જૈન મરણ
ઊંઝા નિવાસી હાલ મુંબઇ (મલાડ) સુશીલાબેન છબીલદાસ શાહના સુપુત્ર પરેશકુમાર શાહ (ઉં.વ.૬૧) તે શીલાબેનના પતિ. જય, સલોનીના પિતા. મુકેશભાઇ તથા નિલેશભાઇના ભાઇ. બીનાબેનના દિયર. જલ્પાબેનના જેઠ. સ્વ. અમુલખદાસ હરગોવિંદદાસ શાહના જમાઇ. તા. ૨૫-૪-૨૩ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૪-૨૩ના ગુરુવારના ૩થી ૫. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન, શ્રાવક (મોટો ઉપાશ્રય) કાંદિવલી, એસ. વી. રોડ, પારેખ લેન, કોર્નર, કાંદિવલી (વેસ્ટ).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીમડી નિવાસી હાલ ચારકોપ કાંદીવલી ગં. સ્વ. કાંતાબેન શાંતિલાલ ખંધાર (ઉં. વ. ૯૯) તે સ્વ. અરવિંદભાઇ, સ્વ. વસંતબેન મનહરભાઇ, સ્વ. કનકબેન કાંતિલાલ, રશ્મિબેન પંકજભાઇ તે પરેશભાઇ શાંતિલાલના માતુશ્રી. તે સ્વ. નિરંજનાબેન, અલ્પાબેનના સાસુ. સ્વ. તનસુખબેન હિંમતલાલ ખંધારના દેરાણી. સ્વ. ભીખાલાલ જગજીવનદાસ શાહની દીકરી હાલ મોજીદડ, ફાલ્ગુની દર્શનકુમાર, જોલી ઉમંગ, વિરલ તથા હિરલ ધવલના દાદી. તા. ૨૫-૪-૨૩ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
પાલનપુરી જૈન
સુધીરભાઇ મહેતા (ઉં. વ. ૮૦) અવંતિકાબહેનના પતિ. સ્વ. શશીબહેન અને કનૈયાલાલ કાલીદાસ મહેતા (બીલ્લુભાઇ)ના પુત્ર. સ્વ.તારાબેન તથા સ્વ. ધુડાલાલ હેમરાજભાઇ મહેતાના જમાઇ. સુનય, સમીતના પિતાશ્રી. અસુમિ, ઝીન્નતના સસરા. સુનિલભાઇ, સુધાબહેન, સુરેખાબહેનના ભાઇ. તા. ૨૫-૪-૨૩ના મંગળવારે દેવગત થયેલ છે. ઠે. ૧૧-૨૩ રાજહંસ, જી. રોડ, મરીન ડ્રાઇવ, મુંબઇ.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમરેલીના હાલ ઘાટકોપર તે દિવ્યાબેન પ્રતાપભાઈ ટોલીયાની પુત્રવધૂ મીનાબેન. તે શૈલેશભાઈ ટોલીયાના પત્ની (ઉં. વ. ૬૨) તે ૨૨-૪-૨૩, શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે કેજલ તથા ધારા હર્ષીલ દોશીના મમ્મી. તે રીટાબેન અરવિંદભાઈ કતીરાના ભાભી. પિયર પક્ષે તે સ્વ. ઠાકરશી સુંદરજી બારભાયાના દીકરી. તે વિનુભાઈ અને જયપ્રકાશભાઈ તથા સ્વ. વિમળાબેન મોતીલાલ શાહ, સ્વ. જયોત્સનાબેન દલીચંદ શાહ, સ્વ. હીરાબેન દલસુખરાય વસાણી, સ્વ. નયનાબેન પ્રવીણચંદ્ર મહેતા અને અ. સૌ. રેખાબેન ધનંજય કામદારના બેન. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લાડવા શ્રીમાળી જૈન
મુંંબઇ નિવાસ હાલ અંધેરી અ. સૌ. માયાદેવી મહેતા (ઉં. વ. ૮૮) તે રમેશ મહેતાના ધર્મપત્ની. ગૌરાંગ-નીપાનાં માતુશ્રી. અ.સૌ. દિપલ તથા ચિ. ચિરાગનાં સાસુ. પ્રિયદર્શન તથા ઓમદેવીના મોટબહેન. તથા અમિતા, ધર્મિષ્ઠાના નણંદ શુક્રવાર, તા. ૨૧-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ખાંભા નિવાસી હાલ કાંદિવલીના સ્વ. અમૃતલાલ ભગવાનજી ફીફાદરાના ધર્મપત્ની મંછાબેન (ઉં. વ. ૮૭) તે ૨૩/૪/૨૩ ના અરિહંતશરણ પામેલ છે. તે ભરત, હિરેન, મનોજ, જ્યોત્સના, હિનાના માતુશ્રી. છાયા, ભાવના, હિરલ, ચેતનભાઈ, નિલેશભાઈના સાસુ. કરણ, મિત, હિનલ, જૈનમ, મોહિત, મીનોલી, અક્ષય, યેશાના દાદી. સ્વ. નટવરલાલ, છોટાલાલ, પ્રતાપભાઈ, કનુભાઈ જમનાદાસ, સ્વ. ચંપાબેન, સ્વ. નીરૂબેન બગડિયા, ઇન્દુબેનના બેન. પ્રાર્થનાસભા ૨૭/૪/૨૩ના ૧૦ થી ૧૨ સ્થળ: શ્રી સ્થા જૈન ઉપાશ્રય (મોટો ઉપાશ્રય) એસ. વી. રોડ કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ સુરત સ્વ. સુશીલાબેન પ્રવીણચંદ્ર ભીખાલાલ ગાંધીના સુપુત્ર અતુલભાઇ (ઉં. વ. ૫૭) તા. ૧૯-૪-૨૩ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે દક્ષાના પતિ. તે મિહિર તથા ડો. મિલોનીના પિતા. તે નવાગામ (બડેલી) નિવાસી જશુમતીબેન વાડીલાલ ચંપકલાલ વોરાના જમાઇ. ગાંધી કનુભાઇ, અરવિંદભાઇ તથા હસુબેન ભુપતરાય શેઠના ભત્રીજા. તે મીનાબેન કમલેશભાઇ શાહ તથા સોનલબેન શ્રેયાંશભાઇ શાહના ભાઇ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૭ એપ્રિલ ૨૩ના ૯.૩૦થી ૧૧.૩૦. ઠે. પારસધામ, વલ્લભ બાગ લેન, ઘાટકોપર (ઇસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ થોરીયારી હાલે લાકડીયાના સ્વ. વાઘજી ગડા (ઉં. વ. ૮૮) તા. ૨૩-૪-૨૩ના રવિવારના અવસાન પામેલ છે. ચાંપુબેન આસપાર ગડાના સુપુત્ર. સ્વ. નાગલબેનના પતિ. ચંદ્રકાન્ત, મહેન્દ્ર, હંસરાજ, મંજુલા, હેમલતાના પિતા. સ્વ. દેવરાજ ગાલા, વિનોદ દેઢિયા, સુશીલા, નિર્મલા, કલ્પનાના સસરા. શ્રેયસ, પૂજા, ફોરમ, ઉન્નતિ, દિશા, તનવી, હિયાના દાદા. ગામ લાકડીયાના સ્વ. મુરઇબેન શંભુલાલ વાલજી ગાલાના જમાઇ. ઠે. ડી-૧૦૦૨, દીપ ટાવર, ડી.એન. નગર, અંધેરી-વેસ્ટ.
ગામ ભચાઉના સોનલબેન શાંતિલાલ લધાભાઇ ગાલા (ઉં.વ. ૬૩) મુંબઇ મધે તા. ૨૩-૪-૨૩ રવિવારના અવસાન પામ્યા છે. સ્વ. ભચીબેન સાંગણ મેધા ગાલાના પૌત્રવધૂ. સ્વ. મેઘીબેન લધાભાઇના પુત્રવધૂ. હિતેશ, રીંકલ, ધવલના માતુશ્રી. મંજરી, ફોરમ, રાહુલ સુરેશ ગડાના સાસુ. સુષ્ટી, વાર્યા, ટીયા, જીશાનના દાદી. કલ્પ, દયાપરના સ્વ. વેજીબેન રતનશી જેઠાભાઇ ખુથીયાની પુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. ૩૦૨, અભિષેક બિલ્ડિંગ, વલ્લભભાઇ રોડ, વિલેપાર્લે (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ શીવલખાના કાનજી લખમશી ગડા (ઉં. વ. ૭૩) તા. ૨૪-૪-૨૩ના સોમવારના મુંબઇ મધે અવસાન પામેલ છે. તે સ્વ. કરમાબેન-સ્વ. મુરઇબેન લખમશી નાંઇયા ગડાના પુત્ર. દમયંતીબેનના પતિ. પ્રફુલ, ગીતાના પિતા. પ્રીતી, દિપકના સસરા. પાર્થિવી, ક્રિશ્નવીના દાદા. દિક્ષીતના નાના. પ્રાર્થનાસભા ગુરુવાર, તા.૨૭-૪-૨૩ના ૯.૩૦થી ૧૧. ઠે. પ્રાર્થનાસ્થળ: પીપલ્સ સ્કૂલ, એસ. વી. રોડ, ખાર-વેસ્ટ. પ્રાર્થના પછી બરવિધી રાખેલ છે. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
જોરાવરનગર હાલ મુંબઇ નટવરલાલ હરીલાલ સંઘવીના સુપુત્ર અજયભાઇ (ઉં. વ. ૫૮) તે જીજ્ઞાબેનના પતિ. ભાવિનના પિતાશ્રી. અ. સૌ. આશા રાકેશ ગાંધીના ભાઇ. કોકિલાબેન સુરેશકુમાર શાહ (ધામી)ના જમાઇ. વિરલભાઇ, મયુરીબેન ભરતભાઇ શાહ, ડિમ્પલબેન કિરીટ શાહના બનેવી. તે ૨૫-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
સોરઠ વીસા શ્રીમાળી જૈન
વંથલી હાલ બાબુલનાથના સ્વ. ચીમનલાલ લવચંદ વસાનાં પત્ની જયોતિબેન (ઉં. વ. ૮૪) સોમવાર, ૨૪મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સંદીપ, આરતીબેનના માતા. જેસિકાબેન, તુષાર જરીવાલાના સાસુ. બિનોય, ખ્યાતિ વિરાજ શાહના દાદી. ઉત્તમચંદ પાનાચંદ દોશીનાં પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૭મીએ ૪થી ૬. ઠે. એમ. સી. ધીયા હોલ,૪થે માળે, કે. દુભાષ માર્ગ, કાલા ઘોડા, ફોર્ટ, મુંબઇ-૧.
દશા શ્રીમાળી સ્થા જૈન
ગઢડા (સ્વામીના) નિવાસી હાલ મલાડ સ્વ. હિમ્મતલાલ મગનલાલ ગોસલિયાના ધર્મપત્ની સવિતાબેન (ઉં.વ. ૮૧) તા ૨૫-૪-૨૩ ને મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મોહનલાલ ચભાડિયાના દીકરી. મંજરી ભરતકુમાર, નીપા હરીશકુમાર, મયુરના માતા. કવિતાના સાસુ. ભવ્યના દાદીમાં. તે સ્વ. હસમુખભાઈ રસિકભાઈ મનહરભાઈ, સ્વ. મહાસુખભાઈ, રાજુભાઈ, તારાબેન પ્રતાપરાય, હેમલતાબેન વિનોદરાય, શ્રમણ સંઘના સંસારી ભાભી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા.જૈન
તળાજા હાલ ગોરેગામ સ્વ. ઇચ્છાબેન જયંતીલાલ સરવૈયાના સુપુત્ર જયેશભાઇ (ઉં.વ. ૬૩) અલકાબેનના પતિ તા.૨૨/૪/૨૩ ના અરિહંતશરણ પામેલ છે. તે કૃપા, જીતેનના પિતા. નિકિતાના સસરા. સુરેશભાઇ, વિજયભાઇ, દમયંતીબેન, મધુબેન, પ્રતિભાબેન, વર્ષાબેનના ભાઇ, ગં. સ્વ. વિમળાબેન વસંતભાઈ મહેતાના જમાઇ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૭/૪/૨૩ ને ગુરુવારે સાંજે ૫ થી ૭. સ્થળ: કેશવ ગોરે સ્મારક ટ્રસ્ટ, આરે રોડ, અંબામાતા મંદિર પાછળ, પીરામલ નગર, ગોરેગામ (વે).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સરંભડા નિવાસી, હાલ મુલુંડ મનહરલાલ બટુકભાઇ ઓધવજી શાહ (ઉં. વ. ૮૦) તા. ૨૪-૪-૨૩ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે જયોતિબહેનના પતિ. તે અ. સૌ. જીગીશા જીજ્ઞેશ શાહ, અ. સૌ. કેતકી સમીર શાહના પિતા. તેઓ સ્વ. અમૃતલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. રસીકલાલ, સ્વ. કમળાબેન મનસુખલાલ શેઠ, સ્વ. મુકતાબેન જયંતીલાલ મડિયા, મંજુલાબેન બિપીનચંદ્ર વોરાના ભાઇ. તે રિદ્ધિના દાદા. દામનગર નિવાસી હાલ મુંબઇ સ્વ. ગોકળદાસ નથુભાઇ પંચમિયાના જમાઇ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.