જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડિયા હાલે અંધેરી શામજી સાવલા (ઉં. વ. ૭૪) તા. ૭.૧૧.૨૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. સ્વ. નામાબેન ભોજરાજ દેવરાજ સાવલાના પુત્ર. રામુબેનના પતિ. મંજુલા, દિપક, કમળા, હંસા, ભાવેશના પિતાશ્રી. મુકેશ, લતા, વિનોદ, ભુપેન્દ્ર, કૃપાલીના સસરા. ગં.સ્વ. વાલીબેન રામજી ડુંગરશી ગાલાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસ સ્થાન: દિપક સાવલા, બી ૮૦૪, દીપ ટાવર, ડી. એન. નગર, જે. પી. રોડ, અંધેરી-વેસ્ટ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઈના શવજી પાંચા શાહ (ઉં. વ. ૬૭) મુંબઈ મધે તા. ૬-૧૧-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી સ્વ. પુરાબેન પાંચા થાવર શાહના સુપુત્ર. તે શાંતીબેનના પતિ. હંસા, જીજ્ઞેશ, જતીનના પિતાશ્રી. રશ્મી, નેહલ, નવીનના સસરા. માન્યા-માયરા, વીરના દાદા. માતુશ્રી સ્વ. રાજીબેન કરશન સુરા ગાલાના જમાઈ. પ્રાર્થના તા. ૧૧-૧૧-૨૨માં રાખવા આવેલ છે. સમય ૧૦ થી ૧૧.૩૦. બરવિધી ૧૧.૩૦ થી ૧.૦૦. પ્રાર્થનાસ્થળ સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ). ઠે. ગિરીરથ બિલ્ડીંગ, કાર્ટર રોડ નં. ૩, બોરીવલી – ઈસ્ટ.
રાધનપુર તીર્થ નિવાસી (હાલ કાંદિવલી) જીતેન્દ્રકુમાર વરધીલાલ વિરવાડીયા (ઉં.વ.૭૯) તે ભાનુમતિના પતિ. ચિ. નિરવ અને નિગમના પિતાશ્રી. અ.સૌ. પૂર્વી અને મોનિકાના શ્ર્વસુર. તેમ જ ચિ. મિહિર, અર્હમ અને ધ્યાનના દાદાજી. તે વરધીલાલ મગનલાલ વિરવાડીયાના પુત્ર અને અમથાલાલ કાળીદાસ મહેતા (ગરાબંડી)ના જમાઈ. આનંદ રમેશભાઈ વિરવાડીયાના ભાઈ તા. ૮-૧૧-૨૨, સોમવારના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે: બી-૭૦૫, હમસબ સોસાયટી, વારાહી માતાના મંદિરની સામે, શંકરલેન, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના રાજેશ હરખચંદ લાલજી દેઢિયા (ઉં.વ. ૫૨) તા. ૭-૧૧-૨૨ના અવસાન પામેલ છે. વિમળાબેન હરખચંદના પુત્ર. કલ્પનાના પતિ. પ્રિયંકા, ખ્યાતીના પિતા. હીના, રશ્મી, દુર્ગાના ભાઇ. ડેપાના મણીબેન કલ્યાણજી શીવજી સાવલાના જમાઇ. પ્રાર્થના: યોગી સભાગૃહ, દાદર (ઈ) (સે.રે.), બપોરે ર થી ૩.૩૦. ઠે. ૧૭૦૨, બ્લુ ઇમ્પ્રેસ, પોઇસર જીમખાના સામે, કાંદીવલી (વે).
ભુજપુરના વસંત ગણપત દેઢિયા (ઉં.વ. ૫૯) તા. ૮-૧૧-૨૨ના અવસાન પામેલ છે. મુલબાઇ ગણપત વેલજીના સુપુત્ર. હર્ષાના પતિ. હિરાલાલ, ઉષા, વિજયના ભાઇ. છસરા માતુશ્રી રતનબેન દામજી શીવજી ગંગરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હર્ષા વસંત દેઢિયા, ૧૦૨-બી, મંથન, વર્ધમાન નગર, તુલીંજ રોડ, નાલાસોપારા (ઇ).
ભુજપુર (ટપાલ ફરીયો)ના પુષ્પાબેન દેઢીયા (ઉં.વ. ૮૮) પુના મધ્યે ૭-૧૧-૨૨ના અવસાન પામેલ છે. વેલબાઇ હીરજી મુરજી દેઢીયાના પુત્રવધૂ. પદમશીના ધર્મપત્ની. શીલા, નરેન્દ્ર, દિપકના માતાજી. પત્રીના હીરબાઇ દેવજી ધરોડની પુત્રી. પ્રેમજી, દામજી, હીરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દિપક દેઢીયા, મિલન સોસાયટી, કોથરૂડ, પુના-૪૧૧૦૦૩૮.
મો. ખાખર હાલે પુનાના પ્રફુલ દામજી કેનીયા (ઉં.વ. ૭૩) ૮-૧૧-૨૨ના અવસાન પામેલ છે. મોંઘીબાઇ દામજીના સુપુત્ર. સ્વ. ભાનુમતિના પતિ. મિરલ, નેહલના પિતા. વિનોદ, અનિલા ભરત આણંદજીના ભાઇ. ના. ખાખર વેલબાઇ દામજી લાલજીના જમાઇ. પ્રાર્થના તા. ૧૦-૧૧-૨૨, સાંજે ૪-૫. ગુજરાત ભવન મોરારજી પેઠ, સોલાપુર. ઠે. પ્રફુલ દામજી કેનીયા, ૫ વિજય એપાર્ટમેન્ટ, ૮૮, રેલવે લાઇન્સ, સોલાપુર-૧.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
વાંકાનેર નિવાસી હાલ બોરીવલી ગુણવંતીબેન ઉમેદચંદ પાનાચંદ શાહના પુત્ર દિનેશચંદ્ર (ઉં.વ. ૭૫) તે ભારતીબેનના પતિ. દેવેન-મમતા, દિવ્યા નિલેશભાઈ વખારિયાના પિતા. મહેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઇ, નરેન્દ્રભાઈ, કિશોરભાઈ, દિલીપભાઈ, ઉષાબેન કનકરાય વખારિયા, ઇન્દીરાબેન કિશોરભાઈ દોશી, અરૂણાબેન જશવંતરાય શાહના ભાઈ. શ્ર્વસુરપક્ષે વાંકાનેર નિવાસી હાલ કલકત્તા રતિલાલ વીરચંદ શાહના જમાઈ. ૭/૧૧/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તેમની પિતૃવંદના ૧૦/૧૧/૨૨ના ૧૦ થી ૧૨ કલાકે સંભવનાથ જૈન દેરાસર, જાંબલી ગલ્લી, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ધારી નિવાસી (હાલ અંધેરી) સ્વ. હિંમતલાલ રૂઘનાથ કોઠારીના ધર્મપત્ની ધર્મશીલા (ધનલક્ષ્મીબેન) (ઉં.વ. ૮૯) તે ૭/૧૧/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે ખાંભા નિવાસી સ્વ. પરમાનંદ વલ્લભજી દોશીની દીકરી. સંજય, વિપુલ, ઈલા ભરતકુમાર ડેલીવાળા તથા પારૂલ વિપુલભાઈ દડીયાના માતુશ્રી. મોના તથા નિશાના સાસુ. સ્વ. હિંમતભાઇ, સ્વ. દલપતભાઈ, ધીરુભાઈ, સ્વ. વિનુભાઈ, સ્વ. કાંતાબેન, પુષ્પાબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
વઢવાણ નિવાસી સ્વ. ધીરજબેન શામળદાસ ખોડીદાસ શાહના પુત્ર ગિરીશભાઈ (હાલ ગુન્ટુર)ના ધર્મપત્ની અ.સૌ. જયશ્રીબેન (ઉં.વ. ૭૬)નું દેહ પરીવર્તન સોમવાર, તા ૭/૧૧/૨૨ના થયેલ છે. તે ચિ. કુંતલ તથા ચિ. ભૈરવીના માતુશ્રી તથા સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. સુર્યકાંતભાઈ, સ્વ. શશીકાંતભાઈ, વિનોદભાઈ, રંજનબેન રમણીકલાલ ગોસલીયા તથા ઉર્મિલાબેન પ્રવિણચંદ્ર શાહના ભાઈના પત્ની ને પિયર પક્ષે અંધેરી નિવાસી સ્વ. જ્યોતિબેન જમનાદાસ દયાલજી બોડાના દિકરી. લૌકિક વ્યવહાર બંધ છે.