જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોથારા હાલે સાંગલીના પિયુષ તલકશી ભાણજી સાવલા (ઉં.વ. ૫૬) તા. ૨૦-૩-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી વાલબાઇ તલકશી ભાણજીના પુત્ર. માતુશ્રી સોનબાઇ ભાણજી રવજીના પૌત્ર. માતુશ્રી મેઘબાઇ શામજી કચરાના દોહીત્ર. કોટડા રોહાના મંજુલા જયંતીલાલ સુંદરજી વિકમાણી, ભોજાયના પ્રેમીલા પ્રફુલ્લ આણંદજી ગાલા, લક્ષ્મી, વસંત, પ્રદીપ, ભરતના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠેકાણું: તલકશી સાવલા, નેહાંશ કુટીર, સી.એસ.નં. ૯૩૭/૨, પ્લોટ નં. ૮૮, ગુલમોહર કોલોની, મીરજ એમ.આઇ.ડી.સી., કુપવાડ રોડ, પીન-૪૧૬૪૧૦.
રામાણીયાના અજય ગાંગજી (બાબુ) શાહ/રાંભીયા (ઉં.વ. ૫૭) તા. ૨૧-૩-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. નેણબાઈ, મઠાંમા ગણપત હીરજીના પૌત્ર. ગુણવંતી (ભાણબાઈ) ગાંગજીના પુત્ર. તુંબડી લાછબાઈ કેશવજી લધાના દોહિત્ર. મહેન્દ્ર, રેખા, શ્રેયાંસના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. શ્રેયાંશ રાંભીયા. ૩૫, જય વિજય, ૨૦/૨૬, બી. જે. માર્ગ, ઠાકુરદ્વાર, મું-૨.
ડેપાના માતુશ્રી નિર્મળાબેન માવજી મુરજી છેડાના જમાઇ ફ્રાન્સિસ સિકવેરા (ઉં.વ. ૬૫), તા. ૨૦/૩/૨૩ના સેલવાસ મધ્યે અવસાન પામેલ છે. સુશીલાના પતિ. પ્રીતિકાના પિતાશ્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સુશીલા ફ્રાનસીસ સિકવેરા ૧૦૪ ચાંણનદેવી કોમ્પ્લેક્સ, સેલવાસ પિન: ૩૯૬૨૩૦.
પ્રભાસ પાટણ વીસા ઓસવાળ જૈન
ચંદ્રકાન્તભાઈ વાડીલાલ જગજીવન શાહ (ઉં.વ. ૭૬) તે કૈલાશબેનના પતિ. તે પિનલ તથા સંકેતના પિતા. જતીનકુમાર તથા પૂર્વીના સસરા. તે સુરેશભાઈ, નીરંજનાબેન મધુકાન્તાબેન, સ્વ. જયપ્રકાશના મોટાભાઈ. તે વેરાવળ નિવાસી સ્વ. દેવીદાસ સુંદરજી શાહના જમાઈ. તે નિધિના નાના. તે જીનીતા તથા હિરલના દાદા તા. ૨૧/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વેરાવળ વિસા ઓસવાળ જૈન
સ્વ. રજનીકાંત નાથાલાલ પાનાચંદ શાહના ધર્મપત્ની અરૂણાબેન શાહ (ઉં.વ. ૭૩) હાલ બોરીવલી તા. ૨૧-૩- ૨૩ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. લલિતાબેન નાથાલાલ સુંદરજી શાહના પુત્રી. સ્વ. ભાવેશભાઇ અને ભક્તિબેન રીતેશભાઈ શાહના માતુશ્રી. ક્ધિનરીબેનના સાસુ. શશીકાંતભાઈ, સ્વ. હરીશભાઈ, સ્વ. જ્યશ્રીબેન, ચંદ્રિકાબેનના ભાભી. સ્વ. દેવેન્દ્રભાઈ, જયામણીબેન, મીનાબેનના બેન. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનક્વાસી જૈન
જાળીલા નિવાસી હાલ કાંદિવલી સ્વ. કમળાબેન જગજીવનદાસ ડેલીવાળાના સુપુત્ર મુગટલાલ (ઉં.વ. ૮૨) તે રંજનબેનના પતિ તા. ૨૧/૩/૨૩ મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે અનીષ, મિનેષ, દિપેશના પિતાશ્રી. કિંજલ, તારકા, સેજલના સસરા. તે પ્રતાપરાય, હસમુખલાલ, સ્વ. હર્ષદરાય, મહેન્દ્રકુમાર, દિલીપભાઈ, સરોજ વાડીલાલ, અનસુયા જયસુખલાલના ભાઈ. સ્વ. નાગરદાસ ઝવેરચંદ શાહના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૪/૩/૨૩ – ૧૦ થી ૧૨. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, મોટો ઉપાશ્રય, એસ. વી. રોડ, પારેખ લેન કોર્નર, કાંદિવલી (પ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
મેંદરડા હાલ મુલુંડ-ઘાટકોપર નંદનબેન જયંતિલાલ હીરાચંદ ગાંધીના પુત્રવધૂ. સરલાબેન રમેશભાઈ ગાંધી (ઉં. વ. ૭૬) તા. ૨૨-૩-૨૩ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે વિરલભાઈના માતુશ્રી. મિનલના સાસુ. ચાર્મીના દાદીમા. તે પિયરપક્ષે શીંવકુવરબેન ધીરજલાલ કપાસીના પુત્રી. તે સ્વ. અશ્ર્વિનભાઈ, રીટાબેન, સ્વ. ભારતીબેન, કિરણબેનના ભાભી. ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ભંડારીયા હાલ સાયન સ્વ. મહેન્દ્રભાઈ ચુનીલાલ શાહ (રતાણી)ના ધર્મપત્ની હંસાબેન (ઉં. વ. ૭૦) તા. ૨૧-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. વિશાલ અને બિનલના માતુશ્રી. સૌ. નમ્રતા અને કૃતિના સાસુ. સિદ્ધ, મિશિકા અને સોહમના દાદી. પિયરપક્ષે સ્વ. નિર્મળાબેન બાબુભાઈ દોશી (મોટી મોણપુરી)ના પુત્રી. સ્વ. પ્રવીણભાઈ, હિતેશભાઈ અને હેમાલીબેન મનોજભાઈ મોદીના બેન. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે. (ચક્ષુદાન કરેલ છે).
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
વાંકાનેર હાલ મુંબઈ રમણીકલાલ નાનચંદ મહેતા (ઉં. વ. ૯૩) તે સ્વ. મધુબેનના પતિ. મયુરી જયંત મહેતા, બીના બીરેન સંઘવીના પિતા. તે નિર્મળાબેન વાડીલાલ, કાંતાબેન હિંમતલાલ, ઈન્દુબેન વસંતભાઈ મહેતાના ભાઈ. પલક, રૂષભ, જય-મૃણાલીના નાના. સ્વ. પાનાચંદ કાનજી સંઘવીના જમાઈ તા. ૨૨-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે. બી/૨૭૦૬, બ્યુમોન્ટ, કલ્પતરુની સામે, સાયન સર્કલ, સાયન (ઈ).
દશાશ્રીમાળી દેરાવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ સાયન, સ્વ. પ્રાણલાલભાઈ તથા સ્વ. કાન્તાબેનના સુપુત્ર ઉમેશભાઈ મહેતા (ઉં. વ. ૭૨) તે સ્વ. હંસાબેનના પતિ. સૌ. નેહલ સમીર ઉદાણી તથા સૌ. કોમલ જયદેવ દોમડીયાના પિતા. તેમ જ જયમનભાઈ, રશ્મિભાઈ, સૌ. પદમાબેન કાંતિલાલ દોશી, સ્વ. કોકીલાબેન દીલીપભાઈ મોદી તથા સૌ. શોભનાબેન રમેશભાઈ શાહના ભાઈ સોમવાર, તા. ૨૦-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ જૈન
મૂળ વતન ભુજના વ્રજલાલભાઈ ઓધવજીભાઈ શાહના સુપુત્ર રમેશચંદ્ર શાહ (ઉં. વ. ૮૧) હાલે ઘાટકોપર તા. ૨૧-૩-૨૩ના મુંબઈ મધ્યે અરિહંતશરણ પામેલ છે. તે ગુણવંતીબેનના પતિ. બિન્દુબેન અને દેવાંગભાઈના પિતાશ્રી. હિમાંશુભાઈ અને નેહલબેનના સસરા. વાડીલાલભાઈ, ચુનીલાલભાઈ, હીરાલાલભાઈ, નર્મદાબેન, વિજ્યાબેન, મોતીબેન, નિર્મળાબેનના ભાઈ. વનેચંદભાઈ મુળજીભાઈ મહેતાના જમાઈ. પ્રાર્થના તા. ૨૩-૩-૨૩ના ૪.૦૦ થી ૫.૩૦. પ્રાર્થનાસ્થળ: લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઈસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડિયાના સ્વ. રમણીકલાલ નંદુ (ઉં. વ. ૬૯) રવિવાર, તા. ૧૯-૩-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. લક્ષ્મીબેન શિવજી કરશન નંદુના સુપુત્ર. પ્રેમિલાના પતિ. દિપ્તી, ડૉ. કૃતિ, એડ. મનસ્વીના પિતા. છગનલાલ, દિલિપલાલ, ધનવંતી, કલ્પનાનાં ભાઈ. હિતેશ ધનજી ગીંદરા, ડૉ. નવરોઝ મહેરનુસ જાસાવાલાનાં સસરા. સામખીયારીના દિવાળીબેન મણીલાલ રીટાનાં જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ એન/૪૦૩, સુરજબાગ, ગ્રીન સ્ટ્રીટ, શાંતાક્રુઝ (વેસ્ટ).
ગામ લાકડીયાના સ્વ. બાબુલાલ ગડા (ઉં. વ. ૮૧) સોમવાર, તા. ૨૦-૩-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. પરબત ધનજી ગડાના સુપુત્ર. સ્વ. મોંઘીબેનના પતિ. જવેર, અમૃતા, રસીલા, પ્રીતી, મીતા, કીર્તીદા, ચંદ્રિકાના પિતાશ્રી. જીવતીબેન, વાલીબેન, રખુબેન, શાંતિબેનના ભાઈ. ગેલા હેમરાજ છાડવાના જમાઈ. પ્રાર્થના ૩ થી ૪.૩૦. પ્રા. સ્થળ: કશિશ હોલ, દેનાબૅંક, દેરાસરની ગલી, મલાડ-ઈસ્ટ.