ક. દ. ઓશવાળ જૈન
ભરત વોરા (ઉં.વ. ૭૧) ગામ રંગપુર, હાલ નેરૂલ, નવી મુંબઈ રવિવાર, તા. ૧૨.૩.૨૩ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. મંજુલાબેન માણેકજી દેવજી મુનવરના પુત્ર. સ્વ. માનબાઈ પદમશી મેઘજી નાગડા – રંગપુરના જમાઈ. જયશ્રીના પતિ. તેજસના પિતાશ્રી. અ. સૌ. રેશ્માના સસરાજી. જૈનમના દાદાજી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. એડ્રેસ: એફ/૪૫/૧૦૩, આનંદવન સોસાયટી, સેકટર ૪, નેરુલ (પ.), નવી મુંબઈ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ સામખીયારી સ્વ. રમાબેન ગડા (ઉં.વ. ૭૨) તા. ૮-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ખીમઈબેન લધા વજા ગડાના પુત્રવધૂ. સ્વ. ધનજી લધા ગડાના ધર્મપત્ની. નિલેશ, અશોક, કલ્પના, ચંદ્રિકાના માતુશ્રી. રમણીક ગીંદરા, સુરેશ નંદુ, રસિલા, હેમલના સાસુ. મીત, મનન, મિહીર, ક્રિષ્નાના દાદી. ઝીલ, સોનાલી (ભાવિ)ના દાદીજી સાસુ. લાકડીયાના સ્વ. હીરુબેન પુંજા જીવણ છેડાની દિકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૩ કલ્યાણ બિલ્ડીંગ, પહેલે માળે, ખાડીલકર રોડ, મુંબઈ-૪.
ગામ સુવઈના હાલે થાણા સ્વ. જેઠાલાલ ફરીયા (ઉં.વ. ૯૨) દેશમાં અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. હાંસઈબેન/રમાબેન વેરશી રૂપા ફરીયાના પુત્ર. કામલબેનના પતિ. મુરજી, આશધીર, પ્રેમજી, મનસુખ, નવિન, સ્વ. નવલ, સોનાબેન, કમળાબેન, સુશીલાબેન, સંસાર પક્ષે પ. પૂ. નિશ્રાબાઈ મહાસતીજીના પિતાશ્રી. રાજીબેન, મંજુલાબેન, સુશીલાબેન, સુશીલાબેન, પ્રિતીબેન, ચુનીલાલ, અરવિંદના સસરા. અશોક, નીતીન, અનિલ, મયૂર, નિખીલ, સ્વ. મોનીલ, પ્રતીક, અપૂર્વ, હીના, ગીતા, પુષ્પા, હર્ષા, વૈશાલી, જીનલના દાદા. પ્રાર્થના સ્થળ: ટીપ ટોપ પ્લાઝા, થાણા વેસ્ટમાં ૧૦.૩૦ થી ૧૨.
ગામ અઘોઈના સ્વ. પુનઈબેન ખાખણ ડાઘાના (ઉં.વ. ૭૮) તે સ્વ. નામાબેન ખાખણ ડાઘાના પુત્રવધૂ. ખાખણના ધર્મપત્ની. રમેશ, રસીક, અમૃતલાલ, વસંત, હીરાના માતુશ્રી. હંસા, કસ્તુર, ભાવના, અમીષા, ધર્મેશ, રતનશી છેડાના સાસુ. દેસરીબેન વણવીર દેવશી સાવલાના દિકરી. પ્રાર્થના તા. ૧૪-૩-૨૩, મંગળવારે સવારે ૧૦ થી ૧૧.૩૦. પ્રાર્થના સ્થળ: શ્રી અચલગચ્છ જૈન ભવન, બૅંક ઓફ બરોડાની સામે, જોગેશ્ર્વરી ઈસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સોનગઢ નિવાસી હાલ મુલુન્ડ મુંબઈ જયાબેન શાહ (ઉં.વ. ૯૪) રવિવાર, તા. ૧૨-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સૌભાગ્યચંદ હીરાચંદ શાહના ધર્મપત્ની. સ્વ. જયોતીન્દ્રભાઈ, જયેશભાઈ, રાજેશભાઈ, સ્વ. કિરણબેન નવીનકુમાર, મૃદુલાબેન રમેશકુમાર, જાગૃતિબેન બિપીનકુમાર, આશાબેન વિનોદકુમારના માતુશ્રી. અ. સૌ. નિશા, અ. સૌ. પરીતાના સાસુ. સ્વ. હિરાબેન કેશવલાલ, ભાનુમતીબેન સવાઈલાલના ભાભી. સ્વ. શીવજીભાઈ દેવચંદભાઈ વડાલીયાના દીકરી. સરનામું: ૮૦૩, ટાવર નંબર ૨, લીમોના, રુનવાલ અન્થુરિયમ, એલ. બી. એસ. માર્ગ, મુલુન્ડ વેસ્ટ.
ઝાલાવાડી સ્થાનકવાસી વિશા શ્રીમાળી જૈન
હળવદ નિવાસી હાલ દહીંસર અ. સૌ. કિરણ (ઉં.વ. ૭૩) તે પ્રદીપ લલીતચંદ્ર કોઠારીના ધર્મપત્ની. સ્વ. નિર્મળાબેન લલિતચંદ્ર ઉજમસી કોઠારીના પુત્રવધૂ રવિવાર, તા. ૧૨-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પિયર પક્ષે લીંબડી નિવાસી હાલ મલાડ સ્વ. મરઘાબેન ત્રંબકલાલ શાહના પુત્રી. સ્વ. ચંદ્રકાન્તભાઈ, અનિલભાઈ, પરિમલ, રેખાબેન, સ્વ. સરયુબેન, સ્વ. હર્ષાના બેન. સ્વ. જયોતિબેન અનોપચંદ કપુરચંદ શાહ- વઢવાણવાળા હાલ દહીંસરના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર
બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ગોંડલ નિવાસી હાલ બોરીવલી સ્વ. સુરેન્દ્રભાઈ હરકિશનદાસ સંઘાણીના પત્ની કલ્પનાબેન (ઉં.વ.૭૮) તા. ૯-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેઓ સોનલબેન કમલેશભાઈ, રૂપલબેન સીપ્રિયન, તેજલબેન અતુલભાઈ, હર્ષલ સંઘાણીના માતા. અનિસા સંઘાણીના સાસુ. સિન્ધિયાનીલ, રાયન, ખુશી, કોમલ, રયનના નાની/દાદી. સ્વ. નીલાબેન હરસુખભાઈ, કાર્તિકાબેન વિપિનભાઈ, સ્વ. ભારતીબેન રશ્મિભાઈ, વર્ષાબેન નરેશભાઈ, મીતાબેન જ્યોતિન્દ્રભાઈના ભાભી. સ્વ. બાલુભાઈ દેશાઈ, સ્વ. ભૂપેન્દ્રભાઈ દેશાઈ, વિનોદભાઈ દેશાઈ, સ્વ. જીતુભાઈ દેશાઈ, ઉષાબેન દોશી, સ્વ. ઈન્દુબેન સંઘાણી, સરયુબેન હેમાણી, સ્વ. પદ્માબેન મહેતાના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડા (રોહા)ના જયમાલા લક્ષ્મીચંદ દેઢીયા (ઉં. વ. ૫૬) તા. ૦૮-૦૩-૨૩ના અવસાન પામેલ છે. ગંગાબેન માલશી મણશી દેઢિયાના પુત્રવધૂ. લક્ષ્મીચંદના પત્ની. પરાગના માતુશ્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. લક્ષ્મીચંદ શાહ (દેઢીયા) બી-૬૦૩, સી ક્રાઉન બિલ્ડીંગ, પ્લોટ નં. ૧૯, સેક્ટર -૮, ચારકોપ, કાંદીવલી (વે.), મુંબઇ.
કપાયાના રામજી શીવજી સંગોઇ (ઉં. વ. ૯૧) મુંબઇમાં ૧૧/૩/૨૩ના અવસાન પામ્યા છે. ગંગામા (ધનબાઇ) શીવજી શામજીના પુત્ર. જવેરબેનના પતિ. જ્યોતિ, રાજેશ, નીનાના પિતાશ્રી. નાગજી, શાન્તાબેનના ભાઇ. કારાઘોઘાના ગાંગજી દેવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રાજેશ સંગોઇ, અર્થ ટેરેશ, બી ૯૦૯, ગંજાનન કોલોની રોડ, સ્ટેશનની સામે, ગોરેગામ (વે.) ૪૦૦૧૦૪.
મેરાઉના ગં.સ્વ. કસ્તુરબેન લક્ષ્મીચંદ કાનજી વીરા (ઉં. વ. ૮૪) ૧૨-૩ના અવસાન પામેલ છે. કુંવરબાઇ કાનજી વીરાના પુત્રવધૂ. સ્વ. લક્ષ્મીચંદના પત્ની. હરેશ, વર્ષા, વિપુલ, કલ્પનાના માતુશ્રી. લાયજા સ્વ. કબુબાઇ નરશીની દિકરી. સ્વ. જખુભા, સ્વ. ભવાનજી, સ્વ. લીલાધર, લાયજા સ્વ. મેઘબાઇ, મેરાઉ સ્વ. હીરબાઇ, ગોધરા સ્વ. વેલબાઇ, ભીંસરા સ્વ. ચંચળબેન, ગોધરા ગં.સ્વ. સાકરબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિપુલ વીરા, ૪૦૨, સિલ્વર ટાવર, હાજી બાપુ રોડ, મલાડ (ઇ.), ૯૭.
કોટડી મહા.ના દક્ષ ભાવિન દેઢિયા (ઉં. વ. ૫) તા. ૧૧/૩/૨૩ના અવસાન પામેલ છે. દમયંતી શાંતિલાલના પૌત્ર. કોમલ ભાવિનના સુપુત્ર. કંચનબેન જયંતિલાલના દોહિત્ર. પ્રા. શ્રી માટુંગા કચ્છી શ્ર્વે.મૂ.પૂ. જૈન સંઘની વાડી નારાયણજી શામજી, માટુંગા સે.રે. ટા. ૧.૩૦ થી ૩.૦૦
બાડાના લીલાધર લખમશી વિસરીયા (ઉં. વ. ૮૭) તા.૧૦-૩ના અવસાન પામેલ છે. જેઠીબાઈ લખમશી જેસંગના પુત્ર. હંસાબેનના પતિ. કિરણ, નિલેશના પિતા. પ્રેમજી, મણીબાઈ, મઠાંબાઈ, લીલબાઈના ભાઈ. લાયજા રતનબાઈ લાલજી કારાણીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. દેહદાન કરેલ છે. નિ. હંસાબેન લીલાધર. ખ૨ ઈઇંજ, ઉ ૫૦૧, પ્રતિક્ષા નગર, સાયન (ઈ), મું – ૨૨.
મોથાળાના માતુશ્રી વેલબાઇ ખીંયશી દેઢિયા (ઉં. વ. ૧૦૧) તા. ૧૨/૩/૨૩ના અવસાન પામેલ છે. ખીંયશી દેરાજ નરશીના ધર્મપત્ની. મોથાળાના રતનબેન ગોવિંદજી, ગઢશીશાના ઝવેરબેન વિશનજીના માતુશ્રી. ડુમરાના જેતબાઇ લાલજી દેવજી કારાણીના સુપુત્રી. ડુમરાના વાલબાઇ રાયશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ગોવિંદજી શામજી, સી-૧૦૪, સિલ્વર ઓક્સ, સ્વપ્ન નગરી, મુલુંડ (વેસ્ટ), મુંબઇ -૮૦.
નાની તુંબડી હાલે ભુજપુર શા. જેઠાલાલ પુનશી બૌવા (ઉં. વ. ૯૧) ૧૨/ ૩/૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી સુંદરબેન પુનશીના સુપુત્ર. લક્ષ્મીબેનના પતિ. આશા અમૃતલાલ, હીના હિતેશ, ઇંદિરા (વર્ષા) વસંતલાલ, કુસુમ લક્ષ્મીચંદ, જયેન્દ્રા કનક, જ્યોતી જિતેન્દ્ર રમણીકના પિતાશ્રી./ સસરાજી. તુંબડીના પ્રભા /મીના માવજી ડેપાના દેવકાબેન તેજશી, ટુંડાના મણીબેન રવજી, ભુજપુરના મંજુલાબેન હરીલાલના ભાઇ. ફરાદીના પાનબાઇ ખીમજી ખેતશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. માતૃપિતા નિવાસ, નંબર વિસ્તાર, મોટી ભુજપુર-૩૭૦૪૦૫, તા. મુન્દ્રા.
શ્રી કચ્છી દશા શ્રીમાળી વણિક જૈન
કલીકટ નીલમબેન શાહ (ઉં. વ. ૭૯) તે સ્વ. સુરેન્દ્રભાઈ પુરુષોત્તમ લક્ષ્મીચંદ શાહના ધર્મપત્ની. હિમાંશુ તથા પ્રીતિ દિપક શાહના માતુશ્રી. દિપક નરોત્તમભાઈ શાહ તથા નિશાના સાસુ. લેખા શાહ, દીપ્તિ શાહ, સ્નેહલતાબેન પાટલીયા, સ્વ. પ્રફુલાબેન છાબાણી, સ્વ. જયશ્રીબેન શશીકાંત મહેતાના ભાભી. સ્વ. છેલુંબેન તથા સ્વ. હિંમતલાલ શિવજી દેસાઈ માંડવીના પુત્રી. તે તા. ૯/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
કોલકી નિવાસી ભાયંદર હસમુખલાલ શાહ (ઉં. વ. ૭૯)તે સ્વ. શિવકુંવરબેન ત્રિભુવનદાસ પાનાચંદ શાહના પુત્ર. સ્વ.કોકિલાબેનના પતિ. સ્વ. ભોગીભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. તારાબેન, ધીરૂભાઈ, જીતુભાઈના ભાઈ. ભાવિક તથા હીરલના પિતા. સસુરપક્ષ બગસરા નિવાસી સ્વ. જયસુખલાલ કાલીદાસ દોશીના જમાઈ તા. ૧૩-૦૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.