જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય કે પછી સુખ-શાંતિમાં હંમેશા ખલેલ પડતી હોય તો આજે અમે અહીં તમારા માટે કેટલાક એવા ઉપાયો લઈને આવ્યા છીએ કે જેને કરવાથી તમારા ઘરનો વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં સુખ શાંતિનો વાસ જોવા મળશે. આ માટે તમારે ખાસ કંઇ કરવાની જરૂર નથી, બસ અહીં જણાવવામાં આવેલા કેટલાક સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. તમારા ઘરની બહાર વાસ્તુ અનુસાર આ વસ્તુઓ લગાવી શકો છો, જેનાથી તમને શુભ પરિણામ મળશે.
વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે અનેક ઉપાયો સૂચવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વાસ્તુ શાસ્ત્રના આ ઉપાયો કરવાથી પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે અને તેમની વચ્ચે સુખ-શાંતિ અને સુમેળ જળવાઈ રહે છે.
દેવી લક્ષ્મીના પગલાં: એવી સર્વસામાન્ય માન્યતા છે કે જો તમે ઘરની અંદર આવતા મા લક્ષ્મીજીના પગના ચિહ્નો લગાવો છો કે પછી એવી રંગોળી બનાવો છો તો તેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. માતા લક્ષ્મીના ચરણોને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. આ સાથે સાથે જ જો તમે સાંજના સમયે લોટની રંગોળી બનાવો છો તો તે પણ શુભ ફળ આપે છે.
લીંબુ અને મરચા પણ છે કારગર: જો તમારા ઘરમાં વારંવાર શાંતિમાં ખલેલ પડતી હોય અથવા કોઈ કામમાં કોઈ અડચણ આવતી હોય તો શનિવારના દિવસે ઘરની બહાર કાળા કપડાના ટુકડા સાથે લીંબુ અને મરચાં મૂકી દો, આવું કરવાથી તમારા ઘર પર લાગેલી ખરાબ નજર દૂર થઈ જશે અને તમારા અધૂરા અટકી પડેલા કામ થઈ જશે.
ઘોડાની નાળ લગાવો: ઘોડાની નાળ ઘરની બહાર મૂકવાથી સારું પરિણામ મળે છે. ઘોડાની નાળ દરવાજા પર લગાવતાં પહેલાં તેને એક રાત પહેલા સરસવના તેલમાં પલાળી રાખો ત્યાર બાદ તમે તેને શનિવારના દિવસે ઘરની બહાર દરવાજા પર લગાવી શકો છો. એનાથી તમારા ઘરની બધી સમસ્યાઓ દૂર થઈ જશે.
મુખ્ય દ્વાર પર બે ગણેશ મૂર્તિઓ મૂકો: વાસ્તુ અનુસાર જો તમે મુખ્ય દરવાજાની અંદર અને બહાર વિઘ્નહર્તા ગણેશજીની બે મૂર્તિઓ એવી રીતે રાખો છો કે મૂર્તિઓની પીઠ એકબીજા સાથે જોડાયેલી હોય તો એનું સારૂ પરિણામ મળી શકે છે. એવું માનવામાં આવે છે કે આ રીતે ગણેશજીની પ્રતિમા મૂકવાથી પરિવારના તમામ અવરોધો, દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે.
ઘરની બહાર તોરણ લગાવો: લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ એટલે ઘરની બહાર દરવાજા પર તોરણ લગાવો. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર તોરણ સ્થાપિત કરવું શુભ માનવામાં આવે છે. તોરણ હંમેશા આંબા, પીપળ અથવા અશોકના પાનથી બનાવવા જોઈએ. આને કારણે ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી અને ઘરમાં હમેશાં ખુશીનું વાતાવરણ રહે છે. તમે કોઈપણ તહેવાર કે શુભ દિવસે આ તોરણ સ્થાપિત કરી શકો છો.