જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈન
ભાવનગર નિવાસી, હાલ મુંબઈ કાલબાદેવીરોડ ધનવંતરાય મનોરદાસ ભાયાણી (ઉં.વ. ૮૮) તે સ્વ. મંજુલાબેનના પતિ. સ્વ. સુરેશભાઈના મોટા ભાઈ. સ્વ. દમયંતીબેનના જેઠ. ચેતના-દીપકભાઈ, વૈશાલી-સંજયભાઈના મોટા સસરા – મોટા પપ્પા. રમાબેન, હર્ષાબેન, સ્વ. પ્રફુલભાઈ, જયોતીભાઈના બનેવી. સ્વ. વલ્લભદાસ વૃજલાલ મહેતાના જમાઈ તા. ૮-૪-૨૩, શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંને બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સિહોર નિવાસી, હાલ મુલુંડ પ્રવિણચંદ્ર ફુલચંદ નરશીદાસ શાહના ધર્મપત્ની સુભદ્રાબેન (ભદ્રાબેન) (ઉં.વ. ૭૬) તા. ૯-૪-૨૩, રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે ભાવેશભાઈ, કવિતાબેન, વૈશાલીબેનના માતુશ્રી. અલકાબેન, કેતનકુમાર, અભયકુમારના સાસુ. ઉમંગ, આયુષી, રચિત, વિનિતના દાદી-નાની. પિયર પક્ષે હઠીચંદ ખીમચંદ વોરા – સાંગાણાવાળાના પુત્રી. બંને પક્ષની બેસરાણ તા. ૧૩-૪-૨૩ના ગુરુવારે ૪ થી ૭ નિવાસસ્થાને પોડિયમ-૧, મણિભદ્ર ટાવર, સર્વોદય નગર, મુલુંડ વેસ્ટ.
ઓસવાલ જૈન
ગામ મરુધર બિજોવા હાલ બોરીવલી નિવાસી ભાવેશ રાણાવત (ઉં.વ. ૪૬) તા. ૧૧-૪-૨૩, મંગળવારના અરિહંતશરણ પામ્યા છે. તે મંજુલાબાઈ સ્વ. ધનરાજજી નિહાલચંદજીના પુત્ર. વર્ષા (શર્મિલા)ના ધર્મપતિ. હિત, જેનીના પિતા. સ્વ. તેજરાજજી, સ્વ. પન્નાલાલજી, લાલચંદજી, પારસમલજી, સ્વ. શ્રીપાલજી, સુરેશજીના ભત્રીજા. રાજેશ, નિલેશ, દિનેશ, જિતેન્દ્ર, વિજય, કમલેશ, ચેતન, કેતન, કુણાલ, ધ્રુવલના ભાઈ. સ્વ. કિરણરાજજી છગનરાજજી ભંડારીના જમાઈ. પ્રાર્થનાસભા ૧૨-૪-૨૩, બુધવારના ૩ થી ૫ સર્વોદય હોલ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ. બંને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાગલપુરના જય નરેશ ગોગરી (ઉં.વ. ૧૯), તા. ૧૦-૪-૨૩ના અવસાન પામેલ છે. રૂક્ષ્મણી વાડીલાલના પૌત્ર. મંજુલા નરેશના સુપુત્ર. શૈલેષના ભાઇ. અમલસાડના ભારતી માધુભાઇના દોહીત્ર. પ્રાર્થના: શ્રી અચલગચ્છ જૈન સંઘ ડોંબીવલી શ્રી સુવિધિનાથ દેરાસર, કલ્પતરૂ ભવન, માનપાડા રોડ, નવજીવન હૉસ્પિટલની પાછળ, ડોંબીવલી (ઇસ્ટ). ટા. ૩ થી ૪.૩૦. ઠે. મંજુલા નરેશ, એ/૧૨, છોટુ સીંગ એપાર્ટમેન્ટ, ગિરનાર મીઠાઇની ઉપર, શિવ મંદિર રોડ, ડોંબીવલી (ઇસ્ટ).
વડાલાના મુકેશ નાનજી દેઢીયા (ઉં.વ. ૬૨) તા. ૯/૪/૨૩ના અરિહંતશરણ પામ્યા છે. નિર્મળા નાનજીના સુપુત્ર. ભારતીબેનના પતિ. હિતના પિતા. મનસુખ, સ્વ. નરેન્દ્ર, યોગેશ, સ્વ. નિતાના ભાઇ. પોરબંદરના જશવંતીબેન ઇશ્ર્વરલાલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મુકેશ દેઢીયા, બી૨/૧૨૦૪, સાઇ ઇન્કલેવ, ધીરજ સન્સની બાજુમાં, અલ્થાન ભીમ રોડ, રઘુવિર શિમ્પોનીની પાછળ, સુરત-૩૯૫૦૦૭.
લાખાપરના હેમલતાબેન પ્રાગજી સતરા (ઉં.વ. ૮૨) તા. ૯/૪/૨૩ના કચ્છમાં અવસાન પામેલ છે. મોંઘીબેન પદમશી દેવજીના પુત્રવધૂ. પ્રાગજી પદમશીના ધર્મપત્ની. પંકજ, લીના, ભાવના, કવિતાના માતુશ્રી. ટોડા હાંસબાઇ, વેજબાઇ ભવાનજી ખીમજી સોનીના સુપુત્રી. વસંત, ધીરજ, શાંતિલાલ, નવિન, નિતીન, વિનોદ, સમાઘોઘા સાકરબેન જેઠાલાલ, બારોઇ ચંચળબેન હીરજી, બેરાજા રતનબેન નાનજી, ગુંદાલા લક્ષ્મી ટોકરશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પંકજ સતરા, ૨૫૩, હેમ-છાયા, લાખાપુર- ૩૭૦૪૨૫.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટાખૂંટવાળા હાલ બોરીવલી પોપટલાલ પ્રેમચંદ પાનાચંદ દોશી (ઉં.વ. ૮૭) તે સુશીલાના પતિ. પરેશ, પ્રકાશ, વિપુલ તથા રીટા નિતેશકુમાર, કલ્પના દિનેશકુમાર, જાગૃતિ મનીષકુમારના પિતાશ્રી. હિના, સ્વ. ભાવના, અમી અને માયાના સસરા. સ્વ. લલિતભાઈ, રસીલાબેન જયંતીલાલ, હીરાબેન નવીનચંદ્રના ભાઈ. સાસરાપક્ષે સ્વ. મણિલાલ માણેકચંદ શેઠ ગાધકડાવાળાના જમાઈ. ૧૦/૪/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.