જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વે. મૂર્તિ પૂજક જૈન
લીંબડી નિવાસી હાલ કાંદિવલી ભાઈ કમલ શાહ (ઉં.વ. ૫૭) તે હંસાબેન કાંતિલાલ વૃજલાલ શાહનાં સુપુત્ર. તે ભારતીબેનનાં પતિ. તે સૌમ્યનાં પિતા. તે રાજેશભાઈ, આરતીબેન અમિતભાઈ શાહનાં ભાઈ, સ્વ. અનોપચંદ અમીચંદ શાહનાં જમાઈ. સોમવારે તા. ૨૪-૪-૨૩નાં શરણ પામેલ છે. ભાવયાત્રા તા. ૩૦-૪-૨૩, રવિવારનાં ૩થી ૬ સરનામું: વર્ધમાન સ્થાનકવાસી ઉપાશ્રય, એસ.વી.રોડ, કાંદિવલી (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. બળવંતરાય તથા સ્વ. નિર્મળાબેનના પુત્ર અશોકભાઈ (ઉં.વ. ૭૦) તા. ૨૪-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે માલતીબેનના પતિ. પૂર્વેશ, ભૌલિક અને હર્ષના પિતાશ્રી. હીરાબેન તથા હરીભાઈ પારેખના જમાઈ. રમેશભાઈ, કીર્તિભાઈ, હર્ષીદાબેન (ઈલા) અને સ્વ. ભારતીબેનના ભાઈ. રાજુભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ , મંજુબેન, રીટાબેન અને હીનાબેનના બનેવી. (લૌકિક ક્રિયા અને પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.)
દિગમ્બર મુમુક્ષ જૈન
જામનગર નિવાસી, હાલ બોરીવલી ગં.સ્વ. મુક્તાબેન ચુનીલાલ મહેતા (ઉં.વ. ૯૫) તે સ્વ. મગનલાલ સુંદરજી મહેતા સોનગઢના પુત્રીનું દેહ પરિવર્તન ૨૪-૪-૨૩ના થયેલ છે. તેઓ મહેન્દ્રભાઈ ચુનીલાલ મહેતાના માતુશ્રી તથા નયનાબેન મહેન્દ્રભાઈના સાસુ. ભક્તિ નિલય, તેમજ દેવાંગી મહેન્દ્રના દાદી. તેઓ સ્વ. જયોત્સના જિતેન્દ્રભાઈ, શૈલાબેન અશોકભાઈ તથા આશાબેન પરિમલભાઈના માતુશ્રી તથા સ્વ. વ્રજલાલભાઈ, સ્વ. જયવંતભાઈ, સ્વ. રજનીભાઈ, મનહરભાઈ તથા ઈન્દુબેન ચંદુભાઈ શાહના બહેન. સ્થળ: ૬૦૨, એક્સર ગુરુકૃપા, એકવેરા કલબની પાસે, ઓમશાંતિ સર્કલ, એકસર તળાવ, બોરીવલી (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
સત્તાવીસ દશા પોરવાડ જૈન
શેરીસા નિવાસી સ્વ. ચુનીલાલ ગગલદાસ શાહ (ખેતવાડી-હાલ પરેલ)ના પુત્ર રમેશભાઈ (ઉં.વ. ૮૩) તા. ૨૫-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. ઈન્દુમતીના પતિ. વિપુલ, તુષાર અને બિનિતના પિતાજી. હેતલ, જીજ્ઞા અને જેનીના સસરા. ભાવિન, રવિ, રાજ, પરિતા જય પટેલ અને જીનલ હર્ષ સાંગાણીના દાદાજી તથા સ્નેહલતાબેન, સ્વ. અનિલભાઈ અને સ્વ. કોકિલાબેનના મોટાભાઈ. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
દશા શ્રીમાળી સ્થા.વાસી જૈન
ધાંધલપુર નિવાસી (હાલ પવઈ) સ્વ. વિનયચંદ્ર વનમાળીદાસ તુરખીયા તથા પદ્માબેન તુરખિયાના સુપુત્ર. હિરેનભાઈ (ઉં.વ. ૬૪) તે શરદભાઈ, હિતેશભાઈ, દિવ્યાબેન તથા હિમાંશુભાઈના ભાઈ. રેખાબેન, સોનલબેન તથા દિશાબેનના દિયર. બરવાળા ઘેલાશા નિવાસી ખીમચંદ જીવરાજભાઈ ખોખાણીના દોહિત્ર, વાડીલાલ ખીમચંદભાઈના ભાણેજ. તે ગૌરાંગ તુરખિયા, પંકતિ, વિધિ હેમાંગ શાહ, પૂર્વી શૈલેષ વાજા, દૃષ્ટિ હર્ષલ વોરા તથા મોક્ષાના કાકા. તા. ૨૨-૪-૨૩, શનિવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુર હાલે અમદાવાદના આશિષ નરેન્દ્ર મોતા (ઉં.વ. ૪૩), તા. ૨૪-૪-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. ગં.સ્વ. નિર્મળાબેન નરેન્દ્રના સુપુત્ર. હીમીષાના પતિ. ડિમ્પલ, દિપ્તી, ભુમીકાના ભાઇ. જખૌના મધુબેન નરેન્દ્ર ખોનાના જમાઇ. પ્રાર્થના સભા રાખેલ નથી. એડ્રેસ: નરેન્દ્ર મોતા, ઓ/૪૪, સેટેલાઇટ ટાવર, માનસી સર્કલ, પ્રેમચંદ નગર રોડ, અમદાવાદ-૧૫.
બેરાજાના શ્રી મગનલાલ માણેક સાવલા (ઉં.વ. ૮૦) તા. ૨૫-૪-૨૩ના અવસાન પામેલ છે. રાણબાઈ માણેકના પુત્ર. જયાબેનના પતિ. પિયુષ, ધિરેનના પિતા. હીરજી, વિજપાર, મુરજી, મણિલાલ, બિદડાના નાનબાઈ રતનશી, ગુંદાલા લક્ષ્મીબેન રાઘવજીના ભાઈ. કારાઘોઘાના જેતબાઇ ખીમજી ગાલાના જમાઈ. પ્રાર્થના: ટીપટોપ પ્લાઝા, ગ્રાઉન્ડ ફ્લોર, થાણા (વે). ટા.: ૪થી ૫.૩૦. શ્રધ્ધાંજલી: ૫.૩૦ થી ૬. નિ. પિયુષ સાવલા, ૨૫૦૧/૨, ગિરિરાજ હાઈટ્સ, હરી નિવાસ સર્કલ પાસે, એલ.બી.એસ. માર્ગ, થાણા (વે)-૬૦૨.
ભુજપુરના અ.સૌ. કસ્તુરબેન ધારશી સુરા દેઢીયા (ઉં.વ. ૮૧), તા. ૨૫-૪-૨૩ના અવસાન પામેલ છે. પાંચીબાઇ સુરા ખેતુના પુત્રવધૂ. ધારશીભાઇના ધર્મપત્ની. હસુમતી, ગીતા, રીટા, કલ્પના, સુનીલના માતુશ્રી. દેશલપુરના મણીબેન શાંતીલાલ ડુંગરશીના સુપુત્રી. સંસાર પક્ષે પા. ગચ્છના પૂ. વીરભદ્રાશ્રીજી મ.સા., સાકરબેન, નેમજીના બેન. પ્રા. શ્રી વ. સ્થા. જૈન સં. શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૨ થી ૩.૩૦. માત્ર ફોન આવકાર્ય. નિ. ધારશી સુરા, ૩૦૧, ત્રિશલા એપાર્ટમેન્ટ, શાંતિ પથ માર્ગ, મઝગામ, મું. ૧૦.
કોડાયના અનસનવ્રતધારી માતુશ્રી લક્ષ્મીબેન બોરીચા (ઉં.વ. ૯૩), તા. ૨૫-૪-૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. માતુશ્રી જેતબાઇ દેવજી બોરીચા (ભટ્ટઇ)ના પુત્રવધૂ. શામજીભાઇના ધર્મપત્ની. વિનોદ, મનસુખના માતુશ્રી. મેરાવાના દેવકાંબેન હીરજી દેઢીયાના સુપુત્રી. નેમચંદ, પ્રેમચંદ, નવાવાસના બાઇયાબાઇ, જવેરબેન, રાયધણજરના રતનબેનના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે. વિનોદ શામજી બોરીચા (ભટ્ટાઇ) ૧૪૦૫, રાજા ટાવર, આશાનગર, સાંઇધામની પાછળ, મુલુંડ (વે.).
વડાલાના દામજી વસનજી ગાલા (ઉં.વ. ૮૦), તા. ૨૪-૪-૨૩ના દેવલાલી મધ્યે અવસાન પામેલ છે. તેજબાઇ વસનજીના પુત્ર. દમયંતીના પતિ. દીલીપ, વિજય, ચેતનના પિતા. ટોડા મણીબેન જેઠાલાલ, વડાલા ઝવેરબેન વસનજી, સાડાઉ દમયંતીબેન રમણીકના ભાઇ. વડાલા મોંઘીબાઇ વેલજી સોનીના જમાઇ. પ્રા. શ્રી વર્ધ.સ્થા. જૈન શ્રા.સં.સ. કરસન લધુ નિસર હોલ, દાદર (વેસ્ટ) ટા. ૪ થી ૫.૩૦. નિ. ચેતન ગાલા, બી-૨૩૦૧, સત્યમ ઇમ્પીરીયલ હાઇટસ, સેક્ટર-૧૧, ઘણસોલી, નવી મુંબઇ-૪૦૦૭૦૧.
પાટણ ઉ ગુજરાત જૈન
પાટણવાળો બંગલો હાલ કાંદિવલી સ્વ. ચીનુભાઈ ખોડીદાસ જસવાના ધર્મપત્ની ગં. સ્વ અલકાકિશોરી જસવા (ઉં.વ. ૯૫) તે ૨૩/૪/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે વિજય અને રાજેનના માતુશ્રી. સંધ્યા અને કલ્પનાના સાસુ. પિયરપક્ષે અમદાવાદ નિવાસી સ્વ. ચંદુલાલ મોહનલાલ ઝવેરીના દીકરી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૨૮, પાટણવાળા બંગલો એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
બીલખા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. નટવરલાલ નાથાલાલ ગાંધીના ધર્મપત્ની શ્રીમતી કોકિલાબેન (ઉં.વ. ૭૮) તા. ૨૫-૪-૨૩, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે શિલ્પાબેન, અલ્પાબેન, કુનાલભાઈના માતુશ્રી. તે હિતેશભાઈ દેવીદાસભાઈ, જલ્પાબેનના સાસુ. તે રિયા, આશના, પુષ્યમના નાની. પિયર પક્ષે ધારી નિવાસી સ્વ. રામચંદજી ઓધવજી અંધરાજકાના પુત્રી. તે અનસૂયાબેન જસવંતરાઈ બોટાદરા, શીતલબેન ધીરજલાલ કામદાર, વીણાબેન, સ્વ. અશોકભાઈ, પ્રફુલભાઈના ભાભી. પ્રાર્થનાસભા તા. ૨૭-૪-૨૩ ગુરુવાર, ૪.૦૦ થી ૬.૦૦ પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઈસ્ટ).
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
મૂળવતન ઠાડચ ભાવનગર હાલ દહિસર સ્વ. પ્રભાબેન લલ્લુભાઇ દામોદરદાસ પાતાણીના પુત્ર કમલેશ (ઉં.વ. ૬૦) તે ૨૫/૪/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ગીતાબેનના પતિ. ડીંજલ કેયુરભાઇ, ફોરમ દીપભાઈ, હિરલ તથા હર્ષના પિતા. ભરતભાઈ, રમેશભાઈ, કિશોરભાઈ, સરોજબેન મધુસુદનભાઈ, હર્ષાબેન જશવંતભાઈ, વીણાબેન કિશોરભાઈના નાનાભાઈ. માંડવી નિવાસી હાલ સુરત સ્વ. ચીમનભાઈ પુરુષોત્તમદાસ પારેખના જમાઈ. રાજુભાઈ, અરવિંદભાઈ, વિજયભાઈ અને નીરૂબાપુના બનેવી. લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી હાલ કાંદિવલી ડાહ્યાલાલ ગોપાળજી શાહના સુપુત્ર પ્રફુલભાઇના ધર્મપત્ની આશાબેન (ઉં.વ. ૬૫) તા. ૨૪-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જીનલ તથા સમીરના માતુશ્રી તથા તન્મયના સાસુ. તે સ્વ. જશવંતભાઈ, સ્વ. વિનુભાઈ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, રસીલાબેન ધીરજલાલ વોરા, પુષ્પાબેન અશોકકુમારના ભાઈના પત્ની. પિયર પક્ષે દેવગાણા નિવાસી હાલ મલાડ નરોત્તમદાસ રાઘવજી શાહની સુપુત્રી. ૩૦૪, ગોકુળ હાઇટ્સ, સ્કાયલોનની બાજુમાં, ઇરાનીવાડી ૪, કાંદિવલી વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ કાંદિવલી, સ્વ. નરોત્તમદાસ ત્રિભોવનદાસ કામદારના સુપુત્ર જીતેન્દ્ર કામદાર (ઉં.વ. ૬૭) તે અલ્કાબેનના પતિ. રિદ્ધિ હાર્દિક મગિયા તથા કિંજલ હિરેન શેઠના પિતા. તે નવનીતભાઈ, રાજેશભાઈ તથા સ્વ. રશ્મિનના ભાઈ. રોનક તથા માનસી અસિત લાખાણીના કાકા. સ્વ. કાંતિલાલ શિવલાલ શાહ (અમદાવાદ)ના જમાઈ. તા. ૨૦-૪-૨૩, ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થા. જૈન
તળાજા નિવાસી (હાલ ગોરેગામ) સ્વ. ઇચ્છાબેન જયંતિલાલ સરવૈયાના સુપુત્ર જયેશભાઇ (ઉં.વ. ૬૩) અલકાબેનના પતિ તા. ૨૨/૪/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે કૃપા, જીતેનના પિતા. નિકિતાના સસરા. સુરેશભાઇ, વિજયભાઇ, દમયંતીબેન, મધુબેન, પ્રતિભાબેન, વર્ષાબેનના ભાઇ. ગં. સ્વ. વિમળાબેન વસંતભાઈ મહેતાના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થના સભા તા. ૨૭/૪/૨૩ ને ગુરૂવારે ૫ થી ૭. કેશવ ગોરે સ્મારક ટ્રસ્ટ, આરે રોડ, અંબામાતા મંદિર પાછળ, પીરામલ નગર, ગોરેગામ (વે).