જૈન મરણ
દશાશ્રીમાળી સ્થા. જૈન
નટવરલાલ મોહનલાલ શાહ (ગામ-ઉગામેડી) હાલ ગોરેગામ તેઓ અ.સૌ. સ્વ. હસુમતીબેનના પતિ. સ્મિતા, સુનંદા, નલીની, પૂર્ણિમા, દક્ષા, નેહા અને પ્રિયંકાના પિતા. નંદલાલ અને ચંદ્રકાંત મોહનલાલ શાહના ભાઈ. નગીનદાસ અને વિનોદ શાંતિલાલ શાહના બનેવી. જીનેશ, દૃષ્ટિ, કૃશાંગ, તીર્થ, કવિતા અને મહેકના નાના તા. ૨૨-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૪-૨૩ના રાજસ્થાન ભવન, આરે રોડ, ગોરેગાંવ (પશ્ર્ચિમ) ૫ થી ૭ રાખેલ છે. ભાણે બેસવાનું છે.
સોરઠ વિશાશ્રીમાળી જૈન
માખીયાળા નિવાસી, હાલ વિલેપાર્લે સ્વ. દયાકુંવર જેચંદભાઇ ધોળકીયાના સુપુત્ર શશીકાંતભાઈ (ઉ.વ.૭૭) તે ચંદ્રાબેનના પતિ. નિશિત તથા પ્રિતી ઉદયભાઇ શેઠના પિતાશ્રી. પૂર્વીબેનના સસરા. ભાનુબેન વિનોદરાય ધ્રુવ, હંસાબેન પ્રતાપરાય શેઠ, લીલીબેન ચંદુલાલ વોરાના ભાઈ શનિવાર ૨૨/૪/૨૩ના રોજ અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
વાગડ વિ.ઓ.જૈન
ગામ લાકડીયાના સ્વ.રમીલાબેન મેઘજી શાહના (ઉં.વ. ૭૪) તા. ૨૧.૦૪.૨૩ શુક્રવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. તે.સ્વ.વાલીબેન/સ્વ.મેરઈબેન હભુ માલા શાહના પુત્રવધુ. મેઘજીભાઈના ધર્મપત્ની. હિતેશ, જયકુમાર, સ્વાતી, ડિમ્પલના માતુશ્રી. લક્ષ્મીબેન, તૃપ્તીબેન, રસીક, વિપુલના સાસુ. સ્વ. અમૃતબેન રતનશી પબા ગડાની દિકરી. પ્રાર્થના સભા તા. ૨૪.૦૪.૨૩ સોમવાર, સાંજે ૪.૦૦ થી ૫.૩૦. સ્થળ: શ્રી કરશન લધુભાઈ નિસર હોલ, દાદર-વેસ્ટ, મુંબઈ.
વાગડ વિ.ઓ.જૈન
ગામ લાકડીયાના સ્વ. આસઈબેન લખધીર ગાલા (ઉં.વ. ૮૪) તા. ૨૧.૦૪.૨૩ના મુંબઈ મધે અવસાન પામેલ છે. તે. સ્વ. કરમાબેન ભચુ દેવા(કાચ્છી)ગાલાના પુત્રવધૂ, સ્વ. લખધીરના ધર્મપત્ની. ગં.સ્વ. લક્ષ્મી, નાનજી, અમૃત, કાન્તા, અશોકના માતુશ્રી. જયશ્રી, અલ્પા, સ્વ.શાંતિલાલ, શામજી, શાંતિલાલ નંદુના સાસુ. ગામ આધોઈના સ્વ.વિંઝય, સ્વ.દેમત કલ્યાણજી સાંગણ બુરીચાના દિકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સી/૨૦૧, સરસ્વતી ટાવર, પારસી પંચાયત, ક્રોસ રોડ, અંધેરી – ઈસ્ટ.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
બાડાના પાનબાઈ (વેલબાઈ) હંસરાજ વીરા (ઉં.વ૮૮) તા. ૨૨/૪ ના અવસાન પામેલ છે. રાણબાઈ ઉમરશી પાલણ વીરાના પુત્રવધૂ. હંસરાજના પત્ની. દેવકાબેન મુરજી ખીંયરા છાડવાના પુત્રી. ગુલાબ, વીણા, કાંતા, મીતા, માયાના માતા. બાડા લખમશી, શામજી, પ્રેમજી, વસનજી, હીરાવંતી રામજીના બેન. પ્રાર્થના : લખમશી નપ્પુ હોલ, ૩૧૧-ચંદાવરકર રોડ, માટુંગા (સેંટ્રલ), મું. ૧૯. સોમવારના ૪ થી ૫:૩૦. નિ.: ગુલાબ વીરા, ૧, સુખ સાગર બિલ્ડીંગ, આકુર્લી ક્રોસ રોડ ૧, કાંદીવલી ઇસ્ટ.
ગુંદાલાના રોહિત રમણલાલ સતરા (શાહ) (ઉં.વ.૬૭) તા. ૨૨-૪-૨૩ ના રોજ અવસાન પામેલ છે. ઝવેરબેન રમણલાલના પુત્ર. સ્વ. જયવંતી/સ્મિતાના પતિ. કાર્તિક, જયદીપના પિતા. જયંત, મનોજના ભાઇ. ભાવનગરના કનકબેન કિશોરભાઇ/સાડાઉના મણીબેન જાદવજીના જમાઇ. પ્રાર્થના: તા. ૨૪-૪-૨૩, સાંજે ૪.૩૦ થી ૬.૦૦. સ્થળ : ટીપટોપ પ્લાઝા, ચેકનાકા, થાણા (વે). ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે. નિવાસ : રોહિત સતરા, ૨૦૧, કોનાર્ક દર્શન, ઝવેર રોડ, મુલુંડ (વે).
મોટા કાંડાગરાના શરદભાઇ મોરારજી છેડા (ઉં.વ. ૭૧) તા. ૧૯-૦૪ના બિદડા માતૃવંદનામાં અરિહંત શરણ થયા છે. કાંડાગરાના રાણબાઇ ઉમરશી વિજપારના પૌત્ર. માતુશ્રી મઠાબાઇ મોરારજી ઉમરશીના પુત્ર. ભુજપુરના રતનબેન ઉમરશી માલદેના દોહીત્ર. કાંડાગરા નિલમબેન (કમળા) નવિન ગાલા, મો. આસંબીયા ચંદન વસંત દેઢીયાના ભાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. સદગતના આત્માની શાંતિ માટે ૧૨ નવકાર ગણવા. એડ્રેસ : ચંદન વસંત દેઢીયા, બી-૧૩૦૨, અવંત હેરીટેજ, રામવાડી, જોગેશ્ર્વરી (ઇસ્ટ).
નાના ભાડીયાના હેમલતાબેન ખેમચંદ લાપસીયા. (ઉં.વ.૭૭) તા.૨૧-૪-૨૩ ના અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન લાલજી દેવજીના પુત્રવધૂ. ખેમચંદભાઈના ધર્મપત્ની. કિર્તી (રાજુ), શૈલેષ, પરેશ, હીનાના માતા. ફરાદી મણીબેન મોરારજી વીરજી વીરાના પુત્રી. હરીલાલ, ધીરજ, મહેન્દ્ર, અશ્ર્વિન, હંસાના બેન. પ્રા.સ્થળ: યોગી સભાગૃહ, ગ્રાઉન્ડ ફ્લોર, દાદર (સે.રે.). ટા.૪ થી ૫.૩૦.
બિદડા ઓતરો ફરીઆના નરેશ કાકુભાઈ ઉમરશી ફુરીઆ. (ઉં.વ.૬૧) ૨૧-૪-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. મંજુલાબેન (દમયંતી) કાકુભાઈના પુત્ર. સ્વ. કોરઈબાઈ ઉમરશી વેલજી ફુરીઆના પૌત્ર. નીના, કેતનના ભાઈ. કોડાયના ભચીમા મેઘજી લાલજી લાલનના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. નિ. નરેશ કાકુભાઈ ફુરીઆ. ૧૩, આનંદ છાયા, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વે).
કારાઘોઘાના નવિનચંદ્ર પ્રેમજી સૈયા (ઉં.વ. ૭૩) તા. ૨૧-૦૪-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. મણીબાઇ પ્રેમજી સૈયાના પુત્ર. નીતા (નાનબાઇ)ના પતિ. ફરાદીના કંકુબેન કાનજી સાવલાના જમાઇ. અનિલ, કપીલ, રીનાના પિતા. પ્રાર્થના : શ્રી વર્ધમાન શ્રાવક જૈન કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટાઇમ : ૨ થી ૩.૩૦. (સોમવાર, ૨૪-૪-૨૩) ઘરે આવવાની તસ્દી લેવી નહીં.
બાડાના રમેશ કલ્યાણજી છાડવા (ઉં.વ.૫૯) તા. ૨૨-૪-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. કુંવરબાઇ કલ્યાણજી છાડવાના પુત્ર. કાન્તાના પતિ. હિતેશના પિતા. સ્વ. સુંદરજી, જાદવજી, મંજુલાના ભાઇ. ગામ પત્રીના હિરબાઇ નાનજી ધરમશી ધરોડના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ફોન સંપર્ક રૂબરૂ તુલ્ય. ઠે. હીતેશ છાડવા, ૪૨/૧૬ વરલી બી.ડી.ડી. ચાલ, જી.એમ. ગોસલે માર્ગ, મુંબઇ-૧૮.
હાલારી વિશા શ્રીમાળી જૈન તથા મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
ખિલોસ જામનગર સ્વ. ચંપકલાલ કાનજીભાઇ (ઠક્કર)શાહના ધર્મપત્ની ગં. સ્વ. મૃદુલાબેન (ઉં. વ. ૮૯)તે વસુધાના માતુશ્રી. તે હેમેન્દ્ર કાંતિલાલ શાહના સાસુજી. તે સ્વ. ધીરજલાલ, સ્વ. સુરેશભાઇ, જીતુભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ.જયંતભાઇ, સ્વ. સમજુબેન હરિલાલ, સ્વ. ભાનુબેન સેવંતીલાલ, સ્વ. તરલાબેન રજનીકાંત, સ્વ. સરોજબેન તથા ચંદ્રીકાબેનના ભાઇના પત્ની. આનંદના કાકી. પિયર પક્ષે ધ્રોલ નિવાસી વકીલ સ્વ. અમૃતલાલ અમરશી મહેતાની પુત્રી. તે સ્વ. જયંતીલાલ, સ્વ. ઉમેદલાલ, સ્વ. પૂનમચંદભાઇ, ધીરજલાલ, દયાબેન કેવલચંદ, જયાબહેન ચંપકલાલ, ચંદ્રિકા નવીનચંદ્રના બહેન. તા. ૨૨-૪-૨૩ના શનિવારે ભાયંદર મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ક. દ. ઓ. જ્ઞાતિ જૈન
સરલાબેન નવીનચંદ્ર નાગડા (ઉં.વ. ૭૫) (ગામ: નલિયા, હાલે: વડાલા) ગુરુવાર, તા. ૨૦ એપ્રિલ ૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. લીલબાઇ મુલજી નાગડાના પુત્રવધૂ તથા સોનબાઇ (સુભદ્રા) કુંવરજી લોડાયા (સાંયરા)ના દિકરી. સ્વ. શ્રી નવીનચંદ્ર મુલજી નાગડાના પત્ની, ધીરેન અને નીરેનના માતુશ્રી, જાગૃતિના સાસુમાં લૌકિક વ્યવહાર સદંતર બંધ છે તથા પ્રાર્થના રાખેલ નથી.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વઢવાણ નિવાસી સ્વ. મુગટભાઇ ચુનીલાલ વોરાના ધર્મપત્ની ભારતીબેન (ઉં. વ. ૯૦) તે સ્વ. હંસાબેન-આશકરણભાઇ, શૈલેશ રીના, રીટા રાજુભાઇના મમ્મી. તે રોજકાવાળા સ્વ. સવિતાબેન મોતીલાલ નાગરદાસ શાહના દીકરી. તે સ્વ. ભાઇલાલભાઇ, સ્વ. જશુભાઇ, સ્વ. ઘેલીબેન, સ્વ. શાંતાબેન, સ્વ. કંચનબેનના ભાભી. તે વિવેક-ખ્યાતિ, દર્શિત-પારીશા, ફાલ્ગુની-હેમંતભાઇ, સેજલ-દિપેશભાઇ, જય-રૂચિતા, કરણ-અનુજા, જીમી-બ્રીંદાના દાદી-નાની. તે તા. ૨૨-૪-૨૩ ને શનિવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડ વિશા શ્રીમાળી શ્ર્વે. મૂર્તિ. જૈન
લીમડી નિવાસી હાલ કાંદિવલી ગં. સ્વ. શાંતાબેન (ઉં. વ. ૯૭) તે સ્વ. મનહરલાલ ભગવાનદાસ દોશીના ધર્મપત્ની. અ. સૌ. પ્રિયાબેન, નિલેશ, હરેન, ડો. મેહુલના માતુશ્રી. જીતેનકુમાર કાંતિલાલ, અ. સૌ. દિવ્યા, પ્રીતિ, સુજાતાના સાસુ. પરાગ, કૃપાલી, કુશલ, નિધિ, ચિન્મય, ધરા, પ્રશમના નાની-દાદી. વઢવાણ નિવાસી ઠાકોરદાસ મંગળજીની દીકરી. સુશીલાબેન કનૈયાલાલ, સ્વ. રજનીબેન રસીકલાલ તથા સજનીબેન જશવંતભાઇના ભાભી. પ્રભુલાલભાઇ, કેશવલાલ, મુગટભાઇ, ચંદુભાઇ તથા શાંતિકુમારના બહેન. તા. ૨૩-૪-૨૩ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા તા. ૨૫-૪-૨૩ના ૪થી ૬. ઠે. દામોદર વાડી, કાંદિવલી (ઇસ્ટ).