શ્રી કચ્છી દશા ઓસવાલ જૈન
ગામ કચ્છ સુજાપરના સ્વ. હિરજી વાલજી લાલકાના ધર્મપત્ની ગં.સ્વ. માતુશ્રી લક્ષ્મીબેન (ઉં. વ. ૮૬) તા. ૧૬.૧૨.૨૨ના હાલ વડાલા અરિહંતશરણ પામેલ છે. તે સામે પક્ષે હીરાચંદ રતનશી નાગડાના દીકરી. અ.સૌ. રીટાબેન શરદ ધરમશી, જયંત, મનીષ, રાજેન્દ્રના માતુશ્રી. હીનાબેન, મીનાબેન, કેતનાબેનના સાસુ. પ્રાર્થનાસભા મંગળવાર તા. ૨૦.૧૨.૨૨ના સાંજના ૪ થી ૫.૩૦ એસ.એન.ડી.ટી. વીમેન્સ કોલેજ હોલ, આર. એ. કીડવાઈ રોડ, માટુંગા, મું-૧૯. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
દેવળીયા નિવાસી હાલ મુલુંડ સ્વ. રંભાબેન બાબુલાલ દોશીના પુત્ર ધીરજલાલ (ઉં. વ. ૮૫) તા. ૧૮.૧૨.૨૨ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વસંતબેનના પતિ. મીતા, મહેશ, વિજય, હરેશ, ડોલીના પિતા. બીના, ભારતી તથા ભાવેશકુમારના સસરા. રૂષભના દાદા તથા શ્ર્વસુર પક્ષે ચલાળાવાળા (હાલ માટુંગા) સ્વ. વિઠ્ઠલદાસ લક્ષ્મીચંદ દોશીના જમાઈ. (સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી) સરનામું : ધીરજલાલ બી. દોશી, એ-૬૦૧, વર્ધમાન નગર, મુલુંડ (વેસ્ટ).
ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈન
કારોલ હાલ ઘાટકોપર સ્વ. ઝવેરીબેન ચુનીલાલ વોરાના સુપુત્ર નયનભાઇ (ઉં. વ. ૭૯) તા. ૧૮-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. મિતુલ તથા જીગીષાના પિતા. અ. સૌ. નિકિતા અને જેસલભાઇના સસરા. તે વઢવાણ નિવાસી ધીરજલાલ હીરાચંદ શાહના જમાઇ. તથા સ્વ. માધવલાલ, સ્વ. મુકુંદભાઇ, નલીનભાઇ, કંચનબેન, સરોજબેન, જયોતિબેન, મીનાબેન, સરયુબેનના ભાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
હંસાબેન રૂપાણી (ઉં. વ. ૮૫) અરિહંતશરણ તા. ૧૭-૧૨-૨૨ પામેલ છે. બિલખા નિવાસી હાલ અંધેરી, સ્વ. અનંતરાય રૂપાણીના ધર્મપત્ની. તે સ્વ. મણીબેન રતિલાલભાઇ રૂપાણીના પુત્રવધૂ. તે સમરતબેન જયંતીલાલ દોશીના સુપુત્રી. ભાનુબેન જગદીશભાઇ પારેખના બહેન. તે મનીષભાઇ, ભાવનાબેન, છાયાબેન, નિશાના માતુશ્રી. તે ચંદ્રેશભાઇ પારેખ, પ્રજ્ઞેશભાઇ દફતરી અને સંગીતા રૂપાણીના સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
મોરબી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ગજેન્દ્રભાઇ તથા સ્વ. ઇંદિરાબેન મહેતાના સુુપુત્ર રાજેશભાઇ (ઉં. વ. ૬૩) તા. ૧૮-૧૨-૨૨ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે પ્રીતીબહેન (મયુરીબેન)ના પતિ. તે જય અને લબ્ધિના પિતા. તે અ. સૌ. રૂચીના સસરા. તે સ્મિતાબેન હરેશભાઇ પરીખ, નયનભાઇ તથા ભરતભાઇના ભાઇ. તે સ્વ. વિનયચંદ્ર મોહનલાલ દેસાઇના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી દિગંબર જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ કાંદિવલી સુધાબેન ઇન્દ્રવદન ન્યાલચંદભાઇ દોશી (ધનજી ગફલવાલા)ના સુપુત્ર કાર્તિકભાઇ (ઉં. વ. ૫૪) તે પૂર્વી બેનના પતિ. ઇશાન, સાહિલના પિતા. તે મિલનભાઇ, કલ્પેશભાઇ, સેતુલભાઇ, માધવી, રાજેશભાઇ શાહના ભાઇ. વિક્રમભાઇ ત્રિકમભાઇ શાહના જમાઇ. તે વિશાલ, પ્રિયલ ઋષભ સંઘવી, માનસી સમકિત દેસાઇના બનેવી. તા. ૧૭-૧૨-૨૨ને શનિવારના દેહપરિવર્તન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. બી-૫૦૧, ઇડન ગાર્ડન, પાવનધામ પાસેે, તેંડુલકર ગ્રાઉન્ડની સામે, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી ગુર્જર જૈન
ગામ ભુજ કચ્છ હાલ મલાડ પ્રભુલાલ હીરજી શાહ (ઉં.વ. ૮૪) શનિવાર તા. ૧૭-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે કુસુમબેનના પતિ. જયેશ, નિપાના પિતા. નિર્મલ (ચીકુ), ઝંખના શાહના સસરા.સ્વ. કાંતિલાલ ભાઇ, સ્વ. તારાચંદભાઇ, સ્વ. હરિલાલ ભાઇ, ધનસુખભાઇ, નવીનભાઇ તથા સ્વ. અશોકભાઇ, સ્વ. વિમળાબેન તથા સ્વ. ગોદાવરીબેનના ભાઇ. સ્વ. નાનાલાલ દેવશી શાહ ભુજના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સુરત વીશા ઓશવાલ શ્ર્વે. મૂ. જૈન
સુરત નિવાસી હાલ મુંબઇ ગં. સ્વ. ગીતાબેન ઝવેરી (ઉં. વ. ૭૭) શનિવાર તા. ૧૭-૧૨-૨૨ના દેવલોક થયેલ છે. તે સ્વ. દીપચંદભાઇ શાંતિચંદ ઝવેરીના પત્ની. આશિષભાઇના માતા. તૃપ્તિબહેનના સાસુ. વીરાંગના દાદી. ધનશ્રીના દાદી સાસુ. સ્વ. રજનીકાંતભાઇ- રેણુકાબેન, સ્વ. ભદ્રકુમારભાઇ સ્મિતાબેન, સ્વ. કિશોરભાઇ-અંજનાબેન, પ્રફુલભાઇ-કિર્તીકાબેન, નયનાબેન- રમેશભાઇના ભાભી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
જામનગર હાલાર વિશા શ્રીમાળી જ્ઞાતિ જૈન
સ્વ. શેઠ અમૃતલાલ ભાણજીભાઇ શાપરીઆના સુપુત્ર પ્રવીણભાઇ હાલ રાજકોટ (ઉં. વ. ૮૮) તા. ૧૯-૧૨-૨૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે નયનાબેનના પતિ. અ.સૌ. લાજુ, હિમાંશુ, હેમંતના પિતા. ચિ. માહિરના દાદાજી. સ્વ. ધનલક્ષ્મીબેન, સ્વ. ઉર્મિલાબેન, સ્વ. નિરંજનાબેન, સ્વ. કિશોરભાઇ, સ્વ. ચંપકભાઇ અને નલિનીબેનના ભાઇ. ધોરાજીવાલા નાનચંદભાઇ જૂઠાભાઇના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુર હાલે ડોંબીવલીના કોરશી (પપ્પુ) દેવચંદ દેઢીયા (ઉં.વ. ૪૭), તા. ૧૭-૧૨-૨૨ના અવસાન પામેલ છે. નયના દેવચંદના સુપુત્ર. જીજ્ઞાના પતિ. રાજવીના પપ્પા. વિઢ રશ્મી ચેતન શાહ, વાંકી ડીમ્પલ રાકેશ સાવલાના ભાઇ. નરેડી પ્રેમીલાબેન મોરારજી નાગડાના જમાઇ. પ્રાર્થના સભા રાખેલ નથી. ઘરે આવવાની ઠે. દેવચંદ વી. દેઢીયા, ૬૦૨, વૃંદાવન સુદામા, તુકારામનગર, ડોંબીવલી (ઇ).
કોડાયના રાયચંદ વિશનજી ઓભાયા દેઢીયા (ઉં.વ. ૬૨), તા. ૧૮-૧૨-૨૨ના અવસાન પામેલ છે. હીરબાઇ/લક્ષ્મીબેન વિશનજી દેઢીયાના સુપુત્ર. જયાના પતિ. સ્વ. બીના, રંજન, ઉત્તમના પિતાશ્રી. ડેપાના સ્વ. ચંદન લાલજી, લાયજાના ગં.સ્વ. ભાનુમતી હરખચંદ, ફરાદીના હંસા ધીરજના ભાઇ. સ્વ. મુલબાઇ જવેરચંદના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જયાબેન દેઢીયા, એ/૧, ૧૭૦૭, માઉલી પ્રાઇડ એસઆરએ, આંબેવાડી, કુરાર વિલેજ, જમજમ બેકરીની બાજુમાં,
મલાડ (ઇ.).
પત્રીના કિશોર પ્રેમજી ધરોડ (ઉં.વ. ૬૪) ગુરૂવાર, તા. ૧૫-૧૨-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. પુષ્પાબેન/વિમળાબેન પ્રેમજી (બાબુભાઈ) રામજીના પુત્ર. નીતાના પતિ. જીગર, જયના પિતા. જયંતના ભાઈ. જવેરબેન નાનજી લધુ લાપસીયાના જમાઈ. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. નીતા કે. ધરોડ: ૨૦૩, સહ નિવાસ, દત્ત મંદિરની પાસે, સિધ્ધાર્થ નગર, ગોરેગામ (વે).
છસરાના અ.સૌ. હીના ભાવિન છેડા (ઉં.વ. ૪૬) તા. ૧૭-૧૨-૨૨ના દેહપરિવર્તન કરેલ છે. હીરબાઈ દામજીના પુત્રવધૂ. ભાવિનના પત્ની. દેવાંશના મમ્મી. મંજુલાબેન કાંતિલાલના સુપુત્રી. ટીના, ભાવેશની બેન. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે), ટા. ૨ થી ૩.૩૦.
બિદડાના અ.સૌ. ચંદનબેન લક્ષ્મીચંદ વોરા (ઉં.વ. ૬૨), તા. ૧૮-૧૨-૨૨ના અવસાન પામ્યા છે. માતુશ્રી હીરબાઇ ગાંગજીના પુત્રવધૂ. લક્ષ્મીચંદ ગાંગજીના ધર્મપત્ની. નિરવ અને મેઘાના માતુશ્રી. નવાવાસ (દુર્ગાપુર)ના માતુશ્રી. દેવકાંબેન જગશી મોતાના સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: લક્ષ્મીચંદ વોરા, ૧૦૦૧, લોટસ હાઇટ, ૧૫મો રોડ, ગાંધી મેદાનની સામે, ચેંબુર, મુંબઇ-૭૧.
ઝાલાવાડ સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી હાલ (અંધેરી) મહેશ મંગળદાસ મણિયાર (ઉં.વ. ૮૦) તા. ૧૩-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે લાક્ષિકાના પતિ. કેયૂર-રોહનના પિતા. પંક્તીના સસરા. નાઈશા અને સિયોનાના દાદા. અશ્ર્વિન, સ્વ. શશિકાંતના ભાઈ. જ્યોતિ સુધાના દિયર. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી રાધનપુર તીર્થ જૈન
હાલ બોરીવલી નિવાસી સ્વ. પુષ્પાબેન તથા સ્વ. બચુભાઈ ભીખાલાલ દોશીના પુત્ર હરેશભાઇ (ઉં.વ. ૬૫) તે વીણાબેનના પતિ. અક્ષય-અ. સૌ. શ્ર્વેતાના પિતા. સદગુણાબેન દિલીપભાઈ શાહ, જ્યોતિબેન જવાહરભાઈ મહેતા તથા હિતેન્દ્રભાઇ- અ.સૌ. તરલિકાબેનના ભાઈ. સાસરાપક્ષે સ્વ. બાલુબેન તથા સ્વ. ચંદુલાલ અમૂલખભાઈ કોઠારીના જમાઈ. ૧૮/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૦/૧૨/૨૨ના સાંજે ૭ થી ૯ પીકોક (પેરેડાઇઝ હોલ), ડી. એમ. સ્કૂલ, રોડ નં ૧૦, દોલતનગર, બોરીવલી ઈસ્ટ.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ખીચા નિવાસી હાલ પનવેલ સ્વ. બાબુભાઈ ભગવાનજી ગોહેલના ધર્મપત્ની ગં. સ્વ. જયશ્રીબેન ગોહેલ (ઉં.વ. ૭૯) તા. ૧૮/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. ગોંડલ નિવાસી સ્વ. નવનીતભાઈ તથા ભરતભાઈ ગોકળદાસ પારેખના બેન. તે ગં.સ્વ. પન્ના, કેતન, નીલા, રીના અને શૈલેષના માતોશ્રી અને વૈશાલી, પૂજા તથા સ્વ. શરદકુમાર કામદાર, જયેશકુમાર મોદી અને ચેતનકુમાર મોદીના સાસુ અને મનાલી, પ્રિયંકા, ઉર્વી, કુશના દાદી અને સ્નેહલ, જાનવી, રચના, માનસી, જીનલના નાની. પ્રાર્થના સભા મંગળવાર, તા. ૨૦/૧૨/૨૨ના સવારે ૧૦ થી ૧૨. સરનામું: હાલાઈ લોહાણા મહાજન વાડી, મિરચી ગલ્લી, પનવેલ. ચક્ષુદાન કરેલ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી હાલ બોરીવલી સ્વ. કાંતિલાલ વાડીલાલ ડેલીવાલાના સુપુત્ર આનંદભાઈ (ઉં.વ. ૬૬) તા. ૧૭-૧૨-૨૨ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સ્મિતાબેનના પતિ. રામભાઈના મેાટાભાઈ. તે વૈશાલીબેન મહેશભાઈના ભાઈ. સિધ્ધાર્થ તથા જુબિનના પિતાશ્રી. તે અ. સૌ. ભૂમિકાના સસરા તેમજ સ્વ. હિંમતલાલ અમુલખભાઈ શાહના જમાઈ. લૌકિક વ્યવહાર તેમજ પ્રાર્થના સભા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોટી મોણપુરી નિવાસી હાલ મુ. જલગાંવ, દલપતરાય શાંતીલાલ કમાણી (ઉં.વ. ૯૧) તા. ૧૪-૧૨-૨૨ના જલગાંવ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે નીતીન, ધીનેષ, જયેશ કમાણી તેમજ વર્ષાબેન નીતીનકુમાર સંઘરાજકાના પિતાશ્રી તેમજ સ્વ. સુરેશભાઈ, સ્વ. ચંદુભાઈ તથા કિરીટભાઈ શાંતીલાલ કમાણી તથા સ્વ. મૃદુલાબેન અમૃતલાલ બાવીશી, ગં.સ્વ. દીનાબેન રમેશચંદ્ર કામદારના મોટાભાઈ તેમજ ભાઈચંદભાઈ લાખાણીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.