જૈન મરણ
ઝા. સ્થા.દશા શ્રીમાળી જૈન
સુદામડા હાલ ઘાટકોપર સ્વ.જયંતિલાલ સુખલાલ તુરખીયાના ધર્મપત્ની ગં. સ્વ. દયાબેન (ઉં. વ. ૯૫) બુધવાર, તા. ૪-૧-૨૩ના ધરમપુર મુકામે અરિહંતશરણ પામેલ છે. તે અશ્ર્વિનભાઇ, નલિનીબહેન અનિરુદ્ધ, સરયુબેન ધીરજલાલ, સ્વ. ભાવનાબેન (કોકી) જીતેન્દ્રભાઇ, હર્ષદાબેન હર્ષદભાઇ, ચેતનાબેન દિપકભાઇના માતુશ્રી. તે અ. સૌ. જાગૃતિબેનના સાસુ. ચિ. વિવેક-રૂપલ, નમ્રતા કિંજલભાઇના દાદી. તે સ્વ. રસીકભાઇ, સ્વ. ત્રિલોકચંદ્રભાઇ, સ્વ. બકુલચંદ્રભાઇ અને સ્વ. શાંતાબેન મગનલાલ સંઘવીના ભાભી. તે પિયર પક્ષે થાનગઢ નિવાસી ગુલાબચંદ ઉજમશી ગાંધીના દિકરી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા. ઠે. પારસધામ, ઘાટકોપર (પૂર્વ). તા. ૯-૧-૨૩ સાંજે ૪થી ૫.૩૦. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
પુનડીના મહેન્દ્ર છેડા (ઉં. વ. ૬૦) તા. ૫-૧-૨૩ના અવસાન પામેલ છે. રતનબેન દેવજીના સુપુત્ર. દક્ષાબેનના પતિ. હિનલ, અનેરીના પિતા. કાંતિલાલ, પ્રેમચંદ, મણીલાલ, મનસુખ, વિજય, તારા હરખચંદ રામજી, લતા મણીલાલ પ્રેમજીના ભાઇ. ભોજાય લક્ષ્મીબેન હીરજી ભુલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ૨૦૩, હરિ ઓમ આશિક, લિબર્ટી ગાર્ડન રોડ-૩, મલાડ (વેસ્ટ).
દેરાવાસી જૈન
મહેસાણા હાલ મુંબઇ પાર્લા નીતિનભાઇ શશીકાંત મોહનલાલ ભાંખરીયા (ઉં. વ.૬૪) શનિવાર, તા. ૭-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જીગીષાના પતિ. ભવ્યના પિતા. મૈત્રીના સસરા. યોગેશ, ભરત, અતુલ, રેણુકા અને પૂર્ણિમાના ભાઇ તથા અનીશભાઇ વ્રજલાલ વલીયાના વેવાઇ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૮-૧-૨૩ના સાંજે ૪થી ૬. ઠે. સરદાર પટેલ બાગ, (કાકુભાઇ હોલ) પાર્લેશ્ર્વર રોડ, રેલવે સ્ટેશનની સામે વિલેપાર્લે (ઇસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઇના પ્રેમજીભાઇ ચરલા (ઉં.વ. ૮૧) તા. ૫-૧-૨૩ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. તે અરઘાબેન કાનજી અજા ચરલાના સુપુત્ર. ઇન્દુબેનના પતિ. ચંપક, અનિલ, વર્ષાના પિતા. રાજુલ રેખા, અરવિંદના સસરા. સન્ની, કરણ, નિકેશ, દર્શિકના દાદા. લાકડિયાના સ્વ. સોનાબેન રામજી લધા શાહના જમાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૯-૧-૨૩ના ૧૦થી ૧૧.૩૦. ઠે. પરમ કેશવ બાગ, ઘાટકોપર (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
રાણપુર હાલ સાયન સૂરજબેન મુળજીભાઇ કામદારના સુપુત્ર રોહિતભાઇ (ઉં. વ. ૬૯) તે પ્રફુલ્લાબહેનના પતિ. નીતિ સાહિર દીશા જેનિશના પિતા. ન્યાલભાઇ, મનહરભાઇ, જયાબેન પ્રમિલાબેન લતાબેન રંજનબેન વિભાબેન ભારતીબેનના ભાઇ. સુશીલાબેન કાંતિભાઇ વોરાના જમાઇ. અતુલ રેખા જયોતિ લતા ગીતાના બનેવી તા. ૬-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
૧૦૮ વિશા શ્રીમાળી જૈન
રમેશચંદ્ર પોપટલાલ શાહ (ઉં.વ. ૮૦) ગામ અંબલા મહેસાણા, તા. ૭-૧-૨૩ના અંતિમ શરણ પામેલ છે. તે સુશીલાબેનના પતિ. વિનીત, તેજલ, કેતકીના પિતા. રાજશ્રીબેન, પ્રકાશકુમાર, જતિનકુમારના સસરા. મૌક્ષા, ક્રિશ્ર્માના દાદા. બુધાભાઇ, વિનોદભાઇ, ભરતભાઇ, કલાવતીબેન, પદમાબેન, સુમિત્રાબેન, ચંદ્રાબેન, હસુમતિબેનના ભાઇ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
રાણપુર નિવાસી હાલ સાયન, સૂજબેન મુલજીભાઈ કામદારના સુપુત્ર રોહિતભાઈ (ઉં.વ. ૬૯) તે પ્રફુલ્લાબેનના પતિ. નીતિ સાહિર, દીશા જેનીશના પિતા. ન્યાલભાઈ, મનહરભાઈ, જયાબેન, પ્રમિલાબેન, લતાબેન, રંજનબેન, વિભાબેન, ભારતીબેનના ભાઈ. સુશીલાબેન કાંતિભાઈ વોરાના જમાઈ. અતુલ, રેખા, જ્યોતિ, લતા, ગીતાના બનેવી, તા. ૬-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા ઓશવાલ જૈન
જામનગર નિવાસી હાલ મુંબઈ, સ્વ. નવિનચંદ્ર છગનલાલ જવેરીના ધર્મપત્ની માનવંતીબેન (મંજુબેન) (ઉં.વ. ૮૪) તે સ્વ. પરેશભાઈ, સંજીવભાઈ, નીનાબેન, મનીશભાઈના માતુશ્રી. તે નીતિનકુમાર જયંતીલાલ વોરા, હેમાંગીનીબેન, સ્મીતાબેન અને ડીમ્પલબેનના સાસુ. તે દર્શન-મોના, ડો. મીતુલ, મંથન, વિધી – સનીલકુમાર અને દિશાંતના દાદી. હિતેન, દીપ્તિના નાની. તે જીનાયાના પરદાદી. તે જામનગર નિવાસી હાલ કોઇમ્બતુર સ્વ. વલ્લભદાસ અમરચંદ શાહના સુપુત્રી તે શુક્રવાર, તા. ૬/૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
રામપુરા (વઢવાણ) નિવાસી હાલ કાંદિવલી સ્વ. મંછાબેન મંગળજીભાઈ શાહના પુત્ર હસમુખલાલ (ઉં.વ. ૮૧) તા. ૬-૧-૨૩ ને શુક્રવારના અરીહંતશરણ થયેલ છે. તે લતાબેન (લીલીબેન)ના પતિ. તે સ્વ. લીલીબેન (પુષ્પાબેન) છબીલદાસ સંઘવી, સ્વ. ત્રંબકલાલ, સ્વ. વસંતલાલ તથા પ્રવિણચંદ્રના ભાઈ. કલ્પેશ તથા સુહાસના પિતાશ્રી. પાયલ તથા બિંદુના સસરા. નાગનેશ નિવાસી મણીલાલ ઓઘડભાઈ શાહના જમાઈ. મનન તથા આદિના દાદા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ સ્વ. પ્રભુલાલ ગફલભાઈ શેઠના સુપુત્ર શ્રી મધુકર શેઠ (ઉં.વ. ૭૩) તા. ૬-૧-૨૩ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે માલતીબેનના પતિ તથા લીના સમીર મહેતા, નીપા દિવ્યેશ પારેખ, ખ્યાતિ નિશીથ સંઘવીના પિતાશ્રી. મહેન્દ્રભાઈ, રાજનીકાંતભાઈ, જયેશભાઈના ભાઈ તથા અવીચળ વલમજી મેહતાના જમાઈ. પિતૃવંદના તા. ૯/૧/૨૩ સોમવારના કનકશ્રી હોલ, અશોકનગર, કાંદિવલી ઈસ્ટ, સવારે ૯:૩૦ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા સ્થાનકવાસી જૈન
વઢવાણ નિવાસી હાલ મીરા રોડ નરેન્દ્રભાઈ નારણદાસ સુખલાલ ચુડગર (ઉં.વ. ૭૯) તા. ૫-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નલીનીબેનના પતિ. સૌરભ, દર્શન, મીલોનીના પિતા. અભિતા, અમી, વિરલભાઈ દોશીના સસરા. સ્વ. વિમળાબેન, સ્વ. જયંતભાઈ, ગુણવંતીબેન, જીતેન્દ્રભાઈના ભાઈ. નાથાભવનવાળા રમણીકલાલ દિપચંદભાઈ શાહના જમાઈ. પ્રાર્થના, લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી દશા શ્રી. સ્થા.જૈન
લીંબડી નિવાસી હાલ માટુંગા, ગં.સ્વ. નિરંજનાબેન ભુપેન્દ્રભાઈ શેઠના પુત્રવધૂ અ.સૌ. જાગૃતિબેન (ઉં.વ. ૫૫) તે સુનીલભાઈ શેઠના ધર્મપત્ની. તે પ્રિયંકા અને જૈનમના માતુશ્રી. તે અ.સૌ. ફોરમ જતિન શેઠના જેઠાણી. તે ધન્વીના મોટા મમ્મી, તે અમરેલી નિવાસી સ્વ. રસિકલાલ ભાઈલાલ સંઘવીના દીકરી, તા. ૬-૧-૨૩ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા ઓશવાળ જૈન
મહુવા નિવાસી હાલ ઘાટકોપર રમણીકલાલ શંકરલાલના પુત્રી ઉષાબેન (ઉં.વ. ૬૨) તા. ૫/૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. જ્યોતિબેન, રેખાબેન, નીતાબેનના બેન. સ્વ. પૂનમચંદ નાગરદાસ શાહ, કમલેશ ન્યાલચંદ શાહના સાળી. મોસાળ પક્ષ જગજીવન ભીખાભાઇ વલ્લભીપુરના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૩/એ શંખેશ્ર્વર એપાર્ટમેન્ટ, ૩૬ સેનિટોરિમ લેન, મોતી બાગ, ઘાટકોપર (વેસ્ટ).
દશા રાધનપરા જૈન
ભાવનગર નિવાસી હાલ મુલુંડ રાજેન્દ્ર જયસુખલાલ શાહના ધર્મપત્ની અ.સૌ. ભારતીબેન (ઉં.વ. ૬૮) તા. ૬-૧-૨૩, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે પ્રિતેશ તથા સ્નેહાના માતુશ્રી. ભુમીકા તથા રજતભાઈ ગાંધીના સાસુ. દેવમ તથા સિદ્ધાર્થના દાદી. પિયરપક્ષે જેતપુર નિવાસી સ્વ. મનસુખલાલ પોપટલાલ વસાના સુપુત્રી. તે ચારૂબેન હરેશભાઈ મહેતા, જાગૃતી કેતનભાઈ મારફતીયા, કામીની મનીષભાઈ ધોળકીયા, પંકજ ખાંતીલાલ શાહના ભાભી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ગોવિંદપુર નિવાસી હાલ બોરિવલી – સ્વ. ફુલચંદ પાનાચંદ ઘાટલીયાના સુપુત્ર, શ્રી વૃજલાલભાઈ (ઉં.વ. ૭૮), તે સ્વ. મંજુલાબેનના પતિ. ચિ. દુષ્યંત, વિશાલના પિતા. તે સ્વ. બાવચંદભાઈ, બળવંતભાઈ, છોટાલાલભાઈ, લીલીબેન, સ્વ. ઈન્દુબેન, મંજુલાબેન, શારદાબેનના ભાઈ. તે શ્ર્વસુરપક્ષે સ્વ. રતિલાલ જગન્નાથ સંઘાણીના જમાઈ. તે ચિ. પૃથ્વીના દાદા શુક્રવાર, તા. ૬-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. – એ. ૪૦૨, યોગીનગર, યોગી પેલેસ, બોરીવલી-વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થા. જૈન
સુદામડા (સુરેન્દ્રનગર) નિવાસ હાલ ઘાટકોપર સ્વ. પુષ્પાબેન શાંતિલાલ ગોસલીયાના પુત્રવધૂ પ્રવિણાબેન (ઉં.વ. ૭૭). તા. ૬-૧-૨૩ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. સતિષભાઈના પત્ની. કુલીનના માતુશ્રી. હેતલના સાસુ. જૈનિલના દાદી. જયપ્રકાશભાઈ, સુધીરભાઈના ભાભી તથા સરધાર નિવાસી વ્રજલાલ મુલચંદ દોશીની દીકરી (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).