જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
હાલપરના શાંતિલાલ ગાંગજી ગડા (ઉં. વ. ૭૬) તા.૧૮.૧૧ ના અવસાન પામેલ છે. તે કેસરબાઈ ગાંગજીના સુપુત્ર. વિજયાબેનના પતિ. જીજ્ઞા, ઈલા, પિયુષના પિતા. દિનેશ, નવીન, જશવંતીના ભાઈ. નારાયણપુરના ભચીબાઈ નરશી જેઠાના જમાઈ. ત્વચા-ચક્ષુદાન કરેલ છે. પ્રા.: સુવિધીનાથ દેરાસર, માનપાડા રોડ, ડોંબીવલી (ઈ), ટા.૨.૦૦ થી ૩.૩૦. નિ. : શાંતિલાલ ગડા, આઈ-૪૦૧, નવનીત નગર, દેશલેપાડા, ડોંબીવલી-૪૨૧૨૦૧.
દશા શ્રીમાળી જૈન
વાકીંયા, હાલ મુલુંડ ભૂપતભાઇ કાંતિલાલ ઘેલાણીના સુપુત્ર ધવલ (ઉં. વ. ૩૭) તા. ૧૮-૧૧-૨૨ના શુક્રવારના અક્ષરનિવાસી થયેલ છે. તે પ્રશાંત અને વિશાખા યજ્ઞેશભાઇ ઠોસાણીના મોટાભાઇ. તે અર્પિતાના પતિ. તથા સાઇશાના પિતા. તથા તળાજા નિવાસી સ્વ. ભગવાનદાસ વૃજલાલ સરવૈયાના દોહીત્ર. પ્રાર્થનાસભા તા. ૨૧-૧૧-૨૨ સોમવારે સાંજે ૪થી ૬. ઠે. કચ્છી રાજગોર મિત્ર મંડળ હોલ, એમ. જી. રોડ, પાંચ રસ્તા કિર્તી મહલ, હોટેલની ઉપર, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
દિગંબર જૈન (સોનગઢ)
સોનગઢ નિવાસી હાલ મલાડ (મુંબઈ) વસંતલાલ ખીમચંદ જોબાળીયા (શાહ) (ઉં .વ.૯૦) તારીખ ૧૯ /૧૧ /૨૨ ના શનિવારે દેહ પરિવર્તન થયેલ છે. તેઓ ચંદુભાઈ, સ્વ.મુળચંદભાઈ તથા સ્વ. તારામતી બેનના ભાઈ. ભાવનગર નિવાસી શેઠ હીરાલાલ ઠાકરશી ગાંધીના જમાઈ. જાગૃતિ અશોક અજમેરા, સ્મિતા રમેશ શાહ, તૃપ્તિ રજની વોરા તથા કીર્તિ અને કુંજલના પિતાશ્રી. તેઓ કૃતિકા, ધર્મી, કરણ, નિમિત, ખ્યાતી અને ચૈતન્યના દાદા. લૌકિક વ્યવહાર બંધ છે.
સૂરત વીસા ઓસવાળ મૂર્તિપૂજક જૈન
સૂરત નિવાસી હાલ મુંબઈ અરુણાબેન અશોકભાઈ જવેરી (ઉ.વ. ૭૯), તે અશોક માણેકચંદ જવેરીના પત્ની. સ્વ. ઉર્મિલાબેન લક્ષ્મીચંદ જવેરીના સુપુત્રી. પ્રેમલ, ભદ્રેશ, બીજલના મમ્મી. મમતા, ભાવિની, વિમલશાના સાસુ. હર્ષિલ, ધ્રુવના દાદી. શ્રેયના નાની. સ્વ. પ્રકાશભાઈ, પુષ્પસેનભાઈ, વીણાબેન અને બકુલભાઈના બેન. શનિવાર તા. ૧૯-૧૧-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ છે.
ક્ચ્છ વાગડ સાત ચોવીસી ગુર્જર જૈન
ગામ લલીયાણાના હાલે મુંબઈ ભાંડુપ રસિકલાલ ખીમજીભાઈ વોરાના ચિ. અશોકના ધર્મપત્ની અંજલી (ઉં.વ. ૪૫) તા. ૧૯-૧૧-૨૨ના દેવગત થયેલ છે. તે શ્રી ગામ રામવાળ હાલે કુર્લા, ઈંદરજી શંભુલાલ જાખેલીયાના સુપુત્ર. બન્ને પક્ષની પ્રાર્થના સભા તા. ૨૧-૧૧-૨૨, સોમવારના સવારે ૧૧.૩૦ થી ૧.૦૦. સ્થળ- ગીતા હોલ, સ્ટેશન રોડ, ભાંડુપ-વેસ્ટ-૭૮.
૧૪ ગામ વિશા પોરવાળ જૈન
નરેન્દ્રભાઈ દલિચંદભાઈ શાહ (સિપોર હાલ મુંબઈ) (ઉં.વ. ૮૪) તા. ૧૬-૧૧-૨૨ના બુધવારના રાત્રે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પદ્માબેનના પતિ. સ્વ. હેમલભાઈ, જીગરભાઈના પિતા. રુપલબેન, તૃપ્તીબેનના સસરા. સલોની, રવિ, પ્રિયાંસી, દિશા, ધરીયાના દાદા. છોટાલાલ પટવાના જમાઈ. સ્વ. કાંતિભાઈ, સ્વ. હેમેન્દ્રભાઈ અને પ્રવીણાબેનના ભાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.