જૈન મરણ
પાલિતાણા નિવાસી શેઠ સોમચંદ પ્રેમચંદ શેઠના સુપુત્ર જ્યોતિન્દ્ર શેઠ હાલ મુલુંડના ધર્મપત્ની ગુણવંતબેન (ઉં.વ. ૭૯) તે વિનયભાઈ, સરોજબેન, મહેન્દ્રભાઈના ભાભી. વિશાલ, સેજલના મમ્મી. દેવાંગકુમાર, જીજ્ઞાના સાસુ. પિયરપક્ષે વલ્લભીપુરવાળા ઈચ્છાલાલ પ્રેમચંદ મહેતાની દીકરી. મંગળવાર તા.૧૪-૩-૨૩ ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તા. ૧૬-૩-૨૩ના ૫ થી ૭. એડ્રેસ: જ્યોતિન્દ્ર સોમચંદ શેઠ, બ્લોક નં. ૧૮, ૯માં માળે, કૈલાશ આશિષ ટાવર, ડૉ. આંબેડકર રોડ, આઈસીઆઈસીઆઈ બેંકની સામે, મુલુંડ (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મેંદરડા હાલ અંધેરી સ્વ. હંસાબેન ગુલાબચંદ કામાણીની પૌત્રી તથા આરતીબેન કિર્તીભાઈ કામાણીની સુપુત્રી ઉષ્માબેન (ઉં. વ. ૩૪) તા. ૧૪-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મીના અશોક, ચેતના નરેશ, કલ્યાણી નિતીનની ભત્રીજી. તે સ્વ. કનકલતાબેન વસંતભાઈની દોહિત્રી. પુનમ-જતીન, નિશાન-જીનલ, ખેવનાની બહેન. પ્રાર્થનાસભા તા. ૧૭-૩-૨૩ને શુક્રવારે ૪.૩૦ થી ૬. વિશ્ર્વેશ્ર્વર ભુવન, ૧લો માળ, સન્યાસ આશ્રમ કંપાઉન્ડ, વિલેપાર્લા વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
પાટણ જૈન
કેશુ શેઠનો પાડો-ના સ્વ. જયાબેન કિર્તીલાલ શાહના સુપુત્ર સુનિલભાઈ (ઉં. વ. ૬૮) તા. ૧૩-૩-૨૩ના અવસાન પામેલ છે. તે ઉમાબેનના પતિ. ચિરાગ અને ભાવિકના પિતા. રીમાના સસરાજી. શારદાબેન રસીકલાલ નગરશેઠના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે: ઉમા સુનિલ શાહ, ૩૦૪, સી આશિષ બિલ્ડિંગ, તિરૂપતિ એપાર્ટ., ભુલાભાઈ દેસાઈ રોડ, મુંબઈ-૪૦૦૦૨૬.
વાગડ વિ. ઓ. જૈન
ગામ રવના સ્વ. રવજીભાઈ હેમરાજ ગાલા (ઉં. વ. ૬૩) તા. ૧૩-૩-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. પુનઈબેન રાઘવજી ગાલાના પૌત્ર. સ્વ. વિંઝઈબેન હેમરાજના સુપુત્ર. ગં. સ્વ. હીરૂબેનના પતિ. મિત્તલ, શીતલ, રોહિતના પિતાશ્રી. નરેન્દ્ર, મયુર, કૃતિના સસરા. સુવઈના સ્વ. મીઠીબેન કરમશી ઉગમશીના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૬-૩-૨૩, ગુુરુવાર, સમય સવારે ૧૦.૩૦ ૧૨ જાપ, ૧૨ થી ૧૨.૩૦. ઠે: એકતા એપાર્ટમેન્ટ, ચરઈ, થાણા – વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી હાલ સાયન સુમિત્રાબેન શશીકાંતભાઈ ચંદુલાલભાઈ ખોખાણીના સુપુત્ર સંજીવભાઈ (ઉં. વ. ૬૪) તે ૧૪-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જાસ્મીનબેનના પતિ. કરણ-જયના પિતાશ્રી. અ. સૌ. વિધિ, અ. સૌ. ઉર્વશીના સસરા. શ્રીમતી મીનાક્ષીબેન અનુચંદભાઈ જયસુખભાઈ કોઠારીના જમાઈની પ્રાર્થનાસભા ૪ થી ૬. તા. ૧૭-૩-૨૩ના શુક્રવારે અમુલખ અમીચંદ બી. વિદ્યાલય, રફી કીડવાઈ માર્ગ, માટુંગા (ઈસ્ટ).
પ્રાગપુરના ભારતીબેન તલકશી સંગોઇ (ઉં. વ. ૭૩) તા. ૧૪/૩/૨૩ના અવસાન પામેલ છે. દેવકાંબાઇ / નેણબાઇ મોરારજી જીવરાજના પુત્રવધૂ. તલકશીના પત્ની. પ્રિયેશ છાયાના માતુશ્રી. ગુંદાલા અમૃતબેન ધનજી મુરજી સાવલાના પુત્રી. ભુજપુર વિમળા / મંજુલા કાંતીલાલ, મૈસુર વાસંતી શંકર, રંજન નવિનના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે.: તલકશી સંગોઇ, ૧૨૦૪, પાર્ક વેસ્ટ નં.૩ રાહેજા સ્ટેટ, કુલુપવાડી રોડ, બોરીવલી-ઇસ્ટ.
કુંદરોડીના શાંતીલાલ લાલજી ગાલા (ઉં. વ. ૭૮) તા. ૧૩-૩-૨૩ના અવસાન પામેલ છે. ગંગાબાઇ લાલજીના પુત્ર. સરલાબેનના પતિ. રૂપલ, જીગરના પિતા. હીરજી, હરખચંદ, મહેન્દ્ર, મંજુલા, ભાનુના ભાઇ. તલવાણાના લક્ષ્મીબેન લીલાધરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જીગર ગાલા, સી. ૪૦૨, કોકીલ કુંજ, પટેલ નગર, કાંદીવલી (વે), મું. ૬૭.
નાના રતડીયાના વિમળાબેન દામજી મુરજી દેઢિયા (ઉં. વ. ૮૨) તા. ૧૪-૩-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી લક્ષ્મીબેન મુરજી જેવતના પુત્રવધૂ. દામજીના પત્ની. આશિષ, કમલેશના માતુશ્રી. નરેડીના વાલબાઇ પ્રેમજી શીવજીના સુપુત્રી. લક્ષ્મીચંદ, હસમુખ, ચંદ્રકાંત, સુર્યકાંત, નવીન, શાંતાના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. આશિષ દામજી શાહ, ૧૨૦૧, નવીન આશા, ડી. ફાલ્કે રોડ, દાદર (ઈ).
બાડાના કુંવરજી આસુભાઇ ગડા (ઉ.વ. ૯૭), મંગળવાર, તા. ૧૩/૩/૨૩ના અવસાન પામેલ છે. પાનબાઇ આસુભાઇ ગડાના સુપુત્ર. પાનબાઇ / મણિબાઇના પતિ. રશ્મિકાંત, પ્રફુલા, નયના, ચેતના, દિવ્યાના પિતાશ્રી. ગોધરા લાછબાઇ ગોવર મોતા / બાડા મુરીબાઇ વેલજી હરીયાના જમાઇ. બાડા લાલજી આસુભાઇ, માલતીબેન પ્રેમજી, ડુમરા લક્ષ્મીબેન પ્રેમચંદ, કોટડા (રો.)વસુમતી વલ્લભજીના ભાઇ. પ્રાર્થના : શ્રી કચ્છી શ્ર્વે.મૂ.પૂ. જૈન સંઘ શ્રી નારાયણજી શામજીવાડી, માટુંગા (સે.રે.) ટાઇમ : ૪ થી ૫.૩૦.
ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાણપુર હાલ કાંદિવલી સ્વ બિન્દુબેન પ્રવિણચંદ્ર ગુલાબચંદ દોશીના પુત્ર ચિ. રાજેશ (શિરીશ) તે અ. સૌ. સાધનાના પતિ. જય, ધવલના પિતા અને અ.સૌ. હિરલના સસરા. પ્રીતીબેન કમલકુમાર કામદારના ભાઈ. ધ્રાંગધ્રા નિવાસી સ્વ. મનસુખલાલ જગજીવનદાસ ગાંધીના જમાઈ. (ઉં. વ. ૬૧) તા. ૧૪-૩-૨૩ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ છે. ચક્ષુદાન કરેલ છે. જય શિરીષ દોશી, ૭૦૩, બી વિંગ, મનોરથ બિલ્ડિંગ, દત્ત મંદિર રોડ, દહાણુકરવાડી, કાંદિવલી વેસ્ટ.
દિગંબર જૈન
કલોલ નિવાસી હાલ મુંબઈ, ડૉ. બાબુભાઈ અંબાલાલ વખારિયા, તે સ્વ. હીરાબેનના પતિ. સ્વ. ગિરધરલાલ, સ્વ. પૂનમચંદ, સ્વ. સવિતાબેન, સ્વ. વિમળાબેન તથા સ્વ. કુસુમબેનના ભાઈ, ડૉ. રશ્મિબેન, સ્મિતાબેન, હિમાંશુભાઈ, ડૉ. ધનંજયભાઈ તથા નિખિલભાઈના પિતા, ડૉ. શરદકુમાર, ડૉ. કલ્પેનકુમાર, હર્ષા, જ્યોતિ તથા પ્રિતીના સસરા. ડૉ. વૈભવ, ડૉ. શ્ર્વેતા, તેજલ-હેમાંગ, અર્પિત-અમીના, ડૉ. આલાપ-પલ્લવીના નાના. ડૉ. કેયુર, ડૉ. લતિકા, સોહિલ- રુચિતા, ડૉ. પ્રાચી, રુચિ-ઓમકાર, પ્રીની, રુષભના દાદા તા. ૧૩-૩-૨૩ અરિહંતશરણ પામેલ છે. તેમની સાદડી તા. ૧૬-૩-૨૩ના ૪.૩૦ થી ૬.૩૦ લૌકિક વ્યવહાર બંધ છે. સ્થળ- નપુ હોલ, નપુ ગાર્ડન પાસે, માટુંગા-ઈસ્ટ
દશાશ્રીમાળી સ્થા. જૈન
મોણપર નિવાસી હાલ મુંબઇ શરદભાઇ જયંતિલાલ કપુરચંદ મહેતાના ધર્મપત્ની અ. સૌ. રશ્મિ (રેખા) (ઉં. વ. ૭૬). તા. ૧૫-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે અ. સૌ. પૂર્વી અમિત દોશી તથા સ્વ. કૌશલના માતુશ્રી. હસ્તરેખા નયનપ્રકાશ પારેખ, સ્વ. વર્ષા અનિલભાઈ સંઘાણી, નીતા રાજેશભાઇ અજમેરાના ભાભી, તે પિયર પક્ષે સ્વ.વીરેશ તથા અશોક દીનુભાઇ ગૌરીશંકર દેસાઈના બહેન, ઉષ્મી અને વિશ્ર્વના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કાળધર્મ
પ.પૂ. આ.શ્રી ગુણચંદ્રસાગર સૂરિશ્ર્વરજી મ.સા. (કચ્છી મ.સા.) (ઉં. વ. ૬૫) તા. ૯-૩-૨૩ ગુરૂવારના અમદાવાદ મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે. તપાગચ્છ સાગરાનંદના સમૂદાયના રાષ્ટ્રસંત પ.પૂ.આ. શ્રી ચંદ્રાનન સાગરજી સૂરિશ્ર્વરજીના શિષ્ય પ.પૂ. મુનિશ્રી જૈનેશચંદ્ર સાગરજી મ.સા.ના ગુરૂમહારાજ (મામા) મહારાજ. પ.પૂ. પ્રર્વતીની મહાત્તરા પદ સાધ્વીશ્રીજી ઉદ્યોત પ્રભાતશ્રીજી મ.સા.ના દોહિત્ર. સંસારપક્ષે મો. ખાખરના સ્વ. સાકરબેન ગાંગજી માણેક વોરાના સુપુત્ર.