ખંભાત વિશા શ્રીમાળી જૈન
મૂળ વતન ખંભાત, હાલ બોરીવલીના સતિષભાઈ રમણલાલ કાટવાળા (ઉં. વ. ૭૨), તા. ૧૫ એપ્રિલ ૨૦૨૩, શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હસુમતીબેન રમણલાલના સુપુત્ર. સ્વ. ભારતીબેનના પતિ. સ્વ. દીપચંદ જયચંદ શાહના જમાઈ (પચ્છેગામ), પિન્કીબેન, ભાવેશભાઈ, ભાવિકાબેન, અભયભાઈના પિતાશ્રી. ચેતનભાઇ, નીપાબેન, અમિતભાઈના સસરા. ભારતીબેન દિલીપકુમારના ભાઈ. નિવાસસ્થાન- ડી-૨૦, નેન્સી કોટેજ, શ્રી કૃષ્ણનગર, બોરીવલી (ઈ). લૌકિક વ્યવહાર બંધ છે.
ક. દ. ઓ. જૈન
કિશોર દામજી ખોના (ઉં.વ. ૭૩) ગામ મોટી ખાવડી હાલ થાણા તા. ૧૦-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. મા. ઇંદિરાબેન દામજી ડુંગરશીના પુત્ર. સ્વ. કુસુમબેનના પતિ. મા. રતનબાઇ હંસરાજ શામજી લોડાયા મોટી ખાવડીના જમાઇ. અમિત તથા અનુજાબેન (ટીના) પ્રવેશ બટનોત્રાના પિતાશ્રી. સ્વાતિના સસરાજી. દીપના દાદાજી. પ્રવિણભાઇ, પદ્માબેન ચંદુલાલ શાહ તથા કોકીલાબેન મનસુખલાલ સલોટીના ભાઇ. લૌકિક વ્યવહાર સંદતર બંધ છે, પ્રાર્થના રાખેલ નથી.
દશા શ્રીમાળી જૈન
રાજકોટ હાલ મુંબઇ સ્વ. વસંતબેન વિનોદરાય હરિલાલ પારેખના પુત્રવધૂ અ. સૌ. સુધાબેન (ઉં.વ.૭૭) એ રશ્મીકાંતભાઇ પારેખના ધર્મપત્ની. અ. સૌ. ઉર્વી સંજીવ છાયા, અ. સૌ. મિત્તલ કેતન ચંદરિયા અને અ. સૌ. ડિમ્પલ પરાગ ધાનકના માતુશ્રી. રાજકોટ નિવાસી સ્વ. કાન્તાબેન ઉમિયાશંકર મહેતાના સુપુત્રી. તે રેયા, સાહિલ, અનમ અને આદિત્યના નાની શનિવાર, તા. ૧૫-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. દિવાળીબેન રવજી વિસરીયા (ઉં.વ.૮૨) દેશમાં તા. ૧૨-૪-૨૩ના અવસાન પામેલ છે. તે વેજીબેન ખીમજીના પુત્રવધૂ. સ્વ. રવજી ખીમજીના ધર્મપત્ની. દિનેશ, રમેશ, મહેશ, સ્વ. ભાવનાના માતુશ્રી. જયશ્રી, મંજુલાના સાસુ. અંક્તિ, પ્રતિક, દીપ, મોનિકા, રૂચી, રિન્કીના દાદીમા. ભચાઉના જેવાબેન નારણ વિરાના દીકરી. પ્રાર્થના રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થા. જૈન
બરવાળા (ઘેલાશા) નિવાસી હાલ વિલેપાર્લે (જુહુ સ્કીમ) રશ્મિનભાઇ તથા પ્રતિભાબેન ડગલીના સુપુત્રી શ્ર્વેતાબેન (ઉં.વ. ૪૩) તે સ્વ. મનસુખભાઇ તથા સ્વ. કાન્તાબેન ડગલીની પૌત્રી. વિધિ જીગર ઠક્કરની મોટીબહેન. ચિ. વમીરાના માસી. નિરંજનભાઇ તથા પંકજભાઇના દોશીની ભાણેજ શનિવાર, તા. ૧૫-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી શ્ર્વેતામ્બર જૈન
ગોંડલ નિવાસી હાલ ચેમ્બુર કુ. કુંદનબેન પારેખ, તે સ્વ. કુસુમબેન જેઠાલાલ પારેખના સુપુત્રી (ઉં.વ.૮૫) રવિવાર, તા. ૧૬-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કાંતિભાઇ, સ્વ. પ્રાણલાલભાઇ, સ્વ. જયંતભાઇ, સ્વ. ભાનુમતીબેન, સ્વ. વિજયાબેન, વિમળાબેનના બેન. સ્વ. અંજવાળીબેન, સ્વ. પ્રભાવતીબેન તથા સુધાબેનના નણંદ. ડો. બકુલ, ડો. શર્મા અને માધવીના ફૈબા. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી હાલ બોરીવલી સ્વ. મનુભાઈ મણીલાલ ઘેલાભાઈ ઘડીયાળીના પુત્ર ધીરૂભાઈ મનુભાઈ સંઘવી (ઉં.વ. ૮૦) તા. ૧૬-૪-૨૩ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તે ઈન્દીરાબેનના પતિ. કમલેશભાઈ, દેવાંગભાઈ, પ્રેરણાબેન યોગેશભાઈ શાહ, અર્પિતાબેન હેમલભાઈ શાહના પિતાશ્રી. હીનાબેન, અમીબેનના સસરા. સસુર પક્ષે સ્વ. ધરમચંદ હરગોવિંદદાસ શાહના જમાઈ. ટેલિફોનીક સાદડી તા. ૧૮-૪-૨૩ને મંગળવારે સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે.
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોરચંદ નિવાસી હાલ નવી મુંબઇ વાશી દીપચંદ ચુનીલાલ શાહના સુપુત્ર રમણીકલાલ (ઉં. વ. ૮૩) રવિવાર તા. ૧૬/૦૪/૨૩ના અવસાન પામેલ છે. તે પુષ્પાબેનના પતિ. જિગનેશ, હેમા, પિનાના પિતાશ્રી. તે વૈશાલી (નિધી), શૈલેષકુમાર, વિક્રમકુમારના સસરા. તે ભૂપતભાઈ તથા રસિકભાઈના નાનાભાઈ. ચુનીલાલ મગનલાલ મહેતા (કમરેજ) હાલ ભાવનગર ના જમાઇ. ૪૦૫, નવીન શ્રી મંગલ, પ્લોટ નં. ૧૩, સેક્ટર ૧૭, વાશી નવી મુંબઇ, સાદડી તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ખાંભા નિવાસી હાલ (વસઈ) સ્વ. જયાબેન રતિલાલ દોશીના સુપુત્ર મહેશભાઈ (ઉં. વ. ૭૮) શનિવાર તા. ૧૫.૦૪.૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે અનિલાબેન (કુસુમ)ના પતિ. તે ભાવેશ, દર્શિત, ઉર્વેશના પિતાશ્રી. તે સ્વ. નવનીતભાઈ, રાજેશભાઈ, અલ્કાબેન, મનીષભાઈ શાહના મોટાભાઈ. તે સ્વ. રમેશભાઈ ઠાકરશી બગડીયાના વેવાઈ તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બારોઇના ઝવેરબેન વશનજી કેનીયાની પુત્રી રીટા શીવજી રાજગોર (ઉં. વ. ૫૧) તા. ૧૩-૪-૨૩ના અવસાન પામ્યા છે. શીવજીના પત્ની. રમણીકની બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. રમણીક કેનીયા, ૨૦૨, ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ, આશા નગર, દૂધીયા તલાવ, નવસારી, ગુજરાત – ૩૯૬૪૪૫.
કોટડા રોહાના ગુણવંતીબેન વસનજી દેઢિયા (ઉં. વ. ૭૨) તા. ૧૪-૪-૨૩ના ૬૪ ઉપવાસે સંથારો સીઝ્યો છે. વસનજી શીવજીના પત્ની. મઠાબાઇ શીવજીના પુત્રવધૂ. કીર્તિ, હેમંત (પપ્પુ), વીણા, કવીતાના માતુશ્રી. કોટડા રોહા રાજબાઈ દેવજીના સુપુત્રી. સંસારપક્ષે પુર્ણરૂચી મ.સા., કેશવજી, મંજુલાના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે.: હેમંત દેઢિયા, ઈ/૪/૪૦૩, વિષ્ણુ, માધવ સૃષ્ટી, ગેટ નં. ૨, ખડક પાડા, કલ્યાણ (વે) ૪૨૧ ૩૦૧.
મોટી ખાખરના રતનબેન વાલજી ગંગર, (ઉં. વ. ૮૦) તા. ૧૫-૪-૨૩ના અવસાન પામેલ છે. વાલજીના પત્ની. કુંવરબાઈ રામજી શીવજીના પુત્રવધૂ. નરેશ, અલ્કા, જ્યોતિના માતુશ્રી. નાની તુંબડી નેણબાઈ નથુ ખેરાજના સુપુત્રી. ઉમરશી, રામજી, દેવજી, મેઘજી, પાનબાઈ, કુસુમના બેન. પ્રા. શ્રી. વ.સ્થા.જૈ.શ્રા.સં., શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે), ટા. ર થી ૩.૩૦. ફોન આવકાર્ય. નિ.: નરેશ ગંગર, ૫૪, ઈન્દ્રલોક- ઈ, ત્રીજે માળે, નાગરદાસ રોડ, અંધેરી (ઈ.), મું.-૬૯.
રાયધણજરના શ્રી દિનેશભાઇ રવજી ગડા (ઉં. વ. ૭૧) તા. ૧૬-૪-૨૩ના અવસાન પામેલ છે. વેલબાઇ રવજીના પુત્ર. નીતા (નિર્મલા)ના પતિ. પ્રતિકના પિતા. ઉત્તમ, ઝવેરચંદ, શાંતિલાલ, લીલાવતીના ભાઇ. ડુમરાના જેતબાઇ લખમશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ.: દિનેશ ગડા, ૧૬૦૨/ઈ, જયદીપ પાર્ક, માજીવાડા, થાણા-૬૦૧.
ઝાલાવાડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક દશા શ્રીમાળી જૈન
મૂળી નિવાસી હાલ સાયન સ્વ. શાંતાબેન નવનીતલાલ દુર્લભજી શાહના પુત્રવધૂ કૌમૂદીનીબેન (ઉં.વ.૭૬) તે રજનીભાઇના ધર્મપત્ની. પ્રદ્યુત, કવિતા, જેશનના માતુશ્રી. તથા સ્વ. જયંતભાઇ-મધુબેન, શીરીષભાઇ, નીતાબેન-સ્વ. દિપકકુમાર, ભાવીન-નેન્સી, વીરબલ, બિનીતાના ભાભૂ તથા મામી. ધ્રુવના દાદી. ધ્રાંગધ્રા નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. કાન્તાબેન જગજીવનદાસ (બાબુલાલ) ત્રિભોવનદાસ શાહના પુત્રી. તથા સ્વ. ભાલચંદ્ર (બકાભાઇ), હર્ષદભાઇ, અશ્ર્વીનભાઇના બેન તા. ૧૪-૪-૨૩ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.