જૈન મરણ
ઇડર નિવાસી હાલ ખારઘર વિમળાબેન જગજીવનદાસ શાહના સુપુત્ર અતુલભાઇ (ઉં. વ. ૬૮) તા. ૧૭-૨-૨૩ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. ભાવનાબેનના પતિ. શ્ર્વેતાબેન સૌરિનકુમાર પરીખના પિતાશ્રી. કાશ્વીના નાના. કલ્પનાબેન વિનોદકુમાર શાહ અને અરુણાબેન સતીશકુમાર શાહના ભાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દાઠા હાલ કાંદિવલી સ્વ. ઇચ્છાબેન લક્ષ્મીચંદ દેવચંદ સલોતના સુપુત્ર અમુલખ સલોત (ઉં. વ. ૮૧) તા. ૧૭-૨-૨૩ના મુંબઇ મુકામે સ્વર્ગવાસ પામેલ છે. તે અ. સૌ. દિનાબેનના પતિ. કલ્પનાબેન, જીજ્ઞેશ, વૈશાલીના પિતા. ઉત્સવકુમાર, પારુલ, રાજેશકુમારના સસરાજી. સ્વ. મનહરભાઇ, સ્વ. જયસુખભાઇ, સ્વ. નિર્મલાબેન, સ્વ. પુષ્પાબેન, યશુબેન, હંસાબેનના ભાઇ. હિરાબેન ગીરધરલાલ ત્રિભોવનદાસ મહેતાના જમાઇ. સાદડી તા. ૧૯-૨-૨૩ રવિવારના ૪થી ૬. ઠે. પ્રેરણા બિલ્ડિંગ, વૈશાલી બસ સ્ટોપની બાજુમાં, એમ. જી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
ઝાલાવાડ વિશા શ્રીમાળી જૈન
વઢવાણ હાલ કાંદિવલી અ. સૌ. જયોત્સનાબેન (ઉં. વ. ૭૨) તે ભરતભાઇ કાંતિલાલ શાહ (પંજાબી)ના ધર્મપત્ની. કિરણબેન ચંદ્રકાન્તભાઇના દેરાણી. બ્રિંદા-રિદ્ધિ રિતેશકુમારના માતા. હંસાબેન, કુસુમબેન, સ્વ. ભાનુબેન, પ્રફુલાબેનના ભાભી. પિયર પક્ષે લાલચંદ જીવણલાલ દોશી (વઢવાણ)ના દિકરી. માહી તથા ધ્યાનમના નાની. શુક્રવાર, તા. ૧૭-૨-૨૩ના અરિહંતશરણ થયા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ધ્રોળ હાલ મલાડ, રમાબેન હીરાચંદ પારેખ (ઉં. વ. ૯૭) તે સમરતબેન શિવલાલ દોશીના પુત્રી. સ્વ. લાભુબેન, તારાબેન, સ્વ. મુક્તાબેન, સ્વ. હિંમતભાઇ, સ્વ. કિશોરભાઇના બેન. રંજનબેન, સ્વ. કિરીટભાઇ, સ્વ. શિરીષભાઇ, સુરેશ, ઉષાબેન, મીરાબેન, મીલન, મેહુલ, મીતુલ, પૂજા, પ્રતિક, પરીના, જાન્હવી, નૂતન, રિદ્ધિ, શ્ર્વેતના બા ગુરુવાર, તા. ૧૬-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ વણોઇના સ્વ. જવેરબેન શાહ (ઉં. વ. ૬૭) થાણા મધ્યે અવસાન પામેલ છે. સ્વ.કામલબેન-ચાંપુબેન હરધોરના પુત્રવધૂ. વેલજીના ધર્મપત્ની. રાજેશ, પુષ્પા, હીના, મનિષા, અમીતા, ઉન્નતિના માતુશ્રી. ફોરમી, નીતિન, અરવિંદ, મનોજ, નવીન, અમિતના સાસુ. હીયા, પ્રિશાના દાદી. સુવઇના હાંસઇબેન વાલજી ફરીયાના દીકરી. પ્રાર્થના તા. ૧૯-૨-૨૩ના રવિવાર ૩થી ૪.૩૦, ૪.૩૦થી ૫ જાપ. પ્રા. ઠે. થાણા જૈન સ્થાનક, તળાવપાડી, નૌકાવિહાર, થાણા. ચક્ષુદાન કરેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ નૂતન ત્રંબો સ્વ. પૂંજીબેન નંદુ (ઉં. વ. ૮૮) અવસાન પામેલ છે. સ્વ. મીણાબેન રવજી સાંગણ નંદુના પુત્રવધૂ. સ્વ. રતનશીના ધર્મપત્ની. કાંતિ, અરવિંદ, ઇન્દુ, જયશ્રી, પ. પૂ. સ્મિતાબાઇ. બા. બ્ર. સુનીતાબાઇના માતુશ્રી. ભારતી, મોનિકા, જયંતીલાલ, વાડીલાલના સાસુ. દિશા, વિધી, નિખીલ, મોનીશના દાદી. નંદાસરના સ્વ. તેજીબેન-નાગલબેન શવજી વિસરીયાના દીકરી. પ્રાર્થના તા. ૧૯-૨-૨૩ના રવિવાર૧૦-૩૦થી ૧૨. જાપ ૧૨થી ૧૨.૩૦. ઠે. કાંતી વિસરીયા હોલ, થાણા (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
કાટકોલા હાલ સાંતાક્રુઝ સ્વ. ચંપકલાલ કેશવલાલ શાહના ધર્મપત્ની. બગસરાના હરજીવનદાસ ઘાટલીયાના પુત્રી કંચનબેન (ઉં. વ. ૯૨) તા. ૧૮-૨-૨૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે મુકેશભાઇ, સ્વ. વિપુલભાઇ તથા મયુરભાઇના માતુશ્રી. અ. સૌ. શીલા, લીના, સીમાના સાસુ. આશીતા ધર્માંગ, શશાંક, સાહિલ, રાધી, વત્સલ, મૈત્રી, સાગરના દાદી. આન્યાના પરદાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડ શ્ર્વે. મૂ.જૈન
ધોલેરા હાલ મુલુંડ મનહરબેન કીરીટભાઇ રતનશી શાહ (ઉં. વ. ૭૭) તે કીરીટભાઇના ધર્મપત્ની. મનીષ, રુપેશના માતુશ્રી. નીકીતા, જીજ્ઞાના સાસુ. માનસી, હાર્દિક, મોનીલ, જાહન્વી, દેવાર્ય અને પ્રીયલના દાદી. પિયર પક્ષે ડાહ્યાલાલ છગનલાલ શાહ, વિરમગામ વાળાની સુપુત્રી. તા. ૧૭-૨-૨૩ના શુક્રવારના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૯-૨-૨૩ના ૧૦થી ૧૨. ઠે. કાલીદાસ મેરેજ હોલ, કાલીદાસ કોમ્પલેક્સ, પી. કે. રોડ, મુલુન્ડ (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી હાલ ઘાટકોપર ઇન્દુલાલ મોહનલાલ પાડલીયા (ઉં. વ. ૭૮) તા. ૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. રોહિત તથા અમીતાના પિતા. અ. સૌ. વૈશાલીબેનના સસરા. રમણિકલાલ તથા સ્વ. હેમલતાબેન ગુણવંતરાય દોશીના નાનાભાઇ. સ્વ. નટવરલાલ હંસરાજ શાહના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૯-૨-૨૩ના રવિવારે સવારે ૧૦થી ૧૨. ઠે. પરમકેશવ બાગ, ૧લે માળે, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ) મુંબઇ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વાંકાનેર નિવાસી હાલ શિવાજી પાર્ક મુંબઇ અમૃતલાલ ગોબરભાઇ મહેતાના સુપુત્ર રસિકલાલ મહેતા (ઉં.વ. ૯૨) તા. ૧૮-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કુંજલતાબેનના પતિ. તે શચિ કલ્પેશભાઇ ગાંધી તથા સંજીવના પિતા. તે અર્પણાના સસરા. તે સ્વ. મનહરભાઇ, સ્વ. દુલેરાઇ, સ્વ. પ્રભાબહેન તથા સ્વ. કાંતાબેનના ભાઇ. તે સ્વ. મંજુલાબેન મયાશંકર દેસાઇ (રંગુનવાળા)ના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દિગંબર જૈન
બોટાદ નિવાસી સ્વ પ્રવીણચંદ્ર સોમચંદ ભૂરાભાઈ ડગલીના ધર્મપત્ની પ્રભાવતીબેન ડગલી (ઉં. વ. ૯૨) શુક્રવાર ૧૭-૦૨-૨૦૨૩ ના અરિહંત શરણ પામ્યા છે. તેઓ ગોકળદાસ શીવલાલ અજમેરાના પુત્રી, રાજેશ, રૂપા રોહિત પરીખ, આરતી દિલીપ દોશી, બીના રશ્મિ ડેલીવાલા અને વિજયના માતુશ્રી. ચેતના અને શિલ્પાના સાસુ. જિનલ અંચિત બટાવિયા, ધર્મિન, પૂર્વી, પૂજા અને હેમલ હર્ષદ કાંબળેના દાદી. લૌકિક વ્યવ્હાર બંધ છે. સરનામું :૧૬૦૧/૨ રુબી, નિર્મલ લાઇફ સ્ટાઇલ. એલ. બી. એસ. માગે, મુલુંડ વેસ્ટ.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
વાંકાનેર નિવાસી હાલ વસઈ સ્વ. દોશી સૂર્યકાન્તભાઈ પ્રભુદાસના ધર્મપત્ની ગં. સ્વ નીલાબેન (ઉં. વ. ૮૩) તે ૮/૨/૨૩ના દેહપરિવર્તન કરેલ છે. તે મુકેશભાઈ, અતુષભાઇ, મિતેશભાઈના માતુશ્રી. ધર્મિષ્ટાબેન, દક્ષાબેન, સ્વ. શ્રેયાબેનના સાસુ. ચિંતન, મનન, મલય રિદ્ધિના દાદી. પિયરપક્ષે રાજકોટ સ્વ. વ્રજલાલ વોરા, સ્વ. હસમુખભાઈ વોરા, સ્વ.શારદાબેન દામડીયા, સ્વ. પ્રભાબેન ખેતાણી, સ્વ. અંજનાબેન શાહના બેન.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી નિવાસી હાલ કાંદિવલી સ્વ. જયાબેન રમણિકલાલ ગાંધીના સુપુત્ર ભરતભાઇ (ઉં. વ. ૭૪) તે ભારતીબેનના પતિ. તે પ્રશાંત-કિરણ તથા આશિત-પાયલના પિતાશ્રી. તે રશ્મિબેન ચીમનલાલ મેહતા, સ્વ. મધુકાંત-રેખા, મધુરીકા સુધીરભાઇ દોશીના ભાઇ. તે ઈશીતા, રિષભ, મેહેક, પ્રિશાના દાદા તા. ૧૭.૦૨.૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી તથા લોકીક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
પત્રીના હંસરાજ લાલજી વેલજી ગડા (ઉં. વ. ૮૨) તા. ૧૭-૨-૨૦૨૩નાં અરિહંત શરણ પામેલ છે. સુંદરબાઇ લાલજી વેલજીના સુપુત્ર. ભાનુ (જયા)ના પતિ. પારસ અને મીનલના પિતા. છસરાના કસ્તુર ધનજી, લુણીના રતન ખીમજીના ભાઇ. ભુજપુરના સાકરબેન મગનલાલ દેઢીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : પારસ ગડા, ૬૦૩, મીલાંજ, ૪થો ગોલીબાર રોડ, સાંતાક્રુઝ, મું. ૫૫.
નાના ભાડિયાના જીજ્ઞા સુનીલ ગોગરી (ઉં. વ. ૪૬) તા.૧૭.૦૨.૨૩ના અવસાન પામેલ છે. જવેરબેન માવજીના પુત્રવધૂ. સુનિલના પત્ની. મનશ્વી, યુગના માતુશ્રી. નવિનાળના ચંચળબેન રતીલાલ વોરાના પુત્રી. હીતેન, પરેશ, કપિલના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. સુનિલ ગોગરી, રૂમ નં.ર, એસ.કે. યાદવ ચાલ, આંબાવાડી, દહીંસર (ઈ), મું. ૬૮.
વાંકીના સરલાબેન રમેશ સાવલા.(ઉં. વ. ૬૮) તા.૧૬-૨-૨૦૨૩ના અવસાન પામેલ છે. કસ્તુરબેન સુરજીના પુત્રવધૂ. રમેશના ધર્મપત્ની. હેમલ, હીના, ભાવિનના માતુશ્રી. ટોડાના સુંદરબેન મુરજીના પુત્રી. શાંતિલાલ, તલકશી, ચંચળબેન, હીરાબેનના બેન. પ્રા.શ્રી.વ. સ્થા. જેન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે), ટા.૨ થી ૩.૩૦.