મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) વિરુદ્ધ શિવસેના (એકનાથ શિંદે જૂથ) વચ્ચેના ઘર્ષણનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા પછી તેનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી. આ મુદ્દે 16 વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય સ્પીકરે લેવાનો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા પછી હવે એમવી (મહાવિકાસ આઘાડી)ના મોટા ભાગના નેતા એકનાથ શિંદે સરકારની ટીકા કરી રહ્યા છે અને ઉદ્ધવ ઠાકરેએ પણ તેમને રાજીનામું આપી દેવાની માગણી કરી હતી ત્યારે આ મુદ્દે આજે વિપક્ષના નેતા અજિત પવારે શિંદેના રાજીનામાની બાબત ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે આ કંઈ અટલ બિહારી વાજપેયીનો જમાનો છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી તેમણે કહ્યું હતું કે કોર્ટે જે કોઈ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રની સરકાર પર કોઈ ફરક પડસે નહીં. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સરકારનું રાજીનામું માગ્યું હતું. આ વાત ખોટી છે અને એની કોઈ જરુરિયાત નથી. અજિત પવારે કહ્યું હતું કે કોઈ સપનામાં પણ વિચારે નહીં કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજીનામું આપશે. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો તો જમાનો નથી. એ જમાના અને આજના જમાનામાં વચ્ચે ફરક છે. સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવ્યા પછી ઉદ્ધવ ઠાકરે સહિત એમવીએના તમામ નેતાએ સરકાર પર હુમલો કર્યો છે. એમવીએમાં રહીને પણ અજિત પવારે તેમનાથી અંતર બનાવ્યું છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હવે વિધાનસભાના સ્પીકરે એકનાથ શિંદે સહિત 16 વિધાનસભ્યને અયોગ્ય ઠેરવવાનો નિર્ણય તાકીદે લેવો જોઈએ અને તેમણે અપેક્ષા વ્યક્ત કરી હતી કે સ્પીકર રાહુલ નાર્વેકર નિષ્પક્ષ નિર્ણય લે. અહીં એ જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચુકાદો આપતા કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું ન હોત આજે પરિસ્થિતિ અલગ હોત.