જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી મુ. પૂ. જૈન
વડોદ નિવાસી હાલ મીરા રોડ ગં. સ્વ. કમળાબેન ગીરધરલાલ ઓધવજી કુવાડીયાના પુત્ર પ્રવિણભાઈ (ઉં.વ. ૭૯) ગુરુવાર, તા. ૯-૩-૨૩ના નાંણદેવીમાં શરણમ્ પામેલ છે. તે ગીતાબેનના પતિ. બાદલ, ભૂમિકા, પૂર્વીલના પિતાશ્રી. સ્વ. સૂર્યકાન્ત, વિનોદ, દિપક, ટિકેશ, સ્મિતા ભરતકુમારના ભાઈ. સ્વ. પ્રતિમા, વીણા, હર્ષા, રેખાના જેઠ. સ્વ. સવિતા રમણીકલાલ ખંધારના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
લુણીના મનસુખ ઉમરશી દેઢિયા (ઉં. વ. ૫૬) તા. ૮.૩.૨૩ના અવસાન પામેલ છે. રતનબેન ઉમરશી મોનાના પુત્ર. તરૂણાના પતિ. માનસીના પિતા. દામજી, મણીલાલ, કસ્તુર, સાકર, કેસર, વનિતા, શાંતા, હેમલતા, કેસરના ભાઈ. લક્ષ્મીબેન વેલજીના જમાઈ. પ્રા. વર્ધમાન સ્થા. સર્વોદય હોલ, જેન સંઘ, એલ.ટી. રોડ, બોરીવલી (વે). ટા. ૩ થી ૪.૩૦. ઠે. મનસુખ દેઢિયા : એચ-૧૦૧, બ્રીઝા, એંકરપાર્ક, આચોલે રોડ, નાલાસોપારા (ઈ).
બિદડા (ચાપાણી ફળીયો)ના વલ્લભજી હીરજી ગડા ‘કેવલ’ (ઉં. વ. ૮૮) તા. ૮.૩.૨૦૨૩ ના અવસાન પામ્યા છે. માતુશ્રી પાનબાઈ હીરજી રતનશીના સુપુત્ર. લક્ષ્મીબેનના પતિ. ધીરેન, કિરણના પિતાશ્રી. કોડાયના મુલવંતી નવિન ટોકરશી સાવલાના ભાઈ. કોટડી (મહા.)ના માતુશ્રી કંકુબેન ગોવિંદજી શામજી દેઢિયાના જમાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. (ફોન સંપર્ક રૂબરૂ તુલ્ય). નિ. ધીરેન વિ. શાહ : એ/૬૦૧-૬૦૨, સમૃધ્ધી, માર્વે રોડ, મલાડ (વે.).
નાના ભાડિયાના ખીમજી (વેલજી) રવજી રાંભીયા (ઉં. વ. ૯૭) તા.૮-૩-૨૩ ના અવસાન પામેલ છે. કુંવરબાઇ રવજી નરશીના પુત્ર. હીરબાઇના પતિ. કુસુમ, રીટાના પિતા. સંસાર પક્ષે પૂ. શ્ર્લો. વિનીતગુણાશ્રીજી મ.સા., સ્વ. તલકસી, સ્વ. ઠાકરશી, મેઘજી, મોટી ખાખરના લક્ષ્મીબેન ટોકરશી ગાલાના ભાઈ. બિદડાના કુંવરબાઇ ગાંગજી વોરાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તકલીફ લેવી નહિ. ઠે. કુસુમ ગડા, સર્વોદય કેન્દ્ર, રૂમનં ૩૩/ ૩૪, ૩જે માળે, સેન્ડહર્સ્ટરોડ.
મોટા રતડીયા હાલે દેવપુરનાં માતુશ્રી કેસરબેન તલકશી રવજી ગોસર (ઉં. વ. ૯૮) તા. ૮-૩-૨૩ના અરિહંત શરણ થયેલ છે. મો. રતડીયા આસબાઇ રવજી ભુલા ગોસરના પુત્રવધૂ. તલકશીના પત્ની. રમેશ, સુરેન્દ્ર, કસ્તુર, સુશીલાના માતા. દેવપુરના ભાણબાઇ વેરશી વોરાના પુત્રી. દેવપુર મીઠીબાઇના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિજય નિસર, ગૃહલક્ષ્મી, ફ્લેટ નં.૫, ૧લે માળે, કુકરેજાની બાજુમાં, વલ્લભબાગ એક્સચેંજ લેન, ઘાટકોપર (ઇસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ટાણાવાળા હાલ બોરીવલી બચુભાઈ (ગુણવંતરાય) માણેકચંદ રૂઘનાથ શાહ (ઉં. વ. ૭૯) તે ૯/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ઉષાબેનના પતિ. કાર્તિક તથા મેઘલના પિતા. અમી તથા દેવાંગ રમણીકલાલ શાહના સસરા. સ્વ. અનંતરાય, સ્વ. ધીરજલાલ, સ્વ. બુદ્ધિલાલ, સ્વ. નવીનચંદ્ર, સ્વ. કૈલાશબેન જયંતીલાલ, સ્વ. પ્રવિણાબેન ભુપતરાય, રમીલાબેન પ્રદીપકુમારના ભાઈ. સાસરાપક્ષે દેવગણાવાળા સ્વ. નગીનદાસ તારાચંદ શાહના જમાઈ. પિતૃવંદના ૧૨/૩/૨૩ના ૧૦ થી ૧૨ વર્ધમાન સ્થા. જૈન સંઘ, (સર્વોદય હોલ) ડાયમંડ ટોકીઝની સામે એલ. ટી રોડ બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર
બંધ છે.
વિશા ઓસવાળ જૈન
સમોં નિવાસી હાલ બોરીવલી સ્વ. વિનોદચંદ્ર પ્રેમચંદ શાહના પુત્ર દિલીપભાઈ (ઉં. વ. ૭૧) તે ચંદ્રિકાબેનના પતિ. દર્શના, તેજસ, મમતાના પિતા. જીજ્ઞેશ, કેયુર તથા બીનાના સસરા. કરબટિયા નિવાસી સ્વ. મંગળદાસ મોહનલાલ શાહના જમાઈ ૯/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા શ્રીમાળી જૈન
પાટણ કનાસાનો પાડો હાલ મુંબઈ નિવાસી, સ્વ. રસવંતીબેન લક્ષ્મીચંદ મંગળદાસ શાહના પુત્રવધૂ. સ્વ. વિરેન્દ્રભાઈ લક્ષ્મીચંદ શાહના પત્ની રશ્મિબેન શાહ (ઉં.વ. ૬૯) તે સમીર, વિશાલના માતુશ્રી. વિરાજ – પરીના સાસુ. વૃષિ, તનિશ, ત્વિષાના દાદી. સ્વ. ઈન્દુબેન રોહીતલાલ લલ્લુભાઈના દીકરીનું નિધન ગુરુવારે તા. ૯/૩/૨૩ના થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. દામજીભાઈ (ઉં.વ. ૭૧) તા. ૮-૩-૨૩, બુધવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. લખમાબેન રાઘવજી ખીરાણીના પૌત્ર. ધનલક્ષ્મીબેન અરજણ રાઘવજીના પુત્ર. લીલાવંતીના પતિ. ફાલ્ગુની, જેતલ, ખ્યાતિ, નેહા, જીમીતના પિતાશ્રી. ધ્રુમિ, સિદ્ધાંત, ધ્રીતી, સિદ્ધાંત, આશકા, શોનીત, માહિર, ઋતુજ, નિહાનના નાના. નેવાનના દાદા. રખુબેન માડણ હિરજીના જમાઈ. નિવાસસ્થાન: સી-૧૦૩, મોહનવિલા, બજાજ રોડ, વિલેપાર્લે વેસ્ટ.
ગામ આઘોઈના ગુણશી ભીમશી ગાલા (ઉં.વ. ૯૨) તા. ૮-૩-૨૩ના મુંબઈમાં અવસાન પામેલ છે. સ્વ. પાલઈબેનના પતિ. સ્વ. ભીમશી અરજણના પુત્ર. સ્વ. ગોમાબેન નરપાર ચાંપશી ચરલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૧૦, મંગલકુંજ, સહાર રોડ, અંધેરી ઈસ્ટ.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
દાઠા નિવાસી હાલ મુલુંડ ગુલાબબેન રતિલાલ વીરચંદ ગાંધીના સુપુત્ર ચંદ્રકાંતભાઈ (ઉં. વ. ૬૩) તેઓશ્રી જાગૃતિબેનના પતિ. હરેશભાઈના ભાઈ, વિરાજ, શ્ર્વેતા સચીન ગાંધીના પિતાશ્રી. રેનાના સસરા. દર્ષિતના મોટા પપ્પા. સંયમના દાદા. ગુલાબચંદ દીઓરા (પાલીતાણા)ના જમાઈ. તા. ૬-૩-૨૩ સોમવારના અરિહંતશરણ પામેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી, હાલ વિલેપાર્લે સ્વ. સુશીલકુમાર મગનલાલ બોઘાણીના ધર્મપત્ની ચંદ્રિકાબેન (ઉં. વ. ૮૮) તા. ૯-૩-૨૩ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે ભારતી હેમંતભાઇ પારેખ, નીતા અશોકભાઇ ઝાટકીયા અને સ્નેહા અતુલભાઇ શાહના માતા. તે આશાબેન મહેન્દ્રભાઇના જેઠાણી. તે સ્વ. દલીચંદભાઇ, શશીકાંતભાઇ, પ્રિયવંદાબેન, મંગળાબેન, પ્રફુલ્લાબેનના બેન. પિયરપક્ષે મનસુખલાલ જેઠાલાલ મહેતાની પુત્રી. પ્રાર્થનાસભા તા. ૧૨-૩-૨૩ના રવિવારના સાંજના ૩થી ૫. ઠે. ૩૯-બી. શૈલજા બિલ્ડિંગ, સાતમે માળે, આર. બી. મહેતા માર્ગ, ઘાટકોપર (ઇસ્ટ).