જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
પત્રીના અ.સૌ. ગીતા દિપક ગોગરી (ઉં. વ. ૬૮) તા. ૨૦-૩ના અવસાન પામેલ છે. કેસરબેન કુંવરજી ગોગરીના પુત્રવધૂ. પારૂલના માતુશ્રી. લક્ષ્મીબેન કાનજી શીવજી ચંદ્રુઆની પુત્રી. બગડાના શાંતીલાલ, પ્રેમજી, ગુંદાલાના ઝવેર દામજી, લાખાપુરના જશવંતી તલકશીના બહેન. સાદડી રાખેલ નથી. એડ્રેસ: પારૂલ, એ-૧૨૦૩, લોટસ ટાવર, એ.એન.ડી. ફોર એવર સીટી, અગાસન ફાટકની બાજુમાં, દિવા (પૂર્વ).
ગુંદાલાના કાંતીલાલ દેઢીયા (ઉં. વ. ૭૨) તા. ૨૦-૪-૨૦૨૩ના અવસાન પામેલ છે. દેવકાબેન ટોકરશીના પુત્ર. સ્વ. ચંદ્રીકાના પતિ. સ્વ. રમણીક, સ્વ. ધીરજના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રમણીક દેઢીયા, ૧૦૧૧, ક્રિષ્ણા ગ્રીન લેન્ડ પાર્ક, કસારવડવલી, ઘોડબંદર રોડ, થાણા-૪૦૦૬૦૧.
કોટડી મહાદેવપુરીના ખુશાલ જીવરાજ ગોસર (ઉં. વ. ૮૨) તા. ૨૦-૦૪-૨૦૨૩, ગુરૂવારના અવસાન પામેલ છે. તરૂલતાના પતિ. જીજ્ઞાના પિતા. સ્વ. મુલબાઇ જીવરાજના પુત્ર. ભોજાયના સાકરબેન જેઠાલાલ, ખીમજી, સ્વ. ચંદ્રકાંત, સ્વ. નવિન, સ્વ. કાંતીલાલના ભાઇ. વિઢના વાલબાઇ ટોકરશી દેવરાજ નાગડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એ. : તરૂલતા ગોસર, એ-૨૦૨, એડવેન્ટ, નીલ રેસીડેન્સી, ભરૂચા રોડ, દહીંસર (ઇ.)
મોટી ખાખરના ગંગાબાઇ દેઢીયા (ઉં. વ. ૯૫) તા. ૨૧-૪-૨૩ના અવસાન પામેલ છે. જીવામા વીરજીના પુત્રવધૂ. ગાંગજીના ધર્મપત્ની. દુર્ગા (લતા), વિજય, મહાલક્ષ્મી (માલા), સરસ્વતી (રચના), સ્વ. લક્ષ્મીચંદના માતુશ્રી. ના. ભાડીયા ઉમરશી હરશી, કાંડાગરા ભાણબાઇ હંસરાજના પુત્રી. ભવાનજી, હીરબાઇના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિજય દેઢીયા, બી/૭૦૧, ઉમા એપાર્ટમેન્ટ, સાને ગુરૂજી નગર, મુલુંડ (ઇ).
કોટડા (રોહા)ના મુલચંદ મેઘજી પાસડ (ઉં. વ. ૮૧) તા. ૨૧-૪ના અવસાન પામેલ છે. નાનબાઇ મેઘજીના પુત્ર. રતનબેનના પતિ. મીના, કિરણ, મીનલ, ડિમ્પલ, ચેતના, પ્રિયાના પિતાશ્રી. લક્ષ્મીચંદ, હરખચંદ, ખુશાલ, ચંચલ, ભાવનાના ભાઇ. શેરડી મેઘબાઇ હીરજીના જમાઇ. પ્રાર્થના : શ્રી વર્ધ. સ્થા. જૈન શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (ઇ). ટા. : ૪ થી ૫.૩૦. ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે.
રતાડીયા ગણેશના જયેશ નરશી છેડા (ઉં. વ. ૫૭) તા.૨૧-૪-૨૩ના અવસાન પામેલ છે. હીરબાઈ નરશીના પુત્ર. નિપાલીના પતિ. મીતના પિતા. નિર્મળા, મુલચંદ, મંજુલા, મીનાના ભાઈ. રતનબેન શામજીના જમાઈ. દિલીપના બનેવી. પ્રા. સરાફ માતૃમંદિર, પોદાર રોડ, ગોલ ગાર્ડન, મલાડ (ઈસ્ટ). ટા.૩ થી ૪.૩૦.
પાટણ વિશા શ્રીમાળી જૈન
પાટણ બ્રાહ્મણવાડો સિદ્ધચક્રની પોળ હાલ પાર્લા સ્વ. ચંદ્રાવતીબેન ચંપકલાલ ગભરૂચંદના પુત્ર. મહેન્દ્રના ધર્મપત્ની કલ્પનાબેન (ઉં. વ. ૭૭) તે ૨૨/૪/૨૩ના અરિહંતશરણ પામેલ છે. હીરાબેન ફકીરચંદ રીખવચંદ શાહ રતલામવાળાના પુત્રી. કિન્નરી-કેતન, મિતુલ-ફાલ્ગુની, હેતલ-અલ્પેશના માતા. સ્વ. મધુભાઈ, નીતિનભાઈ, સ્વ. પંકજભાઇ, દક્ષાબેન જીતેન્દ્રભાઈના ભાભી. ધ્રુવ-મેહા, હર્ષિલ-રિયા જય અને વત્સલના દાદી. તેમની પ્રાર્થના સભા ૨૩/૪/૨૩ ના ૪ થી ૬. વિશ્વકર્મા બાગ, બજાજ રોડ વિલેપાર્લે વેસ્ટ. ચક્ષુદાન કરેલ છે.
બેતાલિસ દશા હુમળ દિગંબર જૈન
મૂળગામ નનાનપુર હાલ બોરીવલી સ્વ. સંતોકબેન તથા સ્વ. સોમચંદ નાલચંદ દોશીના સુપુત્ર ચંપકલાલ દોશી (ઉં. વ. ૮૭) તે સ્વ. સુશીલાબેનના પતિ. સ્વ.ચંદનબેન તથા સ્વ. મફતલાલ જુગલ દાસ ગાંધીના જમાઈ. હર્ષદકુમાર-અલ્કાબેન, બિપિનકુમાર -સાધનાબેન, નિકેશકુમાર-બીનાબેન, હિતેશકુમાર-શીતલબેનના પિતાશ્રી. ગ્રેશાબેન સિધ્ધેસકુમાર, નુપુર શશાંક, અક્ષીત, નીશીત, નિહાર, મોનિલ, મેઘા, ઝરણાના દાદા. અયાંશ અનાયાના વડદાદા ગુરુવાર, તા. ૨૦/૦૪/૨૩ના અરિહંતશરણ પામ્યાં છે તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. ૨૪/૦૪/૨૩ના ૯ થી ૧૧ સ્થળ શ્રી વર્ધમાન સ્થાનક વાસી હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ ટી રોડ બોરીવલી વેસ્ટ.
દશા શ્રીમાળી જૈન
મેંદરડા નિવાસી હાલ કલકત્તા સ્વ. પ્રભુદાસભાઈ લવચંદભાઈ દોશીના પુત્ર સુરેશભાઈ (ઉં. વ. ૭૩) તે સપનાબેનના પતિ તે ૨૧/૦૪/૨૩ નાં અરિહંતશરણ પામેલ છે. તે રીમા ઉદાણી, જીતના પિતા. સ્વ. અનંતભાઇ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. કિરીટભાઈ, ભુપેન્દ્રભાઈ, સ્વ. તરૂલતાબેન અવલાણી, સ્વ. હંસાબેન ધુલિયા, સ્વ. પન્નાબેન અજમેરાના ભાઈ. મોતિલાલ મુંદાના વેવાઈ. સ્વ. શાંતિલાલ ભાનુલાલ કોઠારીના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૨૩/૪/૨૩ નાં ૯.૩૦ થી ૧૧.૩૦ સીએમડીએ હાઉસિંગ સોસાયટી, ૫૨૮, બિરેન રોય રોડ, સંજીબ પાલી ક્લબ હાઉસ કોલકતા.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વિસાવદર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. હસમુખલાલ દુલ્લભજીભાઇ દોશીનાં ધર્મપત્ની ગં. સ્વ. મંજુલાબેન (ઉં. વ. ૭૩) તે જતીનભાઇ, પ્રિતેશભાઇ તથા હેતલબેન દોશીના માતુશ્રી. તે શીતલબેન તથા નીતાબેનના સાસુજી. તે સ્વ. વિજયાબેન છોટાલાલભાઇ, સ્વ. ઉમેદલાલભાઇ, સ્વ. કાંતાબેન રમણીકલાલ, સ્વ. શારદાબેન પ્રાણલાલભાઇ, પ. પૂ. કંચનબાઇ મ. સ. હંસાબેન, જયસુખલાલભાઇ દુલ્લભજીભાઇના ભાભી. તે ચણાકા નિવાસી માતુશ્રી વ્રજકુંવરબેન મોહનલાલભાઇ દેવચંદભાઇ રૂપાણીના સુપુત્રી. તે સ્વ. લીલાવંતીબેન ગુલાબચંદભાઇ, સ્વ. શારદાબેન પ્રાણલાલભાઇ, ગં. સ્વ. તરૂલતાબહેન નાથાલાલ, સ્વ. રજનીકાંતભાઇ, પ્રવીણભાઇ, સ્વ. મહેશભાઇ, સ્વ. હસમુખભાઇ મોહનલાલભાઇ રૂપાણીના બેન. તા. ૧૮-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૪-૨૩ને રવિવારે ૩થી ૫. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગરોડીયા નગર, ઘાટકોપર (ઇ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ કાંદિવલી સ્વ. નરોતમદાસ ત્રિભોવનદાસ કામદારના સુપુત્ર જીતેન્દ્ર કામદાર (ઉં. વ. ૬૭) તે અલકાબેનના પતિ. રિદ્ધિ હાર્દિક મગિયા તથા કિંજલ હિરેન શેઠના પિતા. તે નવનીતભાઇ, રાજેશભાઇ તથા સ્વ. રશ્મિનનાભાઇ, રોનક તથા માનસી અસિત લાખાણીના કાકા. જયના નાના. સ્વ. કાંતિલાલ શિવલાલ શાહ (અમદાવાદ)ના જમાઇ. તા. ૨૦-૪-૨૩ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ટાણા નિવાસી હાલ મલાડ સ્વ. જાદવજીભાઇ જીવણલાલ શાહના સુપુત્ર પ્રવીણભાઇ (ઉં.વ. ૭૮) ગુુરુવાર તા. ૨૦-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયોતિબેનના પતિ. કેતન, વિમલ, સ્વ. મિલનના પિતા. સ્વ. ગંભીરભાઇ, સ્વ. ભુપતભાઇ, સ્વ. શાંતિભાઇ, વસંતભાઇ, સ્વ. ગજરાબેન નેમચંદભાઇ, સ્વ. રસીલાબેન ત્રંબકલાલ, સ્વ.શાંતાબેન છોટાલાલ, સ્વ. સૂરજબેન ગીરધરલાલ, સ્વ. ચંદ્રીકાબેન ધીરજલાલના નાનાભાઇ. જીજ્ઞા કેતનભાઇના સસરા. શ્ર્વસુર પક્ષે સ્વ. ચત્રભુજ હેમચંદ કનાડીયા (તણસા)ના જમાઇ.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
સિંગાપુર નિવાસી ગુણવંતભાઈ તથા સ્વ. રંજનબેન દોશીના સુપુત્ર હેમન્ત (ઉં. વ. ૫૩) તા. ૨૨.૪.૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જશ્મીનના પતિ. ટીયા, યાનાના પિતાશ્રી. નિતાબેન, હર્ષદભાઈ પ્રાણજીવનભાઈ શાહના જમાઈ. નેહા લીનેશ મહેતા તથા અમીના બનેવી. આશા શરદ શાહ, કિરણ સતીષ શાહ તથા નયના પંકજ દેસાઈના ભત્રીજાવર. બધો જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જૂનાગઢ નિવાસી હાલ ઘાટકોપર મધુબેન મહેન્દ્રકુમાર દેસાઈ (ઉં.વ. ૭૨) તે વીણાલક્ષ્મી ધીરજલાલ દેસાઈના પુત્રવધૂ. નિખિલ, જલ્પા, રાજુલ, વિરલના માતુશ્રી. બીનાબેન રમેશભાઈના દેરાણી. રેખાબેન, નૈનાબેન, ભારતીબેન, અમિતાબેનના ભાભી. નેવાનદિયા અને જશના દાદી-નાની. મોરબી નિવાસી કમલાબેન મણીભાઈ સંધાવીના સુપુત્રી. તા. ૨૨-૪-૨૩ના, અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૪-૪-૨૩, સોમવારના સવારે ૧૦થી ૧૨ ઠે: પારસધામ, ઘાટકોપર.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઉના નિવાસી હાલ-ઘાટકોપર, માનકુંવરબેન હઠીચંદ દોશીના સુપુત્ર. રસિકલાલ (ઉં.વ. ૭૯) તા. ૨૨-૪-૨૩, શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભાનુબેનના પતિ. રીટા શૈલેષકુમાર દોશી, કાશ્મીરા શૈલેષકુમાર વોરા તથા હિરેનના પિતાશ્રી. તેજલના સસરા. હાર્દિના દાદા. હિમાની અને ઝીલના નાનાજી. તે મહેતા કપૂરચંદ ચત્રભૂજના (ચમારડી) જમાઈ. સ્થળ: હિરેન રસિકલાલ દોશી, ૨૦, પરેશ ભુવન, ૩જે માળે, સાંઈનાથ નગર રોડ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ). (સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
દશા શ્રીમાળી જૈન
વલ્લભીપુર નિવાસી હાલ ઘાટકોપર, હેમંતભાઈ ફત્તેહચંદ મહેતાના ધર્મપત્ની. અ.સૌ. મિનાક્ષીબેન (ઉં.વ. ૬૮) તા. ૨૨-૪-૨૩, શનિવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. કાંતાબેન ફત્તેહચંદ મહેતાના પુત્રવધૂ. તે વિધિ રિચિભાઈ શાહના માતુશ્રી. નિવાનના નાની અને સ્વ. કમળાબેન રમણીકભાઈ ભાયાણીની સુપુત્રી. (સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)