જૈન મરણ
કમલા ડી. પુનમિયા તે સ્વ. ધરમચંદ લાલચંદ પૂનમિયાની પત્ની. તે પુનિત શાહ અને ટિવંકલ શેટ્ટીના માતા. તે પ્રથમ શાહ અને માયા શેટ્ટીની દાદી. તે પ્રીતી શાહના સાસુ. તે હીરાચંદ ચંડાલિયાના સુપુત્રી તા. ૨૬ નવેમ્બર ૨૦૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૮ નવેમ્બર ૨૦૨૨ના સવારે ૧૦થી ૧૨. ઠે. વાય. બી. ચવ્હાણ, ૪થે માળે, રંગસ્વર હોલ, જગન્નાથ ભોસલે રોડ, મંત્રાલય પાસે, મુંબઇ-૪૦૦૦૨૧ ખાતે રાખેલ છે.
દશા શ્રીમાળી જૈન
જૂનાગઢ હાલ મીરા રોડ અ.સૌ. મંદાકિની મહેન્દ્ર નગીનદાસ મહેતા, (ઉં. વ. ૭૪) તા. ૨૬/૧૧/૨૦૨૨, શનિવારના અરિહંત શરણ પામેલ છે. તે મનિષ, નેહા, જીજ્ઞેશ, જીમ્મીના માતા, આશિષ મેહતા, અ સૌ , સુનીતા, અ. સૌ. ભાવિકા અને અ. સૌ. સ્મીતાના સાસુ. ધ્રોળ નિવાસી સ્વ. વર્ધમાન શાહના પુત્રી. પ્રાર્થના સભા તા-૨૮/૧૧/૨૦૨૨ના સોમવારે, ૩.૦૦ થી ૫.૦૦. ઠે. શ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય સેક્ટર -૬, ગુરુદ્વારાની સામે, શાંતિનગર, મીરા રોડ (ઈસ્ટ).
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
વવાણીયા (મોરબી) હાલ દેવલાલી રશ્મિકુમાર બુદ્ધિધન દોશી (ઉં.વ.૫૯) તા. ૨૨-૧૧-૨૦૨૨ના રોજ દેવલાલી મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સાધનાના પતિ, ક્રિષના પિતા. તે સ્વ. તારાબેન બુદ્ધિધન મોહનલાલ દોશીના સુપુત્ર, તે સ્વ. ભરત, બેન પ્રજ્ઞા, મનોજના ભાઈ. તે સ્વ. સરોજબેન પ્રવીણચંદ્ર ઝવેરીના જમાઈ, તે ઉમેશભાઈ, અનીતા, નીતાના બનેવી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોકલીયાના કુ. રશ્મિ જયંતિલાલ ગોસર (ઉ.વ. ૩૮) તા. ૧૬/૧૧/૨૦૨૨ના માંદગીથી અવસાન પામેલ છે. મણીબેન નાનજી વેરશીની પૌત્રી. કાંતાબેન જયંતિલાલની સુપુત્રી. મનોજ, રામાણીયાના દિયા (પીંકી) મયુરની બહેન. મોટા લાયજાના ખેતબાઇ જખુ વીરાની દોહિત્રી. પ્રાર્થના રાખેલ નથી. ૧૨ નવકાર ગણવા. નિ. જયંતિલાલ ગોસર : ૪૦૨ / એ-૧, ધરતી કોમ્પલેક્ષ, એવરસાઇન નગરની બાજુમાં, મીરારોડ (ઇ).
દેવપુરના દેવકાબેન નાગજી ગણશી મોતા (ઉં. વ. ૮૨) તા. ૨૫-૧૧-૨૨ના મોક્ષગામી બન્યા છે. સ્વ દેવાબાઇ ગણશીના પુત્રવધુ. સ્વ નાગજીના ધર્મપત્ની. સુરેશ, મંજુલાના માતુશ્રી. કોટડા (રો.) સ્વ નેણબાઇ કરમશીના સુપુત્રી. વલ્લભજી, દિનેશ, વિસનજી, કેસર, મણી, જયા, રમીલા, દમયંતીના બેન. ઠે. સુરેશ મોતા, બી-૬, પુષ્પલતા, નાદીવલી રોડ, ડોમ્બીવલી (ઇ).