જૈન મરણ
ગામ કકરવાના સ્વ. પાલબેન લાઈબેન ધનજી રવજી નંદુના પુત્ર પ્રેમજી (ઉં. વ. ૮૭) સોમવાર, ૮-૫-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. શાંતાબેનના પતિ. તે જ્યોતિ, ગીરીશ, વિજય, કેતનના પિતાશ્રી. તે શિલ્પા, વર્ષા, મનીષા, લાકડીયાના હરીશના સસરા. તે સ્વ. રતનશી, સ્વ. કાનજી, સ્વ. કરસન, જેઠાલાલ, સ્વ. વેલજી, જયંતિના ભાઈ. તે મનફરાના સ્વ. કામલબેન નોંધા ખેતશી રાંભીયાના જમાઈ. પ્રાર્થનાસ્થળ: યોગી સભાગૃહ, દાદર (ઈ.) સમય સવારે ૧૦ થી ૧૧.૩૦ ક. (લૌકીક વ્યવહાર બંધ છે.)
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
ચોટીલા, હાલ બોરીવલી છોટાલાલ શાંતિલાલ શેઠના ધર્મપત્ની અ.સૌ. સરોજબેન (ઉં.વ. ૮૩) તે રાજુભાઈ (અવનીશ), નિખિલભાઈ તથા પારુલબેનના માતુશ્રી. તે હિનાબેન, પ્રજ્ઞાબેન તથા અતુલકુમારના સાસુ. તે જોરાવરનગર નિવાસી સ્વ. કાંતિલાલ મગનલાલ દિવાનના સુપુત્રી. તે જયદીપ, અંકિત, દિશાના દાદી. તે ધારા, આસિતના નાની. તા. ૧૦-૫-૨૩ના અરિહંતશરણ પામેલ છે. શત્રુંજય ભાવયાત્રા તા. ૧૪-૫-૨૩ના રોજ સવારના ૯.૩૦થી ૧૨.૩૦ સુધી પાવન ધામ, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ).
પાટણ વિશા શ્રીમાળી જૈન
લખિયારવાડા હાલ મુંબઈ સ્વ. બાપુલાલ લલ્લુચંદ શાહનાં પુત્ર ડૉ. મહેન્દ્રભાઈ શાહ (ઉં.વ. ૮૫) તે જ્યોત્સનાબેનના પતિ. ખ્યાતિબેનના પિતા. તે નિરેનભાઈના સસરા. સ્વ. ચીનુભાઈ, સ્વ. હરસુખભાઈ, સ્વ. અરવિંદભાઈ તથા લલિતાબેન રજનીકાંત શાહના ભાઈ. તે લક્ષ્મીચંદ ત્રિભોવનદાસ શાહના જમાઈ તા. ૯-૫-૨૩ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
વાગડ બે ચોવીસી સ્થા. ગુર્જર જૈન
ગામ ચિત્રોડના હાલ માટુંગા સ્વ. સ્વરૂપીબેન તથા ગં.સ્વ. વાલુબેન કુંવરજી દામજી વોરાના પુત્રવધૂ પ્રભાબેન વોરા (ઉં.વ. ૮૬) સોમવાર, તા. ૮-૫-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રાણલાલ કુંવરજી વોરાના ધર્મપત્ની. વિનોદભાઈ તથા ઈન્દુબેનના માતુશ્રી. જસવંતીબેન તથા મધુભાઈ પટેલના સાસુ. તે સ્વ. સ્વરૂપીબેન પ્રાગજી મહેતાની સુપુત્રી. તે ગં.સ્વ. વેલુબેન ખીમજી, ગં.સ્વ. શારદાબેન શાંતિલાલ, સ્વ. તારાબેન સેવંતીલાલ, અ.સૌ. ચંદનબેન રમણિકલાલ, અ.સૌ. ચંદનબેન પ્રવીણચંદ્ર, અ.સૌ. તારાબેન મહેન્દ્ર, અ.સૌ. નયનાબેન દિલીપના ભાભી. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૧-૫-૨૩ના યોગી સભાગૃહ, દાદર (ઈસ્ટ) મધે ૩.૩૦થી ૫.૦૦.
દશા શ્રીમાળી સ્થા. જૈન
જામ બરવાળા નિવાસી હાલ વસઈ રોડ, સ્વ. હરેશભાઈ દેસાઈના ધર્મપત્ની ગં.સ્વ. કોકિલાબેન (ઉં.વ. ૭૦), તા. ૯-૫-૨૩ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વસંતબેન છોટાલાલ દેસાઈના પુત્રવધૂ. ડીમ્પલબેન તથા મેહુલભાઈના માતુશ્રી. તે ધવલકુમાર મહેતા, અ.સૌ. બિનલબેનના સાસુ. તે ક્રિયાનના નાની. પિયરપક્ષે ભોકરવા નિવાસી સ્વ. દયાબેન બાબુલાલ બિલખીયાના દીકરી. તે કવિતાબેન ભાયાણી, અ.સૌ. ઈલાબેન સરવૈયાના બહેન. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૨-૫-૨૩ને શુક્રવારે ૩ થી ૫ રાખેલ છે. ઠે. શ્રી શ્ર્વેતામ્બર સ્થા. જૈન સંઘ, ગુજરાતી સ્કૂલની પાછળ, માણેકપુર, વસઈ રોડ-વેસ્ટ, નિવાસસ્થાન:- બી-૨૦૬, મીલન એપાર્ટમેન્ટ, સ્ટેશન રોડ, વસઈ રોડ-વેસ્ટ.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
મોટી પાનેલી નિવાસી સ્વ. ચંદુલાલ હરીલાલ મહેતાના ધર્મપત્ની પુષ્પાબેન (હાલ બોરીવલી) (ઉં.વ. ૮૭) તા. ૯-૫-૨૩ના મુંબઈ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે કીર્તિભાઈ, કિરણભાઈ, મીનાબેન, હર્ષાબેનના માતુશ્રી. રીટાબેન, સંગીતાબેન, જિતેન્દ્રભાઈ વોરા, હેમન્તભાઈ વકીલના સાસુ. નીધિ-ભૌમિક, ધાર્મિક, અમી, જિગર, ભાવીન, પલ્લવીના દાદી/નાની. સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. નવનીતભાઈ, સ્વ. મંજુલાબેન, સ્વ. મધુબેન, કુસુમબેનના ભાભી. પિયર પક્ષે ધ્રાફા નિવાસી સ્વ. ગુલાબચંદભાઈ જગજીવનદાસ વોરાની પુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દુદાણા નિવાસી હાલ મુલુંડ સ્વ. સુરજબેન રતિલાલ બેચરદાસ મહેતાના પુત્રવધૂ કોકિલાબેન (ઉં.વ. ૭૩) મંગળવાર, તા. ૯-૫-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે વિજયકુમાર મહેતાના ધર્મપત્ની. નેહલ સુનીલભાઈ શાહ, સેજલ કમલભાઈ મહેતા, કિંજલ ગૌતમભાઈ શાહના માતુશ્રી. હરીશભાઈ, પંકજભાઈ, મુકેશભાઈ, પૂર્ણીમાબેન રમેશકુમાર લાખાણીના ભાભી. મૂળ રાજપરા હાલ અમદાવાદવાળા નવનીતલાલ રાયચંદ શાહની દીકરી. હેમચંદ ચત્રભુજ કામદાર ચમારડીવાળાની ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પોરબંદર દશા શ્રીમાળી જૈન
પોરબંદર નિવાસી હાલ સાન્તાક્રુઝ સૌ. કિરણબેન (ઉં.વ. ૭૧) તે અરવિંદ છબીલદાસ માલીયાના પત્ની. સ્વ. કાંતાબેન છબીલદાસ માલીયાના પુત્રવધૂ. દમયંતીબેન રજનીકાંત અડોદરાની પુત્રી. મધુસૂદનભાઈની બેન. કુંતલ, કાલીન્દી આતીશ સુરી, અન્વી અમીત પરીખના માતુશ્રી. વિહાન, કવીર, કાસવી, રિસા, આયશાના નાની. તા. ૪-૫-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૨-૫-૨૩ના શુક્રવારે રાખેલ છે. સ્થળ: ૨જે માળે, રોટરી કલબ, જુહુતારા રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ)માં ૫ થી ૭.
સ્થાનકવાસી જૈન
ધારી હાલ મલાડના જયસુખલાલ ગિરધરલાલ અજમેરા (ઉં.વ. ૭૮) તે ૯-૫-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે તરુણાબહેનના પતિ. સ્વ. કાંતિભાઈ, સ્વ. ઉમેદભાઈ, સ્વ. ચીમનભાઈ, સ્વ. દીપકભાઈ, સ્વ. લાભુબેન કાંતિલાલ ગોહિલના ભાઈ. અતુલ, સંજય, ધર્મેશના પિતા. પારુલ, ભાવિશા, હેતલના સસરા. કાજલ દિશાંક શેઠિયા, પાર્થ, શ્રેયાંસ, સંકેતના દાદા. ડાહ્યાલાલ તુલસીદાસ બદાણીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૨-૫-૨૩ના ૧૦થી ૧૨ ઠે: શ્રી જૈન સ્થાનકવાસી ઉપાશ્રય, સર્વોદય હોલ, ડાયમંડ ટોકિઝ, બોરીવલી (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
માપરના વિશનજી છાડવા (ઉં.વ. ૮૯) ૮-૫-૨૩ના અવસાન પામેલ છે. જેઠીબાઇ કુંવરજીના પુત્ર. કસ્તુરબેન-પ્રેમીલાના પતિ. શીલા, જયેશ, સંસારપક્ષે ઋજુપ્રજ્ઞાશ્રી, કંચન, અજયના પિતા. નાગ્રેચા દેવકાંબેન પાસુ, વિઢ સાકરબેન દામજી, બાડા દેમીબેન દામજી, કોટડી (મહા.) ભાણબાઇ વિશનજી, ભીંસરા મણીબેન મોરારજીના ભાઇ. નાગ્રેચા ટોકરશી ઉમરશી, કોટડી (મહા.) હીરજી નાગજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિશનજી છાડવા, રૂમ જી/૪, ગ્રાઉન્ડ ફ્લોર, એસ.આર.એ. બિલ્ડીંગ, ટીચર્સ કોલોની, બાન્દ્રા (ઇ.).
દુર્ગાપુર (નવાવાસ)ના માતુશ્રી પ્રભાબેન ગાંગજી વોરા (ઉં.વ. ૭૯) ૮-૫-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી દેવકાબેન ખીમજીના પુત્રવધૂ. સ્વ. ગાંગજીના ધર્મપત્ની. પિયુષ, મનિષ, સ્વ. બીપીન, તિલાના માતુશ્રી. રાયણ હીરબાઇ રામજી ઘેલાના પુત્રી. માવજી, લક્ષ્મીચંદ, મુલચંદ, રતિલાલ, બારોઇ મણીબેન લાલજી, સમાઘોઘા સાકરબાઇ ભીમશી, દેશલપુર ભાનુમતી લખમશી, ડોણ નેણબાઇ કેશવજી, હેમલતાના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રભાવતી ગાંગજી, બી/૯, રૂક્ષ્મણી સંદેશ, ફ્રેન્ડસ કોલોની, ભાંડુપ (ઇ.).
નવીનારના તનસુખ શામજી વોરા (ઉં.વ. ૬૩) તા. ૮-૫-૨૩ના અવસાન પામેલ છે. રતનબાઇ શામજીના પુત્ર. શીલાના પતિ. ધ્વની, પરીનના પિતા. હરીલાલ, ગુણવંતી, સુશીલા, બીનાના ભાઇ. કેસરબેન લાલજીના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.). ટા. ૨ થી ૩.૩૦. નિ. તનસુખ વોરા, જી. ૫૦૩, બ્રીઝા, એન્કર પાર્ક, આચોલે રોડ, નાલાસોપારા (ઇ.).
કકરવાના પ્રેમજી નંદુ (ઉં.વ. ૮૭) તા. ૮-૫-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. પાલઇબેન/લાખઇબેન ધનજી રવજી નંદુના સુપુત્ર. સ્વ. શાંતાબેનના પતિ. જયોતિ, ગીરીશ, વિજય, કેતનના પિતાશ્રી. સ્વ. રતનશી, સ્વ. કાનજી. સ્વ. કરસન, જેઠાલાલ, સ્વ. વેલજી, જયંતિના ભાઇ. મનફરાના સ્વ. કામલબેન નોંઘા ખેતશી રાંભીયાના જમાઈ. પ્રાર્થના સ્થળ: યોગી સભાગૃહ, દાદર (ઈ), સમય સવારે ૧૦ થી ૧૧.૩૦. ઠે. પ્રેમજી ધનજી નંદુ, ૪૨૨, વૈદ્ય ભવન કો.ઓ. સોસાયટી, શ્રધ્ધાનંદ રોડ, માટુંગા (સે.રે.).
નાંગલપુરના પ્રેમજી પુનશી સાવલા (ઉં.વ. ૮૪), તા. ૮-૫-૨૩, અવસાન પામેલ છે. સ્વ. નેણબાઇ પુનશી સાવલા (નાંગલપુર)ના સુપુત્ર. તલવાણાના વેજબાઇ ધારશી ગડાના જમાઇ. સ્વ. પ્રભાબેનના પતિ. મંજુલા, અનિલ, ભારતીના પિતાશ્રી. નાના ભાડીયાના ભાનુબેન પોપટલાલ ગાલા, જગશી, લક્ષ્મીચંદ, નાનાલાલના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અનિલ પ્રેમજી સાવલા, ૨૧૫/૬, નીલાનસાગર, રોડ નં.૩, જવાહરનગર, ગોરેગામ (વે.).
દશા શ્રીમાળી સ્થા. જૈન
દામનગર નિવાસી હાલ બોરીવલી સ્વ. રસીલાબેન હસમુખભાઈ અજમેરાના પુત્ર મનોજ (ઉં.વ. ૫૪) તે ૮/૫/૨૩ના અરિહંતશરણ પામેલ છે. અલ્પાના પતિ. હર્ષિતના પિતા. રાજેશ, દીપા અરુણકુમાર મોદી, સ્વ. શિલ્પા સંજયકુમાર ઝાટકીયાના ભાઈ. ગં. સ્વ. વસુમતિબેન જયંતીલાલ કામદારના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૧૧/૫/૨૩ના ૩ થી ૫. દશા શ્રીમાળી સ્થા. જૈન ઉપાશ્રય, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કાળધર્મ
શાસન સમ્રાટ અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના સમુદાયના તપચક્રચક્રવર્તી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણોદયસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના પટ્ટધર સાહિત્ય દિવાકર અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના આજ્ઞાવર્તીની પ.પૂ. સાધ્વી શ્રી નિર્મલગુણાશ્રીજી મ.સા.ના શિષ્યા પ.પૂ.સાધ્વી શ્રી જયરેખાશ્રીજી મ.સા. (ઉં.વ. ૯૬) મંગળવાર, તા. ૯-૫-૨૩ના સાંજે ૫.૦૦ કલાકે માંડવી હોસ્પીટલ કચ્છ મધ્યે કાળધર્મ પામ્યા છે. તે સંસાર પક્ષે માતુશ્રી પાનબાઇ જેઠાભાઇ મોણસી ગાલા કચ્છ ગામ : લાયજાવાલાના સુપુત્રી.