જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના બિપીન પ્રેમજી નંદુ (ઉં. વ. ૬૩) તા. ૧૮.૪.૨૩ના અવસાન પામ્યા છે. નિર્મળાબેન પ્રેમજી નંદુના સુપુત્ર. તરલાના પતિ. અમીત, મયંકના પિતાશ્રી. મીનાના ભાઈ. લક્ષ્મીબેન કુંવરજી ગંગરના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ફોન/મેસેજ રૂબરૂ તુલ્ય. નિ. બિપીન પ્રેમજી નંદુ : ૬૦૧, સુંદર એપા., શીવદાસ ચાંપશી માર્ગ, મઝગામ, મું-૧૦.
મંજલ (હમલા)ના નવિનચંદ્ર ચાંપશી છેડા (ઉં. વ. ૮૦) તા. ૧૮-૪-૨૩ના અવસાન પામેલ છે. ગૌરબાઇ ચાંપશીના પુત્ર. પુષ્પાબેનના પતિ. પ્રદિપ, લલિત, પિયુષના પિતાશ્રી. નરશી, નાનજી, સતીષ, સુરેશ, ગઢશીશાના મણીબેન નવિનચંદ્ર, કસ્તુર કેશવજી, શેરડીના લીલાવંતી દિનેશ, સણોસરાના તારા ગોવિંદજીના ભાઇ. ગઢશીશાના ધનબાઇ આસુભાઇ વાલજી દેઢિયાના જમાઇ. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. પિયુષ છેડા, ૭૦૧, યશવંત સ્મૃતિ, એસ.એન.રોડ, મુલુંડ (વે), મું. ૮૦.
વડાલાના મણીબેન લાલજી ગાલા-ઇશરાણી, (ઉં. વ. ૯૫) તા. ૧૯-૪-૨૩ના દેવલોક પામ્યા છે. મોંઘીબાઇ વીરજી ગાલાના પુત્રવધૂ. લાલજીના ધર્મપત્ની. સુરજી, મહેશ, ચીમન, સ્વ. મુકેશ, હસમુખ, વિમળા, ઉર્મિલા, દીનાના માતુશ્રી. લક્ષ્મીબાઇ વીરજીના સુપુત્રી. સાકર, કેસર, ધનજી, જાદવજી, આણંદજી, ચુનીલાલના બેન. ફોન આવકાર્ય. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચીમન ગાલા, ૧૦૧, ગિરનાર એપાર્ટમેન્ટ, મંડપેશ્ર્વર રોડ, બોરીવલી (વે.) ૯૨.
છસરાના હીરાલાલ નરશી જેઠા વોરા (ઉં. વ. ૮૦) તા.૧૯-૪-૨૩ના અવસાન પામેલ છે. કંકુબેન નરશીના પુત્ર. વિમળાબેનના પતિ. લતા, ભાવના, કોમલ, રાજુના પિતા. હરીલાલ, લખમશી, વીરચંદ, સુંદરબેનના ભાઈ. કપાયા પાનબાઈ વસનજી કુંવરજી કોરાણીના જમાઈ. પ્રા.યોગી સભાગૃહ, ગ્રા.ફલોર, દાદર ઈસ્ટ. ટા. ૩ થી ૪.૩૦. નિ. હીરાલાલ વોરા, પ૨, દ્વારકા ભુવન સોસાયટી, પ્લોટ નંબર- ૧૨૭, પ મી ગલ્લી, હિંદુ કોલોની, દાદર (ઈસ્ટ), મું – ૧૪.
દશા શ્રીમાળી સ્થા. જૈન
બરવાળા ઘેલાશા નિવાસી હાલ માટુંગા સ્વ. શાંતાબેન મણીલાલ ડેલીવાલાના સુપુત્ર અનંતરાય ડેલીવાળા (ઉં.વ.૮૬) તે હંસાબેનના પતિ. તે હેમલ સંજય, સેજલ જીલેશ, અમીષા તિરલના પિતા. તે સ્વ. જયંતીભાઇ, અશ્ર્વીનભાઇ, સ્વ. મંજુલાબેન કામદાર, સ્વ. ચિત્રલેખાબેન ગોસલિયાના ભાઇ. તે રૂપલ રાજેન, રૂચી ધ્રુમન શેઠ અને આશીષના કાકા. તે સ્વ. રંભાબેન નંદલાલભાઇ મઠીયાના જમાઇ. તા. ૨૦-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભાની પ્રથા બંધ રાખેલ છે. ઠે. અશ્ર્વીનભાઇ ડેલીવાળા, ૪૦૪, મેરૂ ટાવર, બી જામે જમશેદ રોડ, માટુંગા.
દશા શ્રીમાળી સુખડિયા જૈન
લાઠી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મનુભાઇ દુર્લભજી નગરિયાના સુપુત્ર કિરીટભાઇ (ઉં. વ. ૭૨) બુધવાર તા. ૧૯-૦૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે હર્ષાબેનના પતિ. તથા શ્રુતિ-જતીન, પ્રતીક-શૈલીના પિતા. સ્વ. ચંદ્રકાન્ત, અશોક, ભારતીબેન, ચંદ્રિકાબેન, જયોતિબેન અને ભાવનાબેનના ભાઇ. અયાન, અર્જુન, આનયાના દાદા. સસુર પક્ષે નડિયાદ નિવાસી હાલ મુંબઇ સ્વ. મનુભાઇ દાનીના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. અંતિમ વિદાય તા. ૨૨-૪-૨૩ના શનિવારે સવારે ૮.૩૦ વાગે તેમના નિવાસસ્થાનેથી શરૂ થશે. ઠે. ૧૧૦૧, ટાવર ૫, કેડર આર્ચીડ રેસીડેન્સી, આર. સી. ટી.મોલ, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ મુલુંડ સ્વ. અનંતરાય અમૃતલાલ પટનીના ધર્મપત્ની નીતાબેન (ઉં. વ. ૬૯) તા. ૧૯-૪-૨૩ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સંદીપ, કલ્પેશ તથા વૈશાલી વિરલકુમાર શાહના માતુશ્રી. મીતાલીબેન, અનીષાબેનના સાસુ. હર્ષદભાઇ, સુરેશભાઇ, લતાબેન શરદકુમાર મહેતાના ભાભી. રેખાબેનના જેઠાણી. તથા સ્વ. જેઠાલાલ પાનાચંદ વોરા (ત્રાપજવાળા)ના દીકરી. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૪-૪-૨૩ના ૧૦થી ૧૨. ઠે. જીવરાજ ભાણજી શાહ ટ્રસ્ટ (અશોક હોલ) અશોક નગર, મેહુલ સિનેમાની ગલીમાં, મુલુંડ (વેસ્ટ).
દિગંબર જૈન
ઇડર નિવાસી હાલ મલાડ કિરીટભાઇ મફતલાલ દોશી (ઉં. વ. ૬૮) તા. ૨૦-૪-૨૩ના અરિહંતશરણ થયા છે. તે ગં. સ્વ. વર્ષાબેનના પતિ. જીગરના પિતા. પંથીનીના સસરા. નિવાનના દાદા. સુકેશભાઇ, રાજેશભાઇના ભાઇ. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૧-૪-૨૩ના ૩થી ૫. ઠે. પારેખ હોલ, જીતેન્દ્ર ક્રોસ રોડ, જૈન મંદિર પાસે, મલાડ (ઇસ્ટ).
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
મોરબી નિવાસી હાલ પાર્લા સ્વ. પ્રભાશંકર સુંદરજી મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. મુકતાબેન (ઉ.વ. ૯૯) તે વિપીનભાઇ, હસમુખભાઇ, શૈલેષભાઇ, પ્રફુલાબેન અનોપચંદ, સ્વ. ભાનુબેન શાંતિલાલના માતુશ્રી. વનિતાબેન, નૂતનબેન તથા બીનાબેનના સાસુ. ખ્યાતિબેન, મનસ્વીબેન તથા વિધીબેનના દાદીસાસુ. જય, હેતલ, નિશીત, હર્ષિત, કૃતિ રીતેશકુમાર તથા ક્રીનાના દાદી. પિયરપક્ષે સાકરચંદજી વેલજી વસા. મોરબી નિવાસી પ્રાણજીવન છગનલાલ મહેતાના દીકરી. બુધવાર તા. ૧૯-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા શનિવાર, તા. ૨૨-૪-૨૩ના ૧૦થી ૧૨. જલારામ હોલ, નોર્થ-સાઉથ રોડ નં.૬, જે.વી. પી. ડી. સ્કીમ, જોગર્સ પાર્કની સામે, વિલેપાર્લે (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના કેસરબેન (ઉં. વ. ૮૬) તા. ૧૮-૪-૨૩ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. ભાવલબેન અરજણ ગાલાના પુત્રવધુ. સ્વ. ભચુભાઇના ધર્મપત્ની. જવેર, મગન, ચંપક, સુરેશ, મંજુલાના માતુશ્રી. અમૃતા, હંસા, ગુણવંતી, શીવજી ગડા, ઉમરશી બુરીચાના સાસુ. ગામ શિવલખાના સ્વ. રખુબેન વાલજી સુરજી ગડાના દીકરી. ઠે. ગોન્સાલ્વિસ ચાલ, વીકેર હોસ્પિટલની બાજુમાં, સહાર રોડ, અંધેરી (ઇસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વરલવાળા હાલ મુલુંડ સ્વ. ઝવેરચંદ માણેકચંદ શાહના સુપુત્ર સ્વ. હસમુખભાઇ (ભીખુભાઇ)ના ધર્મપત્ની કિરણબેન (ઉં. વ. ૭૦) તા. ૧૮-૪-૨૩ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સેજલ, કુણાલ તેમ જ નિરવના માતુશ્રી. સેજલ, યશા અને રાહુલકુમાર રસિકલાલ શાહ (જીથરીવાળા)ના સાસુ. હીરાબેન વસંતરાય શેઠ (મોખડકા) અને નયનાબેન હરેશભાઇ દોશી (વાંકાનેર)ના ભાભી. કમળેજ નિવાસી હાલ મુુલુંડ સ્વ. અમૃતલાલ મગનલાલ શાહના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.