ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વંડા હાલ મલાડ સ્વ. અનંતરાય પ્રભુદાસ મહેતાના ધર્મપત્ની મધુબેન (ઉં.વ.૭૩) તે ૧/૧૨/૨૨ ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે પ્રીતિ (સોનલ), રૂપા, અલ્પા, કલ્પેશના માતા, તુષાર, સ્નેહલ, હિતેશ, જીનલના સાસુ, પિયરપક્ષે આકોલાળી નિવાસી હાલ મલાડ સ્વ. વ્રજલાલ કાનજી સંઘવીના દીકરી, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. અશોકભાઈ, દિલીપભાઈ, સ્વ. હસુભાઈ, સુધાબેન ભારતકુમારના બહેન. ભાવયાત્રા ૬/૧૨/૨૨ ના રોજ ૯.૩૦ થી ૧૨ કલાકે વર્ધમાન સ્થા. જૈન ઉપાશ્રય, પારેખ ગલ્લી ની કોર્નર, કાંદિવલી વેસ્ટ.
કલ્પવૃક્ષ ત્રણ ગામ વિસા પોરવાલ જૈન
મોટા પોશીના નિવાસી હાલ બોરીવલી સ્વ. જયંતીલાલ પોપટલાલ કોઠારી ના ધર્મ પત્ની અરુણાબેન જયંતીલાલ કોઠારી (ઉં.વ.૭૦) ૩/૧૨/૨૦૨૨ ને શનિવારે અરિહંત શરણ પામેલ છે. તે અતુલભાઇ, નિમિતભાઈ તથા મોનાબેનના માતૃશ્રી. તે વસંતભાઈ,સેવંતીભાઈ, મોતીબેન, ઇન્દુબેન, સુરેખાબેન તથા અલકાબેનના ભાભી, તે રંજનબેન તથા સુરેખાબેનના જેઠાણી. તે વીણાબેન, શીતલબેન તથા નિલેશકુમારના સાસુ. તે દિલીપભાઈ હંસરાજ મહેતાના બહેન. બંને પક્ષની સંયુક્ત પ્રાર્થના સભા તા. ૫/૧૨/૨૦૨૨ ને સોમવારના સાંજે ૩ થી ૫ સર્વોદય સ્થાનકવાસી હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલટી રોડ બોરીવલી વેસ્ટ.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
મેરાઉના બાબુભાઇ નરશી શાહ ઉર્ફે ચત્રભુજ ગાલા (ઉં. વ. ૮૯), ૨-૧૨-૨૨ના અવસાન પામ્યા છે. પાનબાઇ નરશી દેવજીના પુત્ર. સ્વ. લક્ષ્મીબેનના પતિ. મુકેશ, સુનીલ, પ્રીતીના પિતાશ્રી. સ્વ. હીરાલાલ, સાકરબેન, ચંપકલાલના ભાઇ. ડોણના ગંગાબાઇ વીરજી મોરારજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મુકેશ ચત્રભુજ ગાલા, એ/૨૦૪, ચંદ્રેશ રીજન્સી, એસ.વી.રોડ, ભાયંદર (ઇ.).
ગોડવાડ ઓસવાલ જૈન
પોમાવા રહેવાસી સ્વ. શ્રીપાલ હીરાચંદજી જૈન (ઉં. વ. ૫૬) હાલ લવ લેન, મુંબઈ ૨-૧૨-૨૨ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા ૫-૧૨-૨૨, સોમવારના સવારે ૧૧થી ૧. ઠે.: શ્રી ગોડવાડ ઓસવાલ જૈન ગેસ્ટ હાઉસ પાંજરાપોળ, ગુલાલવાડી, મુંબઈ-૨. ડો. માંગીલાલ, ફુલચંદ, સ્વ. સોહનલાલ, દિનેશ, સંયમ અને સમગ્ર સિરોદિયા પરિવાર. પત્ની- મંગળાબેન શ્રીપાલ જૈન. પુત્ર- સંયમ શ્રીપાલ જૈન. દીકરી- જીનલ શ્રીપાલ જૈન. દીકરી જમાઈ- ઉન્નતિ ચિરાગજી માંડોત. સાસરા પક્ષ- સાંડેરાવ (પુણે) રહેવાસી સ્વ. ફુટરમલજી નથમલજી પાલરેશા, ભંવરલાલજી, ભરતજી. બંને પક્ષોની પ્રાર્થનાસભા એક સાથે રાખવામાં આવી છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મૂળ રાજકોટ, હાલ મુંબઈ મીરારોડ નરેન્દ્રભાઈ જયંતીલાલ પારેખના ધર્મપત્ની ઈલાબેન તા. ૩-૧૨-૨૨, શનિવારના રોજ શ્રીઅરિહંતશરણ પામેલ છે. તે સ્વ. અનીશભાઈ ને દેવાંગભાઈ પારેખના માતુશ્રી તથા શીતલબેન અનીશભાઈ પારેખના સાસુ તેમજ ભાઈચંદ ફુલચંદ દોશીના પુત્રી તથા સ્વ. મનુભાઈ, સુરેશભાઈ, સ્વ. કાંતાબેન, સ્વ. ઈન્દિરાબેન, શારદાબેનના બેન. પ્રાર્થનાસભા તથા સર્વે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.