જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
તણસા નિવાસી હાલ ઘાટકોપર ગજરાબેન કર્પૂરચંદ્ર ગંભીરદાસ વોરાના સુપુત્ર નિમેષભાઈ (ઉં.વ. ૬૧) તા. ૧૨-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવનાબેનના પતિ. દર્શન અને ખુશબુના પિતાશ્રી. નિખિલકુમાર જીતેન્દ્રભાઇ શાહ ટાણાવાળાના સસરા. ઈલાબેન નવીનચંદ્ર, શીલાબેન શૈલેષકુમાર, રીટાબેન સુરેશકુમાર, નીપાબેન નિલેષકુમારના ભાઈ. ફતેચંદ હરખચંદ શાહ (દાઠા) હાલ ઘાટકોપરના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૭-૨-૨૩ ને શુક્રવાર ૯-૩૦ થી ૧૨, લાયન્સ કમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર ઈસ્ટ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ખડસલીયા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ચંપકલાલ અમૃતલાલ દોશીના ધર્મપત્ની સવિતાબેન (ઉં.વ. ૭૫) તા. ૧૪-૨-૨૩ના અવસાન પામેલ છે. તેઓ કુમાર, વિક્રમ, મીનાબેન, નીતાબેન, મમતાબેન, મયુરીબેનના માતુશ્રી. આયુષી, ક્રિશા, દાનિયાના દાદી અને મીનલ, જાગૃતિ તથા સ્વ. પંકજ કુમાર, રાજેશ કુમાર, નીતિન કુમાર, ધર્મેશ કુમારના સાસુ. પિયર પક્ષે સ્વ. ગુલાબબેન જેઠાલાલ પાનાચંદ દોશી (ગોરસવાળાના) દિકરી. તે સ્વ. ચીમનભાઈ, સ્વ. પરમાણંદભાઈ, સ્વ. જેઠાભાઈ તથા સ્વ. હિંમતભાઈના ભાભી. પ્રાર્થનાસભા તા. ૧૭-૨-૨૩ ને શુક્રવારે સવારે ૧૦/૩૦ થી ૧૨/૦૦. અડ્રેસ: ઝવેરબેન પોપટલાલ સભાગ્રહ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા શ્રીમાળી સ્થા. જૈન
વઢવાણ નિવાસી હાલ મલાડ સ્વ. મુગટલાલ ઠાકરશીભાઈ વોરાના ધર્મપત્ની ગં. સ્વ. ચંદ્રાબેન (ચંદ્રકાંતા) મુગટલાલ વોરા (ઉં.વ. ૯૨) તે અતુલભાઈ, ચેતનભાઈ, નીલાબેન હર્ષદકુમાર કોઠારી, મીનાબેન સુરેશકુમાર ધોળકિયા, રીટાબેન દિનેશકુમાર શાહ તથા અલકાબેન યોગેશકુમાર શાહના માતુશ્રી. કેવળીબેન શાંતિલાલ શાહના પુત્રી. મમતાબેન તથા દીપાબેનના સાસુ. દિશા, ચાર્મી, શ્રેય, નીલના દાદી. ૧૪/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ગોંડલ નિવાસી હાલ વિલેપાર્લા સ્વ. ભુપતરાય રતિલાલ કોઠારીના ધર્મપત્ની સરલાબેન (ઉં.વ. ૯૨) તે ૧૩/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મહેન્દ્ર, રાજેશ, મુકેશ તથા હિના પ્રદીપભાઈ દેસાઈના માતુશ્રી. સ્વ. દિવ્યાબેન, હીનાબેન, વર્ષાબેન, પ્રદીપભાઈના સાસુ. સ્વ. લાભુબેન, સ્વ. લીલાવતીબેન, સ્વ. મુક્તાબેન, સ્વ. શાંતાબેન, સ્વ. શાંતિલાલ પાનાચંદ અવલાણીના બેન. મનાલી, ચિંતન, જીમિત, જલ્પા, નિકિતા, કિંજલ, હેતલ દેવાંગના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા આસંબીયા હાલે સોલાપુરના જયંતીલાલ ભવાનજી ગડા (ઉં.વ. ૭૫), તા. ૧૧-૨-૨૩ના અવસાન પામેલ છે. મણીબેન ભવાનજીના પુત્ર. જયાબેનના પતિ. ધીરેન, નેરલ, રૂપલના પિતાજી. ચુનડી સોનબાઇ દેવરાજના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. દેહદાન કરેલ છે. નિ. જયંતીલાલ ગડા, ૧૦, આશીર્વાદ એપાર્ટમેન્ટ, ૧૪૦, રેલ્વે લાઇન્સ, સોલાપુર-૪૧૩૦૦૧.
ગજોડના માતુશ્રી વસુમતી ગાંગજી નાનજી છેડા (ઉં.વ. ૮૪) તા. ૧૪-૨-૨૩ના હૈદરાબાદમાં અવસાન પામેલ છે. સ્વ. નિતીન, જ્યોત્સના, સ્વ. ભારતી, ઉષા, દિના, નીનાના માતુશ્રી. દેશલપરના ઉમરબાઈ વીરજી નાનજીની સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી. એ. જયેશ ગંગર સનરાઈ રેસીડન્સ,૧૦૨ બંસત નગર કાંચીગુડા હૈદરાબાદ-૫૦૦૦૨૭.
મોટા લાયજાના વીણા (મણી) વિનોદ ગાલા (ઉં.વ. ૭૨) તા. ૧૩-૨-૨૩ના અવસાન પામેલ છે. વિનોદના પત્ની. રતન, લક્ષ્મી, પુંજા ચાંપશીના પૌત્રવધૂ. ચંચલબેન વેલજીના પુત્રવધૂ. દિવ્યા શાહ, સુરેશના ભાભી. રાહુલ, નિતિનના માતાજી. ગોધરાના હાંસબાઇ મુરજી નેણશી સાલિયાના પુત્રી. પ્રા. યોગી સભાગૃહ, દાદર ટા.: બપોરે ૩ થી ૪.૩૦. નિ. રાહુલ વિનોદ, ૫૦૨, વિનાયક કુંજ, નહેરૂ રોડ, પારલા (ઈ).
કોટડા (રોહા)ના શ્રી કાંતિલાલ હીરજી ગાલા (ઉં.વ. ૭૫) દેશમાં તા. ૧૨-૨-૨૩ના અવસાન પામેલ છે. હાંસબાઇ હેમરાજના પૌત્ર. લક્ષ્મીબેન (ખેતબાઇ) હીરજીના પુત્ર. પુષ્પાબેનના પતિ. કેતન, હીતેશના પિતા. સતીષ, મહેન્દ્ર, પાનબાઇ, પુષ્પાના ભાઇ. બાડાના સાકરબેન કુંવરજીના જમાઇ. પ્રા. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રા.સં.સં. શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે). બપોરે ૪ થી ૫.૩૦. નિ.: કાંતિલાલ ગાલા, બી-૬૦૩, પ્લેટીનમ, વિલેજ રોડ, ભાંડુપ (વે).
નવિનાળના માતુશ્રી કેસરબાઈ ભાણજી વોરા (ઉં.વ. ૯૨) તા. ૧૩-૨-૨૩ના અવસાન પામેલ છે. તેજબાઇ શીવજી મુરગના પુત્રવધૂ. ભાણજીના ધર્મપત્ની. હરીશ, મહેશ, સુર્યકાંત, જસવંતી (બેબી), મીતાના માતુશ્રી. નાના ભાડીયાના ગોમીબાઈ નરશી વિજપારના સુપુત્રી. હીરજી, ગાંગબાઇ, હીરબાઇ, મગીબાઇ, પાનબાઇના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. સુર્યકાંત વોરા, બી-૪, બથીયા એપા. નં. ૧, એસ.વી. રોડ, બોરીવલી (વે).
ભારાપુરના કમલેશ વિનોદ વીરા (ઉં.વ. ૪૨) ૧૪-૨ના અવસાન પામ્યા છે. માતુશ્રી દેવકાબાઇ વીરજી નેણશીના પૌત્ર. સ્વ. વર્ષા સ્વ. વિનોદના પુત્ર. કોડાય રતનબાઇ મેઘજી આસધીર સાવલાના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મુલચંદ વીરજી વીરા, ૨૦૩, અંકુર કો.સો., કાકા સાહેબ ગાડગીલ માર્ગ, પ્રભાદેવી-૨૫.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડિયાના સ્વ. જોમાબેન કચ્છી ગાલા (ઉં. વ. ૮૩) ૧૪-૨-૨૩ મંગળવારના અવસાન પામેલ છે. સ્વ. નરસી હિરજી ગાલાના ધર્મપત્ની. સ્વ. ભમીબેન હિરજીના પુત્રવધૂ. પ્રેમજી, પ્રભા, કંચન, રંજન, મંજુ જગશીના માતુશ્રી. અરૂણા, જયશ્રી, ધીરજ, નરેન્દ્ર, રમેશના સાસુજી. મયુર શૈલેષ, ગૌરવ, ટીનુ, આકાશના દાદી. સ્વ. હીમાબેન પુંજાલાખા શાહની દીકરી. પ્રાર્થના રાખેલ નથી. રે. ઠે.: ૪, મોહનભાઈ ચાલ, પી. પી. રોડ, આંબાવાડી, અંધેરી – ઈસ્ટ.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ હાલ માટુંગા સ્વ. મંછાબેન છોટાલાલ ભરવાડાના સુપુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૭૯) મંગળવાર, તા. ૧૪-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે છાયાબેનના પતિ. મીતા-અનીશના પિતા. આસીતભાઈ, ધ્રુવ-નીશાના સસરા. કીરીટભાઈના મોટાભાઈ. સ્વ. સરલાબેન હરિલાલ રતનપાળ શેઠના જમાઈ. તેમની પ્રાર્થનાસભા: ગુરુવાર, તા. ૧૬-૨-૨૩ના બપોરના ૪ થી ૬. રામજી અંદરજી વાડી, ચંદાવરકર રોડ, માટુંગા (સે.રે.). ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમરેલી (હાલ ઘાટકોપર) નિશીથભાઈ અનિલભાઈ હેમાણી (ઉં.વ. ૬૧) તા. ૧૩-૨-૨૩ને સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સીમા (સાધના)ના પતિ. ઉર્જા કુનાલભાઈ ગાંધી, ધ્વનિ મયંકભાઈ વોરાના પિતા. યોગેશભાઈના મોટાભાઈ. ચિ. પ્રિશા, કેનીલ, કશ્વીના નાના. સાવરકુંડલા નિવાસી સ્વ. કનુભાઈ બીલખીયાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા .૧૬-૨-૨૩ ગુરુવારના સાંજે ૪ થી ૬ પરમ કેશવબાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ).
પાટણ જૈન
પાટણ તંબોળીવાડાના હાલ મુંબઈ શ્રી દિનેશભાઈ સારાલાલ શાહ (જાફૂજીવાલા) (ઉં. વ. ૭૯) તેમનું તા. ૧૪-૨-૨૩ના સ્વર્ગવાસ થયેલ છે. તે નયનાબેનના પતિ. સ્વ. નટવરલાલ નેમચંદ શાહના જમાઈ. પુત્ર હર્ષ. પુત્રવધૂ દિપીકા. પૌત્રી નાયરા. તથા દીકરી વિધી. જમાઈ સુમીતભાઈ, વીણાબેન સુરેશભાઈ, સ્વ. નિલાબેન સ્વ. દિનેશભાઈ, શોભનાબેન જીતુભાઈ, સ્વ. ભામિનીબેન લલિતભાઈ, સ્મિતાબેન કમલેશભાઈ, ભરતભાઈ અને રૂપલબેનના મોટાભાઈ. લૌકિક વ્યવહાર
બંધ છે.