Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

રાજકોટ નિવાસી હાલ માટુંગા સ્વ. સુરેશભાઈ સ્વ. વર્ષાબેનના પુત્રવધૂ. પરેશભાઈ સુરેશભાઈ મહેતાના પત્ની. મયુરભાઈના ભાભી. દીપાલીબેન મનોજકુમાર અજમેરાના ભાભી. કીન્નરી આકાશભાઈ પંચમીયાના મમ્મી. સ્વ. કંચનબેન કાંતિલાલ કોઠારીના પુત્રી જાગૃતિબેન (ઉં.વ. ૫૪) તા. ૧૨.૧૧.૨૨ શનિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર ને પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
કચ્છી દશા ઓસવાલ (ક.દ.ઓ.)
ગામ કચ્છ સુથરી, હાલ ઘાટકોપરના માતુશ્રી, હીરાબાઈ હંસરાજ નરશી મોમાયાના સુપુત્ર. ભરત (ઉં.વ.૬૨) રવિવાર, તા. ૧૩-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તેઓ ગીતાબેનના પતિ. ગ્રહેશ, ગ્રેશ્મા તથા અમીષાના પિતાશ્રી. અ.સૌ. માનસી, કુનાલ તથા માલવના સસરા. ચેતન, ધર્મેશ તથા લીલમ સુમનલાલ લોડાયાના ભાઈ. માતુશ્રી ગુણવંતીબાઈ નારાણજી નાગડા ગામ તેરા હાલે ખામગામ વાલાના જમાઈ. બંને પક્ષ તરફથી પ્રાર્થનાસભા મંગળવાર, ૧૫-૧૧-૨૨ સાંજે ૫.૩૦થી ૭.૦૦ કલાકે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂર્વ) લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ.ઓ. જૈન
ગામ આધોઈના જેકી ભવાનજી નિસર (ઉં.વ.૩૦) તે અવસાન પામેલ છે. તે ગં.સ્વ. મોંઘીબેન લખમશી ગાંગજી નિસરના પૌત્ર, સ્વ. વિમળાબેન/માયાબેન ભગવાનજીના સુપુત્ર. હરમીતના પતિ. હર્ષના ભાઈ. સુરિન્દર કૌર કુલદિપ સિંગના જમાઈ. પ્રાર્થના યોગી સભાગૃહ હોલ, દાદર-(ઈસ્ટ), ૨.૩૦થી ૪ કલાકે. મોંઘીબેન લખમશી નિસર. દિવાન નિકેતન, બ્લોક નં. ૫, ચેમ્બુરનાકા.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડા (રોહા)ના માવજી પચાણ ગાલા (ઉં.વ. ૯૨), તા. ૧૨-૧૧-૨૨ના દેહ પરિવર્તન કરેલ છે. મઠાબાઇ પચાણ નાગશીના પુત્ર. પુરબાઇના પતિ. પ્રવિણ, જયંતી, રમીલા, ભાનુ, કલ્પના, દક્ષાના પિતા. કોટડા (રો.) હીરજી, કાનજી, મુરજી, દેવાંબાઇ, આસબાઇ, પુરબાઇ, શાંતાબેનના ભાઇ. દેવપુર ઉમરબાઇ કુંવરજી દેવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી ન લેવા વિનંતી. નિ. એચ-૩૦, અર્થ રેસીડેન્સી, દુબે રોડ, રતનનગર, દહીંસર (ઇ.).
કપાયાના અનશન વ્રતધારી ડુંગરશી વજપાર સંગોઇ (ઉં.વ. ૮૪), તા. ૧૨/૧૧/૨૨ના ૨૨માં ઉપવાસએ અરિહંતશરણ પામેલ છે. ભચીબાઇ વજપારના પુત્ર. સ્વ. સુશીલાના પતિ. કલ્પના, હિતેન, વિનોદ, રમીલાના પિતા. સ્વ. મેઘજી, સ્વ. લખમસી, સ્વ. લાલજી, સ્વ. ધનજી, સ્વ. ભોગીલાલ, સ્વ. નાનબાઇના ભાઇ. સાડાઉ મમીબાઇ વેલજીના જમાઇ. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે. હિતેન સંગોઇ, પહેલે માળે, અંબિકા ભુવન, ડી.એન.સી. સ્કૂલની પાછળ, ડોંબિવલી-ઇસ્ટ.
મોટી ઉનડોઠના અ.સૌ. દમયંતીબેન શાંતીલાલ ખીમસરીયા (ઉં.વ. ૭૦), તા. ૧૨-૧૧-૨૨ના અવસાન પામેલ છે. શાંતીલાલભાઇના ધર્મપત્ની. દેવાબાઇ ગાંગજી ખીમસરીયાના પુત્રવધૂ. શૈલેષ, રસીલા, સ્મીતા, ભાવના, ડો. નયનાના માતુશ્રી. મો. ઉનડોઠના નાથબાઇ ધનજીના સુપુત્રી. હિરજી, અમૃત, રમણીકના બહેન. પ્રાર્થના: જીવરાજ ભાણજી સભાગૃહ, અશોક નગર, મુલુુંડ (વે.). સમય: ૩ થી ૪.૩૦. ઠે. શાંતીલાલ ખીમસરીયા, પી/૨૦૨, વર્ધમાન નગર, આર.પી. રોડ, મુલુંડ (વે.).
બારોઇના લક્ષ્મીબેન દામજી (પોપટલાલ) મુરજી પાલણ કેનિયાના સુપુત્રી પુષ્પાબેન (ઉં.વ. ૭૩) તા. ૧૧-૧૧-૨૨ના અવસાન પામેલ છે. નલીયાના મીરાબેન મોનજી હરીરામ ઠક્કરના પુત્રવધૂ. સ્વ. મહેન્દ્ર મોનજીના ધર્મપત્ની. જીગ્નેશ, વર્ષા, અજયના માતુશ્રી. ગુંદાલાના સ્વ. રતનબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. રહેઠાણ: અજય ઠક્કર, મીરાકુંજ, ૨૧૩/૧૩૭- હિંદુસ્તાન ચોક, મુલુંડ કોલોની, મુલુંડ (વેસ્ટ).
આધોઇના જેકી નિસર (ઉં.વ. ૩૦) તા. ૧૦-૧૧-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. વિમળાબેન/માયાબેન ભવાનજીના સુપુત્ર. હરમીતના પતિ. હર્ષના ભાઇ. (મુલુંડ)ના સુરીન્દર કૌર કુલદીપસિંગના જમાઇ. દીવજ્યોતસિંગના બનેવી. પ્રાર્થના: યોગી સભાગૃહ હોલ, દાદર (ઇસ્ટ) ટા. ૨.૩૦ થી ૪. નિ. મોંઘીબેન લખમશી નિસર, દિવાન નિકેતન, બ્લોક નં. ૫, ચેમ્બુર નાકા, બંમખાનાની સામે, મુંબઇ.
ભોરારાના મહેશ લાલજી દેઢિયા (ઉં.વ. ૬૩), ૧૨/૧૧/૨૨ના અવસાન પામેલ છે. સ્વ. અમૃતબેન લાલજીના પુત્ર. જ્યોત્સનાના પતિ. ઋષભ, કેવલ, રાહુલના પિતા. સ્વ. ઇંદિરા, વસંત, મનોજ, સ્વ. રાજુના ભાઇ. સરસ્વતીબેન તુલસીદાસના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: મહેશ દેઢિયા, સી/૩૦૪, એમઆરસીસી પાર્ક, આંબાવાડી, નાલાસોપારા (ઇ.).
ભોરારાના જયવંતી (ભાનુ) સંગોઇ (ઉં.વ. ૬૯), તા. ૧૩-૧૧-૨૨ના અવસાન પામેલ છે. લાછબાઇ ખેતશીના પુત્રવધૂ. સ્વ. જગશીના પત્ની. લુણીના માતુશ્રી ગંગાબાઇ શાંતીલાલ ટોકરશી ગાલાના સુપુત્રી. ભાવેશ, જીગર, જીગ્નેશના માતુશ્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠેકાણું: જીગર જગશી સંગોઇ, રૂમ નં. ૯, માધવજી ઠાકરશી ચાલ, માધવબાગ, જાંબલીગલી, બોરીવલી (વેસ્ટ).
ગુંદાલાના કેશવજી ખીમજી સાવલા (ઉં.વ. ૭૭) તા. ૧૨-૧૧-૨૨ના મુંબઇમાં અવસાન પામેલ છે. સોનબાઇ ખીમજી જેઠાના સુપુત્ર. મોંઘીબેનના પતિ. વિપુલા, ભાવેશ, મુકેશના પિતાશ્રી. વીરજી, ઠાકરશી, જાદવજી, દામજી, કપાયા કેસરબાઇ રામજી, લુણીના પુરબાઇ હીરજીના ભાઇ. લાખાપુર કુંવરબેન મગનલાલ પદમશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહી. ઠે. ભાવેશ સાવલા, ૪૦૩, સાફલ્યા, ડો. આંબેડકર રોડ, મુલુંડ (વે).
શ્રી ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
પાલીતાણા હાલ કાંદીવલી શૈલેષ બાબુલાલ નરશીદાસ મોદી (ઉં.વ. ૬૮), તે નીલાબેનના પતિ. ધવલ- અ.સૌ. મિત્સુ તથા બીજલ નીતિન રાઠોડના પિતાશ્રી. સ્વ. મુકેશભાઈ, સ્વ. સુલેખાબેન સુરેશકુમાર સરવૈયા તથા અ. સૌ. સ્મિતાબેન ઉર્મિલભાઈ મહેતાના ભાઈ. વલસાડ નિવાસી હાલ મુંબઈ સ્વ. પ્રભાબેન તથા સ્વ. ધીરજલાલ દેસાઈના જમાઈ. તે દીપક, હરેન્દ્ર, કોકીલાબેન નવીનભાઈ શાહ, નયનાબેન જતીનભાઈ મહેતાના બનેવી શનિવાર, તા. ૧૨-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દિગંબર દશા હુમંડ જૈન
સુરત નિવાસી હાલ મુંબઈ ડૉ. અશોક અમૃતલાલ ગાંધી (ઉં. વ. ૮૪) તે સુરેખાબેનના પતિ. ડૉ. શ્રેયાંશ, સ્વાતી, સપનાના પિતા. રશ્મી અને ઉમેશના સસરા. અર્હમના દાદા. રમેશભાઈ અને કમળાબેનના ભાઈ. સ્વ. રતનલાલ જૈનના જમાઈ. તા. ૧૪.૧૧.૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૫.૧૧.૨૨ના રોજ બપોરે ૨ થી ૪. સ્થળ : વનિતાવિશ્રામ સ્કૂલ હોલ, રિલાયન્સ હૉસ્પિટલની બાજુમાં, પ્રાર્થના સમાજ, મુંબઈ-૨. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ પૂના, સ્વ. દમયંતીબેન તેઓ સ્વ. રમેશચંદ્ર મોહનલાલ ઘુઘુના ધર્મપત્ની. તે જયેશભાઈ, અ.સૌ. સંગીતાબેન ચેતનભાઈ સંઘવી, અ.સૌ. જીજ્ઞાબેન જિનેનભાઈ એડનવાળાના માતુશ્રી. અ.સૌ. જાનવીબેનના સાસુ. અમલનેર નિવાસી સ્વ. વ્રજલાલ કસલચંદ દોશીનાં સુપુત્રી. ચિ. જિલ, નિર્મિતના દાદી. ચિ. જીનલ, નમન, રુચીરના નાની (ઉં. વ. ૭૫) સોમવાર તા. ૧૪-૧૧-૨૨ના પુના ખાતે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -