ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા (ભંડારિયા) હાલે કિંગ્સ સર્કલ મહેન્દ્રભાઈ કાલિદાસ શેઠના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં.વ. ૭૬) તા. ૨૦-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવિન, કરુણા, દીપાના માતુશ્રી. પિયર પક્ષે અમરેલી નિવાસી હાલે બોરીવલી મનસુખલાલ મોહનલાલ ધ્રુવની દીકરી. પ્રાર્થના તા. ૨૫-૩-૨૩ શનિવારે યોગી સભાગૃહ, દાદર (ઈ), સવારે ૧૦.૩૦ થી ૧૨.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રાયણના નિર્મળા પ્રેમચંદ મોતા (ભગત) (ઉં.વ. ૭૫) તા. ૨૨-૩-૨૩ના અવસાન પામ્યા છે. લીલબાઇ કુંવરજીના પુત્રવધૂ. સ્વ. પ્રેમચંદના પત્ની. નિલેષ, અમિતના માતુશ્રી. કાંડાગરા જેતબાઇ હીરજીના પુત્રી. રતનબેન, ખીમજી, મોરારજી, નાનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અમિત મોતા, બી-૨૦૧, નિલકંઠનગર, ચિરાગનગર, ઘાટકોપર (વે.).
મકડાના જેઠાલાલભાઇ પાસડ (ઉં.વ. ૭૫) તા. ૨૧-૩-૨૩ના અવસાન પામેલ છે. વેજબાઇ ખીમજીના પુત્ર. જવેરબેનના પતિ. અમિત, ભાવિન, ડિમ્પલના પિતા. લક્ષ્મીચંદ, જયંતીલાલ, કાંતીલાલ, શાંતીલાલ, લક્ષ્મીના ભાઇ. દેવપુર ખેતબાઇ માવજીના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા.જૈ. શ્રાવક સંઘ સં. શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે). ટા. : બપોરે ૨ થી ૩.૩૦. નિ. જેઠાલાલભાઇ પાસડ, ૭૦૪, વૃષભ ટાવર, ૧૦૦ ફીટ રોડ, સનસીટી, વસઇ-૪૦૧૨૦૨.
શેરડીના મંજુલા બાબુલાલ વેરશી હરીયા (ઉં.વ. ૮૪) તા. ૨૧-૩-૨૩ના રોજ કચ્છ મુકામે દેહપરિવર્તન કરેલ છે. દેવકાંબેન વેરશી હીરજીના પુત્રવધૂ. બાબુલાલ વેરશીના પત્ની. દેવપુરના કુંવરબાઇ રાયશીના પુત્રી. લીના, ગીતા, દેવેનના માતુશ્રી. દેવપુર રતનશી, ભવાનજી, રતનબાળા, ગઢશીશા લક્ષ્મીના બેન. પ્રા. યોગી સભાગૃહ, દાદર (ઇ) ટા: ૨.૩૦ થી ૪ નિ. : બાબુલાલ હરીયા, વસુંધરા સોસાયટી, તિથલ-૩૯૬ ૦૦૧.
શેરડીના બાબુલાલ વેરશી હરીયા (ઉં.વ. ૮૭) ૨૦-૩-૨૩ના રોજ કચ્છ મુકામે દેહપરિવર્તન કરેલ છે. દેવકાંબેન વેરશી હીરજીના પુત્ર. મંજુલાના પતિ. દેવપુરના કુંવરબાઇ રાયશીના જમાઇ. લીના, ગીતા, દેવેનના પિતાશ્રી. હેમરાજ, વલ્લભજી, વસંતબાળાના ભાઇ. પ્રા. યોગી સભાગૃહ, દાદર (ઇ) ટા: ૨.૩૦ થી ૪. નિ. : બાબુલાલ હરીયા, વસુંધરા સોસાયટી, તિથલ-૩૯૬ ૦૦૧.
દેવપુરના માતુશ્રી વેજબાઈ રણશી નિસર (ઉં.વ. ૧૦૦) તા. ૨૨-૩-૨૩ના અનશનવ્રતના બીજા ઉપવાસે અરિહંતશરણ પામ્યા છે. રણશી માલશીના ધર્મપત્ની. શામજીભાઈ, નવલબેન, ધનવંતીબેનના માતુશ્રી. નાના રતડીયાના દેવાબાઈ રતનશી ખીમજીના સુપુત્રી. દામજી, માણેક, મુરજી, ગઢસીસાના લક્ષ્મીબેન દામજી, દેવપુરના કુંવરબાઈ રતનશી, કોટડા-રોહાના હાંસબાઈ શીવજીના બેન. ગુણાનુવાદ રાખેલ નથી. નિ. હિતેન નિસર, સી-૭૦૩, પદ્માવતી નગર, ડમ્પીંગ રોડ, મુલુંડ-વે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મૂળ તલસાણાના હાલ બોરીવલી સ્વ. કાંતિલાલ વૃજલાલ તલસાણીયાના ધર્મપત્ની ધીરજબેન તલસાણીયા (ઉં. વ. ૯૨) તા.૨૩-૩-૨૩ ને ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નવીનભાઈ, રમેશભાઈ, મહેન્દ્રભાઈ કિશોરભાઈ, કલ્પનાબેન જયેશભાઈ, જ્યોતિબેન ભુપેન્દ્રભાઈ, જયશ્રીબેન જીનેશભાઈના માતુશ્રી તથા વીણાબેન, મીનાબેન, નિલાબેન, શોભનાબેન, જયેશભાઇ, ભુપેન્દ્રભાઈ તથા જીનેશભાઈના સાસુ. દેવાંગ, હિરલ, જિમી, સિદ્ધિ, જીનંદ, રોહન, જુહી,તથા રિહેનના દાદીમા. રંજનબેન, મંજુબેન, સમતાબેન, રમાબેન, સ્વ. દિનેશભાઇ, પ્રવીણભાઈ, અશ્વિનભાઈ, સુરેશભાઈના બેનની પ્રાર્થનાસભા તા. ૨૫-૩-૨૩ શનિવાર ૧૦.૦૦ થી ૧૨.૦૦ સ્થળ:- શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ (મોટા ઉપાશ્રય) એસ. વી.રોડ, પારેખ લેન કોર્નર કાંદિવલી (વે.) લૌકીક વહેવાર
બંધ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ રમણિકલાલ નાનચંદ મહેતા (ઉં.વ. ૯૩) તે સ્વ. મધુબેનના પતિ. મયુરી જયંત મહેતા, બીના બીરેન સંઘવીના પિતા. નિર્મળાબેન વાડીલાલ, કાંતાબેન હિંમતલાલ, ઈન્દુબેન વસંતભાઈ મહેતાના ભાઈ. પલક, રૂષભ, જય-મૃણાલીના નાના. સ્વ. પાનાચંદ કાનજી સંઘવીના જમાઈ તા. ૨૨-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. બી/૨૭૦૬, બ્યુમોન્ટ, કલ્પતરુની સામે, સાયન સર્કલ, સાયન (ઈ.).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વરલ નિવાસી હાલ માટુંગા જયચંદ્રભાઈ નાનચંદ શાહ (ઉં.વ. ૯૪) ગુરુવાર, તા. ૨૩-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રાબેનના પતિ. પરેશ, કલ્પના, રંજન, ઈલા, પૂર્ણાના પિતાશ્રી. શ્રીમતી માયાબેન, પ્રવીણભાઈ, દિલીપભાઈ, સુકેતુભાઈ, ચેતનભાઈના સસરા. લબ્ધિ જીગર મહેતા, પલક શૈવલ શાહના દાદા. ભાવનગરવાળા લલ્લુભાઈ દેવચંદ ડેરીવાળાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૫-૩-૨૩ના સાથે રાખેલ છે. સમય સવારના ૯.૩૦ થી ૧૧. સ્થળ: શ્રી લખમશી નપુ હોલ, ૩૧૧, ચંદાવરકર રોડ, માટુંગા (સે. રે.) લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી હાલ શાંતાક્રુઝ ઈસ્ટ સ્વ. મુગટલાલ રતિલાલ સંઘવીના ધર્મપત્ની ગં. સ્વ. પદમાબેન સંઘવી (ઉં.વ. ૯૨) તે અ. સૌ. તોરલ જયોતિન્દ્ર, ઉમેશ, સ્વ. મીનલના માતુશ્રી. રૂપાના સાસુ. સ્નેહીલ, સૌમીલના દાદી. સ્વ. હીરાબેન સંઘવી અને સ્વ. વિનોદીબેન બાવીસીના ભાભી. વઢવાણ નાથાભવનવાળા મોતીબેન મોહનલાલ કસળચંદના પુત્રી તા. ૨૩-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસસ્થાન: લક્ષ્મી નિવાસ, ફલેટ નં. ૬, ૧લે માળે, પ્રભાત કોલોની, શાંતાક્રુઝ ઈસ્ટ.
ઘોઘારી જૈન
પાલીતાણા નિવાસી હાલ મલાડ સાકળીબેન પ્રેમચંદભાઈ શાહના પુત્ર વાડીલાલ પ્રેમચંદભાઈ શાહ (ઉં.વ. ૮૯) તા. ૨૩-૩-૨૩, ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે સુરજબેનના પતિ. ભરતભાઈ, ધર્મેન્દ્રભાઈ, પ્રવિણાબેન, રમીલાબેન, મયુરયશાશ્રીજી મ. સા., ભદ્રાબેન, કૈલાસબેનના પિતાશ્રી. નીલાબેન, તેજલબેન, ભરતકુમાર, રમેશકુમાર, જીતેન્દ્રકુમારના સસરા. કેમી પ્રિયેશ, રાજ, ભવ્ય, ધૈર્યના દાદા. હિંમતલાલ મગનલાલ શાહના ભત્રીજા. બીપીનભાઈ, વિજયભાઈના ભાઈ. શ્ર્વસુર પક્ષે દુર્લભજીભાઈ જેચંદભાઈ શાહ જમણવાવવાળાના જમાઈ. પિતૃવંદના તા ૨૫-૩-૨૩, શનિવાર ૧૦ થી ૧૨ રાખેલ છે. સ્થળ: સ્વામિનારાયણ હોલ, ઓડિટોરિયમ, ૪થા માળે, દત્ત મંદિર રોડ, મલાડ ઈસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુરના હાલ ડોંબીવલી ગં. સ્વ. મંજુલાબેન હર્ષદરાય ભોડીયા (ઉં. વ. ૮૭) ૨૨-૩-૨૩ને બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે હિમાંશુના માતુશ્રી. અ. સૌ. સંગીતાના સાસુ. તે મિરલ, પજન, સ્વાતિ,, પ્રિયંકાના દાદી. તે ગીરીશભાઈ કાંતિલાલ પારેખ, હંસાબેન વોરા, દિનાબેન શાહના બહેન. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.