ડીસા પોરવાળ દેરાવાસી જૈન
જૂના ડિસા નિવાસી હાલ ઘાટકોપર તે સ્વ. રસિકલાલ જીવરાજ શાહના ધર્મપત્ની રંજનબેન (ઉં.વ. ૮૨) તા. ૧-૪-૨૩ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. તે અમિત, યોગીતા, દેવેન્દ્રના મમ્મી. પ્રિતી, દિવ્યેશ, હીનાના સાસુ. સ્વ. લલિત, અશોક, સ્વ. અરવિંદ, વિનોદ, સુનીલ, સ્વ. રાજેન્દ્ર, સ્વ. વીરૂબેનના બેન. સ્વ. ભોગીભાઈ, સ્વ. સેવંતીભાઈ, રતિભાઈ, શારદાબેન, વિદ્યાબેન, સ્વ. નીરૂબેનના ભાભી. રિયા, આદિત્ય, પ્રિયા, વિશ્ર્વાના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
માંગરોળ દશા શ્રીમાળી જૈન
માંગરોળ હાલ મુલુન્ડ નિવાસી સૌ. જયોતી (જીવનલત્તા) (ઉં.વ. ૮૨) તે સ્વ. વીપીનચંદ્ર પ્રાગજી પારેખના પત્ની. સ્વ. લીલાવતી હરકિશનદાસ ચાપસી (લાતુરવાળા)ની પુત્રી. નિખીલ વીપીનચંદ્ર પારેખ, મીતા જીતેન શાહ, ફાલ્ગુની તેજસ શાહના માતુશ્રી. જાનવી પારેખના દાદી. પરીન શાહના નાની તા. ૩-૪-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
હાથસણી નિવાસી હાલ ભાવનગર હિંમતલાલ મુલચંદ શાહના પુત્ર ગુણવંતભાઈ (ઉં.વ. ૮૨) બુધવાર, તા. ૨૯-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કાંતાબેનના પતિ. સ્વ. ચંદુલાલ મુલચંદ શાહ (પાલીતાણા)ના ભત્રીજા. સ્વ. પ્રવિણભાઈ, નિર્મળાબેન નેમચંદભાઈ, જયોતીબેન કિશોરભાઈ, કોકીલાબેન શાંતિલાલ શાહના ભાઈ. સ્વ. મણીલાલ કલ્યાણજી વોરા ત્રાપજવાળાના જમાઈ. મંજુલાબેનના જેઠ. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન: બી-૨/૩૧, મેઘદૂત અપાર્ટમેન્ટ, નાટકવાળા લેન, આદીદાસ શોરૂમની બાજુમાં, બોરીવલી વેસ્ટ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. ગાંગજી વેરશી ગાલા (ઉં.વ. ૬૬) તા. ૧-૪-૨૩, શનિવારના અવસાન પામેલ છે. તેજાબેન મોમાયા દેવા ગાલાના પૌત્ર. પુંજીબેન વેરશી મોમાયા ગાલાના પુત્ર. શાન્તુબેનના પતિ. સમીર, મનીષા, નયના, ભાવિનીના પિતાશ્રી. મિત્તલ, પરેશ, મુકેશ, દિપેશના સસરા. સ્વ. કોરઈબેન પુંજા જીવા નિસરના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસસ્થાન: બી-૨૦૬, રાધાકૃષ્ણ સોસાયટી, પી. પી. રોડ, અંધેરી ઈસ્ટ.
વિશા નીમા જૈન
કપડવંજ નિવાસી હાલ (ઈરલા) અંધેરી શ્રીમતી શૈલાબેન વિજયભાઈ દોશી તે સમીર, શ્રેણિકના માતુશ્રી. તૃપ્તિ, મેઘનાના સાસુ તા. ૨-૪-૨૩, રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રતિલાલ નાલચંદ દોશીના પુત્રવધૂ. સ્વ. હીરાલાલ વાડીલાલ શાહના પુત્રી. ઠે. ૨૦૬, ચંદ્રપ્રભ ‘બી’, એસ. વી. રોડ, ઈરલા બ્રીજ, અંધેરી વેસ્ટ.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
મોરબી નિવાસી હાલ દાદર સુશીલા શેઠ (ઉં. વ. ૮૭) તે સ્વ. રમેશચંદ્ર વસંતલાલ શેઠના પત્ની. તે નિલેશ અને મેહુલના માતુશ્રી. તે દૂધીબેન લાલચંદ મહેતાના દીકરી. તે સ્વ પુષ્પાબેન વિનોદરાય દોશીના ભાભી. તે કાંતિલાલ, પ્રિતમલાલ, વસંતબેન, નવલ બેન, વનીતાબેન, સરોજબેન, જ્યોતિબેન તથા મંજુલાબેનના બહેન તા ૨ એપ્રિલ ૨૦૨૩ ને રવિવારના અરીહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દેરાવાસી ૧૦૮નું ગોળ જૈન
સ્વ. શકરચંદ વીરચંદ શાહના ધર્મપત્ની પ્રેમિલાબેન (ઉં. વ. ૮૪) ગામ ચાણસ્મા હાલ કાંદિવલી, સ્વ. ભાઈલાલભાઈ, સ્વ. ચંદ્રકાન્ત, સ્વ. જશીબેન, સ્વ. શારદાબેનના ભાભી. સ્વ. મૃદુલા તથા નીરૂના જેઠાણી. રાજેશ, જયશ્રી, અલ્કા, બીના અને શિલ્પાના માતુશ્રી. ઉલ્લાસકુમાર, વિજયકુમાર, સુનિલકુમાર, જીજ્ઞેશકુમાર અને હિનાના સાસુ. પિયરપક્ષે સુરજમલ પૂનમચંદ શાહના પુત્રી ૧/૪/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
પત્રીના નીરા ધરોડ (ઉં. વ. ૫૭) ૩૧-૦૩-૨૩ના અવસાન પામેલ છે. લીલાવંતી રાઘવજીના પુત્રવધૂ. મુકેશના ધર્મપત્ની. બારડોલીના શાંતાબેન ચનાભાઇ રાઠોડની સુપુત્રી. રમીલા બાબુભાઇ, લીલા હસમુખભાઇ, સુમન અશોકભાઇની બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. લીલાવંતીબેન રાઘવજી ધરોડ, ૬ શાંતિ એપાર્ટમેન્ટ, સરોજીની નાયડુ રોડ, તાંબેનગર, મુલુંડ (વે.).
પ્રાગપુરના તરલાબેન પ્રેમજી રામજી સંગોઇના જમાઇ પ્રવિણ શાંતારામ કદમ (ઉં. વ. ૪૪) તા. ૨-૪-૨૦૨૩ના અવસાન પામ્યા છે. મીનાક્ષીના પતિ. રાહુલ, હર્ષના પિતાશ્રી. થાણાના ઇન્દુબેન શાંતારામ કદમના પુત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રેમજી રામજી સંગોઇ, એ/૧૦, બીહારજી ચેમ્બર્સ, ડો. આંબેડકર રોડ, થાણા (વેસ્ટ).
ભુજપુરના ચેતન માલશી દેઢીયા (ઉં. વ. ૫૨) તા. ૨-૪-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. લક્ષ્મીબેન ધનજીના પૌત્ર. સ્વ. જવેરબેન માલશીના પુત્ર. ધર્મેન્દ્ર, સ્વ. હેમેન્દ્ર, કેતનના ભાઇ. રતાડીયા ગણેશના સ્વ. ચાંપઇબાઇ કેશવજી પુનશીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ત્વચાદાન, ચક્ષુદાન કરેલ છે. ફોન આવકાર્ય. ઠે. કેતન દેઢીયા, ફ્લેટ નં. ૩, ૧લે માળે, ભાનુસદન, આર.આર.ટી. રોડ, મુલુંડ (વે.), મું. ૮૦.
નાના આસંબીયા હાલે બેંગ્લોરના શ્રીમતી વિમળાબેન શાંતિલાલ શાહ (છેડા) (ઉં. વ. ૮૭) તા.૨૯-૩-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. શાંતિલાલ નાગજી શાહના ધર્મપત્ની. લધીબાઈ નાગજી શીવજીના પુત્રવધુ. ભુજપુરના પાનબાઈ પ્રેમજી પૂંજા ભેદાના સુપુત્રી. મનહર પ્રેમજી, વાંકીના ઝવેરબેન માવજી સાવલા, સમાઘોઘાના કેશરબેન ધારશી સાવલા, હાલાપરના કુસુમબેન જગદીશ મારૂના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિમળા શાહ. ૪૭ રચના, ૪ ક્રોસ, પ બ્લોક, કોરા મંગલા, બેંગ્લોર, ૫૬૦૦૯૫.
પુનડીના ગં.સ્વ. મણીબેન લાલજી ચના મામણીયા (ઉં. વ. ૯૨) તા. ૨૭-૩-૨૩ના કચ્છમાં અવસાન પામેલ સ્વ. જીવામા ચના મામણીયાના પુત્રવધૂ. સ્વ. લાલજીના ધર્મપત્ની. સ્વ. કસ્તુર, અમૃત, સ્વ. ગીરીશ, સ્વ. વિનોદના માતુશ્રી. મોટા આસંબીયાના સ્વ. પુંજીમા દર્શી ગણપત વીરાના પુત્રી. સ્વ. ખીમજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. રહેઠાણ : રીના મામણીયા, ઉત્તરો ફરીયો, સ્થાનકની બાજુમાં, પુનડી, કચ્છ, તાલુકો : માંડવી-૩૭૦૪૮૫.
નવીનાળના કસ્તુરબેન નેમજી વોરા (ઉં. વ. ૮૫) તા. ૧-૪-૨૩ના અવસાન પામેલ છે. મઠાંબેન લખમશીના પુત્રવધૂ. સ્વ. નેમજીના ધર્મપત્ની. ધીરેન, સ્વ. મનીષ, મયુર, સ્વ. જનકના માતુશ્રી. બીદડાના ભાણબાઇ લીલાધર છેડાની સુપુત્રી. સ્વ. દામજી, સ્વ. લાલજી, સ્વ. રાઘવજી, સ્વ. નેમચંદ, મો. ખાખરના વિમળાબેન લક્ષ્મીચંદના બેન. ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. મયુર નેમજી વોરા, એ-૩, અમર મીલન સોસા., ગાંધીનગર, ડોંબીવલી (ઇ.).
ઝાલાવાડી સ્થા. વિશા શ્રીમાળી જૈન
લીંબડી નિવાસી હાલ વાશી, નવી મુંબઇ, સ્વ. મધુકાન્તા જવાહરલાલ સંઘવીના પુત્ર જયેશ (ઉ. વ. ૬૬) તે નયનાના પતિ. કીર્તિ-જેમિની, ચેતન-જયોતિના ભાઇ. પિયુષભાઇ શાંતિલાલ શાહના બનેવી હાલ બેન્ગલોર, અમી, નેહા, વિશાલ, ઉર્મિના કાકા. રવિવાર, તા. ૨-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.