Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વરતેજ નિવાસી સ્વ. ચીમનલાલ ચુનીલાલ લવજી શાહના સુપુત્ર ચેતનકુમાર (ઉં.વ. ૫૭), તે હિનાબેનના પતિ. ચિ. દિશા હાર્દિકકુમારના પિતાશ્રી. તે રાજેશભાઈ, અમિતભાઈ, શીલાબેન અશોકકુમાર, ચારુબેન પ્રફૂલકુમારના ભાઈ. સ્વ. ઇન્દુલાલ દયાળજી શાહના જમાઈ. સમીરભાઈના બનેવી તા. ૧૪-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેમની સાદડી બુધવાર તા. ૧૫-૨-૨૩ના બન્ને પક્ષની સાથે રાખેલ છે. ૪ થી ૮ નિવાસસ્થાન: ચેતન શાહ, લાઈફસ્પેસ પૃથ્વી, એ-૨૦૪, બીજે માળે, આર.બી. કદમ માર્ગ, ઓફ એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર-વેસ્ટ.
જામનગર વીશા ઓસવાલ જૈન
જામનગર હાલ મુંબઈ પ્રકાશભાઈ (ઉં.વ. ૬૦), તે પદ્માબેન ધનજીભાઈ શાહના સુપુત્ર. તેજલબેનના પતિ. પ્રિયંકા ઓહનના પિતા. મંજુલાબેન રમેશચંદ્ર, પુષ્પાબેન, ભરતભાઈ, નિતીનભાઈ, પ્રફુલભાઈ, વિનોદભાઈ, બિપીનભાઈ, કોકિલા બિપીનભાઈ, સરોજબેન ભુપેન્દ્રભાઈના ભાઈ. ભાવનગરવાળા લલિતાબેન અરવીંદકુમાર શાહના જમાઈ, તા. ૧૨-૨-૨૩, રવિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૧૬-૨-૨૩ના યોગી સભાગૃહ, ગેટ નં-૯, પહેલે માળે, સ્વામી નારાયણ મંદિરની પાછળ, દાદર-ઈસ્ટ, સાંજે ૫ થી ૭.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા હાલ મલાડ સ્વ. ત્રંબકલાલ હરગોવિંદદાસ રવાસાના સુપુત્ર મહેન્દ્રભાઈ (ઉં.વ. ૭૫) તા. ૧૩/૨/૨૩ને સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે પુષ્પાબેનના પતિ. ચિરાગ અને તેજસના પિતા. એકતાના સસરા. વીરના દાદા. સ્વ. મધુકરભાઈ અને અતુલભાઇના મોટાભાઈ. સ્વસુર પક્ષે સ્વ. ચત્રભુજ નાનચંદ પારેખ (છાપરી વાળા)ના જમાઈ. બંને પક્ષની સાદડી ૧૧ ગુરૂવાર ને ૧૬/૨/૨૩ના બપોરે ૪ થી ૬. એડ્રેસ:- પારેખ હોલ, જીતેન્દ્ર રોડ, શાંતિનાથ જૈન દેરાસરની બાજુમાં, મલાડ (ઇસ્ટ).
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર નિવાસી દિનેશચંદ્ર સુરેન્દ્રલાલ શાહ (ઉં. વ. ૮૫) તે કલ્પનાબેનના પતિ. સ્વ. અમરીશ, દેવાંગ, સંદીપ તથા હેમલના પિતા. હેતલ, પીનલ, અલકા કુમારના સસરા. હાર્દિક, કશિશ, હર્ષ, પ્રતીક, કુશબ, કિંજલ, જીનાલી જયના દાદા. સોનલ, રાજવી, રાહીલના દાદા સસરા. રૂહાન દ્વિતિના પરદાદા ૧૧/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૬/૨/૨૩ ના ૩ થી ૫ વનિતા વિશ્રામ હોલ, એસ. વી. પી. રોડ હરકિશન હોસ્પિટલની બાજુમાં મુંબઈ.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
મચ્છુકાંઠા મોરબી નિવાસી સ્વ. કંચનબેન ખોડીદાસ મહેતા ના પુત્ર તરુણકુમાર મહેતા (ઉં. વ. ૭૬) તે હાલ મલાડ મંજુલાબેનના પતિ. ધર્મેશ-ડિમ્પલ , કલ્પેન-પ્રીતિ તથા ભૈરવી જીગર શાહના પિતા. સ્વ. પ્રવીણભાઈ, વિજયભાઈ, નરેશભાઈ, હંસાબેન, કોકિલાબેન, જયશ્રીબેનના ભાઈ. સ્વ. ફતેચંદ ધરમશી શાહના જમાઈ ૧૩/૨/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાય હાલે અંધેરીના મધુબેન ખીમજી વિસરીયા (ઉં. વ. ૮૫) તા. ૧૨-૦૨ના અરિહંતશરણ પામ્યા છે. સ્વ. લક્ષ્મીબેન પ્રેમજી મોરારજીના પુત્રવધૂ. કોડાયના સ્વ. જેઠીમા અને વેલુમા પુંજા આસુના પુત્રી. કુંદરોડીના શોભના દીલીપ ખીમજી રણશી વોરા, મોટા રતડીયાના કોકી અમૃત હરશી દાઇઆ ગડાના માતુશ્રી. છોટાલાલ, વિશનજી, નાગજી પુંજા આસુ, રાજબાઇ, મેઘબાઇ, સાકરબાઇ, દેવકાબેન, લક્ષ્મીબેન, જયાબેન, લીલાબેન અને મોંઘીબેનના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. એડ્રેસ: ૮, વસંત વિલા, સ્વામી નિત્યાનંદ માર્ગ, અંધેરી (પૂર્વ), મુંબઇ-૪૦૦૦૬૯.
બિદડાના (દખણા ફરીયા) જીયાંશ અપૂર્વ પોલડીયા (ઉં. વ. ૩॥) તા. ૧૨-૨ના દેહ પરીવર્તન કરેલ છે. મંજુલાબેન નેમચંદના પૌત્ર. અંકિતા અપૂર્વના પુત્ર. લતાબેન રમેશના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મંજુલાબેન પોલડીયા, નૂતનનગર, જી-૨૦, સ્ટેશન રોડ, તળાવની સામે, વાંદરા (વે.).
શેરડીના માતુશ્રી ગુણવંતીબેન ખીમજી દેવજી હરીઆ (ઉં. વ. ૮૭) ૧૩-૨-૨૩ના અવસાન પામ્યા છે. રતનબેન દેવજી ધરમશીના પુત્રવધૂ. ખીમજીભાઇના પત્ની. તિલક, ખુશાલ, મહેશના માતુશ્રી. દેવપુરના રાણબાઇ મુરજી રાયશી ગાલાના પુત્રી. નાનજી, દેવજી, મોટા રતડીઆના લક્ષ્મીબેન પ્રેમજી, શેરડીના શાંતાબેન નાનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. મહેશ ખીમજી હરીઆ, ૧૩૦૨, યશરાજ હાઇટસ, વી.બી.ફડકે માર્ગ, ૯૦ ફીટ રોડ, સેંટર પોઇન્ટની બાજુમાં, મુલુંડ (પૂર્વ).
નાગલપુરના માતુશ્રી રતનબેન જેઠાલાલ કક્કા (ઉં. વ. ૮૭) તા. ૧૩.૨.૨૩ના અવસાન પામ્યા છે. જીવાબાઈ પુંજા વણવીરના પુત્રવધૂ. જેઠાલાલ પુંજાના ધર્મપત્ની. અરૂણા, ભારતી, હિતેનના માતુશ્રી. કોડાયના કંકુબાઈ કુંવરજી રણશીના સુપુત્રી. જયંતિલાલ, લક્ષ્મીચંદ, મુલચંદ, બિદડાના જવેરબેન શીવજી, મીઠાબાઈ છગનલાલના બેન. પ્રા. માનવ સેવા સંઘ માણેક બેંકવેટ સાયન-કિંગ્સ સર્કલ, ટા. ૩ થી ૪.૩૦. ત્વચાદાન/ચક્ષુદાન કરેલ છે. નિ. હિતેન કક્કા : એ-૪૦૩, સંભાજી નગર, ડિલાઈલ રોડ, લોઅર
પરેલ (ઈ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -