જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધ્રોલ હાલ થાણા સ્વ. અમૃતલાલ ઝવેરચંદ ગાંધી, સ્વ. ચંદ્રિકા ગાંધીના પુત્રવધૂ. સ્વ. અશ્ર્વીનકુમાર ગાંધીના ધર્મપત્ની. કલ્પનાબેન ગાંધી (ઉં. વ. ૭૩) તા. ૧-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. સંજય તથા કુમારના માતુશ્રી. અ. સૌ. મનાલી તથા અ. સૌ. બિનલના સાસુમાં. કું સ્પર્શ તથા કુ. દિવોમના દાદીમાં. મોસાળ પક્ષે સ્વ. અનીલકુમાર હરખચંદ શાહ. (વાધર)ના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ સુવઇના શામજીભાઇ (ઉં. વ. ૮૬) તા. ૧-૧૨-૨૨ના થાણામાં અવસાન પામેલ છે. માનુબેન ખીમજી ગાંગજી શાહના પુત્ર. સ્વ. જીવીબેનના પતિ. રમિલા, દામજી, મંજુલા, કલ્પના, હિતેશના પિતા. સ્વ.મણીલાલ, કિશોર, ભરત, કસ્તુર, શીતલના સસરા. હાર્દિક, રિશી, સ્નેહાના દાદા. સુવઇના સ્વ. કોરઇબેન તેજશી કુંભા ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૬૦૨, ન્યુ ગુરુકૃપા, રામવાડી, થાણા-વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધોરાજી હાલ ઘાટકોપર સ્વ. પ્રવીણચંદ્ર ચુનીલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ. જયોતીબેન પ્રવીણચંદ્ર (ઉં. વ. ૬૩) તા. ૧-૧૨-૨૨ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે અ.સૌ. નેહલબેન કેતન શાહના માતા. તે હર્ષના નાની. તે લાભુબેન રતીલાલ પારેખ ઇન્દોર નિવાસીની દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ જૈન
કપૂર મહેતાના પાડાના સ્વ. તારામતી નાનાલાલ શાહના સુપુુત્ર પંકજભાઇના ધર્મપત્ની હર્ષાબેન (ઉં. વ. ૬૭) ચંદનબેન શાંતિકુમાર ઉદાણીના સુપુત્રી. પ્રિયંકા, સિન્ડ્રેલાના માતુશ્રી. આશિષકુમાર શાહના સાસુ. તા. ૩૦-૧૧-૨૨ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોટા સમઢીયાળા હાલ દેવલાલી (ઘાટકોપર) સ્વ. મંગળાબેન દલીચંદભાઇ શેઠના સુપુત્ર હર્ષદરાય (ઉં.વ.૭૬) તે તા. ૧-૧૨-૨૨ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે કુસુમબેનના પતિ. તે સ્વ. શિલ્પાબેન વિરલકુમાર ગોડાના પિતા. તે મિલનભાઇ, હસુમતીબેન (હર્ષા) જયંતીલાલ બીલખીયા, દિવ્યાબેન લલિતકુમાર મોદી, જયશ્રીબેન રાજેશકુમાર કોઠારીના મોટાભાઇ. તે સ્વ. મણીલાલ છગનલાલ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સ્વ. સૌ. તરૂલતા જીતુભાઇ કોઠારી (ઉં. વ. ૭૭) નું તા. ૧-૧૨-૨૨ના દિવસે અવસાન થયેલ છે. પતિ: જીતુભાઇ કોઠારી. પુત્ર-પુત્રવધૂ: ધર્મેશ-શૈફાલી, ચંદ્રેશ-તિનોઝ. પૌત્રી-જીયા. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ગાધકડા હાલ મુલુંડ નિર્મળાબેન (ઉં. વ. ૭૫) તે અનંતરાય પ્રેમચંદ શેઠના ધર્મપત્ની. સમીર તથા ફાલ્ગુની કેતનકુમારના માતા. જુલીના સાસુ. શાંતિભાઇ, ગુણુભાઇ તથા વિનુભાઇના ભાઇના પત્ની. પુુષ્પાબેન હીરાલાલ તથા તરલિકાબેન નવીનચંદ્રના ભાભી. ઉમેદચંદ મેઘજી શાહ (મહુવા)ની દીકરી. તા. ૧-૧૨-૨૨ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
અરણીટીમ્બા નિવાસી હાલ બોરીવલી ઇન્દુબેન ચંદુલાલ શાહ (ઉં. વ. ૮૪) તે સ્વ. ચંદુલાલ પોપટલાલ શાહના ધર્મપત્ની, જીજ્ઞેશ, ઉર્વી, હિના કૌશિક, કિરણ શાહ, બીના મયુર મહેતાના માતુશ્રી. પિયરપક્ષે વાંકાનેર નિવાસી સ્વ. માધવજી મકનજી માથકીયાના દીકરી, ફિયોનાના દાદી. ભવ્ય, પાર્થ, નિશીના નાની. ૧/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
કોરડા નિવાસી, હાલ સાંતાક્રુઝ સ્વ. મનહરલાલ અમુલખ શાહના ધર્મપત્ની હંસાબેન (ઉં. વ. ૮૪) તા. ૧-૧૨-૨૦૨૨, ગુરૂવારે અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. સમીર, રાજેનના માતુશ્રી. રેખા, પુનિતાના સાસુ અને નિરાલીના દાદી. તે લીંબડી નિવાસી સ્વ. સવિતાબેન અમીચંદ જીવણલાલ શેઠના દિકરી તેમજ સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ. સુરેશભાઈ અને માલતીબેનના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
સાડાઉના લતા રાજેશ ગાલા (ઉં. વ. ૫૪) તા. ૩૦-૧૧-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. પુરબાઇ લાલજી મેઘજી ગાલાના પુત્રવધૂ. રાજેશના ધર્મપત્ની. બિદડાના સ્વ. ઝવેરબેન જાદવજી લાલજી ફુરીયાના સુપુત્રી. સ્વ. રાજેશ, ફરાદીના હર્ષા અરવિંદ, નાના ભાડીયાના ઇલા રાજેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.રાજેશ એલ.ગાલા, ડી/૩, ફ્લેટ નં. ૩૦૪, પારિજાત સોસાયટી, શાંતીનગર, મીરા રોડ (ઇ.)
ઉનડોઠ હાલે ગઢશીશાના ભવાનજી રતનશી નાગડા (ઉં. વ. ૮૦) ૩૦-૧૧ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન રતનશીના પુત્ર. હેમલતાના પતિ. સુનીલ, દિપક, મીના, હીનાના પિતા. સ્વ. જેઠાલાલ, હીરાલાલ, કોટડી (મ.) રતનબેનના ભાઇ. હાલાપર દેવકાંબેન જેઠમલ કરમશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દિપક નાગડા, ડી-૧૦૨, જયરાજ નગર, અંબાડી રોડ, વસઇ (વેસ્ટ).