જૈન મરણ
દિગંબર જૈન
ભાવનગર નિવાસી હાલ વાલકેશ્ર્વર મુંબઇ નવીનભાઇ શાહ (ઉં. વ. ૮૦) તા. ૮-૩-૨૩ના દેહપરિવર્તન પામ્યા છે. તે સ્વ. શાંતાબેન તથા વ્રજલાલ કેવળદાસના સુપુત્ર તથા સ્વ. ઇન્દુભાઇ, સ્વ. વિનોદભાઇ, સેવન્તીભાઇ, સ્વ. રમેશભાઇ તથા પ્રકાશભાઇ અને સ્વ. નીરુબેન, સ્વ. કળાબેન તથા ઉર્વશીબેનના ભાઇ. પ્રાર્થનાસભા તા. ૧૨-૩-૨૩ના દિવસે રવિવારે બપોરે ૩.૩૦થી ૫.૩૦, ઠે. ગોપી બિરલા સ્કૂલ હોલ, શીતલબાગ, વાલકેશ્ર્વર.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
પાળિયાદ હાલ અમદાવાદ સ્વ. ચંદ્રિકાબેન મનહરલાલ રતિલાલ શાહના પુત્રવધૂ સૌ. પ્રજ્ઞાબેન (ઉં. વ. ૫૪) તે પરેશકુમારના ધર્મપત્ની તથા મહેશભાઇ, હરેશભાઇ, રીટાબેન અને દીપીકાબેનના ભાભી. તે બોટાદ નિવાસી સ્વ. કમળાબેન ભોગીલાલ ધારશીભાઇ વોરાના દીકરી. અનિલભાઇ, કમલેશભાઇના બહેન. તથા કલ્પનાબેન, રક્ષાબહેનના નણંદ તા. ૬ માર્ચ, ૨૦૨૩ના અમદાવાદ મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. અનિલભાઇ ભોગીલાલ વોરા, બી-૨, આરાધના બીજે માળે, સેકટર નં.૬, મીરા રોડ ઇસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ કાંદિવલી, સ્વ. મીઠીબેન ચત્રભુજ પુંજાણીના સુપુત્ર ભાનુભાઈ (ઉં.વ. ૯૧), તા. ૯/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. હિતેશભાઈ, ધર્મેન્દ્રના પિતા. તે સોનલબેન, અલકાબેનના સસરા. તે સ્વ. દલિચંદભાઈ, સ્વ. છગનભાઈ, સ્વ. અમૃતલાલના ભાઈ. તે (બીલખા નિવાસી) સ્વ. જયંતિભાઈ શામળજી લાઠીયાના જમાઈ. લૌકીક વ્યવહાર તથા સાદડી પ્રથા બંધ
રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વિનોદરાય રતિલાલ મહેતાના ધર્મપત્ની હર્ષાબેન (ઉં.વ. ૮૩) તા. ૮-૩-૨૩ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે નિલેષભાઈ, બીમલભાઈના માતુશ્રી. સૌ. શ્ર્વેતા અને સૌ. બીનાના સાસુજી. તે સ્વ. ભોગીભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, કિશોરભાઈના ભાભી. તે નિધી-મિતુલ, નિશ્મા-નિકેન, દેવાંશી-ઉજાસ તથા તનીશાના દાદીમા. પિયરપક્ષે આટકોટ નિવાસી સ્વ. બચુભાઈ ડુંગરશી અદાણીના દીકરી. તેમની પ્રાર્થનાસભા તા. ૧૦-૩-૨૩ શુક્રવારના ૪.૩૦ થી ૬.૦૦, લાયન્સ કોમ્યુનિટી હોલ, ગોરડિયાનગર, ઘાટકોપર-ઇસ્ટ.
વાગડ વિ.ઓ. જૈન
ગામ મનફરાના સ્વ. નિલેશ જયંતીલાલ ગાલા (ઉં.વ. ૩૯) તા. ૭-૩-૨૩ અવસાન પામેલ છે. સ્વ. ભચીબેન નરશી રવજી ગાલાના પૌત્ર. રમીલાબેન જયંતીલાલના પુત્ર. દર્શનાના પતિ. ભવ્ય, તીર્થના પિતા. રૂષિતા, હિતેનના ભાઈ, લીલાવંતી રમેશચંદ્ર શામજી છાડવાના જમાઈ. પ્રાર્થના રાખેલ છે. સમય ૧૦થી ૧૧.૩૦. સ્થળ: સર્વોદય હોલ, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકિસની સામે, બોરીવલી (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જૂનાગઢ નિવાસી હાલ વસઈ ગં.સ્વ. ચંપાબેન નાનાલાલ સંઘવી (ઉં.વ. ૧૦૦) બુધવાર, ૮-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેઓ અરુણાબેન વિનયચંદ્ર મોદી અને નવીનભાઈના માતુશ્રી. તેઓ ધવલ, વિશાલ, જાગૃતિ, નિમિષ બોઘાણીના દાદી. તેઓ પિયર પક્ષે સ્વ. જડાવબેન, સ્વ. હેમકુંવરબેન, સ્વ. જયાબેન તેમ જ સ્વ. દુલ્લભજીભાઈ, સ્વ. અમીચંદભાઈ, સ્વ. રમણીકભાઈના બહેન. તેઓ અ.સૌ. કુંદનબેનના સાસુ. તેઓ અ.સૌ. પારુલ ધવલ સંઘવીના દાદી-સાસુ. (લૌકિક વ્યવહાર બંધ છે.)
કચ્છી વિશા ઓશવાળ જૈન
મનફરાના નિલેશ ગાલા (ઉં.વ. ૩૯) તા. ૭-૩-૨૩ના અવસાન પામેલ છે. રમીલાબેન જયંતીલાલ ગાલાના પુત્ર. દર્શનાના પતિ. ભવ્ય, તીર્થના પિતા. રૂષિતા, હીતેનના ભાઇ. લીલાવંતી રમેશચંદ્ર શામજી છાડવાના જમાઇ. પ્રા. સર્વોદય હોલ, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વે.), ટા. સવારના ૧૦ થી ૧૧.૩૦. ઠે.: નિલેશ જે. ગાલા, ૮, શીવ પાર્વતી, હાજી બાપુ રોડ, મલાડ (ઇ.).
વડાલાના અનૂપ ખીમજી શેઠીયા (ઉં.વ. ૬૮) તા. ૭/૩/૨૩ના અવસાન પામ્યા છે. સાકરબેન ખીમજી ટોકરશીના સુપુત્ર. નિર્મળાબેનના પતિ. મિરલ, કિંજલના પિતાશ્રી. ધનસુખભાઈ, કાંતિલાલ, કલ્પનાના ભાઈ. કેસરબેન કુંવરજી કોરશી દેઢિયાના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ (દાદર). ટા. ૪ થી ૫.૩૦. (વેલે પાર્કીંગ વ્યવસ્થા છે.) નિ. અનૂપ શેઠીયા : ડી-૧૯૦૩, અશોકા ગાર્ડન, ટી.જે. રોડ, શિવડી-વે, મું-૧૫.
કોટડી મહાદેવપુરીના ખેરાજ ગોસર દેઢીયા (ઉં.વ. ૮૬) તા. ૮-૩-૨૩ના અવસાન પામેલ છે. ગંગાબાઇ ગોસર દેઢીયાના સુપુત્ર. પુષ્પાના પતિ. વિરેન્દ્ર, રાજેશ, નિતા, તરૂણાના પિતા. કાનજી, રવજી, નાનજી, નાનાલાલ, કાંતીલાલ, દેવકાબેન રવજી, કુસુમબેન ઝવેરચંદ, ચંચળબેન લક્ષ્મીચંદના ભાઇ. હાલાપરના રાણબાઇ ભવાનજી જેઠાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. રાજેશ દેઢીયા, એ-૧૦૩, શક્તિ ટાવર, શક્તિનગર, દહીંસર (ઇ.).
ડોણ હાલે કોડાયના મણીબેન ચાંપશી છેડા (ઉં.વ. ૮૮) તા. ૭/૩/૨૩ના અવસાન પામ્યા છે. ડોણના પાલઈબેન નાગશીના પુત્રવધૂ. સ્વ. ચાંપશી નાગશીના ધર્મપત્ની. રમણીક, હેમલતા (ઉમા) જીતેન્દ્ર, દિનેશના માતુશ્રી. કોડાયના કેસરબેન કેશવજી ટોકરશીના દીકરી. જવેરબેન લક્ષ્મીચંદ, સુશીલાબેન જયંતિલાલ, ચંચલબેન કલ્યાણજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. દિનેશ છેડા : સી/૨૦૯, વર્ધવિનાયક, તુલીંજ રોડ, નાલાસોપારા.
નાના ભાડીયાના હરખચંદ સાવલા (ઉં.વ. ૭૫), તા. ૭-૩-૨૩ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન મોરારજીના પુત્ર. સ્વ. પ્રેમીલાના પતિ. મધુ પરેશ, રશ્મી, શીતલ કિશોર, કુંજલ જતીન, જીગ્ના, અમિતના પિતા. મંજુલા મગનલાલ, વનિતા રમણીક, સ્વ. હસમુખના ભાઇ. બિદડા મંજુલા માવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મધુ પરેશ શાહ, જે-૧૮૦૩, ન્યુ પીએમજીપી કો.હા.સોસાયટી, મ્હાડા કોલોની, મુલુંડ (ઇ.).
ઝાલાવાડ વીશા શ્રીમાળી શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન
વિંછીયા નિવાસી, હાલ બોરીવલી, કેશવલાલ સુખલાલ શાહના સુપુત્ર ચંદુલાલ (સી.કે. શાહ) (ઉં.વ. ૭૦), તેઓ કિરણબેનના પતિ. રિદ્ધિ પરેશ કપાસી, સિદ્ધિ અમિત, વૈભવ – સીમાના પિતાશ્રી. સ્વ. નંદલાલભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. ભરતભાઈ, કુસુમબેન, અરૂણાબેન, સરોજબેનના ભાઈ. વઢવાણ નિવાસી ચીમનલાલ લહેરચંદ દોશીના જમાઈ. તે પ્રતાપકુમાર હિ. કપાસી, અનિલભાઈ જ. શાહ, સ્વપનકુમાર મૈતીના વેવાઈ. તા. ૮/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તા. ૧૨/૩/૨૩ રવિવારના ભાવયાત્રા દામોદર વાડી, કાંદિવલી ૧૦ થી ૧૨.
ઝાલાવાડ દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
જોરાવરનગર નિવાસી હાલ ભાયંદર સ્વ. મંજુલાબેન અંબાલાલ શાહના પુત્ર પ્રકાશ (ઉં.વ. ૬૬) તે ૪/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સ્મિતાના પતિ. પ્રિયંકા પ્રતિજ્ઞ સલોતના પિતા. સ્વ. વિનોદભાઈ, સ્વ. બિપીનભાઈ, શશીકાંતભાઈ, મુકેશભાઈ, સ્વ. ભારતીબેન મહેન્દ્રકુમાર, વર્ષાબેન રાજેશકુમારના ભાઈ. બોટાદ નિવાસી ગં. સ્વ. મંજુલાબેન રસિકલાલ શાહના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વેરાવળ વિશા ઓસવાળ જૈન
ભગવાનદાસ ખુશાલદાસ શાહ (ઉં.વ. ૯૦) તે હાલ મુંબઈ તેઓ સ્વ. સુભદ્રાબેનના પતિ. પ્રવીણા, જયશ્રી, સ્વ. કિરીટ, રાજુલ તથા મીતાના પિતા. દિનેશ, સુનિલ, નિશિતા, સંદીપના સસરા. સ્વ. મંજુલાબેન, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. જશવંતીબેન, સ્વ. રમણભાઈ, હિંમતભાઇના ભાઈ. પ્રભાસ પાટણ નિવાસી લીલાવંતી સોભાગ્યચંદ ફુલચંદ શાહના જમાઈ. ૮/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ બોરીવલી સ્વ. સેવંતીલાલ નાનાલાલ પારેખના ધર્મપત્ની મૃદુલાબેન (ઉં.વ. ૭૯) તે ૮/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રાજેશ, મનીષ તથા કૈલેશના માતુશ્રી. પરેશા, ચૈતાલી તથા બીજલના સાસુ. યશા પ્રતીકકુમાર, હિરલ સોહીતકુમાર, ભવ્ય, નિરીલ, વિવાનના બા. પિયરપક્ષે સ્વ. સુશીલાબેન તથા સ્વ. રસિકલાલ ડોસાલાલ મેમાયાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ગુર્જર જૈન
તુંબડી નિવાસી હાલ બોરીવલી ભોગીલાલ મોતીલાલ શાહ (ઉં.વ. ૭૭) તે ૭/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ભારતી (નીમુ)ના પતિ. હેતલ સચિન, પ્રીતિ મિનેષ, ડિમ્પલ મનોજકુમાર, જ્યોતિ કમલેશકુમારના પિતા. સુશીલા જયંતીભાઈ, હિંમતભાઇ, દયાબેન નાનાલાલ, દમયંતી ઈશ્ર્વરલાલ, નિર્મળા કાંતિલાલ, ઝમકુરબેન અમૃતલાલ, જયાબેન છગનલાલ, જસીબેન ઈશ્ર્વરલાલના ભાઈ. માધાપરના કંચનબેન હીરાલાલ ગલાલચંદ શાહના જમાઈ. વિનોદ, ચંદ્રકાન્ત, ભૂપેન, સુરેશ તથા હંસા નીતીનકુમારના બનેવી. તેમની પ્રાર્થનાસભા ૧૦/૩/૨૩ના ૪ થી ૫.૩૦ લુહાર સુતાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
મોટા ઉજળા હાલ બોરીવલી ભારતી હિંમતભાઇ ઉત્તમચંદ દોશીના પુત્ર કાર્તિક દોશી (ઉં.વ. ૪૯) તે ૭/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે કલ્પનાબેનના પતિ. દ્વિતીના પિતા. મીનલ સંદીપ તોલીયા તથા સોનાલિ નિમેષ પારેખના ભાઈ. પ્રેમનાથ બેલછડાના જમાઈ. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.