના સાસુ. પિયર પક્ષે પાટણ નિવાસી સ્વ. શશીકાંત ભગવાનદાસ ઝવેરીની સુપુત્રી, લૌકિક વ્યવહાર બંધ છે.